કલ્પના(Imagination) Pratik Dangodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલ્પના(Imagination)



કલ્પના આ શબ્દ માનવ જીવનની આ જિંદગીમાં બહુ જૂજ લોકો હોય છે કે જેને કલ્પનાનો સાચો અર્થ ખબર હોય હું મારા પોતાના રસપ્રદ અનુભવો સાથે હું આ દરેક શબ્દોને જોડવા માંગુ છું ..હું પોતે એક નર્સીગ સ્ટુડન્ટ અમદાવાદમાં અભ્યાસ કરું છું ...મારી સાથે અવારનવાર અણધાર્યા કિસ્સાઓ બનતા હોય છે ..કલ્પના દ્વારા માણસ સુખનો અનુભવ કરી શકે છે,તેમ જ દુઃખદ અનુભવ પણ કરી શકે છે.. તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે કોઈ વ્યક્તિ કલ્પના દ્વારા સુખ પ્રાપ્ત કરી શકે તો કે કઈ રીતે....આ એક સાવ અનોખું અને અલગ જ ગણિત છે જે એને સમજી શકે એજ આ કરી શકે........


""હું એક પોતે અજાણ્યો ગાંડો ઘેલો અમદાવાદની સડક ઉપર જાણે એક ભિખારીની જેમ ભટકી રહ્યો હતો ...મને કાઈ ખબર પડતી નથી કે હું ક્યાં જઈ રહ્યો છું જ્યાં રસ્તો મળે ત્યાં પોતે આગળ પગ માંડવાનો પ્રયત્ન કરું છું કદાચ કોઈ રાહ મને મળી જાય અથવા કોઈ મને રાહ સુધી પહોંચાડી જાય આવા વિચારો કરતા કરતા મારા પગને આગળ ધપાવતો રહ્યો કદાચ કોઈ આવે તેની રાહમાં મેં ઘણી કલાકો એમનમ વેડફી નાખી હોય તેવું હું મારા મનને પ્રતીત થતું હોય એવું જાણવા મળ્યું...તો પણ મારી બુદ્ધિ આ કોયડાને ઉકેલવા માટે સક્ષમ ન હતી તેવું હું ચોક્કસથી કઇ શકું છું.....મારો ધ્યેય મારી મંજિલ સુધી પહોંચવાનો હતો પણ મને ત્યાં સુધી પહોંચાડે કોણ તેની જ રાહમાં હતો આ રાહ હવે બહુ લાંબી થતી રહી હતી મારી પાસે હવે તેના માટે બહુ જ ઓછો સમય હતો હવે જે પણ કરવાનું હતું તે મારે જ કરવાનું હતું બીજું કોઈ મારી મદદ કરવા માટે આજુબાજુ કોઈ નહતું મેં ચારે બાજુ નજર કરી કોઈ એક વ્યક્તિ પણ દેખાઈ નહિ,હું મદદ કરવા બોલવું તો બોલવું કોને,અજાણી દુનિયામાં હું એકલો જ વસુ છું બસ એવું જ લાગવા લાગ્યું ...ગમે તેમ કરી હું અડધી મંજિલે પહોંચ્યો હવે અડધી બાકી હતી..હવે મારુ મન પાછું વળવા નહતું માંગતું કારણકે તે એ વિચારમાં હતું કે પાછા જવા માટે પણ એટલો જ રસ્તો છે અને મંજિલ સુધી પહોંચવા માટે પણ એટલો જ રસ્તો છે..છતાં મન તો મન છે તે ક્યારે વિચારોમાંથી ફરી જાય તે કંઈજ નક્કી ના કહેવાય છતાં પોતાને કાબુમાં રાખી આગળ વધવા લાગ્યો..

.... અચાનકથી મારી પાછળ એક કોઈ વાહનનો અવાજ આવ્યો હોય એવું લાગ્યું હું પાછળ ફરીને જોવું એ પહેલાં મારા આખા કપડાં લોહીલુહાણ થઈ ગયા મને હોસ્પિટલની અંદર દાખલ કરી દીધો મારી સારવાર લગભગ દશેક જેટલા
ડોક્ટર હેઠળ કરવામાં આવી રહી હતી હવે બસ કોઈ એવો ચમત્કાર જ મને બચાવી શકે એમ હતો..મારી પરિસ્થિતિ મારી સિવાય તેને કોઈ જાણતું જ નહતું..બસ હું જ તેને લડી શકું હોય તેમ મને લાગતું અને હા એ ઘણી હદે સાચું પણ હોય તે મને લાગતું.હું જન્મ્યો ત્યાંથી મેં એક પણ પાપ નહિ કર્યું હોય છતાં મને મારુ મોત આવી રીતે મળશે તેવું હું મનોમન વિચાર કરી રહ્યો હતો..હું હવે સાવ છેલ્લી પરિસ્થિતિમાં હોય તેવું લાગવા લાગ્યું હવે દર્દ મારી ક્ષમતાની બહાર જતું રહ્યું હતું હું કઈ પણ કરવા માટે અસક્ષમ હતો...

.. હું આ પેલેથી છેક છેલ્લે સુધી આ આખી વાતની કલ્પના ખૂબ સારી રીતે કરી શકું છું. તે મેં મારા મત મુજબ તમને કરી આ આખી વાત કલ્પના મુજબ જ હતી..તેથી મારી નમ્ર વિન્નતી કે કોઈ આ વાતને ધ્યાને લેવી નહિ ...કલ્પના દ્વારા માણસ કેવી રીતે સુખ નો કે દુઃખનો અનુભવ કરી શકે તે એક બહુ રસપ્રદ વાત છે ..


...કલ્પના એવી કે એ કલ્પના માં સંકલ્પ, અને એ સંકલ્પ માં તેનો વિજય થવો જોઈએ તો માણસ સુખદ અનુભવ કરી શકે..કોઈ વસ્તુ આપણાથી થતી જ ના હોય અને આપણી હેસિયત બારું કાર્ય હોય તે આપણાથી થય જ ના શકે તેમ હોય ત્યારે આપણે આ કલ્પનાનો સહારો લઇ શકીએ ....કોઈ કાર્ય આપણે કરવું છે પણ આપણે નથી કરી શકતા તો આપણે એક કલ્પના કરીએ કે આ કાર્ય મારાથી થઈ જશે અને ધીરે ધીરે તેને હું કાર્ય કરવાનો પ્રયાસ કરું છું તેવી કલ્પના કરીએ...આ કાર્યમાં એક સંકલ્પની જરૂર છે કે કેવો સંકલ્પ કે આ કાર્ય મરાથી થઈ ગયું હોય અથવા થઈ જશે એવો... અને આ સંકલ્પનો વિજય એટલે કે મારાથી આ કામ થઈ ગયું એ આથી આ બધી જ વાતો કાલ્પનિક હોય છે તે કાલ્પનિક વાતો એ કાલ્પનિક સુખનો અનુભવ કરાવી શકે છે પણ તેનાથી માણસને સાચે જ આનંદનો અનુભવ થતો હોય છે...આ બધી વાતો ઘણા માણસનું મન સમજી પણ ન શકે તેમ પણ હોઈ શકે તેને સમજવા બહુ જ વિચારશક્તિ ની જરૂર પડશે.....


.. કોઇ વ્યક્તિ એક કલ્પના કરે છે તો તેમાંથી સુખનો અનુભવ કરવા માટે તે કલ્પના વિશે એક સંકલ્પ કરવાની જરૂર છે એ સંકલ્પ હમેશા પોઝીટીવ હોવો જોઈએ તો જ માણસને તેના થકી વિજય પ્રાપ્ત થતો હોય છે..અને તેના થકી સુખનો અનુભવ પ્રાપ્ત કરી શકતો હોય છે માટે કલ્પના વિશેનો સંકલ્પ ત્યારે જ તમને સુખ નો અનુભવ કરાવી શકે ત્યારે તે પોઝીટીવ હશે...

....આ એક એવી મનોવિજ્ઞાનની વાત છે તે દરેકના મનને સમજવી બહુ જ અઘરી વાત છે.પણ જો તેને સારી રીતે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને સમજે તો અવશ્ય સમજી શકે છે...

પ્રતીક ડાંગોદરા