Ivaan - 5 books and stories free download online pdf in Gujarati

ઈવાનઃ 'એક નાનો યોદ્ધા' - 5

8.ઈવાનની શોધખોળ

આ બાજુ ઈવાનના માતા-પિતા ખૂબ દુઃખી હોય છે. ઈવાનના ગયા પછીનો આ ૧૧મો દિવસ હતો. ઈવાન જર્ની પર ગયો તેના બીજા જ દિવસે સમાચાર આવ્યા હતા કે એ પ્લેન ક્રેશ થયું હોવાથી અમુક યાત્રીઓ બચી ગયા છે અને તે હોસ્પિટલમાં છે અને દુખદ સમાચારમાં બાકીના મૃત્યુ પામેલ છે તેના નામ હતા. ઈવાન નું નામ મૃત્યુ લિસ્ટમાં નહોતું, આથી તેના માતા-પિતાને રાહત થાય છે.

તેઓ દોડીને હોસ્પિટલમાં જીવતા રહેલા યાત્રીઓ આગળ થાય છે, પરંતુ આ શું! ઈવાન તેમને ત્યાં મળતો નથી. આખરે તેઓ સુરક્ષા એજન્સી અને હ્યુમન સર્વીસ ની મદદ લે છે પણ તેને ક્યાંથી ઈવાન મળતો નથી.

ઈવાનની માતા ખૂબ રડે છે અને છેલ્લે જ્યારે એ મળ્યો હતો ત્યારની વાતો યાદ આવે છે. તે ફરી હોસ્પિટલમાં જાય છે. ત્યાં ઈવાન માતા પિતા અને સર્વિસ ઓફિસરને પલાં માજી મળે છે, જે પ્લેનમાં ઈવાન ની બાજુની સીટ પર બેઠા હતા. માજી રડતા રડતા કહેતા હોય છે કે ઈવાન બહાદુર છોકરો છે, તે છેલ્લી વખત અમે જ્યારે પ્લેનમાંથી જમ્પ કરતા હતા ત્યારે મળ્યો હતો. તેણે મારો જીવ બચાવેલો. છેલ્લે અમે બંને જ રહી ગયા હતા. ઈવાન મને બચાવે છે ને છેલ્લે તે એકલો જ રહી ગયો હોય છે.

આટલું સાંભળતા જ એક ઓફિસર કહે છે કે તેનો અર્થ એવો થયો કે ઈવાન એ સળગતા પ્લેનમાં જ....

ત્યાં ઈવાનની માતા ચીસ પાડે છે કે નહીં, 'મારો ઈવાન મરી ન શકે! એણે મને પ્રોમિસ આપ્યું હતું કે તે જરૂર મારા જન્મદિવસે હાજર રહેશે. ત્રણ દિવસ પછી મારો જન્મ દિવસ છે એ જરૂર આવશે. તમે લોકો તેને શોધી નથી રહ્યા'. ઈવાનના પિતા તેને સંભાળે છે અને શાંત રહેવા કહે છે.

પેલા માંજી, ઓફિસરને કહે છે કે 'જે બાળક આટલી મુસીબતમાં પણ બીજાને બચાવતો હોય તે જરૂર જીવતો હોવો જોઈએ. ઈવાન જીવતો જ હશે. તમે તેને ફરી શોધો.જે જગ્યાએથી હું મળી તેની આસપાસ શોધો'.

ઓફિસર તેને જણાવે છે કે માજી અમને જ્યાંથી મળ્યા, તેની આસપાસ અમે જોયું. ત્યાં કોઈ જ નહતું. બસ થોડે જ દૂર તરફ એક ઊંડી ખીણ છે અને પછીતો તમે જાણો જ છો ત્યાંથી સાઉથના જંગલો જ છે'. તેમને અટકાવીને ઈવાનના પિતાએ તેમને પૂછે છે કે- 'શું તમે તે જંગલોમાં જોયું ?'

ઓફિસર તેમને કહે છે કે- 'જંગલોમાં ઈવાન ન જ હોય અને હોય તો પણ ત્યાં જીવતું રહેવું અશક્ય છે' અને છેલ્લે ઓફિસર સમજાવે છે કે 'તમે બધા ચિંતા ન કરો, અમે બધે જ એ 15 વર્ષના બાળકની શોધખોળ માટેનો સંદેશો મોકલી દઈશું'. અને દરેક રેડિયો સ્ટેશન પર આ સંદેશો મોકલે છે.

9 . જંગલમાં તંબુ

જંગલમાં ઈવાનનો ૧૩ મો દિવસ થાય છે. ઈવાનના શરીરમાં તાવની અસર ઘણી ઓછી થાય છે, આથી તે ઊભો થાય છે અને નદી તરફ આગળ વધે છે. હજી પણ તેનું માથું સખત ભમી રહ્યું હતું. હવે તે મનથી પણ ભાંગી પડ્યો હતો. તેને બસ રડવું જ આવતું હતું. તેનાં શરીરમાં કોઈપણ પ્રકારની શક્તિ રહી ન હતી.

હવે ઈવાન સમજી ગયો હતો કે તે આગળ જીવી શકશે નહીં. તેને બહુ દુઃખ થાય છે. તે જાણતો હતો કે તે, તેના માતા-પિતાનો એક નો એક આધાર હતો. તેની આંખો બંધ થાય તો પણ તેને પોતાની માતા યાદ આવતી હતી. બે હાથો વડે તેને માતા બોલાવી રહી હોય એવું લાગ્યું. તે દોડીને એ તરફ જાય છે પણ ત્યાં કોઇ જ ન હતું.

ઈવાનનું મન ભરાઈ આવ્યું.તેને પોતાની માતાનો જન્મદિવસ ઉજવવો હતો. હવે તે બધા માટે પોતાને દોષી માનવા લાગ્યો. તેને થયું કે જો તેણે માતા-પિતા પાસે જીદ ન કરી હોત તો, તે આજે ઘરે હોત અને ત્રણેય લોકો કેટલા ખુશ હોત. પોતાની જીદના કારણે બધાને દુઃખી કર્યા.હવે તેને પસ્તાવો થઈ રહ્યો હતો.ઈવાન રડતા રડતા નદી તરફ આગળ વધી રહ્યો હતો.

અચાનક જ કોઈ સપનાની જેમ તેને નદીથી થોડે દૂર એક તંબુ દેખાયુ. ઈવાનને મરતા મરતા જીવ આવ્યો હોય એવું લાગ્યું. તે જાણે છેલ્લી વાર ઊંડા શ્વાસ લેતો હોય એમ એ તરફ દોડ્યો. તેણે તંબુની અંદર જઈને જોયું પણ અંદર કોઈ નહતું. ઈવાને આજુબાજુ ચીસ પાડી પણ કોઈ જ જવાબ ન મળ્યો.

ઈવાન તંબુમાં બધી વસ્તુઓ ચેક કરે છે. તેને એક ઘડિયાળ જેવું યંત્ર મળે છે જેમાં છેલ્લી તારીખે એ હતી જ્યારે ઈવાન અહીં જંગલમાં આવ્યો હતો.એને પોતાના નસીબ પર દુઃખ થાય છે.જ્યારે ઈવાન અહીં આવ્યો ત્યારે કદાચ કોઈ અહીંથી જતું રહ્યું હશે.

ઈવાન હવે સંપૂર્ણ રીતે ભાંગી પડે છે અને ખૂબ રડે છે. તેને એવું લાગે છે કોઈ તેને અહીંથી બચાવી શકશે નહીં. તે ઘડીયાળ જેવા આ યંત્રને આમથી આમ જોયા કરે છે અને ચીસ પાડતો હોય છે, - 'કોઈ મને બચાવો'. તે યંત્રમાંથી સિગ્નલ જેવો અવાજ આવ્યા કરે છે. ઈવાન રડતો- રડતો ત્યાં જ બેભાન થઈને ઢળી પડે છે.





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED