Ivaan - 3 books and stories free download online pdf in Gujarati

ઈવાનઃ 'એક નાનો યોદ્ધા' - 3

5. જંગલી વરુનો સામનો

ઈવાન વૃક્ષ પર જ રડતાં-રડતાં સુઇ જાય છે. જ્યારે જાગે છે ત્યારે સવાર પડી ગઈ હોય છે. તેની આંખો રોઈને સોજી ગઈ હોય છે. તે ઝાડ પરથી નીચે ઉતરે છે અને નદી આગળ જઈને બેસે છે ઈવાન પોતાના ઘરને બહુ મિસ કરે છે. તેને મમ્મી-પપ્પાની બહુ યાદ આવે છે. ઈવાનને બહુ ભૂખ લાગી હોય છે.તે પેલી બેગ કે જેમાં તેની મમ્મીએ પરાણે નાસ્તો ભરીને આપી હતી અને તેમાં કેમેરો હોવાથી તેની પાસે જ રાખેલી હતી એટલે સારું થયું.તેમાથી થોડો નાસ્તો કરે છે અને પાછો વિચારોમાં બેસી રહે છે.

પણ આ શું? નદી આગળ થોડે દૂરથી બધા પ્રાણીઓ દોડતા દોડતા આવતા દેખાય છે. ઈવાનને કંઈ સમજાતું નથી. તે ઉભો થઈને જુએ છે. એવું લાગતું હતું કે અમુક જંગલી જાનવરો તેનાથી નબળા જાનવરોનો શિકાર કરવા તેની પાછળ દોડતાં હતાં.

ઈવાન પણ દોડવા લાગે છે. દોડતાં દોડતા તે ઝાડ પર ચઢી જાય છે. થોડીવારમાં બધું શાંત થઈ જાય છે અને ઈવાન શાંતિથી શ્વાસ લેવા જાય છે, ત્યાં જ એ ઝાડ ઉપરથી એક અજગર તેની તરફ આવતો દેખાય છે. ઈવાન ડરના માર્યો નીચે પડી જાય છે અને ત્યાંથી પણ આગળ દોડવા લાગે છે. થોડું દોડ્યા બાદ ઈવાનને પોતાના પગમાં દુખાવો થતા જુએ છે, પગમાંથી નીચે પડવાથી ઘાવ થઈ ગયો હતો અને તેમાંથી લોહી વહી રહ્યું હતું. ઈવાનને ખૂબ દુખાવો થવા લાગ્યો. તે પોતાનો શર્ટ થોડો ફાડીને પટ્ટી બનાવીને ઘાવ પર બાંધી દે છે અને આગળ ચાલતો રહે છે.

થોડાક સમયમાં જ રાત થવા લાગે છે.જંગલમાં ઈવાનને દિવસ ટૂંકો અને રાત લાંબી લાગતી. ઈવાન નદીથી થોડે દૂર જ આગળ ચાલતો રહે છે, તેથી તે કોઈ બીજી દિશામાં ભટકી ન જાય.રાત પડતાં જ ઈવાનને ડર લાગે છે. હવે તે રાત ક્યાં કાઢશે? એની ચિંતા થાય‌ છે. તે એવું ઝાડ ગોતે છે કે જેની ઉપર અજગર ન હોય. અત્યારે એને પગે વાગવાથી ઝાડ પર ચડવામાં પણ તકલીફ પડતી હતી. તો પણ તે ઉપર ચડે છે કારણ કે નીચે જંગલી જાનવરોનો ખતરો રહેતો હતો. ઝાડ પર ચડીને ઉપર આકાશ તરફ જુએ છે.

થોડીવાર તો તેને એવું લાગે છે કે એ પોતાના ઘરની બાલ્કનીમાંથી આકાશ ને જોતો હોય. આકાશ જાણે પોતાનું અને જાણીતું લાગવા લાગ્યું, પણ બીજી જ પળે નીચે કોઈના પગલાનો અવાજ આવ્યો રાત્રિના અંધકારમાં જંગલ તો ઘણું ભયાનક લાગતું હતું. શાંત જંગલ જાણે કોઈનો ખાત્મો કરવાનું હોય એટલું ડરાવનું હતું.

ઈવાનને નીચે જોતાં એક ઝાડ પાછળ આંખો ચમકતી દેખાઈ. ઈવાનના મોઢામાંથી ચીસ નીકળવાની હોય છે પણ પોતાના હાથ વડે તે મોં બંધ રાખે છે. ધીરે ધીરે બધી ઝાડીઓમાંથી આંખ ચમકવા લાગે છે. થોડો અવાજ થાય છે. ચારે બાજુથી જંગલી વરુઓ બહાર આવે છે અને ઈવાન જે ઝાડ પર હોય છે, એ ઝાડ નીચે બધા ભેગા થઈને ઉપર તરફ જુએ છે. કદાચ ઈવાનના ઘાવમાંથી નીકળતા લોહીની વાસથી બધા ત્યાં જમા થઈ ગયા હતાં. શકે ઈવાનના હોશ ઉડી જાય છે. તે ખૂબ ગભરાઈ જાય છે અને ધીરે ધીરે ઉપર ની ડાળી તરફ જતો રહે છે.

નીચે ઊભેલા પ્રાણીઓમાંથી એક જંગલી વરુ ઝાડ પર ચડવા જાય છે. આ જોઈ ઈવાન ડરી જાય છે અને ચીસાચીસ કરે છે પણ અંધારી રાતમાં જંગલી જાનવરો સિવાય કોઈ જ ન હતું. એ વરુ ઝાડ પરથી ગબડી જાય છે અને ફરી પાછું ચડે છે. ઈવાનને સામે મોત દેખાવા લાગે છે. તે પોતાના માતા-પિતાને આંખ બંધ કરીને યાદ કરે છે અને તેને પોતાની માતાના શબ્દો યાદ આવે છે- 'પોતાના જીવનની કિંમત'.

ઈવાન ખરેખર ખૂબ દુઃખી થાય છે. તે મનોમન નક્કી કરે છે કે પોતે કોઈ પણ સંજોગોમાં જીવતો રહેશે, પોતાના માતા-પિતા માટે. તે પોતાના ઘરે જવા માગે છે અને જઈને જ રહેશે.ભલે કંઈ પણ થાય પણ તે હાર નહીં માને.

પેલા જંગલી વરુઓ નીચે ઘુરકીયા કરવા લાગે છે. તીક્ષ્ણ દાંત વડે ઝાડ ને બટકા ભરવા લાગે છે. અમુક ઉપર ચડવા પ્રયત્નો કરતા હોય છે. ઈવાન હવે ડરવાનું બંધ કરીને પોતાનો જીવ બચાવવાનો વિચારે છે. તે પોતાના ખિસ્સામાં જુએ છે તેમાંથી તેને પપ્પાએ આપેલ લાઈટર મળે છે. તે ખુશ થઈ જાય છે અને ખભે બેગમાંથી તેની પોતાની એક સ્ટોરી બુક મળે છે. તે ઝડપથી સળગાવે છે અને નીચે તરફ ફેકે છે.

નસીબજોગે ત્યાં એક સુખી કાંટાળી ઝાડી હોય છે તે ઝડપથી સળગવા લાગે છે. આથી બધા વરુઓ ત્યાંથી ભાગી જાય છે અને ઘણો ખરો પ્રકાશ પણ રહે છે. હવે એ વાતનો ડર થોડો ઓછો થયો પરંતુ ઈવાનને હવે ઊંઘ નહિ આવે. તે સૌથી ઊંચી ડાળે ચડીને આખી રાત જાગતો રહ્યો. સવારમાં થોડીવાર બાકી હતી ત્યારે તેની આંખો થાકી ને સુવા લાગી. થોડું સૂતા બાદ તે જાગ્યો. હવે સવાર પડી ગઈ હતી.

પહેલા તો ઈવાને ચેક કર્યું કે આજુબાજુ કોઈ ખતરો નથી. પછી નીચે ઉતર્યો. ગઈકાલની માફક નદી આગળ ગયો અને નાસ્તો કર્યો. તેણે નાસ્તાને જોઈને વિચાર કર્યો કે આ નાસ્તો લગભગ સાત દિવસ ચાલે એટલો છે. હજુ તે અહીંથી ક્યારે નીકળશે એ ખબર નથી. એટલે ઈવાન પાસે આટલો નાસ્તો છે જીવવા માટે.. તે આજુબાજુ ઝાડ પર નજર કરે છે એક ઝાડ માં તેને ફળ દેખાય છે આથી તે થોડા બેગમાં ભરે છે અને એક ખાલી બોટલમાં પાણી ભરી લે છે પીવા માટે. અને આગળ નીકળી પડે છે‌...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED