હાઈકુ સંગ્રહ (ભાગ-૧) Sagar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

હાઈકુ સંગ્રહ (ભાગ-૧)

હાઈકુ અથવા સત્તરાક્ષરી એ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે. હાઈકુ એવું નામકરણ ૧૯મી સદીમાં માશોકા શીકી દ્વારા કરવામાં આવેલું. આપણે ગુજરાતીમાં હૈકુ અથવા હાઈકુ એમ બંને શબ્દ વપરાય છે. સત્તર અક્ષરોનો બનેલો આ કાવ્યપ્રકાર કોઈ એક ભાવ, કલ્પન કે સંવેગ જગાડે છે.

સત્તર અક્ષરોના બનેલા, હાઈકુની રચના સાદી, સંક્ષિપ્ત અને ધ્વનિપૂર્ણ હોય છે. તેની ત્રણ પંક્તિઓનું વિભાજન પાંચ, સાત, પાંચ - એ રીતે થયેલું હોય છે. અક્ષરોમાં અર્ધા વ્યંજનો કે માત્રાઓની ગણતરી થતી નથી. જાપાનમાં હાઈકુ એક જ પંક્તિમાં લખવાની પ્રથા છે. અંગ્રેજીમાં તેને ત્રણ પંક્તિમાં લખવાની શરુઆત થયેલી. તેનો એક એક શબ્દ અર્થસભર હોય તે આ કાવ્યપ્રકાર માટે ખૂબ જ જરૂરી છે. નાનકડી પણ ચોટદાર રચના એ એક સુંદર હાઈકુના લક્ષણ છે.

જાપાનના વતની અને અમેરિકામાં ઊછરેલા કવિ કેનેથ યેશુદાએ હાઈકુને 'એક-શ્વાસી કાવ્ય' તરીકે ઓળખાવ્યું છે, કેમ કે હાઈકુ કાવ્યની લંબાઈ એટલાજ શબ્દોની હોય છે, કે જેથી આપણે તેને એકશ્વાસે બોલી શકીએ છીએ. અંગ્રેજી સાહિત્યમાં પણ આ કાવ્યપ્રકાર ખેડાયો છે. ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ એના પ્રયોગો થયા છે. ગુજરાતી સાહિત્યમાં હાઈકુ કાવ્યપ્રકારને પ્રતિષ્ઠિત કરવામાં "સ્નેહરશ્મિનો" મહત્વનો ફાળો છે.

મેં રચેલા આવા જ સરસ મજાના હાઈકુઓ સંગ્રહ કરીને આપની સમક્ષ પ્રસ્તુત કર્યા છે. દરેક હાઈકુને નિરાંતે વાંચો, મમળાવો અને માણો.

(1)

આભ રંગાશે;

ઉડે પતંગ બધે,

પવન સંગે.

(2)

શીખો કશુંક,

આખરી ક્ષણ તક;

જીવંત રેવું.

(3)

શીખો બાળકો

પાસેથી હસવાનું;

વિના કારણે.

(4)

જાણવા લાગે

પોતાને જ, ના રહે

કોઈ વિરોધી.

(5)

બદલવું આ

જગ બધાને, નહીં

પોતાની જાત.

(6)

લાગે મધુર

પોતાનું નામ, કોઈ

પણ ભાષામાં.

(7)

ના શોધો અર્થ

પ્રેમનો; એ વસ્તુ તો

અનુભુતીની.

(8)

ના શોધો અર્થ

જીવનનો; એને તો

માણવાનું જ.

(9)

સેવા કરવી

એ જ અર્થ; પામવા

સાચો આનંદ.

(10)

રહો તોફાની,

જગ ને ભુલાવીને;

નિજ મસ્તીમાં.

(11)

થયા તોફાની,

પ્રેમમાં પડી; હતા

પહેલા ડાહ્યા.

(12)

થઇ ગયો રે,

માળો સુન; દિકરી

પરણી ચાલી.

(13)

વિના કારણે,

થવું આનંદી સૌએ!

એ જ શીખવું.

(14)

કરો અપેક્ષા,

જરૂરિયાતમંદ;

પામવું પ્રેમ.

(15)

જેટલા ઓછા,

જરૂરિયાતમંદ;

સુખી જીવન.

(16)

નસીબ પામો,

સખત પરિશ્રમ ;

એક જ રાહ.

(17)

અથાગ શ્રમ,

ઉઘડશે નસીબ;

નહિ વિકલ્પ.

(18)

કર પ્રકાશ,

તુજ મ્હી તિમિરમાં;

પ્રાર્થના વડે.

(19)

સેવા કરીને

ફેલાવ તું પ્રકાશ;

દુનિયા આખી.

(20)

રાખવી દયા;

નબળા લોકો માટે,

તુજ દિલમાં.

(21)

રાખવો થોડો

અવકાશ દિલમાં;

ખુદને માટે.

(22)

રાખવા તારા

આશિષ પ્રભુ, મુજ

પર કાયમ.

(23)

શુરવીરતા

બતાવ તું જગને;

બક્ષીને માફી.

(24)

એક પ્રયાસ

વધારે માત્ર; થઇ

જાઓ સફળ.

(25) (પ્રભુને)

આપ આશિષ,

વધવું છે મુજને;

તુજ સમીપે.

(26)

બનવું મારે

શક્તિશાળી; ખુદને

જીતી લઈને.

(27)

કરી શકે છે

એ, કેમકે માને છે

કરી શકશે.

(28)

બનું એટલો

અદભુત, જરૂરી

નહિ ઓળખ.

(29)

નહિ મહત્વ

હથિયારનું, જેના

હાથમાં તેનું.

(30)

માંડવું ડગ

પ્રથમ; જુદા કરે

હારેલાઓથી.

(31)

થશે વધારે

વપરાશ, તેનો જ

વધુ વિકાસ.

(32)

ભૂલી જઈએ

આપીને કાંઈ, લીધું

યાદ રાખીએ.

(33)

દિશાદર્શન

કરે શિપોનું; માત્ર

એક જ તારો.

(શિપો=જહાજો)

(34)

માગ્યા વગર

આપો મદદ; નહિ

કોઈ સલાહ.

(35)

શ્રેષ્ઠ શિક્ષક

તમારો ખુદ આત્મા;

ન બીજો કોઈ.

(36)

છું આશાવાદી,

નિરાશાવાદીમાં ના

કોઈ જ લાભ.

(37)

માત્ર એક જ

ડગથી થાય શરૂ

મુસાફરીઓ.

(38)

માત્ર એક જ

કિરણ, અજવાળે

પુરો ઓરડો.

(39)

સફળતા તો

એની જ, જે વ્યસ્ત છે

એને પામવા.

(40)

જીતવું નહિ

બધું, પ્રયત્નો ચાલુ

રાખવા બધું.

(41)

સ્વને જીતવું

એ જ છે, શ્રેષ્ઠ તથા

પહેલી જીત.

(42)

સંભાળો ક્ષણ

ક્રોધની, બચાવી લો

દા'ડા દુઃખના.

(43)

હતા એ બધા

મંદબુદ્ધિ, એથી જ

પ્રભુને પ્યારા.

(44)

મળશે પાછા

પૈસા તથા સંપત્તિ;

નહિ સમય.

(45)

બધી કલામાં

શ્રેષ્ઠ કલા; જીવન

જીવવાની જ.

(46)

માણસ આવે

સૌના પરિચયમાં;

નહિ પોતાના.

(47)

મળે વિજય,

વધારેમાં વધારે

આગ્રહીને જ.

(48)

વિચારો થોડું

ઓછું, અને જીવી લ્યો

થોડું વધારે.

(49)

બાળપણ તો

આવે ફરીથી પાછું;

નહીં યુવાની.

(50)

મહાન શાળા,

જીવન પોતે; ઘડે

ચારિત્ર્ય સૌનું.

***સમાપ્ત***

-Sagar Vaishnav

(મારા રચેલા હાઈકુઓ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આપનો યોગ્ય પ્રતિભાવ(Review) અચૂક આપશો.)