jile zara - 4 books and stories free download online pdf in Gujarati

જીલે ઝરા - 4

અટેચમેન્ટ.

આપણે માણસ છે, અને માણસ માં લાગણીઓ તો રહેવાની. તમે વિચાર્યું છે ક્યારે પણ કે આપણે કેમ કોઈ નાં જોડે અટેચ થઈ જઈ છે. એ માણસ માં એવું શું છે કે આપણને એના તરફ આકર્ષિત કરે છે. એક એવું વ્યકિત કે જેને આપણે ક્યારે મળ્યાં પણ નાં હોય રુબરુ , બસ એના જોડે વાતો થતી હોય ઓનલાઈન અને ફોન કે ચેટ પર! અને આપણે એ વ્યકિત જોડે પ્રેમ થઈ જાય. પણ હું પ્રેમ નહીં માનું એણે, આને એક અટેચમેન્ટ કહેવાય. લગાવ એક જાતનો, પ્રેમ અને અટેચમેન્ટ માં બહુ નાનો ફરક છે. કે જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો, ત્યારે તમારાં માટે એની ખુશી મેટર કરે છે. અને જ્યારે તમે અટેચમેન્ટ વાળી પરિસ્થિતિ માં હો છો, ત્યારે તમને તમારો સ્વાર્થ દેખાય છે, અને અટેચમેન્ટ વાળી વ્યકિત ને તમે માનસીક ત્રાસ આપવા માંડો છો. કઈ કારણ વશ દોસ્તી તૂટે તો તમે એ સ્વીકાર નથી કરી શકતા. તમારો ઈગો બહુ હણાઈ જાય છે અને તમે એ વ્યકિત. માટે તમારા મન માં જે આવે એ બોલો છો.

"જ્યારે પ્રેમ હોય ત્યારે તમે એમણે જબ્બરજસ્તી સબંધ માં રોકી નથી રાખતાં પરંતુ એણે જવા દો છો."

પ્રેમ માં માણસ પોતાનો સ્વાર્થ પોતાનું દુઃખ બધું ભૂલી જાય. છે. એના માટે બસ એક વસ્તું ખાસ છે, સામેવાળા વ્યક્તિ ની ખુશી કઈ વસ્તું માં છે.

હવે વાત કરીએ કે શાં માટે તમે કોઈ ની જોડે અટેચ થઈ જાઓ છો.

✍️ સામેવાળો વ્યક્તિ જ્યારે બહુ સમજદાર હોય, જ્યારે એ વ્યક્તિ નાની નાની વાતો નાં ઈશ્યૂ નાં બનાવતો હોય.

✍️એ વ્યકિત જોડે તમે મન ની બધી વાતો બહું આરામ થી કોઈ પણ પ્રકાર ના ડર. વગર એના ઉપર સંપૂર્ણ પણે ભોરોસો કરીને કહી શકો છો.

✍️ જ્યારે એ વ્યક્તિ તમારા જોડે બહુ પ્રેમ થી સારી રીતે વર્તન કરે, તમારા ગુસ્સા કર્યા પછી પણ! આવું વ્યક્તિ કોઈને દુઃખી કરવા નથી માંગતી હોતી, અને આવા વ્યક્તિ જોડે માણસ ઓટોમેટિક અટેચ થઈ જાય છે.

✍️ સારા લોકો જે બહું સરળતા થી માફી આપી દેતા હોય, જે પોતાની સભ્યતા ક્યારે નાં છોડતાં હોય, આવા લોકો જલદી ગમવા લાગે બધાને.

✍️ જરૂરી નથી હોતું કે જે તમે મહેસુસ કર્યું એજ સત્ય છે. કારણ કે તમે ને વ્યક્તિ ને મળ્યા નથી, જે વ્યકિત જોડે સામસામે બેસીને વાત કરી નથી, શું એ વ્યકિત સાચે માં એટલો સારો હોઈ શકે જે એ જતાવે છે.?

✍️ જીવન માં એટલું યાદ રાખી ઘણીવાર આંખો થી જોયેલું અને કાનેથી સાંભળેલું ખોટું પડે છે, અને અહીંયા તમે એ વ્યકિત માં મોહીત થયા, જેણે ક્યારે મળ્યાં પણ નથી.

✍️ હોશિયારી અને બેવકૂફ હોવું માં નાનો ફરક છે, હોશિયાર હોવાનો મતલબ એ નથી તમે બીજાને કઈ નાં સમજો, અને બેવકૂફ તો જાતે સાબિત થઈ જવાય છે. જે જેવા હોય એવા વખણાઈ જાય છે.

✍️ જ્યારે કોઈ તમારા થી વધારે તમારા પર હાવી થઈ જાય છે, ત્યારે તમારે ચેતવું જોઈએ, પોતાની જાત ને સાવધાન રાખવી જોઈએ.

✍️જીવન માં તમારે ક્યાં કેટલાં તબ્બકે સાવધાન રહેવું, એ તમારા ઉપર નિર્ભર કરે છે. તમે તમારાં કર્તા ધરતાં છો, આ અટેચ થી બચવા માટે.

✍️ લાગણી પણ કોની માટે, જે તમને સમય નથી અપાતું, જે તમારા મેસેજ ને આવોઇડ કરે છે, અને તને એના માટે હતાશ થવા માંડી છો.

✍️એટલું યાદ રાખો, જ્યારે તમે તમારાં પોતાનું અસ્તિત્વ ખોઈને બીજાને પોતાનાં માં હાવી કરી દો છો, ત્યારે તમારી હસી ખુશી તમારું હસવું ખુશ રહેવું, બધું કોઈના ઉપર નિર્ભર થઈ જાય છે. અને આવી પરિસ્થતિમાં સામેવાળો તમને એમનાં હિસાબે નચાવે છે અને તમે ખુશી ખુશી નાચો છો.

✍️ ક્યારે પોતાનું આત્મસન્માન ગીરવી મૂકીને કોઈને સાથ મળે તો, એ સાથ ની જરૂર ખરેખર છે તમને, કેમ એકલાં રહેવું મંજૂર નથી, એ સમજો.

✍️ આવી પરસ્થિતિમાં જ્યારે તમે રીયલ લાઇફમાં હો છો ત્યારે પણ વિચારવા જેવું છે, તમે પોતાનું અસ્તિત્વ ખોઈ ચૂક્યા છો, અને સામેવાળો વ્યક્તિ તમારી કદર ક્યારે નહિ કરે અને કદાચ, તમે જાતે પોતાને એવા બનાવો છો, કે કોઈ તમારા ઊપર હાથ ઉપાડી શકે.

✍️ તમે પોતાને એવા બનાવો છો કે જેનું માન શું અને અપમાન શું? તમે તમારું માન નથી કરી શકતાં તો બીજું કોણ કરવાનું. અને પછી તમે રડવા બેસો છો. પોતાની કમજોરીઓ ઉપર કાબૂ મેળવવો અને જીવો બિન્દાસ પોતાનાં માટે.

નો અટેચ, નો ડીતેચ કોઈ આવે તો બી ખુશ, જાય તો બી ખુશ, તમારૂ અસ્તિત્ત્વ કોઈના ઊપર નિર્ભર નથી..

સો જીવો જીંદગી દિલ સે.......જીલે ઝરા

🙂🙂🙂🙂🙂🙂


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED