pratishodh premano - 7 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ પ્રેમનો - ભાગ ૭


પ્રેમ નો ભાગ-૭
લેખક- દિવ્યેશ પટેલ “અનંત”

હવે બધા તે ટોળા ની એકદમ નજીક પહોંચી જાય છે અને ત્યાં એક પોલીસકર્મી બધા લોકો ની પૂછ પૂછપરછ કરી રહ્યા હતા અને બધા પોતાની રીતે જવાબ આપી રહ્યા હતા તે પોલીસકર્મી દિવ્યેશ ના ગ્રુપ ને જોતા ત્યાં આવે છે અને કહે છે “છોકરાવ હું અહી નો ઈન્ચાર્જ ઓફિસર ઇન્સ્પેક્ટર વિક્રમ છું તમે આ કોલેજ માં સ્ટડી કરો છો?”
“હા અમે આજ કોલેજ માં સ્ટડી કરીયે છીએ અમે ફર્સ્ટ યર માં છીએ મારે આ કેસ વિષે કંઈક કહેવું છે”દિવ્યેશે થોડા ડરતા અવાજે કહ્યું

“હા બોલો”ઇન્સ્પેક્ટર વિક્રમે કહ્યું
“આમ નહીં મારે તમને એકલા માં કંઈક કહેવું છે અને વાત થોડી મોટી છે”દિવ્યેશ આ બોલતા મક્કમ લાગતો હતો

“તો ચાલો પોલીસ સ્ટેશન ત્યાં તમે મને કહેજો”વિક્રમે કહ્યું

આથી દિવ્યેશ નું ગ્રુપ પોતાની ગાડી ત્યાંજ મૂકી પોલીસ જીપ માં પોલિસ સ્ટેશન જાય છે.અને ત્યાં જઈને વિક્રમ તેમને પોતાના પર્સનલ કેબીન માં લઇ જાય છે અને કેબીન નો દરવાજો બંધ કરી દે છે

“હા બોલો હવે”વિક્રમે તેમની સામે જોતા કહ્યું

આથી દિવ્યેશ પહેલે થી લઈને આજ સવાર સુધી ની વાત ઇન્સ્પેક્ટર વિક્રમ ને કહે છે.વિક્રમ થોડી વાર વિચાર માં પડી જાય છે એટલી વાર માં કવિતા પૂછે છે “ સર એમાં અમારી કાઈ ભૂલ કહેવાય?”

વિક્રમ હજી થોડું વિચારી ને કહે છે “ના,કારણ કે જો કદાચ આ કેસ કોર્ટ માં જાય તો પણ કોઈ ભૂત વગેરે નો મામલો ન ઉઠાવી શકે અને માનવતા ની દ્રષ્ટિએ જોઈએ તો આનો સામનો આપડે જ કરવો પડશે અને દિવ્યેશ તારી હિંમત ને સલામ કારણ કે ઘણા સમય થી તમારી કોલેજ નો એ કેસ મારા હાથ માં હતો ત્યાં એક્સીડેન્ટ જેવા લાગતા મૃત્યુ થી હવે છુટકારો અને હવે આપણે બધા થઈ ને તે આત્મા ને પકડીશું કેમ કરશો ને મદદ?”
બધા ને હતું કે કદાચ ઇન્સ્પેક્ટર વિક્રમ તેમના પર ગુસ્સો કરશે પણ તેઓ એ તેમને શાબાશી આપી આથી તેઓ ખૂબ ખુશ હતા અને થોડું વિચારતા સહદેવે પ્રશ્ન કર્યો “સર તમે પણ ભૂત પ્રેત માં વિશ્વાસ કરો છો”
વિક્રમે કહું “હા હું પહેલા વિશ્વાસ નહોતો કરતો પણ થોડા સમય પહેલા મારો સામનો પણ એક ભૂત સાથે થયો હતો આથી હું પણ હવે ભૂત-પ્રેત માં વિશ્વાસ કરું છું”

દિવ્યેશે આટલું સાંભળતા તેને પણ જુના ઘર ની વાત કહી આટલું સાંભળતા વિક્રમ ને થયું કે છોકરા ખરેખર બહાદુર છે.પછી વિક્રમ કહે છે “તો હવે એક કામ કરો અત્યારે તમારા ઘરે જાવ અને પછી જો કાઈ કલું મળે તો મને આ નંબર પર ફોન કરજો આ મારો પર્સનલ નંબર છે”આટલું કહી વિક્રમ તેને એક કાર્ડ આપે છે જેના પર તેનો નંબર લખેલો હોય છે સામે દિવ્યેશ પણ પોતાનો નંબર લખાવી દે છે.પછી બધા ઘરે જાય છે અને કોલેજે રજા હોવાથી ટાઈમપાસ કરવા ટીવી અને મોબાઈલ નો ઉપયોગ કરે છે.
આવી રીતે સાંજ થવા આવે છે.દિવ્યેશ મોબાઈલ પર સોંગ સાંભળી રહ્યો હતો એટલી વાર માં અલ્પા નો મેસેજ આવે છે કે “હું ઘરે બોર થાવ છું નવરો હોય તો ચાલ ને કેફે માં” દિવ્યેશ પણ ખૂબ કંટાળી રહ્યો હતો આથી તે પણ હા પાડી દે છે અને તે પણ સહદેવ ને કહી ને નીકળી જાય છે

બંને કેફે માં બેઠા હોય છે હવે દરરોજ ની જેમ વાત ચાલુ કરવાની લગામ અલ્પા પોતાના હાથ માં લે છે.અને કહે છે”દિવ્યેશ આજની સવાર ની ઘટના પર થી શુ લાગે છે”
દિવ્યેશ ધીમેથી દબાતા અવાજે કહે છે “મેં તને જે દિવસે આવ્યા ત્યારેજ કહ્યું હતું ને કે આપણી જોડે કંઈક જુના ઘર જેવું થવાનું છે અને મને તો હજી લાગે છે કે કંઈક ખૂબ ભયાનક થવાનું છે અને..” દિવ્યેશ ને બોલતા અટકાવી ને અલ્પા કહે છે “બસ હવે વધારે ના ડરાવ કાંઈક બીજી વાત કર”
પછી દિવ્યેશ અને અલ્પા થોડીવાર પોતાની રીતે આડી અવળી વાતો કરે છે અને અચાનક દિવ્યેશ ને કંઈક યાદ આવતા કહે છે “અલ્પા આ પ્રેમ પોતાના આરતી પ્રત્યે નો પ્રેમ કોઈક ના કારણે પૂરો ન થયો આથી બદલો લે છે”
“તો તો એ કોણ છે જેમને તેમના બંને ની હત્યા કરી એ ગોતવુ પડશે! પણ શું ખરેખર પ્રેમ માં આટલી બધી તાકાત હોય છે?” અલ્પા એ કોફી પીતાં પીતાં કહ્યું

“હા ઇન્સ્પેક્ટર વિક્રમ આપડી જોડે છે આથી તે ખૂની ને આપડે પકડી જ લઈશું અને પ્રેમ માં કેટલી તાકાત હોય છે એ તો પ્રેમ થયા પછીજ ખબર પડે”દિવ્યેશે એક મધુર સ્મિત સાથે કહ્યું દિવ્યેશ જાણતો હતો કે અલ્પા ના માનસપટલ માં પોતાના માટે પ્રેમ ની કુણી લાગણી છે પણ અત્યારે તે પોતાના ભાવ અંદરજ દબાવી રાખે છે.
આવી થોડી ઘણી વાતું કરીને તે બંને પોત પોતાના ઘરે જાય છે અને ઘરે જઈને દિવ્યેશ આખા દિવસ ની મગજમારી થી થાક્યો હોય છે આથી જમી ને સીધો સુઈ જાય છે
અચાનક દિવ્યેશ ની આંખ ખુલી જાય છે તે મોબાઈલ માં જોવે છે હજી સવારના ચાર વાગી રહ્યા હોય છે “કાલે બહુ વહેલો સુઈ ગયો હતો હવે ઊંઘ નહીં આવે ચાલ ફ્રેશ થઈ ને ટીવી જોઇશ. આથી તે ફ્રેશ થઈને હોલ માં ટીવી જોવા માટે પહોંચી જાય છે તે ટીવી ચાલુ કરે છે પણ આટલી સવાર માં શુ ધૂળ આવે યોગા ના ક્લાસ ચાલુ હોય છે ટીવી માં પણ દિવ્યેશને તેમાં કોઈ રસ નથી હોતો એટલામાંજ તેને પાછળ ની તરફ કોઈ ઉભું હોય એવો ભાસ થાય છે તે ઝડપથી પાછળ ફરે છે પણ ત્યાં કોઈ હોતું નથી તે ફરીથી આગળ ફરવા જતો હતો ત્યાં પાછળ ની બારીએથી કોઈ એક તરફ થી બીજી તરફ ગયું એવો તેને ભાસ થાય છે તે તરતજ ઉભો થાય છે અને બહાર જોવા જાય છે કે ત્યાં કોણ છે.

તેના કદમ ધીમે ધીમે બહાર ની તરફ વધી રહ્યા હોય છે અને તે જેવો બહાર પહોંચે છે તેને ફરી ગાર્ડન માં કોઈ ઉભું છે એવો ભાસ થાય છે તે ગાર્ડન તરફ આગળ વધી રહ્યો હોય છે તે ગાર્ડન માં પહોંચે છે અને આમતેમ નજર દોડાવે છે પણ કોઈ નજરે પડતું નથી.એમ પણ આ રાત ની શાંતિ એ વાતાવરણ ને ખૂબ વધુ ભયાનક બનાવી રહી હતી.દિવ્યેશ ને અંદર અંદર થી થોડી થોડી ગભરાહટ થઈ રહી હતી આથી તે પાછો ઘર ની અંદર જાય છે અને અંદર જતા જ બોલી ઉઠે છે "અરે આ ટીવી કોને બંધ કરી" હોલ ની ટીવી બંધ હતી જે તેના દ્વારા નહોતી કરવામાં આવી. એટલીજ વાર માં તેને પોતાના રૂમ માંથી કંઇક અવાજ આવે છે તે તેના રૂમ તરફ નજર કરે છે અને તે ધીમા પગલે રૂમ તરફ આગળ વધે છે અને તે હવે રૂમ ની સાવ નજીક હોય છે અને ખરેખર રૂમ માંથી કોઈ અવાજ આવી રહ્યો હોય છે તેના શરીર માં ભયનું લખલખું પ્રસરી જાય છે તેમ છતાં તે અંદર ની તરફ એક ડરતી નજર કરે છે.પરંતુ અંદર ની તરફ કોઈ નથી હોતું એટલે તે અંદર જાય છે પણ તેને આખા રૂમ માં કોઈ નથી જોવા મળતું.

બીજી તરફ શહેર ના હાઇવે પર એક બાઈક પર એક વ્યક્તિ જઈ રહ્યો હોય છે તેનું મોઢું તો બરોબર નથી દેખાઈ રહ્યું હોતું પણ અચાનક પાછળ થી એક પણછાયો આવે છે અને તેની આરપાર નીકળી જાય છે અને તેની પીઠ પર ચાકુ જેવા ઘા પડે છે અને તે બાઈક સાથે હાઇવે ની એક તરફ પડે છે હવે તે જીવિત નથી હોતો

આ તરફ દિવ્યેશ નો ડર વધી જાય છે આથી તે સહદેવ ના રૂમ માં જાય છે અને તેને જગાડી ને બધી વાત કરે છે આ સાંભળી સહદેવ પણ થોડો અસ્વસ્થ થઈ જાય છે અને પછી તે કહે છે " એક કામ કર તું અહીજ સુઈ જા થોડી વાર માં સવાર થઈ જશે દિવ્યેશ ત્યાંજ સુવે છે અને ડર અને તે કોણ હતું એ વિચારતા વિચારતા તેને ઊંઘ આવી જાય છે.

પણ તેને ક્યાં ખબર હતી કે સવાર માં તેમને એક ઝટકો લાગવાનો હતો


ક્રમશઃ


મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો
moon_maker_85




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED