લાગણી ની ભિનાશ - ૧  Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી ની ભિનાશ - ૧ 

*લાગણી ની ભિનાશ*
ભાગ :-૧

એકબીજા માટે ની લાગણી ની ભીનાશ ને ક્યાં સુધી છુપાવીશું???
રણમાં ઉભા રહીને
ગમે તેટલા મૃગજળ શોધશું,
કે ગમે તેટલી દોટ મુકીશું,
આખરે તો લાગણી માટે તરસ્યા રહીશું...
એ સગુ શું કરે છે..???
કઈ નહી નિનુ આવ ને અંદર.. બેસ મારી પાસે.. !!
જો આ લીધી મારી બ્લ્યુ ટી શર્ટ બ્લેક પેન્ટ પર પહેરવા..
નિનાદ અંદર આવી ને હાથ મા પકડેલી ટી શર્ટ બતાવતા બોલ્યો.. !!
અરે વાહ.. સરસ છે.. તું તો એકદમ હીરો જેવો લાગીશ..
સરગમ હસતાં હસતાં ખુશ થઇ ને બોલી.. !!
જાને હવે કઈ પણ..
નિનાદે પણ હસતાં હસતાં કહ્યું.. !!
સગુ હું જવું પછી
મમ્મી પપ્પા નું અને તારું ધ્યાન રાખજે..
હા નિનુ...
એ કોઈ કેહવાની વાત છે???
ના નથી જ બેની..
પણ..
આંખ નાં આંસુ છુપાવી ને નિનાદ બોલ્યો...
આ તો આપણા આખા કુટુંબ માંથી હું જ પહેલો છોકરો અમેરિકા જવું છું...
અને એકવીસ વર્ષ પછી પેહલી વખત તમારા બધા થી દુર જવું છું તો ચિંતા થાય ...
સગુ સાચી વાત છે ભાઈ..
પણ સાથે ખુબ ખુશી ની વાત છે કે તું તારા હોટલ મેનેજમેન્ટ ના કોર્ષ માં સફળ થયો અને તને આવી સરસ અમેરિકામાં હોટેલ તરફથી ઓફર આવી...
હવે તું કરાર મુજબ એક વર્ષે જ ભારત આવી શકીશ...
તારી બધી તૈયારી થઈ ગઈ ... અત્યાર સુધી એ જ કર્યું સગુ...
હવે આજે તો તારી સાથે બેસવા દે.. !! નિનાદ થોડો ભાવુક થઈ ગયો પણ ઝડપથી પોતાની જાત ને સાંભળી ને બોલ્યો, સગુ કાલે અત્યારે તો એરપોર્ટ પર જવા નીકળી જઈશું, અને બન્ને એકબીજાની સામે જોઈ પરાણે હસ્યાં.. !!
સગુ ચલ ને એક સેલ્ફી પડાવ... !!
નિનાદ મોબાઈલ ઉપર તરફ કરતા બોલ્યો.. !!
એક સેલ્ફી લીધાં પછી..
સરગમ નિનાદ ને..
જા સુઈ જા હવે બઉ મોડું થઇ ગયું છે.. !!
હા બેની તું પણ સુઈ જા શાંતિ થી.. !!
નિનાદ ઊભો થયો અને રૂમમાં જઈને એક બોક્સ લઈ આવ્યો..
સગુ આ લે.. !! શું છે નિનુ.??? એક લાલ રંગ નું બોક્સ હાથ મા પકડતા પકડતા બોલી. !!
તું ખોલી ને જો...
હું મારા રૂમમાં જવું છું..
સરગમ ફટાફટ પોતાના રૂમ મા જઈ ને બોક્સ ખોલી ને જોવા લાગી...
સરગમ અને નિનાદ ના ઘણા બધા નાનપણ ના ફોટોસ, એક બીજાના ખભા પર હાથ મુકેલા, રમતા, મસ્તી કરતા, નિનુ ની પહેલી બર્થડે ના, અંબાજી નાનપણ મા ફરવા ગયા હતા ત્યાંના, કાંકરિયા ઘોડા પર બેસેલા, ગોગલ્સ પહેરેલા, રક્ષાબંધન નો ફોટો, સાડી પહેરેલો સરગમ નો ફોટો, બધાજ નાનપણ ના ... !! કેટલી બધી સેલ્ફી, કેટલા જાત જાત ના નખરા કરતા નવા મોબાઈલ મા પાડેલા ફોટોસ.. !! એ દરેકે દરેક ફોટા સાથે અઢળક યાદો જોડાયેલી હતી... અને બધુજ સરગમ ને યાદ આવી રહ્યું હતું...એ બધી જ ક્ષણો જે ભાઈ બહેન એ સાથે વિતાવી હતી અને એ વિચારો માં ખોવાઈ ગઈ.. ભાઈ સાથે અને કેટલી બધી મસ્તી ધમાલ કરી હતી .. અને એ દરેક ક્ષણો નો પિતારો ભાઈ એ આપી ને ફરી એ બધું જીવંત કરી દીધું હતું....
સરગમ ને નાનપણથી જ ફોટા પડાવાનો અને ફોટા ભેગા કરવાનો શોખ હતો આ વાત નીનું ને બહુ સારી રીતે ખબર હતી કેમ કે કોઇપણ નવી જગ્યા એ ગયા હોય કે કઈ નવું કર્યું હોય તો પહેલા જ સરગમ કહે નીનું એક ફોટો તો પાડી આપ મને..!! અને આ ફોટાઓ જોતાં જ તેની આંખો ભીની થઈ ગઈ ..ફોટા ધૂંધળા દેખવા લાગ્યા... અને સરગમે ફટાફટ પોતાની આખો સાફ કરી દીધી...
જોયું તો બોક્સ માં એક ચિઠ્ઠી હતી...

વધુ આવતા અંક માં વાંચો...
તમારા પ્રતિભાવ આવકાર્ય છે.... જણાવો આગળ શું થયું હશે...!!!
ભાવના ભટ્ટ...
અમદાવાદ.....