હોરર એક્સપ્રેસ - 18 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

હોરર એક્સપ્રેસ - 18

વિજય આગળ ચાલે છે ઉપર જવા ની સીડીઓ નું પહેલું પગથિયું પસાર કર્યું એની સાથે જ ઠંડીની લહેર તેના શરીરમાં પસાર થઈ ગઈ.
કબડી નો અવાજ આવતો બંધ થઈ જાય છે. વાતાવરણ ભયભીત બની ગયું અને એકદમ શાંત અંધારા સાથેની ભયાનકતા હતી એ છૂપો ડર તેને ડરાવી રહ્યો હતો.
વિજય ધીમી પગલીઓ માડી ઉપર ચડવા લાગ્યો એક પછી એક પગથિયાં ચડતો ગયો અંધારાને લીધે પગ જાળવીને મૂકી રહ્યો હતો.ખૂબ ધીરજથી ચાલી રહ્યો હતો કશું ભાસ થાય તો પીછેહઠ કરવા કરતાં અંધારા ની વધારે બીક લાગતી હતી. બધો જ ખતરોં જાણે તેની ઉપર જ આવી ગયું હોય તેવું તેને લાગી રહ્યું હતુ.
દૂર કુતરા ભસતા.......
વિજય સીડીઓ અડધી ચડીને ઉભો રહે છે. હવે તે સીડીઓ ડરાવી રહી હતી ઉપરના માળે જવા માટે તેમાંથી ૧૮ માં પગથીયે આવી ગયો હતો.એક જ બારી હતી જે ઠંડા પવનની લહેર ને ધીમે ધીમે પ્રવેશ કરવા દેતી.
"વિજય અને પવન થોડોક આરામ લઈને આગળ વધે છે." ઉપર દરવાજો ન હતો સીડીઓ સીધી જ ઉપરના માળે પહોંચી જવાનું અને ત્યાંથી છેલ્લા રૂમ પહોંચાતું. તે વિજય પાંચમું ધોરણ ભણેલો હતો એ રૂમ અને પછી કોઈ રૂમ ન હતો.
વિશાળ એનું ધાબુ હતું વિજય ને થયું કે સાહેબ ઉપર હશે.
ઉપર શું છે તેની વિજય ને કશી જાણ ન હતી.....
અંધારાને લીધે ઉપરના કોઇ દ્રશ્ય પ્રાપ્ત થતા ન હતા વિજય ભાઈ થી ચાલી નીકળ્યા અને એક પછી એક પગથિયાં ચડતો જાય છે.
કોઈ તેના પગ પાસે આવીને ઊભું થઈ ગયું, અંધારું હતું એક બેનચીસ બહાર મૂકેલી હતી જેથી જાળવીને વિજય આગળ વધ્યો, બધા રૂમ બંધ હતા તાળા મારેલા અને નવરા થઈને પડેલા.
શાળામાં વેકેશન હતું તો કબડીની ટીમ ક્યાંથી આવી....... સાહેબ વેકેશન મા અહીંયા શું કરતા હશે તે આગળ વધે છે.
આગળ વધીને તેણે એક ભયાનક અનુભવ થાય.
તેને જણાવું હતું કે સાહેબ ને શોધવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો ધીમે પગલે આગળ વધી રહ્યો હતો.....
અત્યાર સુધીની હિંમત બહાદુરી ભરી હતી ઘોર અંધારી રાતે બંને શાળામાં એકલા જવાનું સાહસ તેજ કરી શકે.
નીચે તેને જોયું તો છોકરાઓ હજી રમતાં હતા તે જોઈને તેને થોડી રાહત થઈ આગળ વધ્યો અને અંધારાને લીધે ધાબા પર કશું દેખાઈ રહ્યું ન હતું.
સાહેબ ને શોધવા માટે આગળ ચાલે છે ધાબા પર જ્યારે પ્રવેશે છે ત્યારે આખું ધાબુ સૂમસામ હોય છે.
જો કે કોઈ હોતું નથી.

દરેક ખૂણે ફરી વળી બધી બાજુઓ તેણે તપાસી લીધી પણ કોઈ જોવા મળ્યું નહીં.
તે સમજી ગયો કે છોકરાઓએ તેની સાથે મજાક કરી હતી. તેને ગુસ્સો આવે પણ એ પહેલાં તેણે નીચે ઉતરવા માટે આગળ વધે છે અંધારામાં ઉપરના માળ ભુતાવળ જેવો દેખાઈ રહ્યો છે તેના મનમાં ફાળ પડે છે
એ ડરવા લાગ્યો કે પાછા વળતી વખતે જો કોઈ મળી જાય તો......
જો કોઈ મારાથી ભૂલ થઈ ગઈ હોય તો........
તેણે એવું પણ વિચારી જોયું કે એક જ સમયે નીચે ઊતરી જવું પણ અંધારામાં વાગવા બીક લાગતી હતી.
વિજય બરોબરનો ફસાયો હતો ચડતો ચડી ગયો પણ હવે જે દેખાઈ રહ્યું હતું તે ભયાનક હતું.
"ધીમે ધીમે આગળ વધે છે."
બીજો રૂમ તેનું પાંચમું ધોરણ હતું તેના દરવાજે આવીને તે ઉભો રહે છે.
દરવાજે તાળુ મારેલું હતું અચાનકથી દરવાજો ખૂલી ગયો. વિજય અજવાળામાં પહોંચી ગયો અને સવારનું દ્રશ્ય ઊભું થઈ ગયું તેણે જોયું તો છોકરા ભણતા હતા છોકરાઓનું કિલકિલાટ ચાલુ હતો ઘણું રમણીય દ્રશ્ય હતું એ જોતો જ વિજય ની આંખમાં પાણી આવી ગયું.
વધુ આવતા અંકે.......