Lagnioni ramat books and stories free download online pdf in Gujarati

લાગણીઓની રમત

તમને બે વાર મળીને મને જેવો આનંદ થયો એવો ક્યારેય હુ મારી લાઇફમા નથી ભોગવી શક્યો....મુલાકાત ૨ કલાકની જ હતી...પણ તે ૧૨૦ મિનીટ કદાંચ આખી લાઇફમા મને પોતાના પગ પર ઉભા રહેવા પ્રેરણા આપશે...હુ ઊંઘવાનો પ્રયત્ન કરુ છુ આજે...પણ ઊંઘી નથી શકતો....મારા વિચારો પર અને મારા હ્દય પર ફક્ત ને ફક્ત તમે જ છવાયેલા છો....તમે બધુ જ સમજો છો...જો આ લોકડાઉન ન થયુ હોત તો હુ ક્યારનો ય તમને મળવા આવી ગયો હોત...
તમારા સાથે ઘણી વાતો કરવી છે જે ક્યારેય ખુટે તેમ નથી...તમારી સાથે બેસવુ છે....શુ શુ કહુ?
શબ્દો તો જ્યારે તમને મળ્યો ત્યારે જ ખુટી પડેલા...હવે તો ફક્ત અક્ષર ગોતવા બેઠો છુ...તમારા વ્યકિત્તિત્વનો આશિક છુ હુ.....
તમે ઘણુ કહેવા માંગો છો...પણ ખબર નહી કેમ તમે કહેતા નથી....
તમારા હ્દયની અંદર જગ્યા બનાવવી છે....😭😭😭
ભીની ભીની સુગંધ મને છેક ભીંતર સુધી વીંધે,ફુલોને પુછ્યુ મે સરનામુ...
એ આંગળી તમારી તરફ જ ચીંધે!!!
પહાડથી ય ભારે રહેતુ મારુ મન,જયારે પણ તમારા વિશે વિચાર કરે છે...હંમેશા વાદળોથી ય હલકુ થઇ જાય છે...
રોજ રાતે અડધો સુઇને અચાનક સવારે જ્યારે તમારા વિચારોમા ખોવાઉ છુ ત્યારે જે શાંતી મળે છે કદાંચ એવી શાંતી હુ મારી મંમી સાથે જ મેળવી શકુ છુ...
જ્યારે સવારે ઊઠુ છુ ત્યારે એમ જ લાગે છે કે દિવસમા કેટલી રાત બચી હશે....
કોઇ રસ્તો વધ્યો નહોતો...એટલે જ તમારા પ્રેમમા પાગલ બનીને બેઠો છુ...
તમારી એક રિપ્લાય મેળવવા હુ કલાકો સુધી રાહ જોઉ છુ...
ઇચ્છા તો તમને ભેંટી પડવાની છે...જ્યા હુ કલાકો સુધી રોંઉ...પણ શુ કરુ...પુરુષ છુ હુ....મારુ દર્દ મારે જાતે જ મેનેજ કરતા શીખવુ પડશે...મારામાં ય એક હ્દય છે કે જેની સાથે કોઇ પણ ખિલવાડ કરી શકે...પણ મારે ચુપ જ રહેવુ પડે...સ્ત્રીઓને આવુ બધુ ન હોય....
સ્ત્રીઓ તો ગમે ત્યા રડી શકે...પુરુષ કઈ જ ન કરી શકે..
આ જ માઇનસ પોઇંટ છે....જે મારે સહજ સ્વિકારવો જ રહ્યો....પણ હું ય બાળક છુ...અંદરથી તો....દુખાવો તો ખુબ થાય છે....પણ સહન કરવો જ રહ્યો...
શુ મે તમને નિ:સ્વાર્થ ભાવે મારી જાતથી ય વધારે ચાહુ છુ તે મારો ગુનો છે?
શુ તમારી ખુબ કેર કરુ છુ તે મારો ગુનો છે?
શુ હુ ખુબ સપોર્ટિવ છુ તે મારો ગુનો છે?
જો આ તમામ ગુના મે કર્યા હોય તો આવા હજાર ગુનાઓ કરીશ....શરત ફક્ત એક જ કે સામે તમે જ હોવ....બીજુ કોઇ નહી...😶
જયારે આપણી વચ્ચે ધબકારાનો લય પ્રગટે છે,ત્યારે વિયોગ નહી પણ રાધા અને ક્રિષ્ણનો લય પ્રગટે છે..
દુનિયામા કરોડો લોકોમાથી ફકત તમે જ એકમાત્ર એવી વ્યકિત છો કે જાણે લાગે કે હુ સદિઓથી રાહ જોઇ રહ્યો છુ...
દુનિયા ફક્ત બે જ શબ્દોમા અટકી છે...સાબીતી અને પ્રતીતી...
સાબીતી આપવી પડે...પ્રતિતી પામવી પડે...એટલે જ હવે અહિથી અટકુ છુ...મારુ મૌન ભલે બોલતુ...
જે ટકતુ નથી તે આકર્ષણ છે,પ્રેમ નહી....બાકી પ્રેમ તો મૃત્યુને ય ન ગાંઠે...
મારા ઘેર મારા મંમીએ ગુલાબ વાવ્યા છે,આજ કાલ સવારે હુ એક ગુલાંબ ચોક્કસ તોડતો હોઉ છુ જેથી તેની સુગંધ થકી તમારો અહેસાસ કરુ...
પણ કોણ જાણે,બે દિવસથી વાંદરા આવીને એકેય ગુલાબ નથી રાખતા...મને ડર એટલે જ પેસી ગયો...
શબ્દોમા હુ બધુ તો કહી જ નથી શકતો...પણ જે વણકહ્યુ રહી જાય તે પણ મારે પહોંચાડવુ છે...ખરુ કહુ તો આ શબ્દો વચ્ચેની ખાલી જગ્યામા પડેલી મારી લાગણી મારે તમારા સુધી પહોંચાડવી છે....બસ...
તમે મને ખુબ ગમો છો તેમા મારો શુ વાંક?
કઇક ગમવા યોગ્ય હોય તે જ ગુનેગાર ગણાય 🙂
સતત તમારુ સ્મરણ એ જ મારા દુખાવાની દવા છે...
મારી લાગણિ તમારા સુધી પહોંચે તેની રાહ જોઇને બેઠો છુ....
જ્યારે અજગરે આપણને ભરડો લીધો હોય ત્યારે જેનુ સ્મરણ થાય તે જ પ્રિયજન કહેવાય...બિલકુલ આવુ જ હુ અનુભવી રહ્યો છુ..
મારી લાઇફમા તમારી ગેરહાજરી સોયની જેમ ખુંચે છે મને...જે ખુબ કષ્ટદાંયક છે...
મારા પડી રહેલા આંસુમા મને તમારુ જ પ્રતિબીંબ દેખાય છે....
છેલ્લા ૯ મહીનાથી એકેય દિવસ એવો નહી હોય કે જ્યારે મે તમને યાદ ન કર્યા હોય...
સ્મૃતી પણ મિલનનુ જ એક રુપ છે...મળવાની આ રીત સૌથી ઉપર છે...
કાયમ તમારા વિયોગમા ઝુરતો રહુ છુ ને કાયમ ચિંતન કરતો રહુ છુ...

બીજા રસપ્રદ વિકલ્પો