*લાગણી ની ભીનાશ*
ભાગ :-૨
સગુ એ ચિઠ્ઠી ઉઠાવી..
ડિયર સગુ..
તને રૂબરૂ મા કઈ કહેવાની મારી સહેજ પણ હિમ્મત નથી અને એટલેજ આ..
આપડે ઘણું બધું જીવ્યા.. હા જીવ્યા... કારણકે આપડા જીવન ની એક પણ પળ નક્કામી નથી ગઇ... !! ભલે આપડે રડિયા હોઈએ, હસિયા હોઈએ કે દુખી થયાં હોઈએ કે એકબીજા સાથે મારા મારી કરી ને આખો દિવસ વાત ના કરી હોય, ભલે એક બીજાને રડાવ્યા હોય કે ચીડવ્યા હોય... એ બધી જ પળ આપડે જીવી છે.. કારણકે ક્યારેય આપડે બસ શાંત નથી બેસી રહ્યા... અને એટલેજ આજે કોઇ અફસોસ નથી... !!
બધુજ ઠાંસી ઠાંસી ને મન મા ભરી લીધું છે, તારી સાથે ની મસ્તી, વાતો, ઝગડા બધુજ... કઈ બાકી નથી રાખ્યું તારા સિવાય.. !! જો લઈ જઈ શકતો હોત તો તને પણ લઈ જાત પણ પછી મમ્મી પપ્પા નું ધ્યાન કોણ રાખે... !!
અને મારે ભાઈ તરીકે તારાં ખુબ જ ધામધૂમથી લગ્ન કરાવવાનાં છે..
અને એ જુદાઈ ની પલો આના કરતાં પણ ભારે હશે..
આ ઘરની દીવાલો માંથી આવતી સુંગધ, દરોરજ જમવા પોતાની જગ્યાએ બેસવાનો ઝઘડો અને પછી તું એમ કેહતી બેની કે હું સાસરે જઈશ ત્યારે આ લાદી ઉખાડીને લઈ જઈશ.... કેટલું ઝગડતા ખ્યાલ છે ને એ લાદી પર બેસવા... !!
પણ..
બધું અહીં જ છોડવાનું....??? ખુલી આંખે મારે હવે નવી જગ્યાએ એડજસ્ટ થવાનું છે... તમારા બધા વગર અઘરું પડશે, પણ કરી લઈશ... !!
મારી ચિન્તા ના કરશો.. !!
હવે થોડો મોટો થઈ ગયો છું ..
થોડી જવાબદારી લઈ ને પપ્પા નો ભાર હળવો કરીશ અને પપ્પા ની જવાબદારીઓ માં હું ખભેખભો મેળવીશ...
ક્યા સુધી હું મમ્મી પપ્પા પર નિર્ભર રહીશ...
અને ક્યાં સુધી તું કામ કર્યા કરીશ.. બન્ને ને થોડી ઘણી મદદ કરાવું હવે..!!
દિવસ ના અંતે બન્ને થાકી ગયા હોય ઘડીક મારી જેમ એમના રૂમ મા જઈને એમની સાથે બેસજે.. આખો દિવસ મોબાઈલ ના જોયા કરીશ.. જવાબદારી બસ એમનું કામ કરવાથી પુરી નઈ થઈ જાય સગુ એ યાદ રાખજે... એમનું ધ્યાન રાખવાનું, એમની સાથે બેસી ને સમય કાઢી ને વાત કરવાની, કંઈક નવું કરતા પહેલા એમનો અભિપ્રાય લેવાનો, કયારેક એમને ગમે એવુ કરવાનું, એમની સાથે બેસી ને જમવાનું, એમની સાથે બહાર જવાનુ, બસ કોઈ ને કોઈ રીતે એમની સાથે જોડાયેલા રહેવાનું, એમને બસ એકલા પડ્યા નો ભાસ ના થવો જોઈયે કે ના એવો ભાસ થવો જોઈયે કે છોકરાઓ મોટા થઈ ગયા એટલે હવે આપણે એકલા પડી ગયા...
સગુ એમને મારી યાદ ના આવવી જોઈયે, તું સંભાળી લઈશ મને ખ્યાલ છે.. !!
આ બધું તને લખી રહ્યો છું કારણકે એમની તો સામે જોવાની પણ મારી હિમ્મત નથી થતી, એમને જોઈ ને જ આંખ ભરાઈ જાય છે.. !!
એ લોકો પણ મારી સામે નથી જોતા કેટલી વાર મેં બન્ને ને છુપાઈ ને રડતા જોયા છે, પણ છોકરાં નાં ભવિષ્ય માટે થઈને મન સાથે સમાધાન કરે છે...
બસ હવે નથી લખતો બઉ, સાથે કાઢેલા વર્ષ થોડી કાગળ પર લખાશે, એતો આપડા બન્ને મા સચવાઈ ને લાગણીઓ ની ભીનાશ બની મહેકશે..
અને હા તારું પોતાનું પણ ધ્યાન રાખજે.. !!
સરગમ થી આ વાંચ્યા પછી એટલું જોરથી રડાઈ ગયું કે નિનાદ ને પણ સંભળાઈ ગયું... !! અને નિનાદ દોડી ને સરગમના રૂમ મા પહોંચી ગયો.. !!
નિનુ આ શું છે બધું???
તમને ઘરે છોડી ને જવાનુ, મને એમ કે ખાલી હું જ દુઃખી છું...
સગુ... નિનુ તું જો..
મમ્મી પપ્પા પણ રડે છે...???
અને મમ્મી પપ્પા ની કેમ આટલી ચિન્તા કરે છે તું, તારી બહેન બેઠી છે.. !!
તને વિશ્વાસ છે ને મારા પર...??? તું સહેજ પણ કોઇ ની ચિન્તા ના કર..
કાલે તારે જવાનું છે..
તું મનથી મક્કમ બનીને જા..
સારું સગુ...
બીજા દિવસે રાત્રે એરપોર્ટ પરથી આવજો કહીને પ્લેન દેખાયું ત્યાં સુધી જોયું..
અને નિનાદ ને દૂર દેશાવરમાં જતો જોઈ ને ખુશી પણ જુદા થયો એ જુદાઈ ની વેદના થી ભારેપણું અનુભવતા ખાલી લાગતાં ઘરમાં પાછાં આવ્યાં...
ભાવના ભટ્ટ અમદાવાદ...