Rasaymay Tejab - 5 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય તેજાબ - પ્રકરણ ૫ (અંતિમ)

હવે ઇન્સપેક્ટર રાણાને એવું લાગી રહ્યું હતું કે આપણે કેસને કઈ રીતે વાંચવો જોઈએ. હા, કેસ વાંચવાનો જ હતો ને હવે. બધા નિશાનબાજ વ્યક્તિના ચેહરા ફોટામાં બંધ કરી સામે લગાવ્યા હતા. જે બાકી રહેતી વિગત હતી એ કાગળમાં લખેલી હતી.
સમય ઘણો વીતી ગયો હતો. ઇન્સપેક્ટર રાણાએ વચ્ચે એક બે કેસ બીજા પણ હેન્ડલ કરી લીધો હતા. અને આ કેસની ફાઇલ ધીમે ધીમે બંધ થઈ રહી હતી. નીતા ભટ્ટના મમ્મી-પપ્પા પણ સુરત છોડીને ગાંધીનગર નીકળી ગયા હતા. ઘરની ચાવી બાજુમાં આપેલી હતી. તેની જાણ સુરત પોલીસ ને કરી દીધી હતી. કોલેજમાં અર્થશાસ્ત્ર કોઈ બીજું લેવા માટે આવી ગયું હતું, સહકર્મી, વિધાર્થી હજી ચિંતિત હતા. રિક્ષાવાળા ઉપર કોઈ આરોપ મૂકી શકાય તેમ હતો નહીં, એટલે તેને પણ છૂટો કરી દીધો હતો.
* * *
ઇન્સ્પેક્ટર રાણા એક દિવસ બુક સ્ટોરમાં ગયા. ત્યાં તેને જોઈતી બુક્સ લીધી, ને બીજી બુક્સ પણ જોઈ. કોઈનું નામ પસંદ આવ્યું તો તે બુક કબાટ માંથી કાઢી પાના પલટાવી વાંચી પણ લીધી. પાનાં વાંચતા એક સોંસરવો એક વાત મનમાં આવી. જે ડો. કહી હતી.
"કદાચ આ યુવતીએ જાતે પણ એસિડ પોતાના ચેહરા પર ફેંક્યું હોય."
બુક સ્ટોલ છોડી સીધા જ નીતા ભટ્ટના ઘરે ગયા. બારણું ખોલ્યું, સામે ની ભીંત પર મોટો ફોટો લગાવ્યો હતો અને બીજો બધો જ સામાન એમ જ હતો. મનમાં હતું કે જઈને પહેલા તેમણે સાચવેલી બુક્સની મુલાકાત લેવી છે.
ટીવીની આજુબાજુ બુક્સ મુકેલ હતી. જ્યારે એસિડ ફેંકાયું ત્યારે જે બુક તે બુક પહેલા હાથમાં લીધી પેહલા પ્રસ્તાવના વાંચી. વાંચતા જ એવું લાગ્યું કે એ કોઈ સાયકોલોજીની બુક હતી. પછી સોફા પર બેસીને નિરાંતે એક પ્રકરણ વાંચ્યું.
બીજી બુક્સ પણ ઘરે લાવ્યા અને વાંચી. બધી જ બુક વાંચી લીધા પછી બધામાં એક જ વાત સમાન હતી કે બધી જ બુકમાં જે કોઈ પાત્ર હતું એ ફક્ત એકલું જ રહેતું હોય અથવા તેનો સ્વભાવ ચીડચડીયો હોય.
ધીમે ધીમે કેસને પહેલેથી યાદ કર્યું. બધાનો એક જ જવાબ હતો કે નીતા ભટ્ટને એકલું રહેવું ગમતું હતું. વિચારતા વિચારતા રાત બહુ મોડી થઈ ગઈ હતી.
બીજા દિવસે ડો. ને વાત કરી આ રીતની બુક્સ નીતા ભટ્ટના ઘરેથી મળી આવેલ છે. પછી ડો.એ પહેલાં સમજીને ઈન્સ્પેકટર રાણાને સમજાવ્યું.
જ્યારે કોઈ વ્યક્તિ માનસિક રીતે બીમાર હોય. એટલે તેનું મગજ ક્યારે શું કરે તેનું કશું કહી ના શકાય. પહેલેથી જ તેને એકલા રહેવાની ટેવ પડી ગઈ હોય છે. જેના કારણે લાંબા સમય પછી આ બીમારી થાય છે.
હવે એ તો ફાઇનલ થઈ ગયું હતું, કે આ કોઈ મર્ડર નથી કદાચ આ સુસાઇડ પણ નથી. બીમારીના કારણે આ કૃત્ય તેમણે કર્યું છે.
પુસ્તકના પાત્ર એ પોતે જ છે એવું સમજી લીધું હતું. તેના કારણે ચેહરો બળ્યો સાથે મૃત્યુ પણ થયું.
જ્યારે આ ખબર ન્યુઝ પેપર, સમાચારમાં આપવામાં આવી ત્યારે બધાને ખૂબ આઘાત લાગ્યો. આપણી સામે રહેતી એક યુવતી બીમાર હતી અને આપણે જાણી પણ ન શક્યા. નીતાના માતા પિતાને બહુ અફસોસ થયો કે કદાચ પહેલેથી જ અલગ ના રહેવા દીધી હોત તો કડાચ આપણી નીતા અત્યારે હયાત હોત.


* * * *
આપણી જિંદગીમાં એકલતા એક ઉધઈ જેવું કામ કરે છે. જે આપણને અંદર ખોખલા કરી નાખે છે. નીતા ભટ્ટ બહારથી બહુ કુશળ દેખાતા હતા. પણ અંદરથી તેમને એકલતા ચીરતી હતી. કદાચ પોતાને પણ જાણ નહોતી.
એકલતાના કારણે ખાવાનો, સુવાનો કોઈ ફિક્સ સમય નથી રહેતો જેના કારણે તે વ્યક્તિનો સ્વભાવ ચીડચીડીયો પણ થઈ જાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED