સરખામણી Himanshu Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરખામણી

થોડા સમય પહેલા ની વાત છે, રવિવાર ની સવાર અને ધર પર એકાંત ! આવા સંજોગ ભાગ્યે જ બનતા હોય છે. આખા અઠવાડિયા નૉ થાક ઉતારવાનો એક માત્ર દિવસ એટ્લે રવિવાર.(એમાંય પણ જો કોઈ કારણ થી રવિવારે પણ ઓફિસે જવાનું હોય તો તો પછી થઈ જ રહ્યુ ) સવાર નાં ૯ વાગ્યા હોવાં છતાં પણ પથારી છોડવાનું મન નહોતું થતું ત્યાં જ અચાનક આ અભેદ શાંતિ ને મારા સેલ ફોન ની ઘંટડી નાં અવાજ એ ભેદી નાખી.નંબર અજાણ્યો હતો અને "TRUE CALLER" પણ નંબર ને શોધવા માં નિષ્ફળ નીવળ્યું.

સામે છેડે થી હુ કાઈ બોલું પહેલાં જ પૂછી લેવા માં આવ્યું, "હિમાંશુ , બોલે છે ને ?"

"હા , પણ આપની ઓળખાણ આપશો"

"બસ.... ભૂલી ગયો ને સાવ યાર...! રોહિત વાત કરૂ છું રોહિત ઓળખાણ પડી કે નહીં ?"

"હા ભાઈ હા ! પડી આ તો નંબર નવો આવતાં ઓળખાણ ના પડી"

"સુરત આવયો છુ તારા શહેર માં તારા પ્રદેશ માં, શક્ય હોય તો મળવા નું ગોઠવ વર્ષો થઈ ગયાં છે મળે ,સાંજે નીકળી જવાનો છું"

"કેમ નહીં ! ચોક્કસ મળીએ , સરનામું મને મોકલી આપ તૈયાર થઈ ને મળીએ.

જુના દોસ્તો ને લાંબા સમય બાદ મળવા નૉ અને જૂની વાતો વગોળવા નૉ આનંદ કૈક અલગ જ હોય છે.એક સારી એવી જગ્યા એ અમે સારો એવો સમય પસાર કર્યો ખૂબ વાતો કરી ભૂતકાળ ની, ભવિષ્ય વિશે ની, ત્યાર બાદ જમ્યા અને છુટા પડ્યા. વાત અહિયાં પુરી થવી જોઈતી હતી પણ વાત ચાલુ જ અહિયાં થી થતી હતી.

તેની સાથે થયેલા સંવાદ ના અમુક અંશ મને રહી રહી ને યાદ આવ્યાં કરતા હતાં, યાદ આવતાં હતાં એટ્લે મને મહદ અંશે ખટકતા હતાં એવું કહીએ તો તેમાં અતિશયૉકિત ના કહી શકાય ! તેની પાસે એક સમય ઘર ની સગવડ નહોતી, ખાવા પીવા ની તકલીફ હતી પરંતુ આજે એની પાસે એ બધુ જ હતુ. લગ્ન થઈ ગયા હતાં સંતાન હતુ. મતલબ કે એક માણસ ને સુખ અને શાંતિ થી જીવવા જરુરી દરેક વસ્તુ આજે તેની પાસે હતી. પણ છતા એની વાતો માં આજે સુખ ના બદલે દુખ ની લાગણી લાગતી હતી. એને કારણ પૂછતાં જાણવા મળ્યું કે તેનાં એક મિત્ર એ અમદાવાદ માં બંગલો રાખ્યો, ગાડી લીધી અને દુકાન લેવાની પણ વાત કરતો હતો.

હું ઘડીક ડઘાઈ જ ગયો એના દુઃખી હોવાનું કારણ જાણી ને, "એની બરાબરી માં મારાં પાસે તો કાંઇ નહીં કહેવાય" એ વાત તેનાં મન ને ખટકયા કરતી હતી.

"સરખામણી - COMPARISON "

લોકો ખુબજ ઓછી સમજ શક્તિ વાપરતા થઈ ગયા છે એવું લાગે છે."પોતાના દુખે દુઃખી નહીં પણ બીજાના સુખે દુઃખી" લોકો ની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઇ રહી છે. પણ શુ બીજા ના સુખ જોઇ ને પોતાની જાત ને દુઃખી કરવા નો મતલબ ખરો ? અને એમા પણ જ્યારે તમે પણ પુરતા સુખી જ છો.ભગવાન બીજા લોકો કરતા તમારા પણ વધારે મહેરબાન હોય તો શુ કામ ખોટો જીવ બાળવો જોઈએ ?

અરે! તારા ભાઈબંધ જોડે પહેલે થી તેનાં વારસા માં મળેલ બધુ જ હતુ તેણે માત્ર જૂનું ઘર અને ગાડી વેચી ને નવા લીધાં છે. અને તમે કે જેના પાસે એક સમય કાંઇ જ નહોતું ને આ સમય એ શુન્ય માંથી સર્જન કરી ને દુનિયા સામે ઉભા છો ,એક ઉચ્ચ કક્ષા નું જીવન ગાળી રહ્યાં છો અને આવનારું ભવિષ્ય વર્તમાન કરતા પણ ઉજળું છે એમા કોઈ બે મત નથી. તો આ કિસ્સા માં બન્ને માંથી ઈર્ષા કોને થવી જોઈએ ! એ આપણે સમજી શકીએ છીએ.

લોકો ના બંગલા જોઈ તમે તમારા ઘર ને સળગાવી નાખવા નાં હો તો તમે સાચા છો અને આવી ગાંડી સરખામણી કરવાનાં લાયક છો. મુંબઇ ફરવા જતા લોકો જલસા , પ્રતીક્ષા, મન્નત જેવા સિતારાઓ ના ઘર જોઇ ને શુ પોતાના ઘર માં નહીં રહેતાં હોય ? અરે ! અમુક વાર રસ્તે પસાર થતા કદાચ દરેક એ જ રસ્તા પર સાઈડ માં કે પગદંડી પર સુતેલા લોકો જોયા હશે. ભલે ને શિયાળો - ઉનાળો કે ચોમાસું હોય. અમુકવાર આ લોકો ને જોઈએ તો ઈર્ષા થાય કે આટલા દુઃખો સાથે ને અગવડ સાથે પણ આવુ અલમસ્ત ને મસ્ત મૉલા અલગારી જીવન જીવવું એ કાઈ નાની મોટી વાત નથી, વાહ ભાઈ વાહ ધન્ય છે એ બધાં લોકો ને....

એ વ્યક્તિ ને મારે માત્ર એ જ વસ્તુ મગજ માં બેસાડવી પડી કે, " દરેક ચમકતી વસ્તુ સોનુ નથી હોતી!" કોઇક વાર "દિવા તળે પણ અંધારું હોઇ શકે". આ દુનિયા માં કાઈ દરેક ને જ આનંદ હોય એવું જરુરી નથી, દુઃખ તો ભગવાન શ્રી રામ એ પણ સહન કર્યા હતાં અને રાવણ ભગવાન ના હાથે મારવાનો હતો તો પણ તેને તે વાત નૉ આનંદ હતો કે તે ભગવાન ના હાથે મોક્ષ પામવાનો હતો.એક બીજા ની સરખામણી કરવા ના કારણે જ આ બધાં પ્રશ્નો ઉદભવતા હોય છે.

દરેક સ્ત્રી પુરુષે આ વાત નું અચૂક ધ્યાન રાખવું જોઈએ કે આવી અંધ સરખામણી કરવા થી માત્ર દુઃખો જ મળે છે.હા ! સરખામણી રાખીએ પણ વાણી - વર્તન - સંસ્કારો ની, એ પણ આ બધાં ગુણો ધરાવતી વ્યક્તિ સાથે. કદાચ આપણો પણ મનુષ્ય અવતાર સુધરી જાય..

આશુ....$