Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 3

સાંભળ્યુ છે ગામમાં હવે સ્ત્રીઓ આપણાંથી ડરતી નથી દોસ્તો?”વીરે કુવે પાણી ભરતી સ્ત્રીઓને જોઈને મોટેથી અવાજ કર્યો.
“હા ભાઈ ડરવું તો દૂર હવે તે સામા જવાબ પણ આપે છે.”નયન.
“શું વાત છે? ભણતરની સાથે આવું બધુ શું શીખવવામાં આવે છે ત્યાં કે આપણાંથી ડરવાનું ભૂલી ગયા આ લોકો?”વીર.
ગામની એક સ્ત્રી બોલી, “શાળામાં શીખવવામાં આવે છે કે કુતરાઓને મોઢે નહીં લાગવાનુ.તેમને ભસવા દેવાના.”
આ સાંભળી પાંચેય છોકરાઓના મગજ ગરમ થઈ ગયા.વીરે ઈશારો કરતાં નયન આગળ વધ્યો અને એક સ્ત્રીના હાથમાથી ઘડો જૂટવી લેવાની તૈયારી કરવા જતો હતો ત્યાં બીજી સ્ત્રી બોલી, “ખબરદાર જો એક કદમ આગળ વધ્યો છે.અમારાથી ખરાબ કોઈ નહીં થાય.જતાં રહો અહિયાથી નહીં તો એવા હાલ કરીશું કે ગામને ડરાવવા તો દૂર કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહો.”
આ સાંભળી બધા ત્યાથી ગુસ્સામાં જતાં રહ્યા.રોજને રોજ આ બધાનું અપમાન, જ્યાં તે લોકોને ડરાવવા જતાં ત્યાં તે બધાનું અપમાન થતું.જે દુકાનેથી તમાકુ પણ મફતમાં લેતા તે દુકાનવાળાએ પણ તેમનું અપમાન કરી મફતમાં કોઈ વસ્તુ નહીં આપવા માટે કહી દીધું.હવે આ લોકોનું ગામમાં ક્યાય માન નહોતું.જ્યાં જાય ત્યાથી અપમાનિત થઈને આવતા હતા.માટે પરેશાન થઈ તે આખો દિવસ વાડીના રૂમમાં બેઠા રહેતા.
“ભાઈ જે લોકો આપણાંથી એક સમયમાં ડરતા હતા તે લોકો તો આપણું અપમાન કરતાં થઈ ગયા.”પિનલ.
“હા વીર ભાઈ આમ તો નહીં જ ચાલે.હવે તમે જ કૈંક કરો.આખા ગામમાં આપણે બધાએ અપમાનિત થવું પડે છે.હવે કઈક ચોક્કસ એવું કરવું જોશે કે ફરીથી આપણી છાપ ગામમાં હતી તેવી થઈ જાય.”માનવ.
“કરશું કઈક આવું જ , તું ચિંતા શાને કરે છે? હવે આ લોકોને આપણો અસલી રંગ બતાવવાનો સમય આવી ગયો છે.ગામના લોકો પહેલાથી પણ વધારે આપણાંથી ડરશે એવું કઈક તે પણ ખૂબ જ જલ્દી.”વીર.
વીરના બધા મિત્રો ઘરે જતાં રહે છે.લગભગ છ મહિના પહેલા શાળામાં જે થયું તેનું પરિણામ અત્યારે તેને દેખાય રહ્યું હતું.ગામના તમામ લોકોએ તેમનાથી ડરવાનું બંધ કર્યું હતું.આ વાતથી વિરેન ખૂબ ગુસ્સે થયો હતો. તેણે સવારથી જ દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું.લગભગ આખો દિવસ તેણે દારૂ પી નશો કર્યો હતો.
***************************
બીજા દિવસે ગામમાં ખબર મળ્યા કે વિવેક જે ગામનો શિક્ષક અને રમેશભાઈનો દીકરો હતો તેની સળગી ગયેલી હાલતમાં લાશ ખેતરમાથી મળી હતી.તે જ ખેતરના રૂમમાંથી સ્નેહા બેભાન અવસ્થામાં મળી હતી.
આ સાંભળી આખું ગામ ધ્રુજી ગયું.રમેશભાઈ અને તેમના પત્ની તો કઈ બોલવાની હાલતમાં જ નહોતા.સૌથી હિંમતવાળી જે છોકરી ગણાતી હતી તે વિધિ પણ સુન્ન બની ગઈ હતી.ગામના લોકોને જેમણે હિંમતથી રહેવાનુ શીખવ્યું હતું તે લોકોના પરિવાર પર જ આફત આવી ચૂકી હતી.
ગામમાં પૉલિશ તપાસ માટે આવી.વિવેકની લાશને પોર્શ્મોર્ટમ રિપોર્ટ માટે હોસ્પીટલમાં મોકલી દેવાઇ.સ્નેહાને પણ હોસ્પીટલમાં ખસેડવામાં આવી.ડોક્ટરના જણાવ્યા મુજબ તે રાત્રે સ્નેહા પર પાંચથી વધારે વખત બળાત્કાર થયો હતો અને અત્યારે તે કોમામાં જતી રહી હતી.આ સમાચાર સાંભળી ગામ લોકોમાં આઘાત અને ભય મિશ્રિત વાતાવરણ ઊભું થઈ ગયું હતું.જે લોકો તેમને આટલા સમયથી સારું શિક્ષણ આપી રહ્યા હતા તે જ લોકોમાથી આજે એક મરી ગયું હતું અને બીજું મારવાની તૈયારીમાં હતું.બધાનો શક પેલા પાંચ છોકરાઓ પર જ હતો.તે સવારે વીર પણ નજીકની જ તેની વાડીમાથી નશો કરેલી હાલતમાં બેભાન જોવા મળ્યો હતો.
ગામ લોકોએ નક્કી કર્યું કે જે લોકોએ તેમને આટલી હિંમતથી જીવતા શીખવ્યું તે લોકોને ન્યાય મળે તે માટે તે લોકો લડશે.ગામના દરેક લોકોએ વીર, નયન, કેવલ, માનવ અને પિનલ વિરુદ્ધ સાક્ષી બન્યા અને જલ્દીથી જલ્દી તે ગુનેગારોને ગિરફતાર કરવા માટે જણાવ્યુ.
ગામના લોકોના કહેવા મુજબ છેલ્લા થોડા મહિનાઓમાં જે ઘટનાઓ બની અને આ પાંચ છોકરાઓના નામ પહેલેથી ગુનાઓમાં હોવાથી,વીર વાડીમાં નશામાં મળ્યો, ગામ લોકોને ત્રાસ આપવા બદલ અને વિવેકની હત્યા અને સ્નેહાના બળાત્કારના ગુનેગારો હોવાની શંકાના આધાર પર પોલીશે આ પાંચેય છોકરાઓની ધરપકડ કરી.
પણ આ પાંચેય છોકરાઓનું એમ જ કહેવું હતું કે તેમણે કોઇની હત્યા કે બળાત્કાર કર્યો નથી.પણ તેમની વાત કોઈ સાંભળવા તૈયાર નહોતું. આમ પણ તે લોકો દેખીતા ગુનેગારો જ તો હતા.
રમેશભાઈ વિવેકની હત્યાને લઈને ખૂબ જ આઘાતમાં હતા.તેમને સૌથી વધારે ચિંતા તો વિધિની થતી હતી.જ્યારથી આ બધુ થયું ત્યારથી વિધિ એક શબ્દ બોલવો તો દૂર તેના આંખમાથી એક અશ્રુનું એક બિંદુ પણ ટપક્યું નહોતું.સામે પક્ષે સ્નેહાના પરિવારની પણ આવી જ કઈક હાલત હતી.સ્નેહના મમ્મી તો ચાલી પણ શકે તેમ નહોતા અને તેના પપ્પા સાવ ભાંગી ગયા હતા.પણ રમેશભાઈ આમ હાર માનીને બેસી રહેવા નહોતા માંગતા.તે સીધા પોલીશ-સ્ટેશન જવા માટે નીકળ્યા.
આ ઘટનાનો ચોથો દિવસ હતો.રમેશભાઈ પૉલિશ-સ્ટેશન જઈ કોઈ શૂરાગ હાથ લાગ્યો કે નહીં તે પૂછપરછ કરી.પોલિશનું જણાવવું હતું કે , વિવેક કે સ્નેહાનો ફોન તેમને હાથ લાગ્યો નથી.સ્નેહા હજુ કોમામાં જ હતી.તે જો થોડી પણ સાજી થાય તો કઈક ગુનેગારો વિષે માહિતી મળે બાકી આ પાંચ છોકરાઓ પોતાનો ગુનો કબૂલવા માટે હજુ પણ તૈયાર નહોતા.
“રમેશભાઈ હા અને એક બીજી વાત.એક છોકરો છે જે આ લોકોને મળવા આવ્યો હતો.અમે તેને ‘ના’ કહી છતાં તેણે ખૂબ જીદ કરી માટે તેને ૨ મિનિટ માટે મળવા દેવામાં આવ્યો હતો.”પૉલિશ.
“કોણ હતો તે છોકરો?”રમેશભાઈ.
“ખબર નહીં કોઈ અજાણ્યો જ લાગતો હતો.તમારા ગામમાથી તો કોઈ કદાચ નહોતો જ.પણ હા તેણે પોતાનું નામ ‘વિરેન’ જણાવ્યુ હતું.”પૉલિશ.
“તમે તેની વાત સાંભળી કે તેણે તે લોકો સાથે શું વાત કરી હતી?”રમેશભાઈ.
“ત્યારે તો તે છોકરાઓ મારી સામે જે કોઠરી છે તેમાં જ હતા.મારૂ ધ્યાન તેમના પર જ હતું ત્યાં કોઈ ફરિયાદ લખાવવા આવ્યું.હું તેમની સાથે વાત કરતો હતો તે સમયમાં જ તે છોકરો ફટાફટ જતો રહ્યો.”પૉલિશ.
“અહિયાં કેમેરા છે તેમાં મને તે જોવા મળશે?કદાચ આપણાં હાથમાં કોઈ સાબિતી લાગી જાય? કોર્ટની તારીખ પણ કાલની છે.મને લાગે છે ચોક્કસ આપણાં હાથમાં કોઈ સાબિતી લાગી જાય?”રમેશભાઈ.
“ હા ચોક્કસ કેમ નહીં?"પૉલિશ.
પૉલિશ રમેશભાઈને કેમેરામાં કેદ થયેલ વ્યક્તિ બતાવે છે જેમાં વિરેન હોય છે તે પોતાના ગામમાં આવેલા વ્યક્તિનો ભાણેજ હોય છે.રમેશભાઈને શક જાય છે કે આ ઘટનામાં અત્યારે આ પાંચ છોકરાઓ સિવાય વિરેન પણ સામેલ છે અને અત્યારે તે શકના કુંડાળાંમાં આવી જાય છે.કઈ પણ થયું હોય શકે છે.વિરેનની તપાસ કરવા રમેશભાઈ પોલિશને જણાવે છે.
પછી તે ગુનેગારોની મુલાકાત લે છે.
"શું મજા આવી તમને આ બધુ કરી ને?તમને આ બધુ કરીને શાંતિ મળી ગઈ?હવે ડરશે ગામ લોકો તમારાથી?તમે ૨ વ્યક્તિઓના જીવનની સાથે તમારૂ પણ જીવન બરબાદ કર્યું છે.એક ને તો સાવ મારી જ નાખ્યો અને એક બિચારી છોકરી જેની હાલત ....છી..શરમ ન આવી તમને આ બધુ કરતાં પહેલા?"રમેશભાઈ.
"કાકા અમે કઈ જ નથી કર્યું."માનવ.
"ચૂપ..સાવ જ ચૂપ..મને જરા પણ તમારા કોઈ પર ભરોશો નથી.તમે તમારો ડર ગામ લોકોના મગજ પર બેસાડવા માટે કઈ પણ કરી શકો તેમ હતા અને તમે કર્યું પણ અને હા બીજી વાત, જો આ ગુનામાં તમારી સાથે બીજું કોઈપણ સામેલ હોય તો ચૂપચાપ મને જણાવી દેજો."રમેશભાઈ. (ક્રમશ:)
મારી બીજી નવલકથાઓ
(૧) હું તારી રાહમાં..
(૨)હું રાહી તું રાહ મારી..
જે પણ માતૃભારતી પર છે તેને વાંચવાનું ચૂખશો નહીં.આભાર..