Kashmash ae bija premni - 1 books and stories free download online pdf in Gujarati

કશમશ એ બીજા પ્રેમની - 1

સફેદ ડ્રેસ માં એ વૈરાગી થી ઓછી નોતી લાગતી. તે એ ડ્રેસ માં પોતાને સજાવવાની કોશિશ કરી રહી હતી. અચાનક તેની નજર બાજુમાં રહેલ ટેબલ પર મુકેલી ફોટો પર પડી. તેણે તે ફોટો લીધો અને રડવા લાગી. ત્યારે જ દરવાજા તરફથી એક અવાજ આવ્યો.....
તૈયાર થઈ ગઈ કે નહિ. એમ કહેતા કહેતા તે રૂમ માં આવી. અને નીતી ની સામે આવી ને ઉભી રઈ ગઈ. રિતુ તેની નજર ફોટા તરફ કરી ને બોલી રિતુ ક્યાં સુધી આમ જ રઈશ તારી આખી જિંદગી છે હજી તો તે દુનિયા પણ નથી જોઈ. તારી જિંદગી માં હજી તો બઉ બધું કરવાનુ બાકી છે.
નીતી રડવા લાગે છે.ત્યાં રિતુ તેના ખભા પર હાથ રાખી ને તેને સાંત્વના આપે છે. નીતી ફોટા સામે જોવે છે (ફોટો નીતી ના પતિ નો છે. જેમનું અવસાન ૩ મહિના પેલા થયું છે) અને કંઇક વિચારી ને બોલી રિતુ તને ખબર છે જ્યારે મારી અને રાહુલ ની સગાઈ થઈ હતી ત્યારે અમે લોકો એ બઉ બધા સપના બનાવ્યા હતા. (હાથ માં રહેલ ફોટો પર હાથ ફેરવે છે) અરે એ બધા સપના આજ અધૂરા જ રઈ ગયા.
રિતુ તેને બેસાડે છે અરે હા તારા માટે આ બધું બઉ કાઠું છે.પણ આમ આખી જિંદગી તો ના બેસી રેવાય ને. કંઇક તો કરવું પડે ને . અને જો તું જોબ કરીશ તો તારો આખો દિવસ ભી જતો રેસે. જો તારા સાસુ સસરા એ તો તારો સાથ આપવા ની ના પડી છે તો તારે જાતે જ કંઇક કરવું પડશે. આજે તારી જોબ નો પહેલો દિવસ છે. શું તું આજ પહેલા જ દિવસે મોડી પહોંચીશ???
જો એમ જ ભૂતકાળ ને વિચારીને બેસી રઈશ તો તારી જિંદગી એમ જ વિચારવા માં ને વિચારવા માં નીકળી જશે.
નીતિ તેના આંશુ પોતાના હાથ થી લૂસે છે. અને રિતુ ના સામે જોઈ થોડી ગભરાઈ ને બોલે અરે ડર લાગે છે જોબ પ્ર જતા. તને જ્યારે રાહુલ હતા ત્યારે એ કહેતા હતા કે તારે જોબ કરવી હોય તો કર પણ હું જ ના પાડતી હતી કેમકે જો હું જોબ કરું તો ઘર નું કામ રઈ જાય અને રાહુલ ના માં પાપા ને કોઈ સિકાયત નો મોકો આપવા નોતી માગતી.અને અજ જો જોબ તો કરવી જ પડશે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી.ક્યાં સુધી હું તારા માથે બોઝ રઈશ..... આ સાંભળી રિતુ ગુસ્સા માં બોલી એમાં બોઝ સની તું તો મારી સહેલી છે અને કઈ સહેલી માં કોઈ બોઝ ના હોય.હું આખી જિંદગી તારી સાથે છું. ચાલ હવે તૈયાર થઈ જા અને જોબ પર જા..
નીતી તેના પાસે રહેલો ફોટો પાછો ટેબલ પર મૂકે છે અને દરવાજા ની બહાર નીકળે છે. નીચે હોલ માં આવી ને ચા પીવે છે નીતી એને રિતુ બંને ચા પીને બંને જોબ જવા નીકળે છે. રિતુ સ્કુટી ચલાવે છે. રિતુ પ્રોફેસર ની જોબ કરે છે.અને નીતી જે. ડી. કંપની માં અસિસ્ટન ની જોબ માટે સિલેકશન થયું છે. આજે નીતી તો પહેલો દિવસ છે. રિતુ નીતી ને તેની કંપની સામે આવી ને ઉભા રહે છે.રિતુ નીતી ને સાંત્વના આપતા કહે છે.ચિંતા ના કર બધું સારું થશે. નીતી ગભરતા ગભરાતા કહે છે ડર લાગે છે કદી મે આમ જોબ નથી કરી. રિતુ નીતી નો હાથ પકડે છે અને કહે છે કોઈ દિવસ જે કામ તે નથી કર્યું એ કામ તું આજ કર.અને હા આ દુનિયા ગનું બોલશે પણ તું તારા ભવિષ્ય નું વિચાર કરી ને આગળ વધે જા. નીતી આ સાંભળી ને પોતાને થોડી સ્વસ્થ કરે છે અને કંપની માં જવાની તિયારી કરે છે.
( નીતી કંપની માં જાય છે અને રિતુ પણ તેની જોબ માટે જાય છે.)

નીતી કંપની માં અંદર જાય છે.બઉ બધા છે .નીતી થોડી ગભરાઈ જાય છે.બધી છોકરીઓ એ રંગ બેરંગી કપડાં પહેર્યા છે. એ જેવી પોતાના કેબિન તરફ જાય છે તો બધા એની તરફ જ જોઈ રહે છે. એના એ બેરંગી કપડાં સામે જોઈ રહે છે.નીતી ખૂબ ગભરાઈ જાય છે.એ બધા ને ગુડ મોર્નિંગ કહે છે પણ કોઈ સરખો રિસ્પોન્સ નથી આપતા. નીતી તેમના પર ખાસ ધ્યાન આપતી નથી. એ પહેલાં તો પોતાના કેબિન પર જઈ પોતાની બેગ મૂકે છે અને પછી બોસ ની ઓફીસ તરફ જાય છે.
(જે ડી કંપની માં બૉસ કોઈક વાર વેલા આવી જાય. આજે તેઓ વેલા આવી ગયા છે.)
નીતિ બૉસ ની ઑફિસ સામે પહોંચી દરવાજા ને (ટિક ટિક) અવાજ આપે છે.તો અંદર થી અવાજ આવે છે. કમીન.....
નીતિ અંદર જાય છે. (બોસ નું નામ જયદીપ છે.તેઓ પોતાની ફાઈલ માં મશગુલ છે.) તેના સિર ને ગુડ મોર્નિંગ કહે છે. તો જયદીપ પોતાની નજારો ઉપર કર્યા વગર વેરી ગુડ મર્નિંગ કહે છે. જયદીપ કઈ ખાસ રિસ્પોન્સ ના આપતા હોવાથી નીતિ થોડી ગભરાઈ જાય છે. એ કંઇક બોલે તે પહેલાં જયદીપ બોલે છે તમારું નામ નીતિ છે તમે અહી આસિસ્ટન્ટ ની જોબ કરવા આવ્યા છો અને આજ થી જ જોઈન થયા છો. એટલું કહી જયદીપ નીતિ ના સામે જોઈ ને હસતા ચહેરે બોલે છે આઈ એમ રાઇટ???
આમ સાંભળી નીતિ થોડી હાશ અનુભવે છે અને કહે છે હા....
જયદીપ નીતિ સામે જોઈ એક ફાઈલ આપે છે.અને કહે છે આ ફાઇલ ખૂબ જરૂરી છે આને ફિલ અપ કરો દો. નીતિ હા માં પોતાનું માથું હલાવી ને ફાઈલ લઈ લે છે નીતિ ફાઈલ લઈ ને નીકળવા જ જાય છે ત્યાં જયદીપ કહે છે. કોઈ ગડબડ કર્યા વગર જોબ કરો તો તમારી જોબ સલામત રહેશે. આ સાંભળી નીતિ ગભરાઈ જાય છે.નીતિ ફટાફટ ત્યાંથી નીકળી જાય છે.

નીતિ ફાઈલ લઈને પોતાના કેબિન તરફ જાય છે. એ વિચારતી હતી કે જો આ કામ સરખી રીતે નહિ થાય તો મારે જોબ છોડવી પડશ. આમ વિચારવા ને વિચારવા માં તે તીના ને અથડાઈ જાય છે. (ટીના જે ત્યાં જોબ કરે છે. ફેશન માં બઈ આગળ છે. ). ટીના તરત ગુસ્સા માં બોલી સુ જોઈ ને ચાલે છે. નીતિ તરત એને સોરી કઈ દે છે.પણ તીના તો તેના જ હતી એતો બધા વચ્ચે નીતિ ને બોલવા લાગે છે. અને પછી તે નીતિ ને નીચે થી લઇ ઉપર સુધી જીવે છે અને હસવા લાગે છે. નીતિ ઇમ્બરેસ થઈ જાય છે. ત્યાં તો તીના ત્યાં જોબ કરતા બધા ને બોલાવે છે...... અરે બધા જુઓ તો ખરા કોણ આવ્યું છે.. એક દમ ડાઉન માર્કેટ ના કપડા પહેરી ને આવી છે. કોઈ ક્લાસ જ નથી એનો તો.......
નીતિ ખૂબ જ ઇમ્બરેસ થાય છે.એતો રડવા લાગે છે.... ટીના તેના સફેદ દુપટ્ટા ને ઉપર નીચે કરે છે.... નીતિ તેના દુપટ્ટા ને પકડી રાખે છે.
ટીના હસતા હસતા બોલે છે અતો કોઈ માતમ માં આવી છે કે જોબ કરવા ............ બીજા બધા ભી હસે છે..એટલા માં પાછળ થી અવાજ આવ્યો.... સ્તોપિટ તીના............................

(ક્રમશ:,)

બીજા રસપ્રદ વિકલ્પો