Sarthi Happy Age Home - 1 books and stories free download online pdf in Gujarati

સારથિ Happy Age Home 1


થોડા દિવસો પહેલા મેં જાહેરાત કરેલી કે મારા એક મિત્ર એ લખેલું એક પ્રકરણ હું આગળ વધારી આખી નવલકથા પૂરી કરીશ પણ એ વાત મને અંદરથી ખુશી નહતી આપી રહી! ક્યાંક દિલ કહી રહ્યું હતું કે આ તું બરાબર નથી કરી રહી નિયતી...

હું મારા દિલનો અવાજ સાંભળી એ પ્રમાણે કરવા ટેવાયેલી છું! તમને નિરાશ નહીં કરું, નવલકથા તો આવશે જ અને આ જ નામે પણ આજથી એક નવી શરૂઆત કરું...😅

પ્રકરણ ૧

માનવ આજે પણ એના જન્મદિને એકલો હતો. ઉદાસ હતો એમ ના કહી શકો, ઉદાસી નામની બિમારીને તો એ વરસો પહેલા પોતાના જીવનમાંથી અલવિદા કહી ચુક્યો હતો, હા એ ખુશ પણ ન હતો. કેક તો એ સાંજે લાવવાનો જ હતો પણ એ કેક ખાવા આવનાર માણસો ક્યાંથી લાવવા એ એક મુશ્કેલ સવાલ હતો.
“ખુલ જા સીમ સીમ...ખુલ જા સીમ સીમ"
કોઈએ બેલ વગાડી હતી. માનવને ખ્યાલ આવી ગયો કે એનો એકમાત્ર દોસ્ત, ભાઈ, હમદર્દ કે જે ઘણો તે એનો ખાસ મિત્ર દેવલ આવ્યો હતો. એણે તરત જઈને દરવાજો ખોલ્યો.
દરવાજા બહાર દેવલ એક નાનકડો ગુલદસ્તો લઈને હસતો ઊભો હતો અને માનવને જોતા જ એણે, “હેપ્પી બર્થડે ટુ યુ... હેપ્પી બર્થડે ટુ યુ..." ગાયું. માનવના હાથમાં ગુલદસ્તો પકડાવ્યો અને એજ ક્ષણે બંને મિત્રો એકબીજાને ગળે મળ્યા.

“થેક યુ સો મચ દેવલ." માનવે દેવલના કાનમાં કહ્યું.

“ચાલ હવે મને અંદર આવવા દઈશ કે અહીંયાથી જ વિદાય આપવાની છે?" દેવલ માનવની સાથે જ અંદર પ્રવેશ્યો અને પ્રવેશતાની સાથે જ સોફામાં આખે આખો લેટી પડ્યો.

“મને તારી આ બેલનો સાઉન્ડ બહુ ગમે છે, ખુલ જા સીમ સીમ..! એવું લાગે જાણે દરવાજો ખુલશે અને હું કોઈ જાદુઈ દુનિયામાં પ્રવેશ કરી જઇશ."
“હમમ...અને તું ખરેખર એક જાદૂઈ દુનિયામાં પ્રવેશ કરી જાય છે! અલીબાબાનો ખજાનો ના સહી પણ માનવ બાબાનો ખયાલી પુલાવ તો તને મળે જ છે ને!"

“હા...મળે છે ને. તો હેં માનવ બાબા આજનો તમારો જન્મદિવસ આગળ કેવી રીતે ઉજવવાનો છે? હુકમ કરો બંદા રેડી હૈ સાથ મેં પાંચસો રૂપિયા ભી રેડી હૈ, આજ સવેરે હી મેરે પિતાશ્રી કી જેબ સે ઢીલે કીયે હૈ!"

“ઇતની બડી રકમ વાહ..! મારી પાસે રૂપિયા છે તું કહે તો આપણે કયાંક ડિનર પર જઈએ, કે પછી ઘરે જ ખાવાનું અને દારૂ મંગાવી મસ્તી કરી એ કે પછી..." માનવ અટક્યો અને દેવલ સામે જોઈ રહ્યો.

“બચ્ચે કી જાન લોંગે ક્યા? બોલને ટોપા પછી શું?"

દેવલની ઉતાવળ જોઈ માનવને હસવું આવી ગયેલું છતાં એણે ગંભીર થઈને કહ્યું,
“અહીંથી આગળ જતાં જે મેઈન રોડ આવે છે એની લેફ્ટ સાઇડ પર એક મકાન છે, એના દરવાજે એક મોટું પાટિયું મારેલું છે, “સારથી ઓલ્ડ એજ હોમ" મારે એ પાટીયા પરનો એક શબ્દ બદલવો છે! ઓલ્ડને બદલે હેપ્પી લખવું છે!"
“યુ મીન ‘સારથી ઓલ્ડ એજ હોમ' ને બદલે ’સારથી હેપ્પી એજ હોમ', એમ જ ને? તો એમાં શું મોટી વાત છે આજ રાત્રે જ એક પેઇન્ટનું ડબલું અને બ્રશ લઈને ઉપડી જઈએ."

“ચૂપ કર બે ઘનચક્કર પાટિયું નથી બદલવાનું એ આખી જગ્યા બદલવાની છે! અલબત્ત પાટિયાં પર પણ ચિતરામણ થશે પણ એ કામ છેલ્લે!" માનવે વિશ્વાસથી કહ્યું.
“મને હવે સાચે જ બિલકુલ ખબર નથી પડી રહી. તું સીધે સીધું કહી દે ને આપણે શું કરવાનું છે?" દેવલ સોફામાંથી ઊભો થઈ ગયો અને સીધો બેસતા બોલ્યો.
“ગુડ બોય! આપણે આજનો મારો બર્થડે ત્યાં સારથીમાં જઈને ઉજવીશું, ત્યાં રહેતા એકલવાયા વૃધ્ધોને સાથે લઈને!"

“ગ્રેટ! મસ્ત આઈડિયા છે. તને ખબર છે ત્યાં કેટલા લોકો રહે છે, કેટલી મોટી કેક ઓર્ડર કરવી પડશે?"

“હા મેં તપાસ કરાવી લીધી છે. કેકનો ઑર્ડર પણ અપાઈ ગયો છે અને ત્યાંના મેનેજર સાથે વાત પણ થઈ ગઈ છે. તને તો ખબર છે આજના દિવસે હું મારા મમ્મી પપ્પાને કેટલા મિસ કરું છું! આ લોકોની પાસે રહીને, એમના આશીર્વાદ મેળવી મને સારું લાગે છે,"

“જેવી તારી મરજી યાર આજે તું બસ હુકમ કર અને બંદા એ માની લેશે." દેવલે નાટકીય ઢબે કહ્યું.
માનવ મનોમન ખુશ થતો એની આંખો આગળ એક સુંદર ચહેરાની કલ્પના કરી રહ્યો. આ એ છોકરીનો ચહેરો હતો જેને એ મનોમન ચાહવા લાગ્યો હતો. આ એ ચહેરો હતો જેનું ઘર ‘સારથી ઓલ્ડ એજ હોમ'ની બાજુમાં જ આવેલું હતું. આ એ જ ચહેરો હતો જેના એક સ્મિત માટે પોતે કંઈ પણ કરવા તૈયાર હતો અને એ સુંદર ચહેરાને આ વૃધ્ધો પ્રત્યે બહુ લગાવ છે!
ક્રમશ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED