ધ બેસ્ટ પ્લાન Krunal Sheth દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ બેસ્ટ પ્લાન

લોકડાઉન જાહેર થયું એના થોડા વખત પહેલાં "પેરાસાઈટ" મુવી જોયુ. હા, એ જ કોરિયન ફિલ્મ કે જેને ઓસ્કર એવોર્ડ મળ્યો. અત્યાર સુધી વિદેશી ફિલ્મોને ખાલી બેસ્ટ ફોરેન ફિલ્મની કેટેગરીમાં એવોર્ડ મળતો હતો પણ આ પહેલી એવી વિદેશી ફિલ્મ બની કે જેને ઓસ્કરની બેસ્ટ ફિલ્મની ટ્રોફી મળી. એકેડમી એવોર્ડ મળવો જોઈએ કે નહીં એ હંમેશા ડિબેટનો વિષય હોઈ શકે પણ આધુનિક અમીર અને ગરીબ ફેમિલી વચ્ચે થેયલ ઘટનાક્રમને અદભુત રીતે દર્શાવતી અને જોનારને અંતમાં વિચારતી કરી મૂકે એવી ફિલ્મ. એના ડાયરેક્ટર બૉન્ગ જોન હો ને પણ ઓસ્કર મળ્યો. આ કોરિયન ડાયરેકટર ની બીજી ફિલ્મો પણ જોવા જેવી છે. ખૂબ જ યુનિક કોનસેપ્ટ પર આધારિત હોય છે આ ભાઈની ફિલ્મો. પણ આપણે ઓબ્વીયસલી "પેરાસાઈટ" ની વાત કરીશું.

ફિલ્મ શરૂ થાય છે એક ગરીબ ફેમિલીના રોજ બરોજના સ્ટ્રગલથી. હા, પણ પેલું અનન્યા પાંડે વાળું "સ્ટ્રગલ" નહીં ;-). આપણે જોવા વાળાએ પણ થોડું સ્ટ્રગલ કરવું પડે છે કારણકે એક તો કોરિયન ડાયલોગ્સ અને નીચે ઈંગ્લીશ સબટાઈટલ્સ વાંચવાના. ફિલ્મમાં રિયલ સ્ટ્રગલ પણ આર્થિક રીતે નબળા લોકો કેવી મસ્તીથી લેતા હોય છે એને ખૂબ જ સુંદર રીતે બતાવેલું છે. પછી એક દિવસ આ ફેમિલીના એક મેમ્બરને એનો એક ખાસ ફ્રેન્ડ એક અમીર ફેમિલી ને ત્યાં ટ્યુટર તરીકે જવાનું કેહ છે બિકોઝ એ ફ્રેન્ડ ને ક્યાંક જવું પડે એમ છે અને એ બીજા કોઈ પર વિશ્વાસ કરી શકે એમ નથી. અહીંયાથી એક પ્લાન બને છે અને પછી એ એક મેમ્બર કેવી રીતે પોતાના બાકીના મેમ્બર્સને એ અમીર ઘરમાં જોબ અપાવે છે એની વાત થઈ છે. આ બધું પણ ખૂબ જ સહજતાથી બતાવેલ છે. વાર્તામાં આગળ આ ફેમિલી એ અમીર ઘરમાં કેવી રીતે સેટ થાય છે. અમુક રોજે રોજના સંવાદો ગરીબ ફેમિલી મેમ્બર્સને ઘણું બધું રિયેલાઈઝ કરાવે છે. અમુક સીન્સ અને ડાયલોગ પરથી આપણને ખ્યાલ આવે છે કે સમાજમાં રિચ અને પુઅર માં કેટલો મોટો ખાડો આવી ગયો છે. ફિલ્મનો અંત થોડો ઘણો લોહિયાળ બતાવ્યો છે પણ ઓવરઓલ આ ફિલ્મ ઘણું શીખવી જાય છે.

હું અહીંયા સ્ટોરી નથી કહેવાનો કારણકે એ પહેલાં કહેવાઈ ચુકી છે પણ મારે બેકગ્રાઉન્ડ સેટ કરવું જરૂરી હતું આગળ વાત કરવા. બીજું કે હું માણું છે કે હજુ બૌ ઓછા લોકોએ જોયું હશે. એક્ચ્યુલી વાત કરવી છે એક સ્પેસિફિક ડાયલોગની. થાય છે એવું કે ફિલ્મમાં એ ગરીબ ફેમિલી ના બધા પ્લાન્સ પર કુદરત પાણી ફેરવી દે છે અને ત્યારે એ ગરીબ ફેમિલીમાં રહેતા પિતા એ એના મોટા દીકરાને વાત કીધી છે કે જેનો અંગ્રેજીમાં ભાવાર્થ થાય છે "નો પ્લાન ઇઝ ધ બેસ્ટ પ્લાન". મેં તો આ લાઇન પહેલા ક્યાંય વાંચી નથી એટલે મને ખુબ જ ઇન્ટરેસ્ટિંગ લાગી અને વિચારવા પર મજબૂર કરે એમ લાગી. આ વધારે સુસંગત અત્યારે ખૂબ જ લાગે છે કે જ્યારે કોરોના વાઇરસ ની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચુકી છે અને જે રીતે લોકડાઉન લાગ્યા ઠેર ઠેર એમાં એક વસ્તુ તો કનફર્મ થઈ ગઈ કે ગમે એટલા લોકોના 2020 ના પ્લાન હશે પણ કુદરત નો કંઈક અલગ જ પ્લાન હતો. ફિલ્મમાં તો આ ડાયલોગ એ લોકોની પરિસ્થિતિ પર એકદમ સેટ થાય છે બિકોઝ એ લોકોએ ફુલપ્રુફ બનાવેલ પ્લાન સક્સેસફૂલી એક્ઝિક્યુટ થઈ રહ્યો છે પણ અમુક એમના હાથમાં ના હોય એવી પરિસ્થિતિઓ એમના બધા મનસૂબા પર ઘા કરે છે. તમને એમ નથી લાગતું કે આપણામાંના મોટાભાગની જિંદગીમાં આ એકદમ ફિટ થાય છે. કેટલીય વાર આપણે જે નક્કી કરતા હોય છે એ થતું નથી હોતું પણ આપણે પ્લાન બનાવાનું નથી ચુકતા. દોસ્તો સાથે ગોવા જવાનો પલાન હોય કે એકઝામ વખતે એક રાતમાં આખો સિલેબસ બે વાર પૂરો કરી દેવાનો હોય કે સ્ટોક માર્કેટ ફલાણું નીચે આવશે તો ફલાણા પૈસા નાખીને ફલાણા રૂપિયા બનાઈ દેવાનો પ્લાન હોય કે પછી ઘરકામ કરવાવાળા બેનના ફટાફટ કામ પતાઈ દીધા પછી કોઈક ફનકશન માં સમય પર જવાનો પ્લાન હોય કે પછી ઓફિસમાં કોઈ પ્રેઝન્ટેશન ટાઈમ પર બનાઈને ઘરે વહેલા નીકળી જવાનો પ્લાન હોય. આવા તો કઈ કેટલાય પ્લાન રોજિંદા આપણે બતાવતા હોય છે. આ ઉદાહરણ જે આપ્યા છે એમાંથી તો તમે જાણો જ છો કે કેટલા સફળ થાય છે 😁. પાછાં આ તો બધા નાના પ્લાન્સ, આપણે તો જિંદગી બદલાઈ એવા પણ કેટલાય મોટા પ્લાન બનાઈ બેઠા હોય છે. જરૂરીયાત મુજબ પાછા આપણે મોડીફાય બી કરતા હોય છે પણ શાંતિથી વિચારો તો તમને રિયેલાઈઝ થશે કે સાલું સો માંથી નેવું વાર તો તમે જે વિચારીને પલાન બનાવો છો એ થતું જ નથી. ઘણીવાર આપણે બધા જ લાઈફને વધારે સિરિયસલી લઈને એટલા પ્લાન બનાઈ દેતા હોઈએ છે કે જ્યારે પછી એ પ્રમાણે ના થાય ત્યારે એ સિચ્યુએશનમાં મનમાં એક વસવસો રહી જાય છે. ભલે એ પ્લાન કદાચ એટલો ઈમ્પોર્ટન્ટ હોય કે ના હોય પણ જો એ સક્સેસ ના જાયતો બે ઘડી તો આપણને એમ થાય જ છે કે યાર જો આમ થઈ જાત તો મજા આવી જાત અને આમ ને તેમ કરી દેત. હવે જો લાઈફની અમુક વસ્તુને કે આ ડાયલોગ પ્રમાણે જો આપણે પ્લાનમાં ના ફેરવીએ તો ઈમેજીન કરીને જુઓ. હું માણું છે કે પચાસ ટકા આપણા બધાયનું ટેંશન જતું રહેશે. પેલું નથી કહેતા "પડશે એવી દેવાશે". બસ આ અભિગમ અમુક બાબતોમાં આ ખરેખર અપનાવવા જેવું છે જો આપણે સ્ટ્રેસ ઓછો કરવો હોય તો. પણ હવે ઈન્ફોર્મેશન ટેકનોલોજીના હરણ ફાળ ભરવાથી આપણી પાસે ચારે બાજુથી એટલી સ્ટોરીઝ આવી રહી છે કે આપણે વધુને વધુ પ્લાન બનાવતા હોઈએ છે અને મને લાગે છે જો એમ ન થાય તો કંઈક અંશે દુઃખી થઈએ છે. અને જોવા જઈએ તો જો પ્લાન જ નહીં હોય તો કશું ફેઈલ જવાનું જ નથી ને વધુમાં તમે આપણે અસંખ્ય શક્યતાઓ ને પણ ઉભી કરી રહ્યા છો.

ખેર, આનો અર્થ એ નથી કે લાઈફમાં આપણે પ્લાન નથી જ બનાવાના કારણકે પ્લાનિંગ વગરતો કઈ દિશામાં જવું એ નક્કી ના થાય પણ કઇ જગ્યાએ, કેટલી વસ્તુઓ માટે અને કેટલા પ્લાન બનાવા એ આપણા ઉપર છે. સ્ટ્રેસફુલ લાઈફમાં અમુક બિનજરૂરી વસ્તુઓ ને ફોર્મલ પ્લાન માં ના ફેરવીએ તો મને લાગે છે કે એની મજા કઈક ઓર જ હોય છે. લાઈફમાં ઘણી વાર સૌથી બેસ્ટ આપણી સાથે જે થયું હોય છે એ વગર પ્લાનિંગે થયું હશે. બાકી આ ફિલ્મ ક્યાંક જોવા મળે તો ચોક્ક્સ જોજો.

અસ્તુ🙏

કેવી શેઠ?!