Ivaan - 1 books and stories free download online pdf in Gujarati

ઈવાનઃ 'એક નાનો યોદ્ધા - 1

1. ઈવાનની જીદ

અહીં વાત થાય છે એવા નાયકની જેની ઉંમર ઘણી નાની હોય છે તેની આફતો અને મુસીબતોથી પણ એક મુસાફરી દરમિયાન એ તેના જીવનનું સૌથી મોટું યુદ્ધ લડે છે- ' જીવન અને મૃત્યુ ' નું.
વાર્તાના નાયકના પિતાએ તેનું નામ રાખેલું છે - "ઈવાન" જેનો અર્થ થાય છે- 'એક નાનો યોદ્ધા'.
' કંઇ રીતે ઈવાન મુસીબતમાં પડે છે? '
' આખરે મુસીબત પણ કેવી ભયાનક હોય છે? '
' કેવી રીતે લડશે એ નાનો યોદ્ધા ? અને જીવન જીતશે કે મૃત્યુથી હારશે એ યોદ્ધા? '

'ડેડ હું હવે નાનો બાળક નથી કેટલી વાર કહ્યું તમે મને જર્ની માટે કેમ ના કહો છો સમજાતું જ નથી'- ઈવાન બોલ્યો. 'તને ન સમજાય વહાલા દીકરા તું જાણતો નથી કે હજુ તો તુ પંદર વર્ષનો જ છો. ન તો તું એટલો મોટો છો કે ન બાળક, જે અમારું કહ્યું માને'- ઈવાનની માતાએ કહ્યું.
'જો દીકરા, મને તને મોકલવામાં કોઈ તકલીફ નથી પણ તું આમ એકલો જાય અને એ પણ એટલા બધા દિવસ માટે! હું માનું છું કે તે હવાઈ મુસાફરી ઘણી વાર કરેલી છે પણ આ થોડી વધારે છે'- ઈવાનના પપ્પાએ કહ્યું.

ઈવાન એક નટખટ તોફાની અને નવું -નવું સાહસ કરતો શોખીન છોકરો છે.તે અને તેની ફેમિલી સાઉથ અમેરિકામાં રહે છે તે એકનો એક દીકરો છે.બહારથી તે જેટલો તોફાની દેખાય છે એટલો ગંભીર અને સમજદાર અંદરથી પણ છે, પરંતુ લાડ-પ્રેમથી થોડો હઠીલો પણ છે .તે એક વાર જેનક્કી કરે છે એટલે એ કરીને જબેસે.

આ વખતની રજાઓમાં તે તેના નાનીના ઘરે જવા માગતો હતો અને એ પણ એકલો. મુસાફરી 16 કલાકની હતી.હવાઇ માર્ગ પણ એવો હતો કે નીચે ધરતી પરના ઘણા જંગલોને આવરી લે અને એ જ જોવા માટે ઈવાન જવા માગતો હતો.

2. માતાની સલાહ

ઈવાનની જીદ આગળ માતા-પિતા ઝુકી જાય છે અને તેને જર્ની પર મોકલવા તૈયાર થાય છે. ઈવાન ઘણો ખુશ થઈ જાય છે ત્રણે જણા એરપોર્ટ પર પહોંચે છે. વિમાનની ટિકિટ ચેક થાય છે હજુ અડધો કલાક જેટલી વાર હોય છે.

ઈવાન પોતાના માતા-પિતાને વર્લ્ડના બેસ્ટ માતા-પિતા માને છે અને તેને આભાર કહે છે. બદલામાં તેના પિતા તેની પાસેથી એક વચન માંગે છે ઈવાનને હમણાંથી સિગારેટ પીવાની ટેવ પડી ગઈ હોય છે,જે બંધ કરવાનું કહે છે. ઈવાન તેના ખિસ્સામાંથી સિગારેટ અને લાઇટર કાઢીને પપ્પાના હાથમાં મૂકે છે. ઈવાન- 'ડેડ પ્રોમિસ હવે હું આવું નહીં કરું.' ઈવાનના પિતા ને ઘણી ખુશી થાય છે અને કહે છે-'લે વહાલ દીકરા,આ તારી છેલ્લી સિગારેટ' એમ કહી અને એક સિગારેટ અને લાઇટર ઈવાનના પોકેટમાં મૂકે છે.

ત્યાં માં કહે છે - 'હવે બાપ-દીકરાની વાતો પૂરી થઈ હોય તો હું થોડું કંઈક...' એમ કહી તે ઘણો બધો નાસ્તો અને એક કેમેરો આપે છે. ઈવાનને કેમેરો ખૂબ પ્રિય હોય છે. તેં મમ્મીને ગળે મળીને ખુબ ખુબ આભાર કહે છે. મમ્મી તેને ઘણી બધી જરૂરી સુચના આપે છે.

આ જોઈને તેના પપ્પાએ કહ્યું- 'જોયું ઈવાન તારી મમ્મીનું કંઈક કહેવું કેટલું બધું હોય છે.' પિતા અને પુત્ર હસે છે ,માતા પણ હસે છે. ઈવાનની માતાએ કહ્યું-'આમ તો મારો ઈવાન ઘણો હોશિયાર છે પણ ખબર નહીં આજે તેને મોકલવામાં મારું મન નથી માનતું. પિતા પણ ઉદાસ થઈ જાય છે.ત્યાં ઈવાન કહે છે- 'મમ્મી તું બહુ વિચારે છે એટલે તારું મન કન્ફયુઝ થઈ જાય છે' અને બધા હસે છે.

માતાની આંખો ભીની થઇ જાય છે અને પૂત્રના કપાળને ચૂમે છે અને કહે છે -'જો ઈવાન તને ભલે તારી ચિંતા હોય પણ અમને છે. તારું જીવન ફક્ત તારું નથી. તારા માતાપિતા,તારા મિત્રો, તારા વડીલોનું પણ છે અને એટલે તારા જીવનના મૂલ્યની કિંમત ઘણી ઊંચી આંકજે! કોઈ દિવસ એની કિંમત નમવી જોઈએ...

ઈવાન આ વાત શાંતિથી સાંભળી રહ્યો. અને 'હા' માં માથું હલાવ્યું. થોડીવાર બધા શાંત રહ્યાં.આખરે ઈવાન બોલ્યો- 'પપ્પા થોડા સમયમાં મમ્મીનો બર્થ ડે આવી રહ્યો છે. તમે અત્યારથી થોડું વિચારી રાખજો, બાકી બધું હું આવીને તૈયાર કરી નાખીશ. મમ્મી- પપ્પા, તમે મારી રાહ જોજો, એકલા એકલા બધી તૈયારીઓ નહીં કરી નાખતા...

મમ્મી અને પપ્પા બંને ખુશ થઇ ને હસે છે. અને મજાકમાં કહે છે - 'હા ઈવાન હવે તું નહિ હોય એટલે અમને ઘણો સમય મળી રહેશે, વિચારવાનો અને તૈયારી માટેનો'. ઈવાન મોઢું ફુલાવીને - 'હા એવું છે તો હું પણ આવવામાં મોડું કરીશ. એટલે તમે લોકો જ તૈયારી કરી નાખો અને મમ્મીની કેક ડાયરેક્ટ હું ખાઈશ એ પણ વગર મહેનતે.' બધા હસે છે.

આખરે સમય પૂરો થાય છે અને ઈવાન પ્લેન માં જવા તૈયાર થાય છે માતા-પિતા તેને બાય-બાય કહે છે. ઈવાન પણ ખુશ થઈને વિદાય લે છે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED