જીલે ઝરા - ૩ Komal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીલે ઝરા - ૩

બ્લોક.

💘બ્લોક એટલે શું ? આજનાં યુગ નો નવો શ્રાપ એટલે બ્લોક? તમે ક્યારે કોઈને બ્લોક કરી શકો. જ્યારે એ માણસ જોડે તમારે વાત નથી કરવી, પરંતુ એ માણસ સતત તમને ફોન કે મેસેજ કરે છે, તો આપણે એણે બ્લોક કરી દેવાનું.🤪😂

💞પરંતુ અમુક લોકો નાની નાની બાબત માં એકબીજાને બ્લોક કરે છે, જેમ કે ગુસ્સો આવી ગયો કોઈ વાત ઉપર તો બ્લોક, ખાસ કરીને છોકરી ઓ વધારે બ્લોક કરે છે, પરંતુ હવે તો છોકરાઓ પણ બ્લોક કરે છે.

💞જે માણસ બ્લોક થતું હોય, એના દિલ પર તો તલવાર નાં ગા થાય હોય ને એટલું તો પાછું એણે દુઃખ થાય.😜બ્લોક કર્યું તો કર્યું એની મરજી, તું તારે ખુશ રહે ને શા માટે દુઃખી થાય છે. પણ નાં એણે મને બ્લોક કર્યું એ જઈને બધાં મિત્રો ને કહેવાનું, પછી એ વિષય પર ચર્ચાઓ થાય, કે અલ્યા તે એવું તે શું કરી નાખ્યું,🤪😂 કે પેલી એ તને સીધો બ્લોક કરી નાખ્યો.😛 બ્લોક એટલે જાણે આસમાન નાં તૂટી પડ્યું હોય , એવું તો વર્તન કરવા માંડે!

💕પહેલાં તો દરેક માણસે એ જીદ છોડી દેવી જોઈએ કે, તમારૂ સોરી માત્ર કહેવાથી બધુજ બે સેકન્ડ માં રાબેતા મુજબ થઈ જાય. અને સામેવાળો તમારા હિસાબે તમને ક્ષમા આપી દે!એવું જરૂરી નથી. આ દુનિયામાં બહુજ ઓછા લોકો છે એવા કે સામેવાળો માફી માગે અને તરતજ એ લોકો માફી આપી દે, અને પહેલાં ની જેમ સારું વર્તન એમનાં જોડે કરે. આવી મહાન આત્માઓ બહુ અોછા ટકા છે. સાધારણ મનુષ્ય ને સમય લાગે થોડો ક્ષમા કરતાં, અને આ સત્ય ને લોકો એ સમજવું જોઈએ.થોડા સમય માટે પણ તમારો અસ્વીકાર થાય છે, એ તમે સહન નથી કરી શકતાં, વિચારો કે તમારું એવું કેવું વર્તન હશે જેને કારણે સામેવાળા ને તમારો ત્યાગ કરવો અનિવાર્ય હશે.

💞એટલે જ્યારે કોઈ બ્લોક કરે છે, તો સમજી જાઓ અને એણે થોડો સમય આપો. અને પછી પણ કંઈ ઠીક નાં થાય તો હસતાં હસતાં એકબીજાને અલ્વિકા કરીને આગળ વધી જાઓ. જીવન માં પહેલાં નાં કોઈ મોઢું ફેરવી ને જતું રહે એણે આજનાં જમાનામાં ઈગનોર કહીએ છે આપણે સાચું ને.!જીવન માં એક જગ્યા એ જ્યારે તમે અટકી જાઓ છો ને ત્યારે તમે એ માર્ગ પર ચાલતાં બીજા લોકો ને નાળગત રૂપ બનો છો. માટે ટ્રાફીકજામ કરીને તો કંઈ મળશે નહીં ને,તમશો સારો એવો બનશે પોતાનો.🤪😂

💕એટલે આ બ્લોક જેવા શ્રાપ થી ડરવાની જરૂર નથી. સમજો પોતાની જાત ને , સમજવાની કોશિશ કરો સામેવાળાની પરીસ્થી ને અને બીજું જ્યાં એક બીજા માટે માન અને સન્માન ની ભવના નથી ત્યાં કોઈ સબંધ ક્યાં સુધી જીવીત રહી ને શ્વાસ લઈ શકે છે.

💞આપણાં જીવન માં પણ અમુક લોકો આપણને કારણ વગર કે કારણ નાં લીધે મોઢું ફેરવીને સબંધો તોડી નાખે છે. તો આપણે તૂટી તો નથી જતાં, જીવન ને જીવવાનું નથી છોડતાં. તો આ આભાસી દુનીયમાં કોઈ તમારા જીવન માં રહે કે નાં રહે થોડાં સમય માટે શું ફરક પડે છે. તમારું અસલી જીવન તો વડવિકતા છે, અને અહીંયા તમને કોઈ બ્લોક નથી કરતું.કોઈ મોઢું ફેરવીને નથી જતું તો એનાથી મોટું જીવન નું કોઈ સુખ હોઈ શકે છે કહો મને.


💕જીવન માં જે ઘટના બનવાની છે એ તો બની ને રહેવાની છે, જે થવાનું છે એ થઈને રહેવાનું છે, એના પર આપણે અંકૂશ લગાવવું આપણાં વશ નાં નથી કદાચ. પરંતુ જે વસ્તું પર આપણો વશ છે, જ્યાં આપણે અંકૂશ લગાવી શકીએ છે, જ્યાં આપણે બધું આપણાં સૂજબુજ નાં હિસાબે બધું ઢિક કરી શકીએ છે.તો ખોટો નસીબ કે માણસ ને દોષ આપવાનો શો મતલબ બને છે. બસ વાસ્તવિકતા ને અપનાવી લો, અને એમાં ખૂશ રહેવાનું શીખી લો.