અધિકાર J.rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

અધિકાર

શા માટે !!!!!!

શું એ ખરાબ વસ્તુ પોતાના માટે જીવવું ......?

આ વાત છે એક દીકરીની ...., જેને બાળપણથીજ શીખવવામાં આવે છે. ત્યાગ કરવાનું ,બીજાના માટે જીવવાનું, ધ્યાન રાખવાનું કે ક્યાંઈક કોઈ દુઃખી ના થઇ આપણાથી ,પિતાની ઇઝ્ઝત નું ધ્યાન રાખજે અને ઘણું બધું ....

હા માન્યું કે માં બાપથી મોટું કોઈ નથી આ દુનિયા માં પણ શુ એક દીકરી પોતાની ઈચ્છા મુજબ નીવી ના શકે .. એવું કયો ગ્રંધ છે જેમાં દીકરીને બાંધીને રાખવાનું સમજાવ્યું છે ...હા માન્યું જન્મ આપે છે તો હક ને અધિકાર પણ હોઈ એમના પણ એક દીકરીના અધિકાર નર હક નું શુ......? કોઈ દીકરો ગમે એ કરે એ ચાલે ....છોકરી ફસાવે ,રૅપ કરે ,ખરાબ નજરે જોવે ,સ્ત્રી ને મારે .....

આજ કાલના આ ટેકનોલોજી જમાનામાં લોકો ના વિચારો હાજી નથી બદલ્યા ....દીકરી માત્ર રસોડામાં શોભે, એને પુરુષની અંદર ને બાહ્ય શરીર ભૂખ મિટાવાજ લાવવામાં આવે છે ...થોડું પોતાના હક ની શુ વાત કરીયે આખો સમાજ દીકરીને ખરાબ સમજવા લાગે ...શુ એ જેની સાથે જીવવાની છે એનો નિર્ણય એ કેમ ના લઇ શકે ...? માં બાપે બતાવેલા સબંધ માં જો કૈક ઉચ્ચ નીચ થઇ તો કહેવામાં આવે એક બીજાને સમજો ,સમાયોજિત કરો અને જો પ્રેમ લગ્ન કરેતો કહેવામાં આવે કે માં બાપ નું દિલ દુખાવ્યુ એટલે એ તમારું નસીબ હવે ભોગાવો ...કેમ હંમેશા માં બાપ આપણી વિશે સારું જજ વિચારે એવું ક્યાં ગ્રંધ માં લખેલું છે ..દીકરો કે દીકરી સમાન કેમ નથી.....જન્મની સાથે જ નક્કી કરી લેવામાં આવે છે કે દીકરીને જીવવું કેમ ...જો તમે એને અરેન્જ મેર્રેજ માટે માનવી શકો તો એ પણ એ અધિકાર ધરાવે છેને કે એ તમને પ્રેમ લગ્ન માટે માનવી શકે ..કેમ દીકરાને બધી છૂટ આપવામાં આવે છે ..કેમ દીકરાની વહુ ની સામે ઝુકવુ પડે છે ...જો એ બધું માં બાપ કરી સકતા હોઈ તો એક દીકરીની ખુશી માટે પ્રેમ લગ્ન કેમ નઈ.....જો કોઈ દીકરી નો રૅપ થાઈ તો કેમ એને ભૂલી જવાનું કહેવામાં આવે છે શા માટે કોઈ પગલું લેવામાં નથી આવતું ...જો કોઈ દીકરાને બાળપણથી જ શીખવ્યું હોઈને કોઈ સ્ત્રી ની ઇઝ્ઝત કરવાનું તો આ દિવસો ના આવે....પણ શુ ફાયદો આ દુનિયા ને માત્ર દીકરી ,સ્ત્રી, વહુ , ને જ શીખવવા બેઠી છે ...માં બાપ માણસ છે ..એનાથી પણ ભૂલ થઇ શકે ...માન્યું હંમેશા એ સારું વિચારે આપણી માટે તો ...રામાયણ માં કૈકઈ નું પાત્ર મૂકીને આ દુનિયાનો સર્જનહાર કંઇક તો કેવા માંગતો હશેને ...પ્રેમ કરનારો કાનો જો ધર્મ ના યુદ્ધ માટે પોતાના ની સામે જય શકે તો પછી આપણે પોતાના માટે જીવવા પોતાનાને સમજાવી ના શકીયે ...આ દુનિયા મહોતાજ થઇ ગઈ છે પોતાનીજ કમાયેલી વસ્તુ માટે ...આવ્યા ત્યારે સાથે લઈને આવીયતા ઇઝ્ઝત ,પૈસા ,આબરૂ ,વંશ, .....નઈ ને ....તો શા માટે માણસ એને ખોવાનો ડર રાખે છે . શું આબરૂ , ઇઝ્ઝત ,શોહરત ,પૈસો ,જાતિ , આ બધું કોઈના જીવનથી વધારે મહત્વ છે ...જો હા તો લાગણીનું અને પ્રેમ નું સર્જન કેમ કર્યું ...એ સર્જનહારે ..?....આવા વિચારો કહીને હું માં બાપ ને ખરાબ કે એની સામે જવાનું નથી કહેતી પણ દીકરીનેતો સમજો ... જયારે એ કોઈના ઘરે જય છે લગ્ન કરીને તો પોતાનું ત્યાં એના પતિ સિવાય કોણ હોઈ શકે એનું ..... જેની સાથે સમાગમ માનવાનો હોઈ એ એની જ પસંદ ના હોઈ તો કઈ રીતે એ આખી જિંદગી જીવી શકે ....શુ પ્રેમ લગ્ન ખરાબ છે..? ને છેતો શા માટે .... લગ્ન પછી પણ એ એના પતિ ને પ્રેમ કરે છે.....તો લગ્ન પેલા કોઈ એના મનને ગમી જય તો ખરાબ કેમ ....પેલાના જમાનામાં લોકો ૧૫ -૧૭ વર્ષે દીકરા દીકરી ના લગ્ન કરી દેતા હતા ત્યારે એમને એ બધી ખબર પણ ના હોઈ શુ પ્રેમ ને શું લગ્ન ...... ને અત્યારે ૨૧-૨૫ વર્ષે લગ્ન થાઈ એમાં પણ ઈન્ટરનેટ ,ટેકનોલોજી જે વસ્તુ નું જ્ઞાન જોતું હોઈ એ માત્ર હાથ ના ટાયપિંગ ટી મળી શકે છે તો વિચારો દુનિયા કેટલી આગળ વધી છે બદલતા જતા જમાના સાથે બદલાવ જરૂરી છે ..જેવી રીતે કોઈ મોટી કંપની પોતાના પ્રોડ્યૂકશન ના બદલે ,લાભ આપતા મશીનો ના બદલે તો એ પણ સમય સાથે ઢૂંબી જશે ઉદાહરણ છેજ આપણી જોડે .....Nokia કંપની ...,

બસ છેલ્લે એટલું સમજાવવા માંગુ છું દુનિયાને જો તમે દીકરીને પોતાનો અધિકાર નથી આપી સકતા , આત્મ નિર્ભર નથી બનાવી સકતા તો એને જન્મ આપવાનો અધિકાર તમારો પણ નથી ...

સમજો એને સાથ આપો એને અને આ બદલતા જતી દુનિયા સાથે પોતાના વિચારો પણ બદલો ...

બદલાવ છે જરૂરી ......