સમાંતર (હિન્દી મરાઠી વેબ સિરીઝ) Saumil Kikani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમાંતર (હિન્દી મરાઠી વેબ સિરીઝ)

જો તમે હસ્થ રેખા મા માનતા હોવ અને એમાં પણ જો તમારી હસ્થ રેખા કોઈ અજાણી વ્યક્તિ ની હસ્થ રેખા સાથે હું બહુ મળતી હોય તો કોઈક નો ભૂતકાળ અને તમારૂ ભવિષ્ય કાળ સમાંતર રેખા એ લખાયું હોય તો શું તમે તમારા ભવિષ્ય ને બદલી શકો?? અને ના તો શું કરી શકો? અને હા તો તમે શું કરી શકો?

એક અલગ જ કોન્સેપટ ઉપર લખાયેલ સમાંતર નામ ની નવલકથા ઉપર થી એક સરસ વેબ સિરીઝ હાલ લોકડાઉન માં જોવા લાયક.

માત્ર 20 મિનિટ ની લેંથ ધરાવતી એક એપિસોડ વળી આ વેબ સિરીઝ માં 9 એપિસોડ્સ છે જેમાં આ તમામ વાતો મુકવા માં આવી છે.

વાર્તા એક મધ્યમ વાર્ગીય કુમાર મહાજન ની છે જે સરકારી નોકરી કરે છે , જેનો પગાર ઓછો છે પણ સામે ખર્ચ વધારે છે . પોતાની પત્ની અને દીકરા ની નાનકડી ઈચ્છો પણ પુરી નથી કરી શકતો.

એવા માં એમનો મિત્ર એક બાબા પાસે લઈ જાય છે જેની ખ્યાતિ ખૂબ જ છે અને એનું કિધેલું સાચું પડે છે.

એને ત્યાં પહોંચી ને એનો હાથ બતાવે છે જે જોઈ ને એ ગુરુ પોતે અચરજ પામી જાય છે અને કહે છે કે આ હાથ મેં પહેલા પણ જોયો છે.

ત્યારે મહાજન કહે છે કે એ પોતે નાસ્તિક છે અને અહીં પહેલી વાર આવ્યો છે. ત્યાતે ગુરુ એને પુરાવા સ્વરૂપે એજ હસ્થ રેખા નો ફોટો બતાવે છે. અને કહે છે કે આ હાથ એ 33 વર્ષ અગાઉ જોઈ ચુક્યો છે.

નામ પૂછતાં ખબર પડે છે કે એ સમાંતર રેખા ધરાવતા માણસ નું નામ સુદર્શન ચક્રપાણી છે. અને એને એ ગુરુ એ એનો ભવિષ્ય નહોતું કીધું અને મહાજન નર પણ નહીં જ કહે કારણ કે એ એની વિદ્યા ની વિરૂદ્ધ નું કામ છે.

ત્યારે મહાજન હોવી હટ પકડે છે કે એ હવે પોતાનું ભવિષ્ય સુદર્શન ચક્રપાણી પાસે થી જ જાણશે. અને પછી એને શોધવા ની રોચક કથા શરૂ થાય છે.

જેમાં એ ઘણા રોમાંચક અને રહસ્યમયી ઘટનાઓ નો ભોગી અને સાક્ષી બને છે.

અને એ દરમિયાન એનું ટ્રાન્સફર કોલ્હાપુર થાય છે જયાં અમુક ઘટના ઓ એવી બને છે કે એ સુંદર્શન ચક્રપાણી તરફ પહોંચતો જાય છે.

અને એક રાત એ મળે છે. અને પછી બને ના ભૂતકાળ , વર્તમાન અને ભવિષ્ય ની સમાંતર રૂપરેખા ના પુરાવા મળે છે. અને પછી...

શુ.. મહાજન ને જે જોઈએ છે એ મળે છે? મળે છે તો શું એ એનો લાભ લઇ શકે છે? એમ પણ કોઈ વિઘ્ન તો નથી ને..?

આ તમામ પ્રશ્નો ના ઉત્તર આપવા ની કોશિશ થઈ છે. તેમજ એક એવા પોઇન્ટ પર વાર્તા અટકે છે કે જેથી કહી શકાય કે મહાજન અને ચકરપાણી ની સમાંતર જર્ની હજી બાકી છે.

એટલા ઉપર થી ધારણ રાખી શકાય કે સમાંતર ની બીજી સિઝન પણ આવી શકશે .


સ્વપ્નિલ જોશી ને મરાઠી તેમજ હિન્દી માં લગભગ કોમેડી અને રોમાન્ટિક રોલ માં જોવા વાળા ઓ માટે એક સરસ સરપ્રાઈઝ બની શકે છે. ..

અને જે કિરદાર ની રેખાઓ અને ભવિષ્ય ની શોધ માં આપણો નાયક નીકળ્યો છે એ "સુદર્શન ચક્રપાણી" ના કિરદાર માં આપણી માનસપટ પર છવાયેલ સુદર્શન ચકરધારી કૃષ્ણ એટલે કે નીતીશ ભારદ્વાજ ઘણા વખતે આપણે ને એમનો ચાર્મ બતાવતા નજરે પડે છે.

દિગ્દર્શન ઘણી જગ્યા એ બહુજ ટાઈટ છે તો ઘણી જગ્યા એ ઢીલું પણ એટલુંજ છે. પણ તમામ કલાકારો નું કામ , લખાણ અને વાર્તા પોતે એટલી સારી છે કે એકાદ બે ઢીલ જતી થઈ શકે.

સરવાળે સમાંતર સો એ સો ટકા જોવા જેવી વેબ સિરીઝ.