Hu ek chhokri - 1 books and stories free download online pdf in Gujarati

હું એક છોકરી - 1

પ્રકરણ-૧
એક સામાન્ય મધ્યમ વર્ગ પરીવાર મા જન્મેલી રીમા એ દેખાવે ખૂબ જ પાતળી કાયા અને ઘઉંવર્ણો વાન ધરાવતી છોકરી.પિતા પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે અને માં એક સામાન્ય ગ્રૃહીણી.રીમા ના જન્મ ની ખુશી તો બહુ ઓછા લોકો ને ,પણ ઈશ્વર પાસે કોનુ ચાલે? ધીમે ધીમે બધુ ઠીક થતુ ગયુ.રીમા ભણવામા ખૂબ જ
હોંશિયાર હંમેશા સારા નંબરે જ પાસ થાય.શાળા મા શિક્ષકો અને સખીઓ ની ખૂબ જ લાડકી.વિવિધ શાળાકીય
પ્રવૃૃૃતિઓ મા પણ ઉત્સાહભેર ભાગ લેતી રીમા મોટી થવા લાગી.
કહેવત છે ને કે દીકરી ને મોટી થવા મા વાર ના લાગે.
આમ તો ઘર નુવાતાવરણ ઠીક હતું પણ પૂૂૂૂરતી હૂૂફ ન મળવાાાને કારણે રીમા ઉદાસ રહેતી.પિતા આખો દિવસ નોકરી પર હોય અને મા તો કામ પરવારી ને વાતના વડા કરવા જતી રહે,આમ પણ મા દીકરી કામ જેટલી જ વાત કરે.મા દીકરી ની વચ્ચે હોય તે સખી સહેલી જેવો સંબંધ તો અહીં હતો જ નહી.રીમા દરેક વેકેશન મામા ના અને માસી ના ઘેેર જતી રહે.આખુ વેકેેેેશન ત્યાં જ પસાર કરે.હવે રીમા ને એક નાનોો ભાાઈ પણ આવી ગયો છે જે રીમા કરતાં ચાર વરસ નાનો છે.
એક સમય ની વાત છે,રીમા અને તેના મામા ની છોકરી રીયા ને બહુ સારુ બને સગી બહેન થી પણ વિશેષ.બંને પોતાની બધી જ વાત એક બીજા ને કહે.એવામાં
રીયા ના દૂર ના કાકા નો છોકરો અને છોકરી પણ રીયા ના ઘેર વેકેશન માટે આવે છે.મળતાવળા સ્વભાવ ના લીધે રીમા તેઓની સાથે સારી રીતે ભળી જાય છે.હવે તો તે ચારેય જણા રીયા ના મમ્મી ને કામમાં મદદ કરાવી અને પછી સાથે જ રમત રમે.
આ સમયે રીમા ની ઉંમર ચૌદ પંદર વર્ષ હશે.રીયા
પણ તેના સરખી જ ઉંમર ની.આમ તો રીમા ખૂબ જ ડાહ્યી અને સમજૂ.પણ આ અંતર ની લાગણી ઓ ને નકારી શકે એટલી સામર્થ્ય વાન પણ નહી.તે રીયા ના પિતરાઈ (જય)ના
ઈશારા ઓ થી અજાણ ન હતી.પણ આગળ વધવાનુ વિચારતા જ તેને પોતાના માતા પિતા ના ડર ને લીધે પાછુ ફરી જવા વિચાર આવતો.આવુ અનેક વખત થયુ પોતાની મરજી હોવા છતા તે આગળ ન વધી શકતી.રીયા આ વાત થી વાકેફ હતી વળી પોતાની જ જાત નો અને સારો છોકરો એ પણ જાણીતો અને રીમા ની પસંદ નો એથી વિશેષ શું હોઈ શકે??રીમા ના જીવન મા જય ના આવાથી આવનારી
ખુશીઓ રીયા જોઈ શકતી હતી પણ રીમા ની ના હોવાથી રીયા એ આ વાત ને અંદર જ દાબી દીધી.
વેકેશન પૂરું થવા આવ્યું રીમા તો આ વેકેશન પૂરું થાય એવુ ઈચ્છતી જ ન હતી.આખરે ઘેર જવાનો દિવસ આવ્યો, અને રીમા પોતાના અંતર ની લાગણી ઓ ને અંતર માં જ સમાવી ભરેલી આંખે રીયા ને ગળે લગાડી ખૂબ જ રડે છે.તે જય ને ભૂલી જવાનુ મન બનાવે છે અને રીયા ને કહે છે કે તે જય ને પણ આ વાત ની જાણ કરી દે.રીયા રીમા ને બસ માં બેસાડી ઘરે પહોંચી અગાઉ જ પોતાના ઘરે પહોંચી ગયેલા જય ને ફોન લગાડી બધી જ વાત જણાવે છે અને જય ને રીમા ને ભૂલી જવાનુ કહે છે સાથે જ રીમા ના સૌગંદ આપી રીમા ને ફોન પણ ન કરવાનું કહે છે.જય ખૂબ જ વિવશતાથી અને સાચા પ્રેમ ખાતર કમને પણ રીમા ની લાગણી ને માન આપવા પોતાના પ્રેમ નુ બલિદાન આપવા તૈયાર થાય છે.
(શું રીમા જય ને ભૂલી શકશે શું થશે આગળ)
વધુ આવતા અંકે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED