Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 22

અધ્યાય 22 "આવું કેવી રીતના બની શકે”

પાછા આવ્યા ના દશ દિવસ વીતી ગયા હતા બધાજ સંપૂર્ણપણે શાંત હતા ત્યાં થી આવી ગયા પછી કોઈ વધુ તે બાબત માં વાત નહોતું કરતું અને ઘણા દિવસ થી અર્થ ને પણ કોઈ સ્વપ્ન આવ્યું ના હતું. પણ બધા કરતા અર્થ હજી તે વાત થી થોડો ચિંતા માં હતો.તેને હવે પ્રોફેસર અનંત સાથે ખાસ લગાવ થઈ ગયો હતો અને તે તેમને મળવા માંગતો હતો તે કંઈક ને કંઈક વિચાર્યા કરતો. તે બહાર ફળિયા માં એક દિવસ રોજ ની જેમ આંટો મારી રહ્યો હતો અને તેની જાદુ શીખવાની બુક વાંચતો હતો. ક્રિશ સુઈ રહ્યો હતો જ્યારે કરણ તેની મમ્મી સાથે જરૂરિયાત ની વસ્તુ ખરીદવા ગયો હતો આજ કાલ અર્થ કરણ અને ક્રિશ સાથે જમી લેતો હતો ત્રાટક બે દિવસ થી બહાર હતો.કાયરા પણ બે દિવસ થી આવી ન હતી જ્યારે સ્મૃતિ અને વરીના પણ ત્રણેક દિવસ થી અહીં આવ્યા ના હતા.સ્મૃતિ અને વરીના હવે તે કંઈ ખાસ વિચારતા ના હતા.કારણકે તે કોઈકદિવસ જ આવતા માટે તે ઘણી વાતો થી અજાણ રહેતા.

આજ ની સાંજ થોડીક અલગ લાગતી હતી કારણકે હજી દિવસ આથમ્યો ના હતો પણ ખાસુ અંધારું લાગતું હતું પક્ષીઓ પણ કંઈક વધુજ ઉડા ઉડ કરતા હતા સુર પણ આજે કંઈક વહેલાંજ આવી ગયો તો પણ શાંત હતો તે કશું જ બોલ્યો નહીં પણ થોડીક વાર બાદ ઘરની બહાર સીધો રોડ હતો ત્યાં થોડે દૂર કંઈક જોરજોરથી તોડફોડ નો અવાજ આવી રહ્યો હતો અને થોડી વાર બાદ તો ત્યાં કાળોધુમ્મસ પણ દેખાતો હતો પણ છતાં નવાઈ ની વાત એ હતી કે કોઈ બીજા માણસ દેખાતા ના હતા બસ ઘોડા જ દેખાતા હતા. પણ ત્યાંજ બીજી બાજુ ઘોડેસવાર ઝડપથી તેની તરફ આવતા દેખાયા જ્યારે સામે રહેતા એક અંકલ પણ તે ઘોડા નજીક આવતા જોઈ શકતા હતા.તેને ઝડપ થી અર્થ ને કહયું “બેટા ઝડપ થી અંદર જતો રહે અને દરવાજો ના ખોલતો” અર્થ ઘરની ઝાડી ખોલી ને બહાર ગયો તે જોવા ગયો હતો કે ખરેખર તે ઘોડેસવારો કોણ છે. પણ ત્યાંજ સામેથી અંકલ આવી ને ઝડપ થી હાથ પકડી ને તેને ઘરની અંદર લઈ ગયા અને દરવાજો બંધ કરી દીધો અને બંને બારી ની નાનકડી પાતળી જગ્યા જ્યાંથી લાકડું થોડું તૂટેલું હતું ત્યાં થી જોતા હતા.અંકલ એ કહ્યું “તારા માં સહેજ પણ અક્કલ છે છોકરા તું હમણાં મરી જાત તને શું લાગે છે તું એમને પૂછત કે તમે કોણ છો? અને પછી તે તેનો પરીચય આપત હ...મૂરખ બાળક” અંકલ એ ગુસ્સામાં અને કટાક્ષ માં કહ્યું

“પણ તે ઘોડેસવારો કોણ છે,અને અહીંયા શું કરે છે.”

“તે વિનાશ ના માણસો છે તે અરાજકતા ફેલાવે છે લોકો ને જીવતાજ મારી નાખે છે જેથી આખા પ્રાંત નું તંત્ર ખોરવાઈ જાય અને પ્રાંતપ્રતિનિધિ પ્રાંત ને તેના હવાલે કરી દે આમ કરવાથી ધીમેધીમે તે આખી દુનિયા પર રાજ કરી શકે આવી અરાજકતા તે દરેક એટલે આઠેય પ્રાંત માં ફેલાવે છે બે પ્રાંત ના પ્રમુખ રાજી પણ થઈ ગયા છે.”

અર્થે કહ્યું “ પણ આતો ખોટું છે શું દુનિયા માં તેની સામે લડી શકે તેવુ કોઈ નથી?”

અર્થ ની વાત હજી અધૂરી હતી પણ ત્યાંજ અંકલ એ અર્થ ને ચૂપ કરાવી દીધો કારણકે બહાર ઘોડેસવાર ઉભા હતા અને આજુબાજુ જોતા હતા તે પાછળ ઘણાબધાં લોકોને મારી ને આવ્યા હતા.

તેની પાસે કોઈ હથિયાર ના હતા જોકે તે જાદુગર હતા તેને હાથ ના જાદુઈ મોજા સિવાય કંઈ જરૂર પણ ના હતી.ત્રણ ઘોડેસવાર હતા તે દેખાવ માં ક્રુર અને શરીર થી તંદુરસ્ત લાગતા હતા અને તેના શરીર નો રંગ કાળો હતો. તે ત્યાં ઉભા હતા આજુ બાજુ જોતા હતા કારણકે આ જગ્યા આખા ઉભા રોડ ની મધ્ય ની જગ્યા હતી.

તે આજુબાજુ જોતા હતા ત્યાંજ દરવાજો ખુલવા નો અવાજ આવ્યો અને તે પણ ક્રિશ ના ઘર નો હતો તે સૂતો હતો તેથી સ્વભાવિક રીતે તેને કંઈજ ખબર ના હતી કે બહાર શું થઈ રહ્યું છે.પણ તે દરવાજો ખોલ્યો અને બહાર આવ્યો ત્યારે તે આંખો ચોળતો હતો.ઘોડેસવાર દુષ્ટો ની નજર ક્રિશ પર ગઈ જ્યારે ક્રિશ ની પણ તેમના પર અને અર્થ ને મોં માંથી ડરવાનો ચિત્કાર નીકળી ગયો.તે બોલ્યો મારે બહાર જવું પડશે નહીં તો તે તેને મારી નાખશે, ઘોડેસવાર તેને મારી નાખશે.પણ અંકલે હાથ પકડી લીધો તેમણે તેનું મોં બીજા હાથ થી ડાબી દીધું અને કહ્યું “ તું ના જઈશ શું તારે પણ મરવું છે.”અર્થ હજી શાંત પડ્યો ના હતો તેણે રોવા જેવા અવાજ માં કહ્યું “પણ તે મારો મિત્ર છે,હું તેને મારી આંખ સામે મરતા કંઈ રીતે જોઈ શકુ.” તું અહીંયા જ રહે હું કંઈક કરીશ પણ તું બહાર નહીં જાય મને ત્રાટકે તારું રક્ષણ કરવાની જવાબદારી સોંપી છે.અર્થ એ કંઈ પણ પ્રશ્ન પૂછ્યો નહીં બસ તે તેમની સામે જોઈ રહ્યો અને પછી તે બહાર શું થઈ રહ્યું છે તે જોવા વળ્યો.જ્યારે બહાર ક્રિશ એ ઘોડેસવાર ને સામે જોતો હતો અને તેણે પૂછ્યું કે “તમે કોણ છો?” ઘોડેસવાર કટાક્ષ માં હસ્યા અને તેમને કહ્યું “હમણાં જ ખબર પડી જશે મૂર્ખ” ક્રિશ ને અપમાન સહન ના થયું પણ તે હજી વગર ડરે બહાર ઉભો હતો અને તે એકસાથે ઘણું બધું વિચારતો હતો જયારે જેમકે અર્થ ક્યાં ગયો? તેની મમ્મી તથા કરણ ની તો ખબર હતી કે તેવો બહાર ગયા છે. ઘોડેસવાર કોણ છે?, જે તેને મૂર્ખ કહે છે.પણ કશુંજ વધારે વાત બગડે તે પહેલા અંકલે જલ્દી થી જ અર્થ ને કહ્યું કે “ હું બહાર જવું છું પણ તું કંઈ પણ થઈ જાય જ્યાં સુધી તે જતા ના રહે ત્યાંસુધી તું અહીં જ રહીશ હું મરી કેમ ના જઉં તો પણ હું તને વિશ્વાસ આપવું છું કે હું તારા મિત્ર ને બચાવીજ જો તું આટલું કરીશ.” અર્થે તેમની સામે જોયું અને તેમને વિશ્વાસ અપાવ્યો કે તેવું કરશે.

સમય ખોટી ના કરતા અંકલ બહાર ગયા ઘોડેસવાર રાજી થઈ ગયો

ઓહ..અદભુત શિકાર ખુદ સામે આવ્યો છે.

જયારે અંકલે તેમના સ્વભાવ ની વિપરીત કામ કર્યું તેમને આજીજી કરી “માલિક આ બાળક ને છોડી દો મહેરબાની કરી ને તમે તેના બદલા માં મને બંધી બનાવીને લઈ જઈ શકો છો હું તમારા માલિક ની વફાદારી પૂર્વક સેવા કરીશ.” જયારે ઘોડેસવાર નીચે ઉતર્યો અને તેને પોતાના હાથ ના જાદુવળે અંકલ ને દૂર ફેકી દીધા અને ત્યારે કાળા કલર ની રોશની ઉત્પન્ન થઈ તે માત્ર એક ક્ષણ પૂરતો તણખો હતો અને કોઈ જંગલીજાનવર ને ધિક્કારતા હોય તેમ કહ્યું “ચલહટ મારા રસ્તા પર થી જ્યારે અંકલ તો બહુ દૂર પડ્યા અને ઘોડેસવાર ક્રિશ તરફ જતો હતો પણ ત્યાંજ અંકલે જાદુઈમોજા પહેરી લીધા અને ક્રિશ ની નજીક જતા ઘોડેસવાર ને દૂર થી જ ધક્કો માર્યો અને ત્યારે એક આછા લીલા કલર ની રોશની ઉત્પન્ન થઇ.જયારે અર્થ આ જોઈ રહ્યો હતો તે ને લાગતું હતું કે તેને બહાર જવું જોઈએ ભલે તે લડી ના શકે પણ તેના મિત્ર ને મરવા માટે ના મૂકી શકે જ્યારે અંકલ પણ અત્યારે બે ઘોડેસવાર સામે લાચાર હતા. તેને અંકલ ને કહેલું ના માની ને બહાર જવાનું વિચાર્યું, તે તેના મોજા શોધવા પાછો વળ્યો અને કબાટ માંથી પોતાના જાદુઈમોજા કાઢ્યા જેથી કદાચ કંઈ ન કરી શકે તો માત્ર રક્ષણ મેળવી શકે તે મોજા મળતા પહેરીને ધીમેથી દરવાજો ખોલ્યો પણ તેને જોયું તો બહાર કોઈ જ ન હતું તેને આજુબાજુ ફરીથી જોયું કદાચ ઘોડેસવાર જતા રહ્યા હતા.તે વિચાર માં પડી ગયો હમણાં તો અહીં ઘોડેસવાર અને ક્રિશ તથા અંકલ ઉભા હતા. તે હવે આખો દરવાજો ખોલી ને સંપૂર્ણ પણે બહાર આવ્યો.જયારે તેની નજર સૌ પ્રથમ ક્રિશ ની ઉપર પડી અને તેની આંખો આ ખુલી જ રહી ગઈ તેને આ વસ્તુની ધારણા ક્યારેય નહોતી કરી તેની છાતી માં ધારદાર કુહાડી હતી તે મૃત્યુ પામ્યો હતો અને ફરી ને તેની નઝર અંકલ પર પડી તે રોડ ઉપર જ પડયાં હતાં અને તેમના શરીર માં થોડોક જીવ બાકી હતો તેમના છાતી માં પણ ક્રિશ ની જેમ કુહાડી મારેલી હતી હકીકત માં જયારે અર્થ મોજા શોધવા ગયો ત્યારે ઘોડા ઉપર બેઠેલા ક્રુરે પોતાના હાથ માં જાદુ થી કુહાડી ઉત્પન્ન કરી અને બંને કુહાડી બંને હાથે બંને તરફ ફેંકી અને એકજ સેકન્ડ ની અંદર જીવ લાઇ લીધો અર્થ બીજું કંઈ પણ વિચારી શકે તેમ ન હતો તે જલ્દી થી અંકલ પાસે પહોંચ્યો.તેમના માં હજી થોડો જીવ બાકી હતો તેમની આંખો ખુલી હતી પણ તે ખરડાયેલા અવાજ માં બોલ્યા મને માફ કરજે ,હું તારા મિત્ર નું જીવન ના બચાવી શક્યો પણ મેં ત્રાટકે કિધેલું વચન પાડ્યું મેં તને બચાવી લીધો અર્થ ધ્રુસકે અને ધ્રુસકે રડતો હતો. અંકલનો જીવ પણ તેમનું શરીર છોડી ચુક્યો હતો.તે ક્રિશ પાસે ગયો અને તેના મૃતદેહ પાસે બેસી ગયો અને ખૂબ રડવા લાગ્યો. તેને યાદ આવ્યું કે જ્યારે તે પહેલી વાર મળ્યા હતા અને અને પોતાના સંસ્મરણો યાદ કરીને જોરજોર થી રડવા લાગ્યો જયારે આજુ બાજુ લોકો ભેગા થઈ ગયા અને હજી ક્રિશ ના મમ્મી પાપા અને કરણ તો આવ્યા જ ના હતા.તે આ દુઃખ કેવી રીતે સહન કરી શકશે તે પણ અર્થ ની ચિંતા નો વિષય હતો પણ અત્યારે તો તે ક્રિશ નું માથું ખોળા માં લઈને ખૂબ રડતો હતો ખરેખર આ બહુજ મુશ્કેલ સમય હતો.


ક્રમશ

આપને વાર્તા સારી લાગે તો આપના અમૂલ્ય પ્રતિભાવ અવશ્ય જણાવો

ઇન્સ્ટાગ્રામ @kuldeepsompura1.2

અને મોબાઈલ અને વોટસએપ નંબર ૭૫૬૭૭૩૫૨૫૦

આપ મેસેજ કરીને આપના પ્રતિભાવ જણાવી શકો છો.