કામશું તો પામશું Tejal Vaghasiya . દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

કામશું તો પામશું

"ભીખનાં હાંલ્લાં શીકે ચઢે નહિ" એ કહેવત પરથી વાર્તા


શિર્ષક :: કામશું તો જ પામશું

"એ હાલી હુ નીકળા છો ભીખ માગવા,,, વારે-તે'વારે,,, ટાણે કટાણે નાના મોટા સબ ઠોયસરા લય 'ન નેહરી જ પડો છો, જાવ જાવ,,, તમાર હાટુ જ નથ કામ કરતા મારા છોરાં,,, કાંઈ આંયા..." સવલી ડોશી આંગણે ભીખ માંગવા આવેલા એક યુવાન દેખાતા વ્યક્તિ પર વરસી પડી.
"કોણ છે..... બા,,, આમ બપોર ટાણે કોના ઉપર તુટી પયડા છો તમે?" રસોડામાંથી આમ બોલતી બોલતી સવલી ડોશીની પૌત્રી હાથમાં ઘઉંનો લોટ ભરેલો વાટકો લઈને જ બહાર આવી. ભીખ માંગવા આવનારને લોટ આપી ડેલી બંધ કરી અને એની માતા સાથે વાતોએ વળગી, "બા, ચપટીક આટો આપી દેવાય, ખોટી માથાઝિક હુ લેવા કરો સો? એને ચપટીક આપશું તો આપડુ કાંઈ ઘટશે નય 'ને ઈને કાંઈ ખોવડા નય ચણાય જાય."
" એ એની મનેય ખબર છે, ભીખનાં હાંલ્લાં કાંઈ સીકે નો સડે. પણ આ આવા મગતરાઓ ભીખ માગવા હાલી જ નીકળે સે,,, કામ કરતા તો હુ એને કાળોતરો કવડતો હયસે??? તે મારૂં તો માથું દુઃખી જાય ને રાડો પડાઈ જાય." નાકે છીંકણી ચડાવતા ચડાવતા સવલી ડોશીએ જવાબ આપ્યો.
" આ મારા બાપુ હમણે ખેતરેથી આવી જાહે, મારે હજી અરધું જ રંધાણું છ. હું રાંધવા મંડી જાવ હોં. તમતમારે નિરાતે આંય બેહો,,, બા." એમ કહેતાક 'ને રૂપલી (સવલીડોશીના દીકરાની દીકરી) રસોડા તરફ દોડી ગઈ.
" રૂપલી,,,આ તારા જેવા કેટલા હયસે આ જગમાં. (થોડીવાર રહીને) આ,,,, આવા ભીખમંગાઓને તો કાન પકડી 'ન કામે લય જાવા જોય, તંયે ખબર પડે. આ આખો દા'ડો કાળા તડકાના ખેતરમાં કિમ કામ થાય છ ન,,, ઈ એન થોડી ખબર છે? હાલી જ નીકળે જંયે હોય તંયે ઝોળી લઈન,,, જુવાનજોધ છે તોય મુઆને સરમ જેવી જાયત નથ." સવલી ડોશી એકલી એકલી બબડતી રહી.
"એ માડી,,,, ડેલી ખોલજે." ડેલીએથી દીકરાનો અવાજ સાંભળીને ડોશી ડેલી ખોલવા ગયા.
" મારો દિકરો બસારો,,, આખો દા'ડો એકલો એકલો ખેતરે કામ કરે તંયે થોડા ઘણા રૂપિયા દેખે સ. એની છોડીના હાથ પીળા કરવાનું ટાણુંય ઢુંકડુ આવે સ. આ એની મા હોત તો બસારાને ઉપાધિ થોડીક ઓસી હોત. આ મા વયનાની છોડીની ઉપાધિ તો ખરી ને." ડેલી ખોલતા ખોલતા સવલી ડોશીનો બબડાટ ચાલુ હતો.
" મા સેની ઉપાધિ કરસ તું? આ કાળિયો ઠાકર બેઠો છે ને ઉપાધિ કરવાવાળો તો,,, હવ હારા વાના થાહે." માને બબડતા સાંભળીને ભીખલો શાંત સ્વરે બોલ્યો.
" કાંય નય,,, હું તો બસ,,,, આ જોની ઓયલો પાલો 'ન ઈના ભાયું ભીખ માગવા નીહરે 'ન, તી કે'તી 'તી,,, કે ઈનેય કામે સડાવી દેવાય, તો ઈનેય મજુરી મળી રેય... તો બસાડાને ભીખ નો માગવી પડે. "
" મા તમે તો બવ કયરી હો,,, ઈ તયણેય ભાયું ને હું કામ અપાવું??? "
" તંયે ઈ બસાડા કેટલાક દા'ડા આમ માગી માગી ન ખાય હેં ???"
" જોવ સું મા,,, હું એને કશેક કામ અપાવી હકુ તો ઈના ભાયગ."
( બે દિવસ પછી)
" મા તેં મન કીધું તું ને,,, તે મેં ઈ પાલયાને કામ હાટુ બોલાયવો તો આપડી વાડીએ. ઈ આયવો તો નહીં પણ હમાચાર મોકલાયવા કી ઈને ખેતીનું કામ નથ કરવું "
" તો હવ આવવા દે ઈને,,, મારા દિકરાવને કામ કરવું નથ 'ને મફતનું માગી 'ન ખાવું છ."
" તાં જ ઉભો રે'જે નવરીના,,, કામ કરવા કીધું તો નથ કરવું ને,,, 'માડી થોડુંક દે તો તારી આંતયડી ઠરશે' એવું બોલતા સરમ નથ આવતી તન,,, એકેય ડગલું મેલતો નહીં ડેલી માલીપા,,, આ લાકડી લાકડીએ ઠમઠોરી નાખહ તને."
" એ રૂપાબેન સપટીક લોટ આપી જાવ ડેલી બા'ર. તમાર ડોહી તો મારવા ધોડે છે." ભીખ માંગવા આવનારે રૂપલીને ડેલી બહારથી જ બુમ પાડીને કહ્યું.
" મારી બા પાંહે લાકડી છે 'ન,,, મારી પાંહે વેવણું,,, નક્કી કરી લ્યો કોના હાથનો આટો જોઈ સી તમારે, આજ તો હુંય નથ આપવાની આટો તમને,,, તમારે કામ કરવું નથ 'ને માગવા નીકળી પયડા છો, આ મારી બા હાસું જ કેતી 'તી આને આટો નો અપાય, ભીખનાં હાંલ્લા સીકે સડે જ નહીં કોઈ દા'ડો. " રૂપલી રસોડામાંથી હાથમાં વેલણ લઈને બોલતી બોલતી જ બહાર આવી.
ભીખ માગવા આવનારને ખબર પડી ગઈ હવે શું થશે? "કામશું તો જ પામશું" એવો વિચાર કરીને એણે ચુપચાપ ચાલતી પકડી.
જય શ્રી કૃષ્ણ
તેેેેજલ વઘાસીયા