hu ek chhokri - 3 books and stories free download online pdf in Gujarati

હું એક છોકરી - 3

પ્રકરણ ૩

રીમા ની સગાાઈ સરસ રીતે પતી ગઈ હોવાથી બધા ખૂબ ખૂશ હતા.રીમા પણ ખૂશ દેખાઈ રહી હતી.આકાશ સ્વભાવે અને બોલેે ચાલે બરાબર હતો એટલે રીમા તેની સાથે ભળી ગઈ હતી.ધીમે ધીમે તેઓ એક બીજા ની નજીક આવતા હતા.બારે હરવા ફરવા જવાની અને એકમેેકનેે મળવાને લીધે તેઓ એક બીજા ની પસંદ પણ સારી રીતે જાણતા થઈ ગયા હતા.એકબીજાને ભેટ સોગાદનીી આપ લે પણ થતી.જાણે એક બીજા ના મન વાાંચતા શીખી લીધું હોોય તેમ રીમા ને એક દિવસ આકાશે કહ્યું કે હુું તને ખૂબ જ પ્રેમ કરુ છું તું આ વાત થી અજાણ નથી, અને તુ પણ મને ચાહે છે એ હું જાાાણુ છુ.પણ ક્યારેક તુ વાત કરતા કરતાં ઉદાસ થઈ જાય છે અને હુ એ વાત નુ કારણ જાણવા માંગું છું.જો તુ યોગ્ય સમજે તો મને જણાવી શકે છે જો તુ ન કહેેેવા માંગતી હો તો હુું તને જબરદસ્તી નહીં કરુ.રીમા એ મનમાં વિચાર કર્યો કે આકાાશ મને સાચો પ્રેમ કરે છે અને હુ તેને દગો નહી આપુ.તે આકાશ ને પોતાના અને જય વિશે બધી જ વાત જણાવે છે અને સાથે જ એ વાત ની ખાતરી અપાવે છે કે હવે તેના જીવન માં ફક્ત આકાશ નુ સ્થાન છે.આકાશ ખૂબ જ સમજદાર હોવાથી રીમા ની વાત અને લાગણી ઓ ની કદર કરે છે અને હવે થી કંઈપણ વાત હોય તો રીમા આકાાશ ની સાથે શેયર કરે એવી ઈચ્છા પણ જાહેર કરી.રીમા એ પણ આકાાશ ની વાત ને સહમતી આપી.
હવે રીમા ના હ્દય પર ભાર ન હતો.લગ્ન ની તારીખ નક્કી થઈ ગઈ હતી.રીમા અને આકાશ સગાઈ લગ્ન વચ્ચે ના ગોલ્ડન પિરીયડ ને ખૂબ જ યાદગાર બનાવી રહ્યા હતા.રીમા આકાશ અને તમના માતા પિતા બધા ખૂબ જ ખૂશ હતા.લગ્નની તૈયારીઓ પૂર જોશ થી ચાલી રહી હતી.કંકોત્રીઓ છપાઈ ગઈ મહેમાનો ને આમંત્રણ આપવાનું ચાલું થઈ ચૂક્યુ હતું તો રસોઈયા મંડપ વાળા ડેકોરેશન વાળા બધાનુ બુકીંગ થઈ ગયુ હતું.એટલા માં એ દિવસ જેની સહુકોઈ રાહ જોઈ રહ્યું હતુ એ દિવસ એટલેકે લગ્ન નો દિવસ આવી ગયો.લગ્ન માટે બુક કરાયેલો હોલ મહેમાનો થી ઠસ્સોઠસ્સ ભરેલો હતો.જાન પણ આવી ગઈ હતી.મરુન કલર ની શેરવાની માથે ગોલ્ડન સાફો અને પગમાં રજવાડી મોજડી સાથે ગળામા મોતી માળા અને હાથમાં તલવાર લઈ સજ્જ થયેલો આકાશ કોઈ રાજકુમાર ને પણ ઝાંખો પાડે એમ શોભતો હતો.તે મંડપ માં પહોંચી રીમા ના આવવા ની રાહ જોઈ રહ્યો હતો.એટલામાં ગોરબાપા દ્વારા કન્યા પધરાવો સાવધાન ની સૂચના અપાઈ..સહુ કોઈ દુલ્હન ને જોવા આતુર હતું.ત્યાં તો ધરચોળા અને પાનેતર ની સાથે,મહેંદી રંગેલા હાથમાં ચૂડલો પહેરી સોળ શણગાર સજેલી રીમા ધીમા પગલે મંડપ તરફ આવે છે.રીમા આજે સ્વર્ગ ની અપ્સરાઓ ને પણ ઝાંખી પાડે એટલી સુંદર લાગી રહી હતી.આજે તો તેનો સાંવરો રંગ પણ એક શણગાર નુ કામ કરી રહ્યો હતો.આકાશ નુ હ્દય તો રીમા ને દુલ્હન ના રુપ મા જોઈ ને જાણે રીતસરનું ધબકારો ચૂકી ગયુ હોય એમ તે એકીટશે રીમા ને તાકી રહ્યો હતો.જ્યારે રીમા તેની એકદમ નજીક આવી ગઈ ત્યારે તેને સમય નુ ભાન થતાં થોડી શરમ અનુભવવા લાગ્યો.હવે વરમાળા નો સમય થતા ગોરબાપાની સૂચના મુજબ એક બીજા ને ફૂલમાળા પહેરાવી મંગળ ફેરા ફરવા માટે હવનકુંડ ની પાસે પહોંચ્યા અને મંત્રોચ્ચાર સાથે પવિત્ર અગ્નિની સાક્ષી એ ફેરા ફરી સાત જનમ ના બંધને બંધાયા.આકાશે રીમા ના સેથા માં સિંદૂર પૂર્યુ અને ગળા માં મંગળસૂત્ર પહેરાવ્યું.આમ પૂરા વિધીવિધાન થી આકાશ અને રીમા ના લગ્ન પણ થઈ ગયા.સૌ મહેમાનો જમીને વારાફરતી નીકળવા લાગ્યા.રીમાના માતાપિતા એ આંખો માં આંસુ સાથે રીમાને સાસરે વળાવી.આ દુનિયા ની દરેક દીકરી અને દરેક બાપ માટે દીકરી ની વિદાઈ નો પ્રસંગ જેમ અતિ વસમો હોય છે તેમ જ રીમા અને તેના પિતા માટે પણ વસમો હતો.પણ દીકરી તો પિતા ને ઘેર પારકી થાપણ હોય એટલે વળાવી તો પડે.એમ રીમા ની પણ વિદાઈ થઈ.રીમા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડતી ગાડી માં બેઠી
એક નવી જીંદગી ની શરૂઆત તરફ.

(શું વળાંક લેશે હવે રીમા ની જીંદગી જૂઓ આવતા અંકમાં)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED