WEDDING.CO.IN - 2 Harshika Suthar Harshi True Living દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

WEDDING.CO.IN - 2

wedding.co.in-Part2

અત્યાર સુધી આપણે જોયું કે સિયા અને રોહિત સોસીયલ મીડિયા ના માધ્યમથી એકબીજા ને મળ્યા.ત્યારે સિયાના મનમાં ઘણા બધા સવાલો થયા હતા ...

આ વાત ને એક અઠવાડિયા જેવો સમય વીતી ગયો, સિયાને હજુ પણ તેના સવાલોનો જવાબ ન હતો મળ્યો “શું કરું તેના મેસેજનો રીપ્લાય આપું કે નય, તેણે તો મને ડાયરેક્ટ જવાબ જ પૂછ્યો છે, તેને એકવાર મળ્યા પછી લાગે છે કે હું તેની એ વાતો ને મિસ કરી રહી છું એનો એ મઝાકિયો સ્વભાવ, તરત જ વાત નો જવાબ આપવો, પ્રશ્નો પુછવા, અને તેના જીવનસાથી સાથે વિચારેલ સ્વપ્નો ના દ્રશ્યો તો ફક્ત તેની વાતો એ જ મારી નજર સમક્ષ ચીતરી નાખ્યા હતા ....શું સાચે એ એવોજ હશે...પણ આજે તો એનો મેસેજ જ નથી આવ્યો કદાચ એ ....ખબર નય કેમ ક્યાય મન નથી માનતું....જયારે આપણને કોઈ પસંદ આવી જાય છે ત્યારે આપણે તેના દુર્ગુણ નથી જોતા અને નાપસંદ હોય ત્યારે ગુણ નથી જોતા....હજુ આજેય રોહિત ના વિચારોની વ્યસ્તતા એ મને મૌન આપ્યું છે.
સિયા આજે બજારમાં શાકભાજી લેવા ગઇ હતી. પેલા શાકવારા કાકા જોડે ભાવ માટે નોક જોક કરી રહી હતી, તેના બંને હાથમાં થેલી હતી જેમાં ઘરનો બીજો કરિયાણાનો સમાન હતો અને બીજી થેલીમાં શાકભાજી લેવાના હતા...દિવસના અગિયાર વાગ્યા હતા થોડો તાપ હતો ગરમી પણ લાગી રહી હતી...છતાં એ પાંચ- દસ રૂપિયા માટે રક-જક કરી રહી હતી.તેવામાં તેના બગલમાં ભરાવેલા પર્શમાં મુકેલો મોબાઈલ ફોન રણકવા લાગ્યો.એટલે પાંચ રૂપિયા જતા કરી એકટીવા તરફ ગઇ, થેલીને જેમ તેમ પકડી અને ડેકી ખોલી થેલી અંદર મૂકીને ફટા –ફટ ફોન ઉપાડ્યો.
તેની મધરનો ફોન હતો તેણે કહ્યું “ કોઈ રોહિત નામનો છોકરો તને મળવા આવ્યો છે , તો તું ફટાફટ ઘરે આવી જા..”
આટલું સંભાળતા જ સિયા ના હ્રદય ના ધબકારા વધી ગયા...”.રોહિત મને મળવા ઘરે આવ્યો છે, તેને શું વાત કરવી હશે?”સિયા એકટીવા ચલાવતા ચલાવતા વિચારી રહી હતી .હું એને શું જવાબ આપીશ....હું એના ઘરે આવવાની વાત સાંભળી આટલી ખુશ કેમ થઇ ગઇ, પણ એ પૂછશે કે મેં એના મેસેજનો રિપ્લાય કેમ ના કર્યો તો હું શું જવાબ આપીશ?...કઈ બીજું કહી વાત ફેરવી નાખીશ.
પણ , નહીતો ...જેવા કેટલાય સવાલો એ સિયાના મગજને વ્યસ્ત કરી નાખ્યું...જેટલી સ્પીડ સાથે ઘરે જવા નીકળી હતી તે એટલી સ્પીડનો જેમ જેમ ઘર નજીક આવતું જતું તેમ તેમ ઘટાડો થવા લાગ્યો...
અને એ ઘરે પહોંચી ત્યારે...તેના ચહેરા પર ના રોકાતી સ્માઈલ, આંખોમાં ચમક ..અને અજીબ ખુશનુમા મોજુદ હતી....કદાચ એ આ રોકી શકી હોત .....પણ ...ઘરમાં ઘુસતાની સાથે જ....તેણે જોયું કોઈ સોફા પર બેઠેલું હતું ..હાથમાં પકડેલો સામાન એક બાજુ મુકી તેની સામે જાય છે, અને એ બોલ્યો ...”ગુડમોર્નિંગ મેડમ ....”અને સિયા એને જોતી જ રહી ગઇ તેના ગ્રીટિંગ નો પણ જવાબ ના આપ્યો, એ આશા ભરી નજરો થી સિયાની સામું જોતો રહી ગયો. અને સિયા ની મધર આવી તેણે સિયા ને કહ્યું “એ ક્યારનો તારી રાહ જોઈ રહ્યો છે” અને સિયા સજાગ થઇ, તેના વિચારોનું તદ્દન ઉલટું પરિણામ... આ તો મારા ક્લાસનો સ્ટુડેન્ટ રોહિત છે ,

જાણે અ જાણે કેમ મને એટલું બધું દુઃખ થયું, હું મારા જ પ્રશ્નો નો જવાબ શોધી ના શકી....અને બોલી “ હા શું કામ હતું રોહિત ...?”અને એ બોલ્યો ‘મેડમ આવતા વિકથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે સો મને હિસ્ટ્રીના ઈમ્પોર્ટન્ટ ક્વેશ્યન જોઈતા હતા...” સિયા એના રૂમમાં ગઇ આઈએમપી ક્વેશ્યનનું લીસ્ટ લાવીને રોહિતને આપ્યું. રોહિતે સિયાનો આભાર માન્યો ...સિયાએ કહ્યું ‘બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ‘. કહ્યું. અને એ ચાલ્યો ગયો.

હવે રાતના આઠ વાગ્યા હતા. સિયા તેની મધર સાથે જમવા બેઠી હતી.અને અચાનક જમતા જમતા તેની મધરને ખાસી આવી ગઇ અને ...સિયા તરત જ પાણી નો ગ્લાસ લઈ એના તરફ દોડી. અને પીઠ પીઠ પર હાથ ફેરવતા ફેરવતા બોલી...”મમ્મી હું નહિ હોવ ત્યારે.....” બોલતા બોલતા તેના હોઠ સાથે હાથ પણ કંપી ગયા, અને એ પાણીનો ગ્લાસ નીચે મૂકી ત્યાજ બેસી ગઇ....

હવે રાત્રે સુતી વખતે ઊંઘ તો કોને આવતી હતી..? બસ પાસા બદલાતી રહેતી હતી..અને ઘણું વિચાર્યા પછી એણે રોહિતના મેસેજ નો રિપ્લાય આપી દીધો...કહ્યું કે એ તેને ફરીથી મળવા માંગે છે, રોહિત પણ તેની વાત સાથે સહમત થયો. અને બંનેવે ફરી મળવાનું નક્કી કર્યું.. આ વખતે સિયાએ નક્કી કર્યું કે એ રોહિત ને બધી વાત કરી દેશે,જે પણ એ એના વિશે વિચારતી હોય ને એના મધર વિશે પણ ....

મનમાં રહેલા દરેક સવાલોનું પોટલું આજે ખાલી કરી દઈશ તેવા નિશ્ચય સાથે સિયા રોહિતને મળવા પહોંચી...આ વખતે રોહિતના કહ્યા મુજબ બ્લુ કલરનો અનારકલી સલવાર પહેરેલો સાદા ડાયમંડથી જ્હળહળતી ઈયરીંગ પહેરેલી. એમાં એને ઢાંકી દેતાં ખુલ્લા વાળ ને થોડી ઉંચી હિલના સેન્ડલ....પહેરેલા
રોહિત એ પારી પર બેઠો હતો સિયાને રાહ જોઈ રહ્યો હતો
** **** *****
****હવે સિયા રોહિતને ફરીથી મળશે ત્યારે શું થશે તેની લાઈફ માં ...એક સોસિયલ મીડિયા ના માધ્યમથી એકબીજાને મળેલા આ બંને શું લાઈફ ટાઇમ માટે સાથે જોડાશે...કે પછી કઈ બીજું એ જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો અને આપના સજેસન અને રીવ્યુ અચૂક આપતા રહો....