એક કડવી પણ મીઠી સફર
(ટ્રેનની મુસાફરી)
બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ લાગભગ પાંચમાં કે છઠ્ઠા મહિના દરમિયાન અમે
ત્રણ-ચાર મિત્રો કાંઈક કૉલેજ ના કામ માટે અમદાવાદ ગયા હોય તેવું યાદ છે. કામ
તો શું હતું તે તો યાદ નથી પણ ત્યાં ગયા હતા,હવે અમદાવાદથી અમારે આણંદ
જવાનું હતું અમારે અમદાવાદ ની પહેલી જ મુલાકાત હતી ત્યારે અમને ત્યાંનો
કશો જ અનુભવ જ ન હતો. હવે અમે, મને યાદ છે ત્યાં સુધી ૧૧:૦૦ કે ૧૨:૦૦
વાગ્યે બસ સ્ટેશનમાં નહિ પણ રૈલ્વે સ્ટેશનમાં પહોંચ્યાં હશે,હું બસ સ્ટેશન નો ઉલ્લેખ
એટલે કરું છું કે બધા રૈલ્વે સ્ટેશન ને બદલે બસ સ્ટેશન ન સમજે.હું જ્યારે પણ
પોતાના કડવા અનુભવો ની વાત કરીશ ત્યારે હું આ કિસ્સાનો જરૂરથી તેમાં ઉલ્લેખ
કરીશ કારણકે આવો અનુભવ અમને પેહલી વાર જ થયો હતો,આ અનુભવ હું
અને મારા મિત્રો પણ કદાચ જિંદગીભર તેને ભૂલી ન શકયે તેવો હતો, હવે મને પણ
આ કિસ્સો વર્ણવતા પોતાના ઉપર હાસ્ય આવે છે,કે અમે ૧૨ મુ ધોરણ ભણેલા
હોવા છતાં પણ આવો કિસ્સો અમારી સાથે બનશે એવું અમને પણ માનવામાં
આવતું નથી.મને એમ થાય કે આ કિસ્સાની શરૂઆત ક્યાથી કરું,હું તમને કહેવા
માંગુ છું કે આને તમે કાળજીપૂર્વક વાંચજો આ એક રસપ્રદ વાત છે અને આ તમારી
સાથે આવું ન બને તેની ખાસ કાળજી રાખવી,હવે કદાચ અમારી સાથે તો આ
ક્યારેય નહીં બને એની હું તમને ખાતરી આપું છું.
તમને બધાને ખ્યાલ જ હશે કે રેલવેમાં ત્રણ પ્રકારના વર્ગના ડબ્બા આવે છે, FIRST-
CLASS,SECOND CLASS,અને THARD CLASS તમને ખ્યાલ હોય કે ના હોય પણ
હવે અમને તો કદાચ ખ્યાલ આવી ગયો હોય તેવું લાગે છે,અમે ૧૧:૦૦ કે ૧૨:૦૦
વાગ્યે રેલવે સ્ટેશને પહોંચ્યાં અને અમારો ટ્રેનનો સમય મને યાદ છે ત્યાં સુધી લગભગ
૧:૦૦ અથવા ૧:30 વાગ્યાની ટ્રેન હતી અમે લગભગ ૧:૦૦ કલાકથી વધારે ટ્રેન ની
રાહ જોઇ પણ ટ્રેન તો પણ ન આવી પછી અમે પૂછપરછ ની બારીએ ૨ કે ૩ વખત
પૂછવા ગયા હોય તેવું કંઇક સાંભરે છે. પણ તમને બધાને ખબર જ છે કે કોઈ દિવસ
ત્યાં સરખો જવાબ મળે પછી અમે બધા કંટાળીને ત્યાંના બાકડે બેઠા પછી થોડીક
વાર થયું ત્યાં ટ્રેન નો પાવો વાગ્યો અને મેં એક જણને જવા કહ્યું તે જોઈને આવ્યો
પણ તે ટ્રેન આણંદની ન હતી પછી ઘડીક થયું ત્યાં બીજી ટ્રેન આવી અને તે ટ્રેન આણંદ
ની જ હશે તે અમને ખાતરી હતી અને અમે ટ્રેન ઉભી રહી તરતજ જે ડબ્બો સાવ
ખાલી હતો તેમાં બેઠા સાવ ખાલી એટલે એક પણ વ્યક્તિ તેમાં બેઠો ન હતો તે સંદર્ભમાં
ન લેતા તેમાં થોડાક માણસો તો બેઠા હતા
આ કિસ્સાને હું લાંબો કરવા નથી માંગતો હું ટૂંકમાં વાત કરવા માગું છું.હમે જલ્દીથી
ટ્રેનમાં ચડ્યા અને બેસી ગયા,અમે લગભગ ૮૦ રૂપિયા ની એક એટલે ચાર ટિકિટ લીધી
હતી,ટ્રેન શરૂ થઈ ને હું તો સુઈ ગયો બીજાની મને કશી ખબર ન હતી હું મારી ઊંઘમાં અને
અને તે ત્રણેય પોતાની મસ્તી અને મોજમાં જ હતા,થોડીક વાર થઈ ત્યાં ટ્રેન ફરીથી ઉભી
રહી અને હું જાગી ગયો અને મેં જોયું ટી નકુલ ની બાજુમાં એક ભાઈ બેઠા હતા અને તે
હસતા હતા એટલે અમારા ચાર પૈકી કોઈકે તેને પૂછ્યું આણંદ જવું છે પણ તે બિચારા તો
આપણી ભાષા શાના સમજે કારણકે તેતો ENGLISH બોલતા હતા. પણ અમારામાંથી
કોઈને પણ સારું ENGLISH થોડું આવડે,પછી મેં થોડીક કોશિશ કરી અને ENGLISH માં
થોડીક વાતો કરી એ વાતો તો શું કરી તે મને સાંભરતું નથી,પણ હા,હું કંઇક બોલ્યો એટલે
મારા બધા મિત્રો હસવા લાગ્યા તે શા માટે હસતા હતા તેની પણ મને કાશી ખબર નથી.
બસ આવી રીતે અમે બધા મોજ મસ્તી કરતા ટ્રેન માં જતા હતા ત્યાં થોડીવારમાં
કોઈ એક ભાઈ આવતા હતા અને બધા પાસે રિઝર્વેશન ની ટિકીટ છે કે નહીં તે માત્ર ચેક
કરતા હતા એટલે અમે સમજી ગયા આપણે તો બીજા ડબ્બામાં બેસાય ગયું લાગે
અને તે અમારી પાસે આવ્યા અને અમારી પાસે ટિકિટ માંગી પણ અમે સમજી ગયા કે
તે ટ્રેનનો TT તો નથી જ કારણકે તે માત્ર ટિકિટ ચેક કરતો હતો બીજું કશું જ ન કરતો હતો
અમે તેને ટિકિટ બતાવી અને કીધું તમારે બધાને એક જણના લગભગ રૂપિયા ૪૦૦ જ
માગ્યા હતા એવું સ્મરણ છે તેણે કહ્યું હું આગળ બધાયની પાસે જોય ને આવું છું તમે
પૈસા કાઢી રાખો.પછી અમે તો ભગવાનને યાદ કરવા લાગ્યા અને પ્રાર્થના કરતા હતા
તે ભાઈ ત્યાંથી ગયા પછી લગભગ ૧૦ મિનિટ થઈ તો પણ તે પાછા આવ્યા નહિ અમે
સમજી ગયા કે ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને સ્વીકારી લીધી લાગે પણ તો પણ
અમે ચારેય ડબ્બો બદલી જવાની વાત કરતા હતા પણ ચાલુ ટ્રેનમાં કાઈ ડબ્બો થોડો
બદલાય પછી અમે કાઈ છુપાવવાની જગ્યા ગોતવા લાગ્યા પણ ટ્રેનમાં તો માત્ર બાથરૂમ
સિવાય એક પણ જગ્યા મળે ખરી? પણ અમે ચાર જણ તેમાં સમાયે પણ ખરા? હજી
અમે ધારીએ તો બે જણ સમાય શકે આવું વિચારવામાં હજી ૧૦:૦૦ મિનિટ જતી રહી
તો પણ કોઈ આવ્યું નહીં એટલે અમે બધા નિશ્ચિત થઇને બેઠા હતા અને હું ફરીથી સુઈ
ગયો અને ટ્રેન પોતાની રીતે ધીરે ધીરે ચાલતી હતી..થોડોક સમય થયો ત્યાં ફરીથી કોઈ
ભાઈ ટિકિટ જોવા માટે આવતા અને સાથે એક ચોપડો હતો અને સાથે સાથે એણે
સફેદ કલરનો શર્ટ અને આખો યુનિફોર્મ પહેર્યો હતો અમે સમજી ગયા નક્કી આ ટ્રેનનો
TT જ હોવો જોઇયે તે આગળથી બધા પાસેથી ટિકિટ સરખી રીતે જોઈને અમારી પાસે
જ આવતો હતો,અમારી ગભરામણ વધવા લાગી હતી અને ચિંતાનો કોઈ પાર ન હતો
અને તે વ્યાજબી પણ હતું કારણકે અમારી પાસે રિઝર્વેશન ની ટિકિટ જ ન હતી
તો પણ અમે હજી ભગવાનના કોઈ ચમત્કાર ની રાહ જોઇને બેઠા હતા અને હજી પણ
અમને કોઈ એક આશા હતી કે હજુ પણ અમે બચી જશું.
હજુ તો અમે આવી અટકળો લગાવતા હતા ત્યાં તો TT અમારી પાસે આવ્યો અને
અમારી પાસે રિઝર્વેશન ની ટિકિટ માંગવા આવ્યો અને કીધું કે તમારી ટિકિટ બતાવો પણ
અમારી પાસે તો રિઝર્વેશન ની ટિકિટ હતીજ નઈ પછી અમે તો અમદાવાદથી ખરીદેલી
તે ટિકિટ બતાવી પણ તે ટિકિટ ચાલે તોને બસ હવે તો અમારી આશા જ ખતમ થઈ ગઈ
હતી હવે અમારે ૪૦૦ રૂપિયા વધારે દેવા પડશે અમને આ ૪૦૦ રૂપિયા દેવા પડશે એનો કોઈ
અમને રંજ નથી,પણ અમે આવી રીતે ભણેલા હોવા છતાં આવી રીતે છેતરાયા અનુ અમને
બહુજ દુઃખ હતું,પણ છેવટે ભગવાને અમારી પ્રાર્થના સાંભળી લીધી હોય તેવો અહેસાસ
થયો કારણ કે તે TT એ અમારી પાસે એક જણના ૪૦૦ રૂપિયા લેવાને બદલે ટોટલ ૪૦૦
રૂપિયા જ માગ્યા આ કોઈ ચમત્કાર હોય કે બીજું કાંઈ તે મને કશુંજ ખબર નથી પણ
હા અમને તો એમજ છે કે અમારી સાથે ત્યારે ભગવાન હતા અને તેણે જ અમારી લાજ
રાખી હોય તેવું હતું.આ અમારા જીવનનો મજેદાર, કડવો પણ મીઠો કીસ્સો હતો કારણકે
આ વાત અમને જીવનની સબક શીખવી ગયો હતો,હવે અમે આ વાતથી તો પરિચિત થયાં
કે ટ્રેનના કોઈ પણ ડબ્બામાં બેસવાની અનુમતિ હોતી નથી. આ વાત જ્યારે પણ યાદ કરું છું
ત્યારે પોતાની જાતને હસવું આવે છે અને પોતાની જાતને બેવકૂફ માનું છું અને એક વાક્ય
મને હમેશાં યાદ આવે છે આ વાક્ય કોણે લખ્યું તેતો મને કશી જ ખબર નથી પણ તેના શબ્દો
આવી રીતે હતા.``તમે અજાણે રસ્તે ચાલો તો તમને એક ફાયદો તો થાય જ કે અજાણા રસ્તા
હોય તેતો જાણીતા થાય"તેવી જ રીતે અમે જે વાતથી અજાણ્યા હતા તેનાથી તો જાણતાં થયાં
આ કિસ્સામાં તમને હું તેનું બધુજ વર્ણન કરી શક્યો નથી તેને મેં સાવ ટુંકમાં વર્ણવ્યો છે
તેની અંદર તો ઘણી રસપ્રદ વાતો હતી અને બધાને મજા આવે તેવી પણ ઘણી વાતો હતી
પણ હું તમને બધીજ વાતોનું વર્ણન કરવામાં અસમર્થ છું.મારા જીવનનો આ કિસ્સો અલબેલો
મજાનો અને કાયમ માટે મને અને મારા મિત્રોને જરૂરથી યાદ રહેશે. આ કિસ્સો લખવાનું કારણ જ
એ છે કે આ વાત બધા મારા મિત્રો વાંચે અને તે પોતાની જિંદગીભર આ વાત યાદ કરીને
પોતાની જૂની વાતોને યાદ કરે
પ્રતીક ડાંગોદરા