પ્રતિશોધ પ્રેમનો - ભાગ - ૫ Divyesh Labkamana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ પ્રેમનો - ભાગ - ૫

આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ અને સહદેવ સ્ટોર રૂમ પાસે જાય છે અને ત્યાં તેમને કોઈ જાણકારી ન મળતા પાછા ફરે છે દિવ્યેશ ને કોમલ પાસે થી જાણકારી મળી હતી તે મુજબ તે બધા સંકટ માં હતા એટલે દિવ્યેશ બંને આત્માનો ખાત્મો કરવા દરવાજો ખોલવાનું નક્કી કરે છે હવે આગળ....

દિવ્યેશ અને અલ્પા બંને કોફી પી રહ્યા હતા હવે વાર્તા નો દોર સરું કરવા અલ્પા એ કહ્યું"દિવ્યેશ ઠંડી ખૂબ વધી ગઈ છે નહિ!"

"હા યાર છેલ્લા ત્રણ ચાર દિવસ થી ખુબજ ઠંડી પડે છે પણ આ ગુલાબી ઠંડી ની મજા જ કઈક અલગ છે કેમ?"દિવ્યશે પોતાના હાથ ઘસતા કહ્યું

"હા એ તો છે મને ઠંડી તો ખૂબ ગમે"અલ્પા એ કહ્યું

દિવ્યેશ નું ધ્યાન આજે અલ્પા તરફ ખૂબ વધારે જઈ રહ્યું હતું તેનો વાઇટ ડ્રેસ તેને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો હતો અને અલ્પા પણ આવી ઠંડી માં દિવ્યેશ ને આકર્ષિત કરવા સ્વેટર નહોતી પહેરીને આવી જોકે કઈક હદે તે સફળ પણ રહી

"ચાલ કાલે હવે વર્ષ નો છેલ્લો દિવસ છે શિયાળા ની આજ મજા છે મારા મોટા ભાગના મનગમતા તહેવાર આ ઋતુ માં આવે છે જેમકે ઉતરાયણ.."અલ્પા વાત પૂરી કરે એ પહેલા દિવ્યેશે કહ્યું"હા વેલેન્ટાઈન ડે.." અને જોર જોર થી હસવા લાગ્યો અલ્પા એ ગુસ્સે થતા કહ્યું"બસ હવે...."

"ચાલ અલ્પા હવે બવ મસ્તી થઈ ગઈ હવે નીકળીએ નહિતર મોડું થશે અને એક વાર કવિતા નો ફોન આવ્યો તો એ મારું મગજ ખાઈ જશે"દિવ્યેશે ઉભા થતા કહ્યું

અલ્પા ને હજી બેસવું હતું પણ તે તેમ છતાં ઉભી થઈ

પછી દિવ્યેશ ઘરે ગયો અને સહદેવ ના રૂમ ની લાઈટ સરું જોઈ એટલે તે જોવા ગયો તે હાથ માં મોબાઈલ રાખી ને જ સૂઈ ગયો હતો અને મોબાઈલ મા અવની સાથે ની ચેટ ખુલી હતી તેમાં જોયું તો છેલ્લો મેસેજ હતો"ઓય કયા જતો રહ્યો મારે તને હજી ઇન્દ્ર વડ વિશે પણ કહેવું હતું."

દિવ્યેશને મનમાં વિચાર આવે છે કે આ શું છે પણ તેને ખૂબ ઊંઘ આવતી હોવાથી તે સહદેવ નો મોબાઈલ મૂકી લાઈટ બંધ કરી રૂમ હીટર ચાલુ કરે છે અને સહદેવ ને તેની રજાઈ ઓઢાડી રૂમ નો દરવાજો બંધ કરી પોતાના રૂમ માં જઈ સેટી પર પડે છે અને કાલ પેલા દરવાજા ને ખોલવાના વિચાર સાથે દિવ્યેશ ની આંખો બંધ થાય છે

અડધી રાત થવા આવી હોય છે ત્યાં દિવ્યેશ ની બારી ની બહાર એક સ્ત્રી નો છાયો દેખાય છે અને તે એક ઘોઘરા અવાજ મા કહે છે"હા ખોલ દરવાજો આની હું બે વર્ષ થી રાહ જોઈ રહી છું હવે રચાશે ખૂની ખેલ તમે તો બચી જશો પણ ઘણા દોષીઓ મોત ને ભેટશે અને એક લાંબુ અટ્ટહાસ્ય વાતાવરણ માં તે છાયો કરે છે આ બધી વાત થી અજાણ દિવ્યેશ ઘસઘસાટ સૂઈ રહ્યો હતો

**************************

સવારે એલાર્મ દિવ્યેશ ની ઊંઘ ને તોડે છે દિવ્યેશ ઉભો થઇ મોબાઈલમાં એલાર્મ બંધ કરી મોબાઈલ ચેક કરે છે અને અલ્પના ગુડ મોર્નિંગ નો મેસેજ હોય છે તે પણ સામે મેસેજ કહી દે છે પછી આજની પાર્ટી ના વિચાર કરતો કરતો તે પોતાની દૈનિક ક્રિયા પતાવી ને નાસ્તો કરવા જાય છે જ્યાં બધા હજી આવી ને બેઠા જ હોય છે

નાસ્તો કરી બધા કોલેજ જાય છે અને કોલેજ પૂરી કરી ઘરે આવીને બધા પાર્ટી માં જવા તૈયાર થાય છે પાર્ટી માં ગેસ્ટ ને આમંત્રણ હોવાથી માનવ હાર્દિક અને શિવ ત્રણેય ગેસ્ટ બનીને આવવાના હોય છે દિવ્યેશ રૂમ માં તૈયાર થઈ રહ્યો હોય છે ત્યાં કવિતા આવે છે અને કહે છે"ભઈલા તું હજી એક વાર વિચારી લે.."

"અરે કવિતા મે વિચારવાનું હતું એટલું વિચારું લીધું મને લાગે છે તે આરતી નો પ્રેમ તે રૂમ માં કેદ છે એટલેજ આરતી આમ છુપી રીતે ખૂન કરી ને તેને એકસીડન્ટ જેવું બતાવી રહી છે આથી જો પ્રેમ મુકત થાય તો કદાચ આ બધી ઘટના અટકે"દિવ્યેશે મક્કમતાથી કહ્યું

" ઓકે હું તારી સાથે છું"કવિતા એ દિવ્યેશ ના ખભા પર હાથ મૂકીને કહ્યું

*******************************

બધા કોલેજ પહોંચે છે અને મનીષ અને જયંત સાથે બંને વાત કરવા લાગે છે એટલી વારમાં અલ્પા ત્યાં આવે છે આજે ફરી એકવાર દિવ્યેશ અલ્પા ને જોઈને આજુબાજુ ની ગતિવિધિ ભૂલી જાય છે અને તેની સામેજ જોયા કરે છે તે આજે ખાસ દિવ્યેશ માટેજ તૈયાર થઈને આવી હતી બાકી પાર્ટીમાં તો પપ્પા જોડે ઘણી વાર જવાનું થાય

પાર્ટી સરું થાય છે એટલે હવે કોલેજ બિલ્ડિંગ માં કોઈ હોતું નથી બધા ગ્રાઉન્ડ માં હોય છે બધા પાર્ટી ની મજા લઈ રહ્યા હોય છે વચ્ચે નાસ્તો આવે છે બધા નાસ્તો કરી રહ્યા હોય છે ત્યારે દિવ્યેશ ને થાય છે કે મનીષ ને કહી દવ કે પોતે આજ પેલો દરવાજો ખોલવા જવાનો છે પછી મનમાં વિચાર આવે છે ના અત્યારે નથી કહેવું

**************************

હવે રાત ના બાર વાગી રહ્યા હતા અને દિવ્યેશ ને થયું કે હવે સારો મોકો છે એટલે તે સહદેવ ને કહે છે "ચાલ સહદેવ હું અને અલ્પા જઈએ હવે"

એટલી વાર માં કવિતા પણ ત્યાં આવે છે અને કહે છે"સાંભળી ને હો.."

"તું ચિંતા ના કર"દિવ્યેશ આટલું કહી કોલેજ તરફ ચાલતો થયો અને અલ્પા પણ તેની પાછળ ગઈ
હવે બંને ધીમે ધીમે કોઈનું ધ્યાન ન જાય એ રીતે તે દરવાજા તરફ આગળ વધ્યા

"યાર અત્યારે આ શાંતી કેવી ડરાવની ભાસે છે"અલ્પા એ દિવ્યેશને કહ્યું

"કેમ તને તો શાંતી પસંદ છે ને!"દિવ્યેશે વાતાવરણ હલકું કરવા કહ્યું

"અરે શું તું કાઈ પણ બોલે છે આવું કોને ગમે"અલ્પાએ દબાતા અવાજ મા કહ્યું

"અરે! યાર જે થશે એ જોયું જશે કાઈ ના કરવા કરતાં કઈક કરવું સારું તને ખબર છે કાલે મારું એકસીડન્ટ ટ્રક સાથે થતાં થતા રહી ગયું"દિવ્યેશ થોડા ડર ના સ્વર માં કહ્યું

"શું વાત કરે છે અને તે કેમ કોઈને કાઈ ના કહ્યું"અલ્પા એ થોડા ચિંતિત સ્વરમાં કહ્યું

"અરે અલ્પા મને એમ કે બધા ડરી જશે કારણકે જ્યારે તે ટ્રક સામે આવી રહ્યો હતો ત્યારે મને નજર સામે ફાસી નો ફંદો ખબર નહિ પણ ક્યાંથી દેખાતો હતો તેની સાથે આ સ્ટોર રૂમ નો દરવાજો પણ દેખાતો હતો પછી મે જોર થી બ્રેક મારી અને ખબર નહિ હું કેવી રીતે બચી ગયો એટલેજ આ દરવાજો ખોલવાની મને ફરજ પડી છે"દિવ્યેશ ડર સાથે કહ્યું

"દિવ્યેશ પ્લીઝ તું મને અત્યારે આવું બધું ના કે મને બહુ બીક લાગે છે"અલ્પા એ દિવ્યેશ નો હાથ વધુ મજબૂતાઇ થી પકડતા કહ્યું


"હા ઓકે પણ હવે વધારે ડર નહિ જો સ્ટોર રૂમ આવી ગયો"દિવ્યેશે અલ્પા ને કહ્યું

અલ્પા યે તે તરફ જોયું અને પોતાના મો માં આવેલું થૂંક પી ગઈ અને દિવ્યેશે કહ્યું "પહેલા તાળું તોડવું પડશે"

તેની નજર લોક પર ગઈ તો ત્યાં તાળું નહોતું "અરે આ તાળું ક્યાં ગયું કાલે અમે આવ્યા ત્યારે તો હતું અને આજે ખાલી કડી લાગેલી છે! તાળું કોને ખોલ્યું હશે"

"અરે જવાદેને તારે જલ્દી જે કરવું હોય એ કર મને ખૂબ બીક લાગે છે આટલી બીક તો મને જૂના ઘર માં પણ નહોતી લાગી રહી"અલ્પા એ ચિંતાતુર સ્વરે કહ્યું


દિવ્યેશ દરવાજા તરફ આગળ વધ્યો તેના કદમ જેમ જેમ આગળ વધી રહ્યા હતા તેમ તેમ તેના ચહેરા પર પ્રસ્વેદ બિંદુ ઉપસી રહ્યા હતા અને એક છાયો તેમને પાછળ ના દરવાજે થી જોઈ રહ્યો હતો અને તેની આંખો ખૂબ ચમકી રહી હતી આ વાત થી તેઓ બંને અજાણ હતા અને દિવ્યેશ હવે દરવાજા ની બિલકુલ સામે ઉભો હતો તેનો એક હાથ તે દરવાજા ના હેન્ડલ પર હતો


ક્રમશ........



આ ભાગ કેવો લાગ્યો તે કૉમેન્ટ ના માધ્યમ થી મને જણાવશો તો મને ખુશી થશે