WEDDING.CO.IN-3 Harshika Suthar Harshi True Living દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

WEDDING.CO.IN-3

અત્યાર સુધી આપણે જોયું કે રોહિત અને સિયા બંને ઘણા સમયથી એકબીજા સાથે વેડિંગ ડોટ કોમ ની સાઈટ પર વાતો કરી રહ્યા હતા એક વાર તેઓ કોફીશોપ માં મળી ચુક્યા હતા હવે રોહિત અને સિયા એ ફરી વખત મળવાનું નક્કી કરેલું.....

હવે અચાનક એલારામ વાગ્યું અને એકદમ સિયાની આંખ ખુલી એ સપનામાં હતી. જોયું તો સવાર થઈ ગઈ હતી, આજે રોહિતને ફરીથી મળવા જવાનું હતું, એ જરાક સ્માઈલ સાથે માથું ખન્જોડી પથારી માંથી ઊભી થઇ...અને તેના કર્બડ માંથી નક્કી કર્યું હતું તે પ્રમાણે ભૂરા કલરનો ડ્રેસ કાઢ્યો અને બાથરૂમ તરફ દોટ મૂકી.....અને એટલી જડપે પાછી આવી બેડરૂમમાં અને ફોનમાં રોહિતનો છેલ્લો મેસેજ જોયો....વેડિંગ ડોટ કોઇન ની સાઈટ પર “ સી યુ સુન”. અને તેણે ફોન ચાર્જર સાથે કનેક્ટ કર્યો અને ફ્રેશ થવા ગઈ....

મહત્વની વાત તો એ હતી કે આજે સિયાનો જન્મદિવસ હતો..એ ઘણી ખુશ હતી .....અરીસા સામે ઊભા રહીને દસ-પંદર મિનીટ સુધી તો એ એના ભીના વાળ જ સુકવતી રહી....પછી ચાર પાંચ વાર તો ઓળેલું માથુ પાછું છોડી ને ફરી ઓળ્યું....પછી આંખ સાથે મેચ થતો આઈ શેડ લગાડ્યો ,ઘહેરી કાળી કાજળ લગાડી પછી ભૂરા કલરની મેચિંગ બેન્ગલ્સ અને ઇયરીંગ્સ પહેરી...હવે ભૂરા કલરની નાની બિંદી શોધતી હતી પણ એને મળી નહિ એટલે એણે બુમ પાડી, ‘મમ્મી...મમ્મી ...મારી કલરિંગ બીન્દીયોનું પેકેટ ક્યાં છે’ અને ઘણું શોધતા તેના પર્શ માંથી મળ્યું ...પછી આછાં ગુલાબી રંગની લીપ્સ્ટીક લગાડી.....હવે એ તૈયાર હતી ...અને ચાર્જીંગ માં મુકેલા ફોન માં નોટીફીકેસનનો અવાજ આવ્યો એને ખાતરી હતી રોહિતનો જ મેસેજ હશે ....અને તેમજ હતું ....તેણે મેસેજ જોયો.....’ગુડ મોર્નિંગ ...હેવ અ નાઈસ ડે’ સિયાએ સેમ રિપ્લાય આપ્યો......પછી રોહિતે લખ્યું ‘ આઈ એમ સોરી હું આજે તમને મળવા નહિ આવી શકું’ અને એ ઓફલાઈન થઈ ગયો...

હવે આગળ શું ? સિયાએ પણ એને કોઈ પ્રતિઉત્તર ન આપ્યો એને ફરી ચેટ ઓપન કરી, કદાચ આગળ એણે કારણ જણાયું હોય, મારાથી વાંચવાનું રહી ગયું હોય ..પણ કઈ ન મળ્યું બધા શિસ્તબદ્ધ વાંચેલા મેસેજો... હવે શું કરું ?......હું ખરેખર પહેલા સાચું વિચારતી હતી કોઈ અજાણ્યાં પર આંધળો વિશ્વાસ મુકાય જ નહિ....મેં ભૂલ કરી....અને આંખની પાપણ સુધી આવીને ના વહી શકતા આંસુ ની વ્યથા ....હમણાં જ કરેલી કાજળ ધાર સુધી આવીને અટકી ગયા હતા કદાચ એ હજુ કાજળ સુકાયું નહતું એટલે જ એણે રોકી રાખેલા...હવે તો ભગવાન જ જાણે એ ક્યાં સુધી રોકી શકશે....અને એની મમ્મીએ બુમ પાડી ‘સિયા ચા-નાસ્તો તૈયાર છે ...જલ્દીથી આવી જા નહીતો ચા ઠંડી થઇ જશે અને હું એને ફરીથી ગરમ નહિ કરું .....’ આટલું સંભાળતા જ આંખ માંથી આંશુ ટપ ટપ ખરી પડ્યા ...માંડ માંડ મનમાં રહેલા પ્રશ્નોનું નિરાકરણ આવેલુ ..વિચાર્યું હતું કે આજે રોહિતને બધાં સવાલો પૂછી લઈશ...પણ એણે તો ત્યાં રહ્યા રહ્યા જ મને સવાલોના ઘેરામાં મૂકી દીધી ...હવે સિયા એ કઈ પણ વિચાર્યા વિના વેડિંગ ડોટ કોઇન ની એપ્લીકેસન જ ડીલીટ કરી નાખી.

અમુક સમયે આપણે વિચાર્યું હોય તેવું કઈ હોય પણ નહિ ....ઉતાવળે, ગુસ્સા માં ...મન અશાંત હોય ત્યારે લીધેલા નિર્ણયો હંમેશા સાચા હોય તેવું ન પણ બને ...કોઈને પણ આપણે આપણી દીર્ધદ્રષ્ટિ અનુમાનિત ન જ કરી શકીએ કદાચ સિયા આ સમયે ખોટું વિચારી રહી હતી ...તેનું મન અશાંત હતું .....તે દુઃખી હતી તે કદાચ રોહિતને સાચા મનથી પ્રેમ કરતી હતી ....અને જો તેવું હતું એણે રોહિત પર વિશ્વાસ રાખવો જોઈતો હતો? કે તેણે જે કર્યું એ યોગ્ય હતું.....

હવે શું ? સિયા ફરીથી એપ્લીકેશન ઇન્સ્ટોલ કરશે? અને હા તો શું રોહિત સાથે વાતચીત કરશે કે કઈ બીજું .....

હવે સિયાના કૉલેજ ના મિત્રોએ સિયાનો જન્મ દિવસ ઉજવવાનું નક્કી કર્યું....અને સાંજના છ વાગ્યે સિયાના ઘરે તેની ખાસ બહેનપણી તેને બોલવા આવી ...અને સિયાને ખબર ન પડે એટલે મઝાક સાથે કહ્યું કે એ એનું પર્સ હોટેલ સર્વોતમ માં ભૂલી ગઈ છે તો પ્લીઝ એ એની ત્યાં આવે ...હવે રાત થવામાં હતી તો બહાર એકલું ફરવું યોગ્ય નહતું ...

આમ સિયા તેની સાથે જે કઈ બન્યું એ હાલ પુરતુ ભૂલી તેની બહેનપણી સાથે હોટેલ સર્વોતમમાં પહોંચી.....અને હોટેલ માં એન્ટર થતાની સાથે એના આશ્ચર્યનો પાર ન રહ્યો....એણે જોયુ કે રોહિત એક છોકરી સાથે ભેટી રહ્યો છે.....અને એ છોકરી પણ રોહિત તરફ એટલી સ્માઈલ સાથે વાત કરી રહી હતી કે તને મળીને હું ખુબજ ખુશ છુ ,હવે તુ મારાથી દુર ક્યારેય ના જતો ...અને રોહિતે પણ કહ્યું હા ડીયર હવે હું તને છોડીને ક્યાય નઈ જવ ..પ્રોમિસ...સિયા બે ઘડી બંને ને જોતી જ રહી ગઈ જાણે વરસો પછી ના બે પ્રેમી પાછા મળ્યા હોય તેવું મિલન ...અને સીયાથી રહેવાયું ના એ એજ સવારના પહેરેંલા ભુરા ડ્રેસ સાથે રોહિત પાસે ગઈ અને તેને એના તરફ વાળી ને જોરથી નારાજગી હોય કે ગુસ્સો એ તો એ જ જાણે વ્યક્ત કરતા રોહિત ના મુલાયમ ગાલ ઉપર તમાચો ચોડી દીધો

રોહિત કયા કારણસર સિયાને મળવા નહિ આવ્યો હોય ?..એની શું મજબુરી રહી હશે કે એણે આ કારણ પણ સિયા ને કહેવું યોગ્ય ન લાગ્યું ,શું હવે તેનું મન સિયા માં નઈ લાગતું હોય ...? વેડિંગ ડોટ કોઇન નામની સાઈટ ઉપરથી મળેલા આ બે શું ફરી મળશે ?

આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે વાંચતા રહો વેડિંગ ડોટ કોઈન અને જોડાયેલા રહો મારી સાથે અને તમારા અમૂલ્ય સજેસન અને રીવ્યુ અચૂક આપતા રહો .....

-હર્ષિકા જે સુથાર