Kashmash ae bija prem ni - 2 books and stories free download online pdf in Gujarati

કશમશ એ બીજા પ્રેમની - 2

કશમશ એ બીજા પ્રેમની
ભાગ-૨

પાછળ થી અવાજ આવ્યો..... સ્ટોપિટ ટીના.....
બધા ની નજર પાછળ થી આવેલા અવાજ પર ગઈ. નીતિ એ પણ ગભરાતા ગભરાતા પહેલા પોતાનો દુપ્પટો સરખો કર્યો અને એ ભી અવાજ ની તરફ જોવા લાગે છે. પચ્ચીસ એક વર્ષ નો છોકરો એમની તરફ ચાલી ને આવી રહ્યો છે તેની પર્સનાલિટી કોઈ હીરો થી ઓછી નોતી લાગતી.... તેના એ હેર મસ્ત સિલ્કી છે અને મસ્ત હવા ને ચૂમી રહ્યા છે..... બધા તેની સામે જોઈ રહે છે.. ટીના પોતાના ગમન્ડ માં સ્ટાઈલ માં તેની સામે જોઈ રહે છે.
તે માણસ ટીના અને નીતી ના સામે આવીને ઊભો રહે છે.અને ગુસ્સામાં બોલ્યો...ટીના તું જે ભી બોલે છે એ થોડુ વિચારી ને બોલ જે ભી મગજ માં આવે એ બોલે જાય છે.... ટીના પણ ઇતરાતા ઇતરતા પોતાના ગમન્ડ માં બોલી ઓહ મયંક તુ.... કેમ તને શુ પ્રોબ્લેમ છે તે... મારું મોં મારે જે બોલવું હોય એ બોલું...તું તારું કામ કર ઓકે...

મયંક નીતી ના સામે જોવે છે..અને પોતાના મોઢા પર થોડી સ્માઈલ લાવે છે અને પછી ટીના ના સામે જોવે છે.. અને બોલ્યો ટીના સામે વાળા વિશે કઈ ભી જાણ્યા વગર બોલવું એ સારું ના લાગે... ટીના ગુસ્સા માં બોલી તું કોણ છે મને શિખવાડનાર મારી મરજી મારે જે કરવુ હોય એ કરું તુ તારું કામ કર ...
મયંક એ નીતી ના સામે જોયુ અને કહ્યું આ સફેદ કપડાં એમ જ નહિ પહેર્યા હોય ... એમની ફેમિલી માં કોઈ સ્વર્ગવાસ થયું હસે તો જ પહેર્યા હસે... નીતી રડવા લાગે છે.. ટીના આ સાંભળી ને પોતાનુ મોં મડકી ને ત્યાંથી નીકળી જાય છે.... ટીના ના ગયા પછી મયંક બધા ની સામે જોઈ ને કહે છે તમે ભી તમારુ કામ કરો....... મયંક નીતી ની પાસે આવે છે અને નીતી ને કહે છે જુઓ તમે કઈ બોલશો નહિ તો આ ટીના હંમેશા તમને આમ જ સતાયે જશે ... નીતી મયંક ની સામે જોઈ ને પોતાના કેબિન તરફ જતી રહે છે.

ટીના એના કેબિન માં જઈ ને એનુ કામ કરવા લાગે છે.એ વિચારે છે કે મયંક કેટલો સારો છે જે એ બધું સમજે છે. આમ ને આમ બપોર ની બ્રેક પડી નીતી તો પોતાના કેબિન માં જ બેઠી હતી એટલામાં મયંક આવ્યો અને બોલ્યો..... હાય...
નીતી....... મયંક ને જોઈ વિચારવા લાગી કે આ શું કામ આવ્યા હસે....
નીતી કંઇક બોલે એના પેલા તો મયંક બોલ્યો ચાલો બ્રેક પડી લંચ કરવા..... નીતી ઓહ હા તમે જાઓ હું આવું છું.... મયંક કહે ઓકે... એટલું કહી મયંક જતો રહ્યો... નીતી કેન્ટિન માં લંચ કરવા જાય છે.

કેન્ટીન માં પહોચી એ બધી તરફ પોતાની નજર ફેરવે છે. એક ટેબલ ખાલી હતું તો તે ત્યાં જઈ ને બેસે છે.પોતાનું ટિફિન ખોલી ને જમે છે.એટલા માં પાછળ થી મયંક આવે છે. અને બોલ્યો હેલો.... નીતિ આ સાંભળી ને તરત પાછળ ફરે છે . અને બોલી હાય... . મયંક નીતી ના સામે આવે છે ને ખુરશી તરફ ઈશારો કરી ને બોલ્યો હું બેસી શકું અહીં... નીતી કાંઈ બોલી ના પણ પોતાનો માથું હા માં હલાવ્યું ... મયંક એ થેંક્યું કહ્યું અને બેસ્યો.....
થોડી વારે તો બંને ચૂપ બેસી રહ્યા પછી મયંક થી ના રેવાયું તો એ બોલ્યો તમે અહીંના જ છો... નીતી એ હા માં માથું હલાવ્યું....
તો મયંક બોલ્યો કેમ તમે બોલી શકતા નથી.. તો નીતી એમ અજીબ રીતે મયંક ની સામે જોવા લાગે છે. તરત મયંક બોલ્યો ના એટલે કમકે તને બસ હા માં તમારું માથું જ હલાવો છો તો કાંઈ બોલતા નથી એટલે મેં એવું કહ્યું.. તો નીતી ના મોઢા પર થોડી સ્માઈલ આવી ગઈ ..એટલા માં નીતી પોતાની ગડિયાળ સામે જોવે છે અને બોલી લંચ નો ટાઇમ પતવા આવ્યો હું જાઉં....મયંક કહે અરે બેસો થોડી વાર હજી વાર છે.. પણ નીતી ફટાફટ પોતાની બેગ લે છે અને ત્યાંથી જતી રહે છે...

મયંક ત્યાં જ બેસી રહે છે અને વિચારે છે.. આ કેટલી માસુમ છે કેટલી ભોળી છે અને બીજી વાત કેમ આમ એકલી એકલી રહે છે...કેમ કોઈના સાથે વાત નથી કરતી.... કંઇક તો કારણ હસે જ ..... એમ વિચારે જાય છે....

આ બાજુ નીતી પોતાના કેબિન માં આવી ને રડવા લાગે છે.પણ એ વિચારે છે કે મયંક કેટલો સારો છે.બીજા ને સમજે છે એને મને ટીના થી પણ બચાવી...... એમ વિચારતી વિચારતી એ પોતાના કામે લાગી જાય છે....થોડી વાર માં જયદીપ સર એ આપેલી ફાઈલ નું વર્ક કમ્પલિટ થઈ જાય છે .એ ફાઈલ લઈને ઓફિસ માં જાય છે દરવાજો ખખડાવે છે( ટીક ટિક)..... અંદર થી અવાજ આવ્યો કમીન...... નીતી અંદર જાય છે .. જયદીપ સર ઓહ....નીતી તુ હા બોલો ... નીતી બોલી સર આ ફાઈલ... કમ્પલિટ થઈ ગઈ ... સર ઉપર જોઈ ને બોલ્યા અરે વાહ નીતી બઉ ઝડપી કામ થઈ ગયું ..... ગુડ... એટલું કહી સર ફાઈલ લઈ લે છે અને નીતી ઓફિસ માંથી બહાર નીકળી જાય છે.

પછી જોબ નો ટાઈમ પૂરો થતા નીતી ગેટ ની બહાર ટેક્સી ની રાહ જોવે છે.પણ થોડી વાર થઈ પણ ટેક્સી આવી નહિ.......... એટલામાં નીતી ની સામે એક બાઈક આવી ને ઉભુ રહ્યું. નીતી કંઇક બોલે ત્યાતો એ બાઈક વારા એ હૅલ્મેટ ઉતાર્યું .. અરે આતો મયંક છે.. હૅલ્મેટ ઉતરી મયંક બોલ્યો તમને ટેક્સી ના મળતી હોય તો હું મૂકી જાઉં...તો નીતી બોલી ના હું જતી રઈશ..તો ભી મયંક ત્યાં જ ઉભો રહે છે.... થોડી વાર માં ટેક્સી ઊભી રઈ .નીતી તેમાં બેસી ગઈ અને જતી રહી ઘરે ...મયંક નીતી ને જોતો જ રહ્યો.......

નીતી ઘરે પહોંચે છે...રિતુ ઘરે આવી ગઈ હોય છે.. નીતી તેના રૂમ માં બેઠી છે. રિતુ તેમના બંને માટે કોફી લઈને આવે છે... બંને બેસીને કોફી પીવે છે. નીતી પોતાના વિચારો માં ખોવાઈ ગઈ છે... રિતુ એ નીતી ના સામે જોયું અને બોલી કેમ નીતી શું વિચારે છે... પછી નીતી એ ઓફિસ માં જે થયું એ બધું જ કહ્યું... તો રિતુ બોલી મયંક સારો છોકરો લાગે છે... ગર્લ્સ ને સારી રીતે સમજે છે.. નીતી શું એ જાણે છે કે તું આવા કપડાં કેમ પહેરે છે. નીતી કહે હા એને લાગે છે કે મારી ફેમિલી માં કોઈ ઓફ થઈ ગયું હસે.. પણ તુ કેમ આવું પૂછે .?? અરે ના મેં તો બસ એમ જ પૂછ્યું.....

થોડી વાર પછી નીતી રિતુ ના સામે જોઈને બોલી અરે ત્યાં તો કેવા લોકો છે કોઈ ની ફિલિંગ્સ નો કોઈ મતલબ જ નથી અરે વિચાર્યા વગર જ બોલે એતો હું તો બઉ જ ગભરાઈ ગઈ હતી એતો સારું થયું કે મયંક એ આવી ને સંભાળ્યું .... રિતુ બોલી હા સાચી વાત છે ...કાંઈ નહિ ચલ તું ફ્રેશ થઈ જા પછી જમવાનુ કરીએ અને બઉ ના વિચારીશ તારા ઓફિસ વારા વિશે ...
નીતી ફ્રેશ થઈ ને નીચે આવે છે.રિતુ અને નીતી બંને જમવાનું બનાવે છે.. એ લોકો વાતો કરતા કરતા જમવાનું બનાવી રહે છે અને જમવા બેસે છે..થોડી વાર માં જમી ને રૂમ માં આવે છે..
બંને સુવા જાય છે. નીતી સુવાની કોશિશ કરે છે પણ તેને ઊંગ નથી આવતી ... તો એ રાહુલ નો ફોટો લઈને ગેલેરી માં જાય છે અને રાહુલ ના ફોટા ને નિહાળે જાય છે .. પછી થોડી વાર માં અંદર આવી ને સુઈ જાય છે...

એમ દરરોજ એ રિતુ સાથે કંપની જાય ... મયંક નીતી વિશે જાણવાની કોશિશ કરે છે... પરંતુ નીતી પોતાના કામમાં જ ધ્યાન આપે છે .... મયંક ને એમ ને એમ નીતી થી લવ થઈ જય છે ... પણ મયંક ગભરાય છે ..કેમકે નીતી મયંક સાથે ખાસ વાત જ નથી કરતી હોતી... મયંક એ બઉ ટ્રાય કર્યો નીતી સાથે વાત કરવાનો પણ નીતી કોઈ સાથે વાત ન કરે......

એક દિવસ નીતી ઘરે જતા ટેક્સી માં બેસે છે તો મયંક નીતી ની ટેક્સી ની પાછળ પાછળ જાય છે અને તેનું ઘર ક્યા છે એ જુએ છે.... નીતી તેના ઘર પાસે આવેછે. ત્યારે મયંક ને નીતી ના ઘર વિશે ખબર પડે છે. પછી નીતી ઘર ની અંદર જાય છે અને મયંક પોતાના ઘરે જાય છે. અંદર જઈ ને એ રૂમ માં જઈને બેસે છે...થોડી વાર માં રિતુ અને નીતી બંને જમવા બેસે છે...રિતુ નીતી ના સામે જોઈને બોલી કેમ નીતી પેલા મયંક નું શું થયું? ...
નીતી એ થોડું વિચારી ને બોલી અરે કાંઈ નહિ એતો બસ જ્યારે જોઈએ ત્યારે વાત કરવાનો ટ્રાય કરે છે... એમ મયંક સારો છે પણ ....
રિતુ તરત બોલી પણ આ પણ શું .... એમ કઈ ખોટું નથી નીતી હા રાહુલ આ દુનિયા માં નથી તો શું તારી લાઈફ એમ જ વીતાવીશ... મયંક સારો છોકરો હોય તો વાત કર..... નીતી થોડી નારાજ થઈ ને બોલી નથી કરવી વાત મારે હું બસ રાહુલ ને જ લવ કરું છું.......
એમ કહી તે પોતાના રૂમ માં જતી રહે છે......
..........................

( ક્રમશ:,)


બીજા રસપ્રદ વિકલ્પો