The Author Kaamini અનુસરો Current Read બેગુનાહ - 3 - છેલ્લો ભાગ By Kaamini ગુજરાતી ફિક્શન વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books મૂર્તિનું રૂપાંતર મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ... ભીતરમન - 53 મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય... ગામડાં ની ગરિમા ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે... સંઘર્ષ - પ્રકરણ 10 સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા... તૂતેનખામેનનું મમી લોકો સાથે બદલો લેતું રહ્યું........ કેરાલાના પદ્મનાભસ્વામીના મંદિરના ખજાનામાં રહેલાં સુવર્ણ અને... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Kaamini દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા કુલ એપિસોડ્સ : 3 શેયર કરો બેગુનાહ - 3 - છેલ્લો ભાગ (58) 1.6k 3.1k 1 પાછલા ભાગમાં આપણે જોયું કે કાવ્યા સાથે જે ઘટના બની તેના પ્રત્યુત્તરમાં તેણે પોતાના પતિ હર્ષ પર ઘા કર્યો. આજે આપ સૌ સમક્ષરજૂ કરી રહ્યો છું તેનો આગળનો ભાગ.....હર્ષ કંઈક સમજે વિચારે તે પહેલાં જ તેના માથામાં સીધો ઘા કર્યો. હર્ષનું માથું ફાટી ગયું. માથું - ચહેરો લોહીલુહાણ થઇ રહ્યું હતું. કાવ્યાએ હાથમાં રહેલ કાચના ટુકડાનો ફરીથી ઘા કર્યો. હર્ષ ઢળી પડ્યો. ડેવિડ આ દ્રશ્ય જોઈને ત્યાંથી નાસી ગયો. કાવ્યા ચીસો પાડતી હાથમાં રહેલ કાચના ટુકડા વડે ઘાત - પ્રતિઘાત કરી રહી હતી. તે રડતા રડતા હર્ષની લાશ પાસે બેસી ગઈ. તેની ઉપર વારંવાર વાર કરી રહી હતી. આંસુ સુકાયા ગુસ્સો શાંત પડયો, કાવ્યા ત્યાંથી ઊભી થઈ. ફ્લાવર વાસ જ્યાં મુકેલો હતો તે ટેબલ પર લેન્ડલાઈન ફોન હતો એ લેન્ડલાઈન ફોનથી તેણે સૌથી પહેલા તેના પપ્પાને પછી તેના સસરાને ફોન ઉપર બધી વાત જણાવી દીધી અને ત્યારબાદ તેણે ટેલીફોનની પાસે પડેલ ફોન ડાયરેક્ટરીમાંથી સાઉથ આફ્રિકાની સીટી પોલીસને જાણ કરીને સમર્પણ કરી દીધું. પોલીસ આવે ત્યાં સુધી તે સૂનમૂન અવસ્થામાં તેની પાસે પડેલા હર્ષની લાશના લોહિયાળ ખાબોચિયામા નજર નાખીને હર્ષની લાશ પાસે જ બેસી રહી. તેના પપ્પા અને સસરા બંનેએ ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારની મદદ મારફતે તાબડતોડ આફ્રિકા જવા માટે નીકળી પડ્યા. કાવ્યાને હર્ષની હત્યા કરવા બદલ આફ્રિકાની જેલમાં પૂરી દેવામાં આવી. તેના પપ્પા અને પિતા સમાન સસરા બંને વકીલ લઈને ત્રણ દિવસ બાદ કાવ્યા પાસે પહોંચ્યા. વકીલે પોલીસને પોતાની આઇડી બતાવીને બધા ડોક્યુમેન્ટ આપી, પોલીસ પાસેથી કાવ્યા સાથે ડિસ્કશન કરવાની પરમિશન માંગી. પોલીસે મંજૂરી આપી અને પછી વકીલે કાવ્યા સાથે થયેલી બધી ઘટના જણાવવા કહ્યું. કાવ્યા એ પોતાની આપવીતી કહી સંભળાવી. ત્યારબાદ તેમના વકીલે ત્યાંની કોર્ટમાં પિટિશન ફાઇલ કરી. કેસ ચાલુ થયો. સુનાવણી થઇ. દલીલો થઇ. ત્યારે સરકારી વકીલ અને કાવ્યાના વકીલ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ નો એક દોર ચાલ્યો. કાવ્યાની જુબાની લેવામાં આવી. આ બધું જોઈને - સહીને માનસિક રીતે તે તૂટી ગઈ હતી. તેનું ઘર, સંસાર, જીવન બધું બરબાદ થઈ ચૂક્યું હતું. તેના પિતા અને તેના સસરા તેની પડખે ઉભા હતા. તેની સાથે બનેલી આ અણધારી ઘટનામાંથી બહાર લાવવા માટે સતત પ્રયત્નશીલ હતા. કહેવાય છે કે જેનું કોઈ ન હોય તેના ભગવાન હોય. તે કહેવત અહીં સાચી પડતી નજરે જોવા મળી. એક દિવસ દલીલબાજીમાં બચાવ પક્ષે રજૂ કર્યું કે પોતાને બચાવવા ખાતર કાવ્યાએ આ પગલું ભર્યું. જે તેને દોષી ઠેરવી ન શકે. આવી અનેક દલીલો પછી ભગવાનની કૃપા ફરીથી જાણે કાવ્યા પર થઈ. કાવ્યાને ત્રણ મહિના સુધી આફ્રિકા છોડીને ન જવાની શરતે તેને મુક્ત કરી અને મિ. ડેવિડની ધરપકડ કરવાનું વોરંટ બહાર પાડ્યું. કોર્ટે કાવ્યાને બહાર જવાનું કહ્યું. વકીલને અમુક ઓર્ડર આપ્યો. પછી ડોક્યુમેન્ટેશનનું કામ પતાવીને વકીલ પણ નીકળ્યા. પોતાના પિતા સસરા અને વકીલ સાથે ગાડીમાં બેસીને જઈ રહી હતી. ભૂતકાળમાં ખોવાયેલી પોતાની દીકરીને જોઇને તેના પિતાએ ફોન આપતા કહ્યું: “વાત કર બેટા તારી મમ્મી છે." બસ.... ફોન હાથમાં લઇ પોતાની મમ્મીનો અવાજ સાંભળતા જ કાવ્યા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. તેને જોઈને કારમાં બેઠેલ તમામની આંખો પણ ભીની થઈ ગઈ. આપને જો આ પસંદ પડી હોય તો કાવ્યની લાઈફનો આગળનો ભાગ પણ આમાં હું include કરીને આપ સૌ સમક્ષ રજૂ કરીશ...તેના માટે આપનો ફીડબેક આપવો ખૂબ જ અગત્યનું છે. માટે ફીડબેક (પ્રતિભાવો) આપવાનું ચૂકતા નહીં.આભાર...કામિની વર્મા(સંપૂર્ણ) ‹ પાછળનું પ્રકરણબેગુનાહ - 2 Download Our App