ભણતર નો લાભ Diya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભણતર નો લાભ

ગુજરાત ના અંતરિયાળ વિસ્તાર માં એક ગામ હતું. ત્યાં શિક્ષણ નો અભાવ હોવાથી લોકો અભણ હતા. તેથી તેઓ ખેતી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.

તે ગામ માં એક છોકરો રહેતો હતો. જેનું નામ નંદુ હતું. તેના પિતાજી દૂધ વેચવાના વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેઓ એક ગામ થી બીજા ગામ દૂધ વેચવા જતા હતા. કેટલીક વાર નંદુ પણ તેમની સાથે દૂધ વેચવા જતો હતો.

એકવાર એક ગામ માં નંદુ એ એક છોકરા ને ચોપડી વાંચતા જોયો. તે છોકરો સુ કરે છે તે જાણવાની નંદુ ને ઈચ્છા થઇ. આથી નંદુ એ તેની પાસે જઈને પૂછ્યું, "તું શું કરે છે? "

તે છોકરા એ જવાબ આપ્યો, "હું ચોપડી વાંચું છું. "

નંદુ એ પૂછ્યું, "તેની માટે શું કરવું પડે? "

છોકરા એ જવાબ આપ્યો, "તેની માટે અક્ષર ઓળખવા પડે, સાથેસાથે લખતા પણ આવડવું જોઈએ. એ માટે મારાં મમ્મી પપ્પા મને શાળા એ મોકલે છે. "

નંદુ એ પૂછ્યું, "ત્યાં તને શું કરાવે છે?, ત્યાં જવાથી શું લાભ થાય?"

તેણે જવાબ આપ્યો, "ત્યાં મને ઘણું બધુ શીખવાડે છે, ત્યાં મને વાંચતા લખતા શીખવાડે છે. સાથેસાથે રમત પણ રમાડે છે. વાંચવા લખવાથી આપણી ઘણી મુશ્કેલીઓ સહેલી થઇ જાય છે. સાથેસાથે નાની મોટી ગણતરીઓ પણ સહેલાઈથી કરી શકીએ છીએ. "

આટલી વાત ચાલતી હતી. ત્યાં નંદુ ના પિતાજી એ તેણે બૂમ પાડી. આથી નંદુની વધારે જાણવાની ઈચ્છા અધૂરી રહી ગઈ.

ઘરે જઈને નંદુ એ તેના પિતાજી સાથે શાળા એ જવાની વાત કરી. તેના પિતાજી એ વાત જ ના માની. ઘણું સમજાવ્યા પછી તેના પિતાજી તેણે શાળા એ મોકલવા તૈયાર થયાં.

નંદુ શાળા એ ખૂબ મજા આવતી. ધીરે-ધીરે નંદુ ની ઉંમર વધવા લાગી. આશરે 14-15 વર્ષ ની ઉંમરે તેણે વિચાર આવ્યો કે તે પોતાના ગામના લોકો ને સમજાવે કે તે પોતાના બાળકો ને શાળા એ ભણવા મોકલે.

એકદિવસ તેણે ગામના લોકો ને ભેગા કર્યા. તેણે લોકોને સમજાવ્યું, "તમે તમારા બાળકો ને શાળા માં ભણવા મોકલશો તો એ ભાણી ને હોશિયાર થશે. તેમને સારા પગાર ની નોકરી મળશે તો એ પોતાનું જીવન સારી રીતે જીવી શકશે. જો એ ના થાય તો તમારો વ્યવસાય વધુ સારી રીતે ચલાવી શકશે. " એમ નંદુ એ ઘણું સમજાવ્યું પણ ગામના લોકોએ તેની વાત કાને ના ધારી અને કઈ પણ સમજ્યા વગર પોતાના ઘરે પાછા ફર્યા.

નંદુ થયું કે ગામ ના લોકોને સમજાવવું ખૂબ અઘરું છે. તેથી તેણે આ વાત ભૂલી ને પોતાના ભણવા પર ધ્યાન આપ્યું.

હવે તેની ઉંમર નોકરી કરવા જેટલી થઇ ગઈ, તેણે સારા પગાર ની નોકરી મળી. હવે તેના ઘર માં પહેલા કરતા વધારે પૈસા આવવા લાગ્યા. તેણે પોતાના કાચા મકાન ની જગ્યા એ નવું મોટુ ઘર બનાવ્યું.

ઘર બનતા જ ગામના લોકો તેને જોવા આવ્યા. ત્યારે નંદુ એ કહ્યું, "આ મારાં ભણવા થી શક્ય બન્યું છે. તમે પણ તમારા બાળકો ને ભણાવશો તો તે પણ તમારા માટે કંઈક કરી શકશે. "

હવે લોકોને નંદુ ની વાત સમજાઈ. લોકો પોતાના બાળકો ને શાળા એ મોકલવા તૈયાર થયાં. પણ હવે પ્રશ્ન એ હતો કે ગામ માં શાળા ન હોવાથી બાળકો મેં મુકવા ક્યાં?

નંદુ એ કહ્યું કે હું મારાં પગાર માંથી આ ગામ માં શાળા બનાવડાવીશ. બધા એ આ વાત માની અને નંદુ ને આ માટે થોડી સહાય કરવા પણ તૈયાર થયાં.

શાળા તૈયાર થતા જ ગામના બાળકો ભણવા લાગ્યા.તેઓ પણ નોકરી માં સારા પગાર પર લાગી ગયા અને જે બાળકો ભણવામાં નબળા હતા તેઓ વધારે નહિ પણ પોતાનું જીવન પહેલા કરતા સારી રીતે જીવી શકે એટલા પગાર ની નોકરી પર લાગી ગયા.

આમ, ગામ માં સાક્ષરતા વધી અને નંદુ નું સપનું સાકાર થયું.