pappa books and stories free download online pdf in Gujarati

પપ્પા

પપ્પા.

પપ્પા વિષય પર લખવા જઇયે તો લગભગ બહુજ ઓછું લખાતું હોઈ છે. કેમ કે લખવા જઇયે એટલે દિલ ની જે ભાવના - પ્રેમ જે ઉભરતો હોઈ છે. એ આંખો દ્વારા ઉભરાઈ ને બહાર આવી જતો જોઈ છે. એટલા બટે બહુ વધુ કોઈ લેખકો કદાચ લખી નથી શકતા.

લોકો તરફથી કહેવાતું આવ્યું છે. કે પિતા પોતાના પુત્ર ને બહુ ખિજાતા હોઈ છે. કામ કાજ માટે કે પછી ભણતો હોઈ તે માટે. ને જો દીકરી હોઈ તો એમને એટલો પ્રેમ જ કરતા હોય છે. કોઈ પણ વાતો માં દીકરીને કઈ લાવું હોઈ કે કઈ કરવું હોય તો મોટા ભાગે પરવાનગી આપી દે છે.

પણ એવું હકીકતમાં કઈ નથી. એક ખીજાવા ના લલકાર માં છોકરા ને લાગતું હોય કે મને પપ્પા વધુ લિજય છે. મેં જ્યારે બેન ની ભૂલ છે. તો તેમને કઈ નથી કેહતા. એટલે છોકરા ને એવું લાગતું હોય છે. પરંતુ હકીકતમાં માં દીકરા ને એમની જિંદગી માં આ ડાટ ( ખીજાવું ) માં એક પિતા પુરી જિંદગી રાગે પાડવા માંગતા હોય છે. આજે એ જે રીતે જીવ્યા છે. કોઈ પાસે ભીખ માંગી ભાંવ્યા છે. તેમજ સાવ ખરાબ માં ખરાબ પરિસ્થિતિમાં તેઓ જે જીવન જીતવું છે. તે તેમના દીકરા કે દીકરી ન વિતાવે તે માટે તે હંમેશા દીકરા-દીકરી ને સમજાવતા હોઈ છે. તમે ભણો ગણો મેં આગળ વધો ને તમે કઈ તમારી નામ ના કરો તો. તમારો આ જીવન માં માર્ગ થશે. ને તમારા છોકરા ઓ નો પણ.
પિતા પોતાનું તો નથી જ વિચારતા. પણ એ છોકરા-છોકરી ને તેમની આવનારી પેઠી માટે જ એ મેહનત કરતા હોય છે. હવે આપડે કેટલા ભાગ્યશાળી છીએ. એ આપડે જોવાનું છે. કે આવા પ્રેમ કરવા વાળા આપણું ધ્યાન રાખવા વાળા આપણને પિતા મળ્યા છે.
' તારું છે, તે તારુજ રહેવાનું છે.
કોઈ છીનવી નથી જવાનું તારી પાસેથી.
પણ! તારે પણ શીખવું પડશે આ જગત ની રીતો.
નહીતો તારું છે. એ પણ તારા પાસે થી છીનવાઈ જશે.'
એક વાત ખાસ કરી ને યાદ રાખજે, કે સત્ય ના માર્ગે ચાલવું. કયારેય કોઈ પાસે થી લૂંટી લેવાની ભાવના ન રાખવી. ને ભાવના ને પ્રેમ સદાય એમાં રાખજે. જો એક ટક ખાવા મળે. ને નસીબ પ્રમાણે તો એજ ખાજે લોઈ ને લૂંટી લેવા કે મારી તોડી ને લેવું એ ક્યારેય મન માં ન લાવવુ. જો કઈ ન હોઈ ને તો આ પ્રભુનું નામ સમરણ કરવી પ્રેમ થી. તો પણ તને ક્યારેય ભૂખ્યો નહીં સુવા દે આ ભગવાન. કેમ કે આ દુનિયા માં જો 'કાગડા ને કુતરા જો પેટ ભરી લે છે' તો તું મનુષ્ય છે. કોઈ પણ મજૂરી મેહનત કરી ને તારી બે વખત ની રોટની ની સગવડ તો કારીજ લેવાનો છે. પણ ક્યારે કોઈ ના દિલ ને ઠેચ ન પોહચડવી. ક્યારેય કોઈ નું દિલ ન દુભાવવું.
એક કેહવત છે કે ' પેથી પાડી ને તેલ નાખવું ' તો આ તેલ અંદર ઉતરે ને વાળ મજબૂત બનાવે ને. મગજ ને થોડું ઠંડુ રાખવામાં ઉપયોગ થાય. તો આ કેટવાત સાચી પડી કે મારા પિતા મને આ રીતે સમજાવી ને મને એક એક શબ્દ ભાતી નું જ્ઞાન આપતા. કેમ કે મારા પપ્પા આવતી કાલે હું ભીખ ન માંગુ. ને લોકો ને કોઈ રીતે હેરાન ન કરું એ માટે મને સમજાવતા. હતા ને પછી જ્યારે નિશાળ માં હું ભણતો ત્યારે ગુણ ( માર્ક્સ ) ઓછા આવે તો ત્યારે મને ખિજાતા નહીં. પણ! એ કેહતા કે જો આ વખતે ઓછા ભલે આવ્યા પણ હવે ઓછા ન આવે એમની તૈયારી કર. ને તું એક સારો વિધાર્થી બન ને તો તારી નિશાળ માં જે નોટિસ બોર્ડ હોઈ તેમ તારું નામ બધા થી ઉપર આવે ને તેને આખી નિશાળ ના લોકો શુભેચ્છાઓ પાઠવે. ને તને નિશાળ માં સારા ગુણ ( માર્કસ ) લાવ્યો તો તને ગિફ્ટ પણ આપે. નહીતો જો તું ન લાવે તો યે ગિફ્ટ બીજું કોઈ લઈ જાય. ને તું અમનામ રહી જા. તો તેમના કરતા તું એક વાર આ ગીફ્ટ લે આ વર્ષ માં. ( વર્ષો વીત્યા પછી હવે આ બધું યાદ આવી રહ્યું હોય છે. )
એક વાત ખાસ કેહતા. ' તું કોઈ મોટો માણસ બન કે ના બને પણ! તું તારા દિલ થી જે વિચારે ને એ રસ્તા પરજ ચાલજે. તારું દિલ પેહલા તું તારા માટે લડ- પછી તારા પરિવાર માટે ને પછી દેશ માટે લડજે ' કેટલી ઉંડાણ ભરી વાતો એ સરળ ને સહજતાથી સમજાવી આપતા.

' દીકરી ' માટે ખુબજ આ દુનિયા માં પ્રેમ કરનાર જો કોઈ હોઈ તો યે ' પપ્પા ' હોઈ છે. દરેક સ્વપ્ન દીકરી ના પુરા કરે છે. દરેક મન ગમતી વસ્તુ પણ લાવી દેતા હોય છે. દરેક શોખ પુરા કરાવતા હોઈ છે. પણ કેહવાઈ છે ને કે દીકરી તો ' પારેવડી ' હોઈ છે. જેમ પાંખો આવતી જાય તો એક દિવસ ઉડી જાય ( જેમ દીકરી મોટી થઈ જાય ત્યારે સાસરે મોકલવા નો સમય નજીક આવી જાય ) ને સદાય ને માટે જે યાદો હોઈ છે. એ છોડતી જતી હોય છે. એટલે જ પિતા ને વધુ વ્હાલી એક દીકરી હોઈ છે.
' આવી છે મુજ દ્વારે, લક્ષ્મી રૂપ અવતાર કેરી.
જી ભરી તને પ્યાર કરું, કોઈ ન કરે તેવો લાડલી
ક્ષણ ની રાહ માં પરાઈ ઘરે, ચાલી જશે પારેવડી આજે.
સ્વર્ગ જેવી આ ડેલી, થશે ઉજળી પલ વારે. '
પિતા ને પોતાની દીકરી માટે એ ક્ષણ ની જ ફહ જોતો હોઈ છે. કે મોટી થશે તો સાસરે મોકલવી પડશે. ને એટલે એક એક દિવસ વિચાર આવતો હોય છે. કે આ દિવસ પુરોજ ન થાય બસ અમનામ આજે જે રીતે આવ્યો છે. ફરી ને આજ દિવસ નવે થી ચાલુ થાય ( વાર પણ એ - તારીખ પણ એ - સમય જેમ ચાલે તેજ રીતે, પણ દીકરી મોટી થાય તો પણ મારા આંગણે જ રહે ) તે માટે હરોજ વિચારતા હોઈ છે પિતા.
પણ સમય સંજોગે બધુજ થતું હોય છે. સમય જેવો બળવાન કોઈ નહીં પણ પિતા જેવો કોઈ સમય પણ નહીં.( મારા પ્રિય મિત્ર જનો તમને આ વાત કેમ લાગી કોમેન્ટ માં જરૂર જણાવો,
જેથી કરી ને હજુ સારું ને વધારે હું લખી શકું. )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED