begunaah - 2 books and stories free download online pdf in Gujarati

બેગુનાહ - 2

ભાગ 2
પણ આ શું? અચાનક જ મિસ્ટર ડેવિડે તેને બાથમાં ભીડી લીધી. અચાનક થયેલા આવા ઓડ બિહેવિયરથી કાવ્યા એ તેને ધક્કો મારી દીધો. તે ગભરાઈ ગઈ. હર્ષે તેને સમજાવતા કહ્યું કે ફોરેનમાં “હગ” કરવાનો (ભેટવાનો) રિવાજ છે, જેમ આપણા દેશમાં પગે લાગવુ ને નમસ્કાર હોય તેમ. પણ કાવ્યાના મુખમંડલ પરથી ખુશીનો તેજ ઓતપ્રોત થઈ ચૂક્યો હતો. હર્ષે મિસ્ટર ડેવિડને ઈશારો કર્યો અને કાવ્યાનો હાથ પકડીને ડ્રોઈંગરૂમમાંથી ત્યાં આવેલા બેડરૂમ તરફ લઈ ગયો. ત્યાં તેને બેસાડી પછી સમજાવવા લાગ્યો: “કાવ્યા અહીંના પશ્ચિમી દેશોમાં આવું બધું નોર્મલ કહેવાય. તું ડર નહીં, હું તારી સાથે છું.” કાવ્યાની આંખોમાં પાણી આવી ગયા. હર્ષે તેનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો “કાવ્યા હું આપણું ભાવિ બનાવવા તને અહીં લાવ્યો છું. આપણે ખૂબ મહેનત કરીશું. સાથે મળીને ખૂબ કમાવીશું. તું મને સાથ આપીશ ને?” ડેવિડ સર ખૂબ જ સારા માણસ છે. તારા આવા વર્તનથી તેઓ હટૅ (દુઃખી) થયા હશે, તો તુ એમને સોરી કહી દેજે ઓકે?!! ભોળી કાવ્યા... આંસુ ભરેલી નજરે તે હર્ષને જોઈ રહી અને હકારમાં માથું હલાવ્યું ને ભેટી પડી. હર્ષ તેને બેસાડી આસ્વસ્થ કરી રૂમની બહાર ગયો. પાંચ મિનિટ પછી મિસ્ટર ડેવિડ અંદર આવ્યાં. કાવ્યા ઊભી થઈ ગઈ અને હાથ જોડીને માફી માંગવા લાગી. પણ ત્યાં જ...ડેવિડે તેના બંને હાથ પકડી લીધા અને પોતાની તરફ લુચ્ચાઈથી ખેંચવા લાગ્યો. ડેવિડ તેની સાથે બળજબરી કરી રહ્યો’તો. કાવ્યા ઝપાઝપી કરીને તેમાંથી છૂટવાનો પ્રયત્ન કરી રહી હતી અને મોટે મોટેથી હર્ષને બૂમો પાડી રહી હતી, ત્યાં જ હર્ષ અંદર દોડી આવ્યો.
મિસ્ટર ડેવિડે હર્ષ પર ગુસ્સે થતા પૂછ્યું કે, “ વ્હોટ ધ હેલ યુ ડીડ બીફોર? શી ઇઝ નોટ સપોર્ટિંગ. યુ ટોલ્ડ મી ધેટ શી વિલ સપોર્ટિંગ એન્ડ મેક મી હેપ્પી. વાય વુડન્ટ શી?? ટેલ હર રાઈટ નાવ.” (તે પહેલાં શું કર્યું? એ મને સપોર્ટ નથી કરી રહી. એ મને કેમ સપોર્ટ નથી કરતી? તે મને કહ્યું હતું કે મને સપોર્ટ કરશે અને મને ખુશ કરશે પણ નથી કરી રહી. સમજાવ એને.)
આટલું સાંભળતા જ કાવ્યા ચીસ પાડીને હર્ષને પૂછવા લાગી કે, શું છે આ બધું? આ શું બોલી રહ્યો છે? જવાબ આપ! હર્ષે કહ્યું, તને યાદ છે એકવાર હું તને અમારી બિઝનેસ પાર્ટીમાં લઈ ગયો હતો. ત્યાં આ મિ.ડેવિડ પણ હાજર હતા. તે સમયે હું તેમનાથી ખાસ પરિચિત ન હતો પણ જ્યારે એમણે તને ત્યાં જોઈ અને પાર્ટી પૂરી થયા બાદ મને ફોન કર્યો ને મીટીંગ ગોઠવી તેમણે મને “ઓફર” કરી - જોબ બંગલો કાર પ્રમોશનથી લઈને પાર્ટનરશીપ સુધીની અને તેના બદલામાં તેમને ફક્ત તું જોઈતી હતી મેં હા પાડી દીધી. ઓછી મહેનતે આટલી જલદી આટલું બધું મળવું મુશ્કેલ હોય છે મેં હા પાડી ને એમની શરતો માની લીધી. કાવ્યા એ હર્ષ ને થપ્પડ મારી દીધી અને ચીસ પાડીને બોલી કે તે મને વેચી નાંખી? હર્ષિત સામેથી લુચ્ચાઈ ભર્યું હસ્યો અને કાવ્યાને ઝંઝોળીને પકડી ને બોલ્યો: “હા વેચી નાંખી છે. અહીં હવે મારા સિવાય તારું કોઈ જ નથી! તારે એ જ કરવાનું છે જે હું કહીશ..! કાવ્યા આ બધું જાણીને અવાક્ થઈ ગઈ. બેડરૂમમાં તે ધ્રુસકે ધ્રુસકે રડતી ફસડાઈ પડી.
અચાનક જ તે ઉભી થઇ તેની બાજુમાં રહેલ ટેબલ પર મુકેલ કાચના ફ્લાવરવાસને હાથમાં લીધો અને હર્ષ કંઈક સમજે વિચારે તે પહેલાં જ તેના માથામાં સીધો ઘા કર્યો. હર્ષનું માથું ફાટી ગયું. માથું - ચહેરો લોહીલુહાણ થઇ રહ્યું હતું. કાવ્યાએ હાથમાં રહેલ કાચના ટુકડાનો ફરીથી ઘા કર્યો. હર્ષ ઢળી પડ્યો. ડેવિડ આ દ્રશ્ય જોઈને ત્યાંથી નાસી ગયો. કાવ્યા ચીસો પાડતી હાથમાં રહેલ કાચના ટુકડા વડે ઘાત - પ્રતિઘાત કરી રહી હતી. તે રડતા રડતા હર્ષની લાશ પાસે બેસી. તેની ઉપર વારંવાર વાર કરી રહી હતી...
(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો