Dairy - 2 books and stories free download online pdf in Gujarati

ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 2

વીર ખૂબ જ ગુસ્સામાં તેના મિત્રો સાથે નીકળી તેની વાડીમાં જઈને બેઠો.
“સાલો સમજે છે શું તેના મનમાં?શિક્ષક છે તો કઈ પણ કરશે?હવે તે કહેશે ત્યાં મારે બેસવાનું?અને પેલી છોકરી સ્નેહા તે પણ આજ મન ફાવે તેમ બોલતી હતી.તેને આ લોકોને સમજાવવા જોઈએ કે આજ દિવસ સુધી કોઈએ ગામમાં આપણી સામે ઊંચે અવાજે વાત નથી કરી. પણ તે તો સમજાવવાને બદલે તેમનો સાથ પુરવવા લાગી.”વીર.
“ભાઈ તું શાંત થા.આપણે તો તે છોકરીની સારી રીતે ખબર લેશું.આ લે જો મે શહેરમાથી ખાસ આપણાં બધા માટે આ બીયર મંગાવી છે.”માનવ.
“હા સાચી વાત છે આપણે અત્યારે ગુસ્સે થશુ તેનો કોઈ મતલબ નથી.તેઓની સાથે આખું ગામ છે.બહુ સેવાના કામ જો કરી રહ્યા છે સાલાઓ..અત્યારે તમે બધા આ બિયરની મોજ માણો.તેમને તો આપણે સમય આવ્યે જણાવી દેશું કે તેમણે કોની સાથે દુશ્મની કરી છે?”નયન.
*******************
ઘરે જઈ વિધિએ તેમના પિતાને શાળામાં જે થયું તે જણાવ્યુ.રમેશભાઈને તો પહેલેથી જ તે છોકરાઓ ગમતા નહોતા પણ અત્યારે તેમની ઉપર ખૂબ વધારે ગુસ્સો આવી રહ્યો હતો.
“બેટા તું ચિંતા ન કર.હું કાલે જ આ બધા છોકરાઓના માતા-પિતા સાથે વાત કરીશ.”રમેશભાઈ.
“જો જે બેટા સંભાળજે હો..તેઓનું નામ ખૂબ જ ખરાબ છે.તું દરરોજ રાત્રે શાળા બાજુ જાય છે.તે લોકોનો કઈ ભરોશો નહીં કે તે ક્યારે શું કરી બેશે?”રીટાબહેન.
“મમ્મી તે લોકો કઈ જ ન કરી શકે.તે તો ગામ લોકો કઈ બોલતા નથી માટે તેમની આટલી હિંમત વધી છે બાકી કોઇની એટલી હિંમત કે આ સમયમાં કોઈ સ્ત્રી પર ઊંચું ઉપાડી જોઈ શકે? અને આમ પણ હું ક્યાં એકલી હોઉ છું!!મારી સાથે વિવેક પણ તો છે ને!!”.વિધિ.
“હા રીટા,વિધિ સાચું કહી રહી છે.આવા લોકોથી ડરવાની આપણે કોઈ જરૂરિયાત નથી.આજે સ્ત્રીઓ સામેના ગુનાઓ માટે ઘણા કડક કાયદાઓ આવી ગયા છે.તું જે વિચારે છે તેવું કઇપણ નહીં થાય.”રમેશભાઈ.
*********************
બીજા દિવસે રમેશભાઈ આ પાંચ છોકરાઓના ઘરે જાય છે અને બધી વાત કરે છે અને તેઓને સમજાવવા કહે છે.તે બધાના માતા-પિતા તેમના છોકરાઓની ભૂલની માફી માંગે છે.તેઓનું જણાવવું હોય છે કે તે ઘરમાં પણ બધા સાથે મન ફાવે તેવું વર્તન કરે છે. નયનના પિતાએ ત્યાં સુધી કહ્યું કે ,નયન કાલ રાત્રે ઘરે ખૂબ જ દારૂ પી ને આવ્યો હતો. તે કોઈનું માનતો નથી.દગાથી તેણે ઘરના કાગળિયા પર પણ તેના પિતાના હસ્તાક્ષર લઈ લીધા છે અને જો કઈ કહીએ તો ઘરમાથી કાઢી મૂકવાની ધમકીઓ આપે છે.
બધા છોકરાઓના માતા-પિતાનો બળાપો સાંભળી રમેશભાઈ ખૂબ દુખી થયા.જ્યાં સંતાન પોતાના માતા-પિતાને દુખી કરવામાં પાછું વાળીને જોતાં નથી ત્યાં વળી તે ગામના લોકોને ક્યાથી શાંતિથી જંપવા દેશે?રમેશભાઈને હવે ખરેખર આ બાબતે ચિંતા થવા લાગી.
રમેશભાઈ પછીના દિવસે રાત્રિશાળાએ પહોચી ગયા.બધા લોકોને શાળાના મેદાનમાં એકઠા કરી તેમણે કહ્યું, “તમારે લોકોએ ડરવાની કોઈ જરૂર નથી.કાલ જે થયું તેની મને જાણ થઈ.મને આ વાતનું ઘણું દુખ છે.પણ આ વાત માટે કોઈએ તે લોકોથી ડરી પોતાનો રાત્રિશાળા અભ્યાસ છોડવાની જરૂર નથી.ખાસ કરીને છોકરીઓ અને સ્ત્રીઓએ ડરવાની કાંઈ જરૂર નથી.આવા લોકો દરેકના મનમાં તેઓ માટે ડર ઉત્પન્ન કરવાની કોશિશ કરે છે.આપણે તેમનાથી ડરી જઈએ છીએ તેમાં આપણું જ નુકશાન છે.આ કારણે આવા અસમાજિક તત્વોની હિંમત વધી જાય છે.માટે આપણે જ હિંમતથી જીવીને તે લોકોને બતાવવાનું છે કે આપણે તેમનાથી ડરતા નથી.મને વિશ્વાશ છે કે આવા લોકો આપનો વાળ પણ વાંકો નહીં કરી શકે.રાત્રિશાળાને છ મહિના થવા આવ્યા છે અને હું ચાહું છું કે આમ જ આ શાળા ચાલતી રહે.બાકી કોઈ પરેશાની હોય તો તમે વિધિ-વિવેક કે સ્નેહાને જણાવી શકો છો.કે પછી મને પણ જણાવી શકો છો.અમે બધા તમારી સાથે છીએ.તમારે બસ એક જ કામ કરવાનું છે.તમારી અંદરનો આવા અસમાજિક તત્વો પ્રત્યેનો ડર દૂર કરવાનો છે. આભાર..”રમેશભાઈ.
બધા ગામ લોકોએ આ વાતમાં પોતાની સહમતી આપી અને ડરીને રાત્રિશાળા આવવાનું બંધ નહીં કરવાનું વચન પણ આપ્યું.ગામના એક યુવાને કહ્યું, “મારૂ ભણતર નાનપણમાં છૂટી ગયું.મારી નાની બહેન પણ અહી આવે છે.તે પહેલેથી મને શહેરમાં જઈ ભણવાનું કહેતી.પણ આવા અસમાજિક તત્વોના ડરના લીધે હું તેને ક્યાય એકલી બહાર ન મોકલતો. ખરેખર તો મારે વિવેકભાઈ જેવુ અને તમારા જેવુ થવું જોઈએ. જેમણે પોતાની બહેન-દીકરીને આગળ ભણવા માટે મોટા શહેરમાં મોકલી..નહીં કે મારી જેમ આવા લોકોથી ડરી ઘરની ચાર દીવાલો વચ્ચે પૂરી રાખી.હકીકતમાં તો આવા લોકોથી ડરીને જ આપણે તેમને હિંમત આપવાનું શરૂ કર્યું છે.પણ હું વચન આપું છું કે આજથી હું મારા ઘરની કોઈપણ દીકરીને ડરવાને બદલે ડરનો સામનો કરવાની સલાહ આપીશ.”
ગામના બધા સ્ત્રી-પુરુષોએ આ વાતનો પ્રણ લીધો કે આજથી કોઇથી ડરશે નહીં અને અન્યાય પણ સહન કરશે નહીં.
રમેશભાઈને શાળાએ આવી અને બધાને સમજાવવાની મહેનત સફળ લાગી.કમ સે કમ લોકોના મનમાં ડર દૂર થાય તો પણ ગુનાહિત પ્રવૃતિઓ અટકી જાય.શાળાએથી બધા ઘરે જતાં રહ્યા.
**********************
“અરે આટલો આવવામાં કેમ સમય લગાવી દીધો?”વિરેન.(સ્નેહનો પ્રેમી).
“અરે આજ શાળાએ રમેશકાકા આવ્યા હતા.મે તને વાત કરી હતી ને! એક દિવસ પેલા ગામના છોકરાઓ શાળાએ આવીને પરેશાન કર્યા હતા.”સ્નેહા.
“અરે હા, તું પણ ધ્યાન રાખજે હો.આવા લોકોનો ભરોશો નહીં કરવાનો.મે તે લોકો વિષે સંભાળ્યું છે કે તે ખૂબ નશો કરે છે.”વિરેન.
“તું ડરાવે છે મને?”સ્નેહા.
“ના પ્રિય, હું સમજાવું છું કે ચેતતું રહેવાનુ બસ.”વિરેન.
“ચેતતા તો મારે તને અહી મળવા આવવું પડે છે.વિરેન આપણે આમ કેટલો સમય સુધી મળતા રહેશું?”સ્નેહા.
“ બસ હવે મારી આ આખરી પરીક્ષા પછી સારું પરિણામ આવે તેટલી જ વાર છે.નોકરી તો મે શોધી જ કાઢી છે અને સાથે હું સરકારી નોકરી માટેની પણ તૈયારી કરું છું.”વિરેન.
“પણ પપ્પા હવે મારા લગ્નની બધા સગા-સંબંધીમાં વાતો કરે છે.”સ્નેહા.
“ના આમ નહીં કરીશ.તું પપ્પાને કહે થોડો સમય રોકાય જાય.નોકરી લાગતા હું ખુદ મારા પપ્પાને કહીશ કે આપણાં લગ્નની વાત કરવા માટે આવે.”વિરેન.
સ્નેહા વિરેનના ખભા પર માથું ઢાળી બેસી ગઈ.
“ક્યારનો નીકળ્યો હતો ઘરેથી?”સ્નેહા.
“8:00 વાગ્યા પહેલાનો.”વિરેન.
“દર વખતે તું મળવા આવ આટલે દૂર શહેરમાથી
તને આટલો સમય લાગે છે.તું થાકી નથી જતો?”સ્નેહા.
“થાકી તો જાઉં છું પણ મારી સ્નેહુ ને મળી પાછો રિચાર્જ થઈ જાઉં છું.”વિરેન.
“પાગલ છોકરો.”સ્નેહા.
“આટલે દૂરથી આવ્યો તમારા દર્શન માટે તો હવે એક કિસ પણ નહીં મળે?”વિરેન.
“અચ્છા કિસ જોઈએ છે?”સ્નેહા.
“હા તો !! મારી થનારી પત્ની પાસે માંગુ છું. નહીં મળે?”વિરેન.
“કેમ નહીં?”સ્નેહા.
સ્નેહા અને વિરેન બંને થોડીવાર એકબીજામાં ખોવાય ગયા.બંને સંસ્કારી ઘરના હતા માટે ક્યારેય પોતાની હદ પાર કરી કોઈ કામ કર્યું નહોતું. તે બંને સમજતા હતા કે કોઈક સંબંધ લગ્નની મહોર લાગી જાય પછી બને તો વધારે સારું.વિરેન ૧૫-૨૦ દિવસે શહેરમાથી એક વખત સ્નેહાને મળવા માટે આવતો.વિરેન પણ સ્નેહના ગામનો ભાણેજ હતો.નાનપણથી જ સ્નેહા-વિરેન સારા મિત્રો હતા.દર રજાઓમાં વિરેન ગામમાં આવતો.ત્યારથી જ બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટયા હતા.પછી તો વિરેનનું અહી આવવાનું રોજનું થઈ ગયું હતું. બંને વિરેનના મામાની વાડીમાં છુપાયને મળતા હતા.
“ચાલ હું જાઉં.પપ્પા રાહ જોતાં હશે.મોડુ થશે તો ક્યાંક ઘરે ખબર પડી જશે.”સ્નેહા.
“તું તારા પપ્પાથી કેમ આટલી ડરે છે?”વિરેન.
“કેમ કે હું તને ખોવા નથી માંગતી માટે.”સ્નેહા.
“એવું કાંઈ નહીં થાય.હું પપ્પાને આપણાં વિષે જલ્દી વાત કરીશ. ચાલ હવે તું ઘરે જા.ઘરે પહોચીને મને એક ફોન કરી દેજે.”વિરેન.
“ચિંતા નહીં કર વિરેન.ઘર અહીથી નજીક જ તો છે.”સ્નેહા.
“તો પણ તું મારી અમાનત છે.તને એક ખરોચ પણ આવશે કોઈ બીજાના લીધે તે મારાથી સહન નહીં થાય.”વિરેન.
****************************
હવે ફરીથી રાત્રિશાળા વ્યવસ્થિત રીતે ચાલવા લાગે છે.ગામના લોકો હવે કોઇથી ડર્યા વગર ભણતર પ્રાપ્ત કરવા લાગે છે.
(ક્રમશ:)
મારી બીજી નવલકથાઓ
(૧) હું તારી રાહમાં..
(૨)હું રાહી તું રાહ મારી..
જે પણ માતૃભારતી પર છે તેને વાંચવાનું ચૂખશો નહીં.આભાર..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED