Hostel Boyz - 2 Kamal Patadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

Hostel Boyz - 2

પાત્ર પરિચય : વિનયો વાંગો

વિનયાનું નામ પડતાં જ મને કરાટે અને nanchaku ની યાદ આવે છે. તે કરાટે અને nanchaku નો જબરો શોખીન હતો. તેનું મૂળ ગામ જુનાગઢ હતું અને મારી જેમ તે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા આવ્યો હતો. તે જ્યારે હોસ્ટેલમાં આવ્યો ત્યારે અલગ રૂમમાં રહેતો હતો પરંતુ અમારા Education ને કારણે તે અમારા રૂમમાં અને ગ્રુપમાં જોડાઈ ગયો હતો. તે સલમાન ખાનનો જબરો ફેન હતો. તેનો attitude પણ સલમાન ખાન જેવો હતો અને તે સલમાન ખાનની જેમ બોડી બિલ્ડીંગ કર્યા કરતો હતો. તે પોતાની સાથે dumbles પણ લઈ આવ્યો હતો. હા.... પણ અમને અફસોસ રહેશે કે અમારા કારણે તે કોઈ દિવસ dumbles મારી શક્યો નહીં કારણકે અમે તેની બહુ મજાક ઉડાડતાં. ગંજી લૂંગી પહેરીને હોસ્ટેલમાં કરતબો કરતો ત્યારે તે south indian કોમેડિયન કલાકાર જેવો લાગતો. તેનો કલર પણ south indian લોકો જેવો હતો પણ તેની સ્ટાઇલને લીધે તે અમારા ગ્રુપનું અભિન્ન અંગ બની ગયો હતો.

આમ તો, વિનયો વાંગાનો સ્વભાવ warriors જેવો હતો પરંતુ તે હંમેશા બીજાની મદદ માટે પણ તૈયાર રહેતો. ગમે તેવી મુશ્કેલીમાં પણ તે દોસ્તોની સાથે ઉભો રહેતો. વિનયાની કોલેજ અને મારી કોલેજ અલગ અલગ હતી પરંતુ અમારો બન્નેનો કોલેજ ટાઈમ સરખો હતો તેથી અમારા બંનેના schedule સરખા હતા અને અમારા બંનેના course માં પણ ઘણી સમાનતા હતી. તે PGDCA નો course કરતો જ્યારે હું PGDACA નો course કરતો એટલે અમે બંને એકબીજાની કોમ્પ્યુટરનાં પ્રોગ્રામમાં help કરતા. વિનયાને ભણવા કરતા કરાટેમાં વધારે રસ હતો તેથી જ્યારે પણ તે હોસ્ટેલમાં હોય ત્યારે તે ગંજી અને લૂંગી પહેરીને કરાટે અને nanchaku ના દાવ કરતો. વિનયો એટલે સ્પષ્ટ વક્તા અને ક્રાંતિકારી વ્યક્તિત્વ. જેવી આર્મીમેનમાં શિસ્તતા હોય તેવી શિસ્તતા વિનયામાં હતી. તેના કપડાં પહેરવાથી માંડી કોઈ પણ વસ્તુમાં શિસ્તતા જોવા મળતી. તેની બધી વસ્તુ વ્યવસ્થિત રહેતી હતી, ચોકસાઈનો તે આગ્રહી હતો. આજે વિનયો અમારી વચ્ચે નથી પરંતુ તેની યાદો હંમેશા અમારી વચ્ચે જીવંત રહેશે.

પાત્ર પરિચય : પ્રિયવદન પટેલ

ઓહો હો હો હો..... જેમ ગુજરાતી ફિલ્મ રમેશ મહેતા વિના અધૂરી લાગે તેમ અમારું ગ્રુપ પ્રિયવદન વિના અધૂરુ લાગે. ગોંડલના શ્રીનાથગઢ ગામની માટીની સુગંધ લઈને હોસ્ટેલમાં આવેલો અમારો મિત્ર. તે એક વિદ્યાર્થી તરીકે હોસ્ટેલમાં દાખલ થયો હતો પરંતુ સાથે તે પ્રાઇવેટ કંપનીમાં નોકરી પણ કરતો હતો. કંપનીના કામે મોટે ભાગે તેને બહારગામ જવાનું હોવાથી મહિનામાં 8-10 દિવસ તે બહારગામ જ રહેતો તેથી હોસ્ટેલમાં ભાગ્યે જ દેખાતો એટલે કે અમારા હોસ્ટેલનો Mr. India.. પ્રિયવદનના ચહેરા પર હમેશા smile રહેતી. ગમે તેવા ગંભીર વાતાવરણને પણ તે પોતાના smile થી હળવું કરી દેતો. પ્રિયવદન પણ અમારી જેમ ખાવાનો જબરો શોખીન હતો. અમારા ગ્રુપના લોકો જ્યારે જમવા બેસતા ત્યારે હોસ્ટેલના લોકો અમને જ જોતા રહેતા. પ્રિયવદન જુદાં જુદાં શહેરોમાં કામ માટે જતો ત્યારે તે શહેરની famous નાસ્તાની વસ્તુઓ અમારા માટે લઈ આવતો જેની ઉપર અમે બધા તુટી પડતા. અમારા ગ્રુપમાંથી કોઈપણના ઘરેથી નાસ્તો આવ્યો હોય તો બીજા દિવસે એ નાસ્તો સફાચટ થઇ જતો.

પ્રિયવદન એટલે હસમુખો અને નિખાલસ વ્યક્તિત્વ. કામમાં ગમે તેટલો પ્રોફેશનલ લાગે પરંતુ તેના વ્યવહારમાં ગામડાની ઝલક જોવા મળતી. જ્યારે બહારગામથી તે હોસ્ટેલમાં આવે ત્યારે અમને તરત જ ખબર પડી જતી. ના..ના..ના.. તમે એવું ના સમજો કે આ દોસ્તીની કમાલ હતી, એ તો, એના ગંધાયેલા મોજાની ધમાલ હતી. અમે જ્યારે હોસ્ટેલના રૂમમાં પ્રવેશ કરીએ ત્યારે એના મોજાની અસહ્ય ગંધથી અમારુ રૂમમાં રહેવું મુશ્કેલ બની જતું, એટલે જ્યારે તે બહારગામથી આવતો એટલે અમે પહેલા તેને કપડાં ધોવા મોકલી દેતા. તે અમારા રૂમનો બિલાડો હતો કારણ કે સવારે તે અમારા બધાના ભાગનું દૂધ પી જતો. તે સિગારેટ અને માવાનો શોખીન હતો. માવાને કારણે તે અમારો ખાસ દોસ્ત બની ગયો હતો.

પ્રિયવદનને બધા PP કહીને બોલાવતા. PP ની ઓફીસના કોમ્પ્લેક્ષની નીચે એક જાણીતી પાનની કેબીન હતી એટલે ત્યાંથી અમને ઉધારમાં વસ્તુઓ મળી જતી. PP કંપનીમાં Technical work કરતો તેથી કંપનીમાં જુદી જગ્યાએ તેને જવું પડતું તેવી જ રીતે જુદા જુદા શહેરોના clients પણ તેની ઓફિસે આવતા. ઓફિસની એક ચાવી PP પાસે જ રહેતી હતી. તેથી તેને જ્યારે હોસ્ટેલના નંબર પર ફોન આવતો ત્યારે તેને ઓફિસે જવું પડતું. PP પોતાના કામ પ્રત્યે dedicated હતો તેથી તે કોઈ દિવસ કોઈને ના ન પાડી શકતો. અમે તેની ઓફિસે બેસીને ગપ્પા મારતા અને તેનું કામ પતે ત્યાં સુધી ઓફિસમાં જ રહેતા અને સાથે જ હોસ્ટેલમાં પાછા ફરતા હતા. હવે આનાથી વધારે લખીશ તો વિનયો નારાજ થશે.

ક્રમશ: