પ્રિયતમાને પ્રેમ પત્ર mrugesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રિયતમાને પ્રેમ પત્ર


લોકડાઉનના આ સમયમા વિચારોનુ પણ લોક થઇ ગયુ છે....ચાવી ગોતુ છુ ક્યારનોય....પણ ઇશારો તમારી જ તરફ વળી વળીને જાય છે...
ડુપ્લિકેટ ચાવી શક્ય નથી બનાવવી....કારણકે તેમા તમારી ઓરિજીનાલિટી ન આવે...
છેલ્લા ૨ મહિનામા જીંદગીના બેનમુન સપના જોયા....પણ છેલ્લે તે તમામ સપના તમારા હ્દય આગળ આવીને અટકી જાય છે...તમે પાસવર્ડ મારેલો છે..મળી તો ગયો છે પણ કન્ફર્મ નથી....😘😘
તમે જે ચાવી લીધી છે તેનુ લોક અચ્છેઅચ્છા કારીગરો ય તોડી શકે તેમ નથી...ઘણા લોકો તો સાબુ પર છાપ પાડી દેતા હોય છે....પણ મને તેમા કોઇ જ રસ નથી....
મને ખબર છે કે વહેલા મોડા ચાવી તો મળવાની જ છે....પણ સમય લાગશે....ધીરજ મારી ખુટી છે પણ બીજો રસ્તો નથી....🙂
એક વાત તો પાક્કી જ છે કે હુ તમને ખુબ પસંદ કરુ છુ...જ્યારે પહેલી વાર મળ્યો ત્યારે એમ લાગેલુ કે તમે ખુબ ગર્વિત છો....પણ એટલા જ સરળ...પરિપક્વતા તો મારા જેવા કેટલાય છોકરાઓને પાછળની હરોળમા બેસવુ પડે તેવી.....
સમય અને અનુભવથી તમે મારા સિનીયર છો તેનુ માન છે મને.....પણ તમે ય મારી જેમ ખુબ સંવેદનશીલ છો તે વાત મને ખબર છે...હુ કહી દઉ છુ ને તમે કઇ કહેતા નથી એટલો જ ફેર છે....
હુ બીજા છોકરાઓ જેવો તો નથી જ તે તમે બરાબર જાણો જ છો....
ધાબા ઉપર સુઇ જાઉ છુ હુ...કારણકે એ.સીમા મને બહુ ફાવતુ નથી..મારુ નાક બંધ થઇ જાય છે....સવારના ૩.૪૫ થઇ છે ને આજે અચાનક ફરીથી આંખ ખુલી ગઇ....
વિચારવાની વાત એ પણ છે કે હુ આંખ બંધ કરીને ખોલુ ત્યાજ મને તમારો ચહેરો યાદ આવે છે....હાલ મારી પાસે તમારો કોઇ જ ફોટો નથી...કારણકે બધા જ ડિલીટ થઇ ગયા છે....પણ જો હુ સારો પેઇંટર હોત તો તમારો આખેઆખો ફોટો કાગળ પર ચિત્રી દેત....
અફસોસ કે હુ નથી....પણ ચહેરો તમારો પર્ફેક્ટ યાદ છે....એ જ અદ્ભુત હાસ્ય....કેટલી નિખાલસતા... પરિસ્થતી સંભાળી લેવાની ક્ષમતા તો ક્યાય ઊંચી....
હા,અમુક સમયે જ્યારે તમે રિપ્લાય નથી કરતા તે મને જરાંય પસંદ નથી....પણ હુ તેની ફરિયાદ નથી કરવા માંગતો....
એક સમય એવો પણ હતો કે હુ ડિપ્રેસનમા સરી ગયેલો...મહાપરાંણે બહાર આવ્યો હતો....
હાલ ડિપ્રેશનમા છુ કે નહી તેની નથી ખબર....પણ તે દિવસોને હુ ફરીથી પાછા લાવવા નથી માંગતો....
મારા શુભચિંતકો મને અમુક સમયે પૈસા કમાવામા પાગલ કહે છે....પણ હુ પાગલ છુ તમારી પાછળ....
પણ,મે ક્યારેય એવુ નથી વિચાર્યુ....કારણકે....હુ તો મારુ કામ કરુ છુ....ઇશ્વરની કૃપાથી મને કામ મળી પણ રહે છે....પણ,મને અમુક સમયે તે તમામ ઘેલછા તમારા અટ્ટહાસ્યમા દેખાય છે....કારણકે એવા પૈસા કામના નથી કે જેનાથી તમે સામે વાળાના ચહેરાને પ્રસન્ન ન કરી શકો.....તમને હુ સમજવાનો ખુબ પ્રયત્ન કરુ છુ....પણ,તેમા હુ જ ખોવાઇ જાઉ છુ...
આમ તો તમારી સાથે મારે ખોવાઇ જ જવુ છે જીંદગીની સફરમા....પણ પ્લેટફોર્મ ટિકીટ અટકાવીને બેઠા છો....🙂
વ્યંગ કરવામા હુ સામે વાળાને ખોટુ ન લાગે તેનો પુરતો પ્રયત્ન કરુ છુ....કલાસ કરીને મારા મારા અંગત લોકો સાથે....પણ તમે તો અંગતથી ય ઊપર છો....
તમે મને ગઇકાલે જ ટેલીગ્રામ પર મેસેજ કરતા અટકાવ્યો....તમને જણાવવા માંગુ છુ કે ટેલીગ્રામ વોટ્સએપ કરતા ખુબ સારુ પ્લેટફોર્મ છે.....ને અટકાવાનુ કારણ હુ નથી જાણતો....જે હોય તે....હુ તમને નહી પુછુ....પણ મારો પુરો બિઝનેસ ટેલીગ્રામ પર ટકેલો છે...મારા કોઇ પણ કોંટેક્ટ લિસ્ટમા રહેલા લોકો ટેલિગ્રામમા રજીસ્ટર કરે એવો તરત જ મેસેજ મારા પર આવી જાય....મેં એટલે ફક્ત સહજ ભાવથી તમને મેસેજ કરેલો....
હુ કચારેય ટેલિગ્રામ પર બિઝનેસ સિવાયના મેસેજ નથી કરતો....કારણકે પ્રોફેશનાલિઝમ તો જ જળવાય....પણ તમારો અને મારો સંબંધ પ્રોફેશનલ નથી....પર્સનલ છે....એટલે સવાલ જ ઉભો નથી થતો....