બેબી HardikV.Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેબી

“ બેબી ”

આજનાં દિવસને નિયતી કહો કે નિયતીનો દિવસ કહો.

નિયતીએ સટાકથી અનનનાં ગાલે આંગળાના છાપા ઉપસી આવે એટલી હદે જોરથી તમાચો માર્યો. ગોરો અનન નો હેન્ડસમ ચહેરો ગુલાબી રંગમાં ફેરવાઈ ગયો.

નિયતિ ક્રોધમાં અનનને ઉપરથી નીચે જોતી રહી. એનાથી રહેવાયું નહીં, “ એ તને કંઈ શરમ છે કે નહીં..?”

“કોણ છે તું? હું તને જાણતો નથી.” અનને ખોફ દેખાડતાં કહ્યું.

નિયતીએ એવો જ બીજો તમાચો અનનના ગાલ પર ચોળી દીધો.

“અનન...!! આર યુ ઓલરાઈટ..?” અનનના બાજુમાં રહેલી નાજુક નમણી માનુની કિયાથી અસમજમાં પૂછી પડાયું.

“બેબી..યા..!!” ખુબસુરત કિયાને મિશ્રભાવથી જોતો અનન ધીમા સ્વરે બોલી રહ્યો.

“એહ..હહ..!! બેબી બેબી કહીને ગલ્સને ફસાવાનું બંધ કર..!!” નિયતીએ ઊંચા સ્વરમાં કહ્યું.

“બેબી તું કારમાં જઈને બેસ. હું જસ્ટ આવ્યો સમજ..” ખુબ જ નાજુકતાથી કમરે હાથ વીંટાળીને અનન પોતાની ગલફ્રેન્ડને કારમાં બેસાડીને નિયતી તરફ ફર્યો.

“હા બોલ નિયતી શું કહેતી હતી..?” નફ્ફ્ટાઈથી અનને ગોગલ્સ કાઢતાં પૂછ્યું.

“એય્ય...!! નામ લેતો નહીં તારા મોઢેથી મારું....” નિયતી દાંત ભીડીની આગળ બોલવા જતી હતી પરંતુ તે ચૂપ રહી.

“અરે તારી સાથે મેરેજ શું ના કર્યાં...તું તો હાથ ધોઈને મારા પાછળ જ પડી ગઈ.” અનને ઉશ્કેરાઈને કહ્યું.

“મેરેજ...!! તું મારા માટે તો શું..!! બીજી કોઈ છોકરીઓ માટે લાયક નથી..!!” નિયતીએ કડક મિજાજથી કહ્યું.

“એય્ય...!!” અનને બરાડા પાડ્યા.

“લૂક...અનન..!! મારી સાથે જે થઈ ગયું એ થઈ ગયું. બટ તારા આ ફસાવાના ધંધા જો તું આમ બંધ કરતો ન હોય તો હું લિગલ એક્શન લઈશ.” નિયતીએ અનન ઉત્સાઈ જાય એ માટે ઈરાદાપૂર્વક બોલી.

“લિગલ એક્શન..!! ડાર્લિંગ તારી પાસે એવું કયું પ્રૂફ છે જે તું મારા ખિલાફ કોઈ એક્શન લેશે..?” અનને આંખ કાઢીને ખૂબ જ મિઠાશથી કીધું.

નિયતી ચૂપચાપ અનને એકીટશે જોતી રહી.

“ઓહ્હ બેબી..!! અને જો તારી પાસે એવું પ્રૂફ હોઈ શકે. હશે પણ. તો એમાં મારી સાથે તું પણ તો બેબી બદનામ થશે..!!” ખંદુ હસતા અનને કહ્યું.

“થવા દે. એમ પણ તે ઓલરેડી ચેટ ને એક્પોઝ કરી હતી.” નિયતીએ ફરી એવાં જ ઈરાદાનાં લહેકામાં કહ્યું.

“યેસ બેબી ચેટ નહીં. સેક્સ ચેટ બેબી. સેક્સ ચેટ. એન્ડ સેક્સ વિડીયો પણ...ભૂલી ગઈ એ દિવસો..?” નજદીક આવીને નિયતીનાં ડોકની સુંગંધ લેતા અનને કહ્યું. તે સાથે જ નિયતી ત્યાંથી હઠી ગઈ.

“અનન....!!” નિયતી ગુસ્સાથી ધ્રુજતા જોરથી ચીખ મારી.

“ફક્ત ચેટ બહાર પાડી છે ડીયર. તારું નામ તો મેં બ્લર કર્યું હતું. એન્ડ ઑલસો સેક્સ વીડિયોમાં પણ તારો ચહેરો બ્લર જ રાખ્યો છે...!!” અનને કીધું.

“અનન..!! સોશિયલ મિડીયાના અનેકો પ્લેટફોર્મનો યુઝ કરીને તું આમ ગર્લ્સની લાઈફને બગાડી નહીં શકે. તારા કાવતરાથી હું વાકેફ છું. પહેલા તું ઓનલાઈન બ્યુટીફૂલ ગર્લ્સ સાથે ફ્રેન્ડશીપ કરે છે. ધીરે ધીરે આગળ વધીને તું પ્યાર કરું છું નો ખોટો નાટક ભજવે છે. ‘બેબી..બેબી’ આઈ લવ યુ કહીને તું કેટલી માસૂમ છોકરીઓને ઈમોશનલ લવ ગેમ માં આજ સુધી ફસાવી હશે...!!”

નિયતીની લેફ્ટ આંખમાંથી એક આંસુનું ટીપું આવ્યું અને ત્યાં જ રોકાઈ ગયું તે સાથે જ પોતાની સાથે બનેલી ઘટના યાદ આવી ગઈ.

**

“હાય. યુ લુકીંગ બ્યુટીફૂલ.” નિયતીને ફેસબૂક પર મેસેજ આવ્યો.

નિયતીએ મેસેજ ને ઇગ્નોર કર્યો. થોડા દિવસમાં એ જ એકાઉન્ટથી ફરી મેસેજ આવ્યો.

“નિયતી. તું મારા જ કોલેજથી છે ને..? આઈ થીંક તું સિનીયર સ્ટુડેન્ટ છે રાઈટ?”

નિયતીએ એ ફેસબુક એકાઉન્ટની પ્રોફાઈલ જોઈ. નામ હતું અનન પાટીલ. નિયતીએ જોયું કે એના એકાઉન્ટમાં ચાર મ્યુચલ ફ્રેન્ડ્સ પણ હતાં. પોસ્ટ પણ ગમી જાય એવી સારી લખેલી હતી. બીજા બધા ફોટોઝ પણ સારા એવાં વિચારો વાળા અપલોડ હતાં. તેમ જ પોતાનાં હેન્ડસમ પિક્ચર પણ નાંખેલા હતાં. ઓવરઓલ પ્રોફાઈલ એમ દેખાડી રહ્યું હતું કે આ માણસ સારો હશે.......!!

એના પછી અનનનો કોઈ મેસેજ ન આવ્યો. પરંતુ એક મહિના બાદ ફરી મેસેજ આવ્યો.

“નિયતી...? શેનું આટલું ઘમંડ...સિંગીંગમાં બેસ્ટ એવોર્ડ્સ તને જ મળે છે એનું?”

નિયતી આ મેસેજ વાંચીને જાણી ગઈ કે પાક્કું આ બધી જ ઇન્ફોમેશન લઈને આવ્યો છે કા તો મારો કોલેજનો જ હોવો જોઈએ. જિજ્ઞાસા ખાતર એ વ્યક્તિ કોણ છે એ જાણવા માટે નિયતીએ મેસેજ કર્યો. પહેલા તો ચેટ એકદમ સરળ ગઈ. કોલેજની ને બીજી બધી વાતો થવા લાગી. ધીરે ધીરે પોતાની પ્યારભરી વાતોમાં અનને નિયતીને એવી ફસવી દીધી કે એ સર્વસ્વ રીતે અનન પર વિશ્વાસ કરતી થઈ ગઈ. અનન તો ત્યાં સુધી પહોંચી ગયો કે એણે લગ્નનો પણ પ્રસ્તાવ રાખી દીધો. નિયતી તો પ્યારમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે એને ફક્ત અનન અને અનનનો પ્રેમ જ દેખાતો હતો. બંને વોટ્સએપ પર આવી ગયા હતાં. વિડીયો કોલ પણ કરતા. સેક્સ ચેટ પણ થવા લાગી.

“બેબી..બેબી..” અનને મેસેજ કર્યો.

“શું..?” નિયતીએ મેસેજમાં પૂછ્યું.

“તારા સારા એકદમ સારા બ્યુટીફૂલ ફોટા મોકલને..?”

“ કેમ શું કામ છે?”

“મોમ તારા ફોટા જોવા માંગે છે.”

“કેમ..?” નિયતીએ મનમાં જ ખુશ થતાં પૂછ્યું.

“બેબી ફોટોઝ તો આપ. પછી તને કહું છું.”

તે સાથે જ નિયતી ખુશીની મારી સારામાં સારા ફોટોઝ અનનને મોકલે છે.

એક કલાક બાદ અનને નિયતીને મેસેજ કર્યો.

“બેબી બેબી ..!!”

“હમ્મ બોલો.”

“મોમે તને પસંદ કરી લીધી છે.”

“ગ્રેટ ન્યુઝ.” હરકાતાં નિયતીએ લખ્યું.

“મેરેજ ૧૦૦%.” અનને લખ્યું.

“મને ઘરે વાત કરવી પડશે.” નિયતીએ લખ્યું.

“હા બેબી. તો કરવી જ પડશે ને. પણ નિયતી આપણે બંને ક્યારે મળીએ?”અનને લખ્યું.

“તું બોલ..” નિયતીએ પૂછ્યું.

“ અઠવાડિયામાં મળીએ?”

“પણ તું તો મુંબઈ રહે છે. અમદાવાદ કેવી રીતે આવશે. ક્યાં રોકાશે?.......

એવાં જ મીઠાં મેસેજ કરીને નિયતી સાથે ફર્સ્ટ મુલાકાત કરી. ફર્સ્ટ મુલાકાતમાં તો અનને પોતાનું એવું વ્યક્તિત્વ સામે દેખાડ્યું જાણે નિયતી સાથે પ્રેમ માટે જ લગ્ન કરવાનો હોય..!! ફર્સ્ટ મુલાકાત દરમિયાન નિયતીને જરા પણ ટચ કર્યો નહીં. એણે એ પુરવાર કરી દેખાડ્યું જાણે એ જેન્ટલમેન હોય. અનન મુંબઈથી પોતે જ આવતો નિયતીને મળવા. નિયતીનો વિશ્વાસ એને સારી રીતે જીતી લીધો હતો. જેના માટે એ કાવતરું રચતો એ દિવસ આવી જ ગયો. એણે નિયતીને એક હોટેલમાં બોલાવી. એણે છુપા કેમેરા ગોઠવી દીધા હતા. બંનેનો સેક્સ વિડીયો બનાવ્યો હતો.

એના પછી નિયતી પર અનનનાં કોઈ મેસેજ નહીં કોલ નહીં. નિયતી પોતે ઘણા મેસેજ કરતી પણ સામેથી કોઈ રીપ્લાઈ આવતો નહીં. નિયતીનાં બહુ રિક્વેસ્ટ બાદ અનને મેસેજમાં લખેલું “ હું તને જાણતો નથી બેબી બેબી...”

એના પછી અનને નિયતીને બધી જ રીતે બ્લોક કરી દીધી હતી.

પણ થોડા જ મહિનામાં એને સોશિયલ મીડિયાનાં ચેનલો પર એની સેક્સ ચેટ અને સેક્સ વિડીયો વાયરલ થતાં જોઈ. આ બધું જ જોતાં નિયતીનાં પગ નીચેથી જમીન ખસી ગઈ. એને હિમ્મત ભેગી કરીને પોલીસની મદદ લીધી. ત્યાં જ એણે બધી જ જાણ થઈ ગઈ કે આ ફ્રોડ રીતે પૈસા કમાવા માટે અનન જેવા કેટલા બધા આવી રીતે કાવતરું કરીને છોકરીઓને ફસવી દે છે...!!

**

આજે પોલીસના મદદથી જેલની હવા ખવડાવા માટે અનનનો પીછો થઈ રહ્યો હતો. પરંતુ નિયતીને પોતાની ભડાસ કાઢવી હતી એટલે એ સામેથી અનનને રોકીને બધું જ બકાવી રહી હતી. તે સાથે જ છુપાવેશમાં આવેલા પોલીસે અનનને પકડી પાડ્યો.

(સમાપ્ત.)