jile zara - 6 books and stories free download online pdf in Gujarati

જીલે ઝરા - ૬

ડિપ્રેશન...

▪️ડિપ્રેશન એટલે શું ? માણસ જ્યારે ડિપ્રેશન નો શિકાર બને છે! ત્યારે એ શું જીવતો હોય છે ખરો?

⏳ડિપ્રેશન નો શિકાર માણસ એક જીવતી લાશ ની સમાન હોય છે. એની અંદર સર્વસ્વ મરી ગયું હોય છે. એના મન માં એક એવી ઉદાસી છવાઈ જાય છે, કે માણસ ની જીવન જીવવાની ચાહ મરી જાય છે. અને વિચારો આવું કેમ થાય છે.

⏳ ડિપ્રેશન માં માણસ અનેક કરણોવશ જતો હોય છે. જેમકે ધંધા માં બહુ મોટું નુક્સાન થાય, જીવન માં તમે કોઈને ખોઈ બેસો છો. તમને બીમારી છે કોઈ મોટી, તો પણ તમે ડિપ્રેશન નો શિકાર બની શકો છો.

▪️ડિપ્રેશન હોવાના લક્ષણો.

🔺 હંમેશા એકાંત ગોતવું. અને લોકો સાથે વાત કરવાનું ટાળવું.

🔺 સતત વિચારો માં બેસતાં રહેવું.

🔺 હસવાનું ભૂલી જવું, અને ચહેરા પર એક અનંત ઉદાસી છવાઈ જવી.

🔺 કોઈની વાતો માં કે , પછી ટીવી જોવામાં કે પછી બીજા કોઈપણ પ્રકારની એક્ટિવિટી કરવામાં જરા પણ રસ માં હોવો.

⏳ માણસ ડિપ્રેશન નો શિકાર બન્યો એટલે એ માણસ એક જીવતી લાશ બની ગયો છે. જેને કોઈ વસ્તું થી ફરક નથી પડતો.

હવે આ ડિપ્રેશન નો શિકાર તમે ક્યાં કારણો થી બન્યાં છો ? ડિપ્રેશન માંથી બહાર આવવું સહેલું નથી હોતું. થોડો સમય લાગે છે, માણસ ને આ પરિસ્થિતિ જોડે સમાધાન કરવા માટે.


⏳જ્યાં સુધી માણસ પોતે પોતાના મન થી પરિસ્થિતિ ને અપનાવી નથી લેતો, અને આગળ વધવાનો નિર્ણય નથી કરી લેતો, ત્યાં સુધી આ ફિલિંગ થી છુટકારો નથી મેળવી શકતો.

▪️ ડિપ્રેશન ની બહાર આવવા માટે શું કરવું જોઈએ.

⏳પહેલાં તો વ્યકિત એ નિર્ણય કરવો જોઈએ, કે હું આ વસ્તુ માંથી બહાર આવવા માગું છું.

⏳ પછી તમારે જીવન ને પોતાનાં માટે જીવો છો, માટે સૌથી પહેલા પોતાની જાત ને પ્રેમ કરતા શીખવું પડે. પોતાનાં ફેવરીટ બનવું પડે.

🔺જો તમે કોઈ પ્રેમપ્રકરણ ને કારણે ડિપ્રેશન નો શિકાર બન્યાં છો......

⏳ તો તમારે એટલું યાદ રાખવું જોઈએ કે, " જે પણ થાય છે, એ સારા માટે થાય છે."

⏳ભગવાન દૂર એણે જ કરે છે, જે આપણા લાયક નથી હોતા.

⏳ તમે પોતાનાં માટે વિચારો કે, તમે કોનાં માટે થઈને પોતાને ડિપ્રેશન માં નાખ્યા હતાં.

⏳ કોઈ વ્યકિત જે સાચું છે, એ ક્યારે તમને કોઈપણ પ્રકાર ની નાનામાં નાની તકલીફ આપી જ નાં શકે. એનો પ્રેમ એની લાગણી બધું ખોટું હતું. અને એક ખોટાં વ્યક્તિ માટે તમે શું કરો છો.

▪️જ્યારે કોઈ વ્યકિત તમને કોઈ કારણે નાં પાડે છે તો તમે નેગેટીવ વિચારો માં પડી જાઓ છો જેમકે...

⌛મારામાં કઈક ખામી હશે, હું થોડી વધારે કાળી છું, એ મારા કર્યા સુંદર છે, અરે નહિ હું થોડી વધારે જાડી છું એના કરતાં, અરે નહિ મારો અને એની તો કોઈ સરખામણી થઈ જ નાં શકે.

▪️અહીંયા જો તમે જેવા છો એવા, પોતે પોતાની જાત ને અપનાવી નથી શકતા તો બીજા પાસે એવી આશા તમે ક્યારે રાખી જ નાં શકો કે સામેવાળો તમને અપનાવે.

▪️રંગરૂપ માં ખામી ગોત્ય પછી તમે તમારા માં ખોટ શોધવા માંડો છો, કે ક્યાંક મે ક્યાંક તમારા સ્વભાવમાં ઊણપ છે. તમે એટલું મીઠું નથી બોલતાં, કે પછી તમારી ટોન થોડી રુડ છે, એટલે સામેવાળા એ નાં પાડી હશે.


⌛પછી છેલ્લે તમે પૈસા ની સરખામણી કરવા ઉપર ઉતરી આવો છો કે એ થોડો વધારે પૈસાવાળો છે, એણે કોઈ વધારે સારું મળશે. કે મળી ગયું હશે.


બધા પ્રકાર ની ખામી ગોત્યા પછી પણ તમે વિચારો છો કે કેમ નાં પાડી હશે.

▪️ સમજવાની વસ્તુ છે,કે ગમવા કે નાં ગણવાનાં કોઈ સચોટ કારણ ક્યારે હોતા જ નથી.

🔺કોઈ પહેલી નજર માં ગમી જાય છે તો કોઈ જોડે થોડો સમય પસાર કર્યા પછી ગમી જાય છે. એટલે ગમવા નાં ગમવા માટે કોઈ કારણ નથી એ બસ એમજ હોય છે. કારણ વગર....

⚖️ તમારો પ્રોબ્લેમ એ નથી કે કોઈએ તમને નાં પાડી એટલે તમે ડિપ્રેશન નો શિકાર બન્યા છો. પરંતુ તમારો પ્રોબ્લેમ એ છે કે તમે તમારા જીવનમાં નાં નો સ્વીકાર નથી કરી શકતાં. તમારા સ્વભાવ માં નથી અસ્વીકાર ને હજમ કરી શકો. અને એટલાં માટે તમે ડિપ્રેશન નો શિકાર બની બેસો છો.

⌛ હંમેશાં સારી ખરાબ કે પછી હા કે નાં કોઈ પણ પરસ્થિતિ ને અપનાવી લેતાં શીખવું જોઈએ. પોતાની હસી ખુશી ફક્ત ને ફક્ત પોતાનાં ઉપર નિર્ભર કરે છે. કોઈ આવે તો પણ ખુશ અને જાય તો પણ ખુશ એટલી હદ સુધી તમારે તમારી જાત ને પ્રેમ કરવાનો છે.

⚖️जिले ज़िंदगी खुल के, क्या पता कल हो ना हो।

जिले ज़िंदगी थोड़ा बिखरके, ओर फीर्से उठ खड़ा हो के।

जिले ये जिंदगी थोड़ा खुदिके लिए।

ज़िंदगी ने जो सीखाया है, ओर जो सिखाएगी ,
वो कोई ओर कभी सीखा ना पाएगा।

क्यों गुट के जियु, क्यू मर के जियू,
क्युव ना में हर पल को जी भर के जीयू।⚖️


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED