horror express - 13 books and stories free download online pdf in Gujarati

હોરર એક્સપ્રેસ - 13

મનજીતે પૂછ્યું વિજયભાઈ તમે ક્યાં ગામના ને તમારું પૂરો પરિચય આપશો.
હું આજ તાલુકાનો સુંદરપુર ગામનો વતની છું અને ખેડૂત પરિવાર નો દીકરો છું બંને સરસ મજાના ટ્રેનના કેબિનમાં એકબીજા સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા.
તમે ક્યારના અહિયાં નોકરી કરો છો
હું ઘણા સમયથી અહીંયા નોકરી કરું છું.
"બરોબર."
વિજય લગ્ન કર્યા છે કે નહીં.
ના ભાઈ ના લગ્ન તો હજુ બાકી છે.
એમ તો બંને જણા એક બીજાની વાતમાં મશગૂલ બની ગયા.
વિજય મનજીત નો પાકું દોસ્તાર બની જાય છે તે તેની ડ્યુટી પૂરી કરીને ઘરે જાય છે ઘરે પહોંચતાં તેની માતા પૂછે છે કે નોકરી પર કેવું રહ્યું.
મજા આવી.....
પેલી સવારની વાત વિશે વિગતવાર પોતાના પરિવારની જણાવે છે.
હું જ્યારે સવારમાં બસ સ્ટેશન ગયો ત્યારે રસ્તો એકદમ સુમસામ સડક હતી, આજુબાજુ કશું જ હતું નહીં હું જેવો બસમાં બેઠો તો મને ભયાનક અનુભવ થવા લાગ્યો અને હું એકદમ ડરી ગયો હતો તે બસ ન હતી તેમાં તો ભૂત સવાર હતા આ જોઈને હું મુશ્કેલી માં ગયો હતો.
"તેની માતાએ કહ્યું આવું કશું હોતું નથી."
ઘરે શાંતિથી જમી ને રાત્રે સૂવાની તૈયારી કરતો હોય છે ત્યારે શેરીમાં કુતરા ભસવા લાગે છે. શરીરમાં કોક નવું માણસ આવે એટલે કુતરા ભસતા હોય છે પણ અત્યારે તો શેરીમાં કોઈ દેખાઈ રહ્યું નહોતું, બધા જમી પરવારીને ઊંઘવાની તૈયારીમાં હતા.
જ્યાં જુઓ ત્યાં આકાશની ચાદર નીચે સુવા માટે ખાટલા પથરાયેલા હતા, સૌના ચહેરા પર તાજગી હતી, મહેનત મજૂરી થી પાછા ફરીને તેઓ ઝડપથી ઊંઘવાની તૈયારી માં હતા ,ગામની એક થી એક ચડિયાતી વાતો આજે ભુલાતી જતી હતી.
તેના બાપુજી વાત કરે છે કે હું તારી નજર બાંધવા માટે ત્રણ રસ્તે ગયો હતો ત્યારે મને એક ચુડેલ દેખાઈ હતી અને અત્યારે પણ આપણી શેરીમાં તે આવી રહી છે એટલે કુતરાઓ પાસે છે.
"એમ બાપુજી મને તે નથી દેખાતી અમસ્તું જ પૂછ્યું."
"ના બેટા ભૂત દરેકને ના દેખાય અને જેને દેખાય તેને જોવાની હિમ્મત હોય તો જ તે જઈ શકે છે તું સાનો માનો સુઈ જા કાલે સવારે તારી નોકરી જવાનું છે."
એક બાજુ શ્રીમાન ભૂત હોય અને બીજી બાજુ વિજય ના પિતાજી સુવાનું કહે તો ક્યાંથી ઊંઘ આવે પણ વિજય ગોદડું ઓઢીને સૂવાનું નાટક કરી રહ્યો હતો.
વિજય શું કરે છે,વિજય તુ ઊંઘતો લાગતો નથી.
બોલો બાપુજી.
ભૂત સપના તેના ઘરે ઓટો મારવા માટે દરરોજ આવે છે આ સપના વિશે વિગતવાર વાત પછી ક્યારેક તને કરીશ.
સપના અત્યારે જતી રહી છે તું સુઈ જા........
(આટલું સાંભળીને વિજય સૂઈ જાય છે.)
વિજય સવારે ચા નાસ્તો કરીને નોકરી જવા માટે તૈયાર થાય છે કાયમ નિયમ મુજબ બસમાં મુસાફરી કરીને વિજાપુર રેલવે સ્ટેશને પહોંચે છે.
આવી ગયો છે વિજય.
(મજાક-મજાકમાં બોલે છે) કેમ નહીં આવું રેલ્વે સ્ટેશન તારા બાપનું છે.
મનજીતે કહ્યું હું તો મજાક કરી રહ્યો હતો.
હું પણ મજાક કરી રહ્યો હતા.
ચાલ આપણો ટાઈમ થઇ ગયો છે.
ટ્રેનના કેબીન બંને જણા ગોઠવાઈ જાય છે અને મનજીત ટ્રેન ચાલુ કરે છે.
મનજીત તું મને કાલે જે વાત કરી હતી તે સાચી છે.
કઈ વાત.
તું ભૂતોની વાતો મને કરી હતી તે.....
મનજીત અને વિજય તેમના કેબિનમાં બેસીને વાતો કરી રહ્યા હતા તે જૂની ખખડધજ ટ્રેન ઘણા લોકોને મુસાફરી માટે ટૂંકો રસ્તો કરી આપતી, રાત્રી મુસાફરી દરમિયાન ઘણા લોકો આ ટ્રેનમાં આવીને બેસતા અને વાતો ની રમઝટ બોલાવતા. ક્યારેક તો આ ટ્રેનમાં ડાયરો થતો અને મુસાફરોને મજા આવતી.
"તારી વાતો માં જો દમ હોય તો મંજીતિયા આજે હું હવે મોટો થઇ ગયો છું આજે મને બીક નથી લાગતી."

વધુ આવતા અંકે......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED