Adadho nasho prem no .... books and stories free download online pdf in Gujarati

અડધો નશો પ્રેમ નો

‘બહેન થોડોઆંબલી નો મસાલો વધરે નાખજો ને’ એટલું કહેતા રુદ્ર એના ચહેરા પર મન હરી લે આવું સ્મિત લઇ ને વિશ્વા ની સામે જોવા લાગ્યો,વિશ્વા પણ જાણે આંબલી ને રાહ જોઈ ની ઉભી હોય તેમ તેની લાંબી અને તીરછી નજર થી રુદ્ર ની સામે જોઈ રહી હતી.
‘આલે ક્યારની આંબલી આંબલી કરે છે’ .રુદ્ર એ વિશ્વા ની સામે જોઈ ને કહ્યું.
“થેંક્યું રુદ્ર” વિશ્વા એ આંબલી સામે જોતા ચહેરા પર હાસ્ય ભાવ થી કાહ્યું “પણ મને ૨૮ ના બગીચા ની આંબલી બહુુ જ ગમે છે” .
રુદ્ર એ કહ્યું “સારું ચલ હવે બગીચા માં ય જઈસુ કે બહાર ઉભા ઉભા જ વાતો ના વડા કરીશું”.
“હા ચાલ” વિશ્વા એ કહ્યું.
“લે તું પણ ખા ”
ના રે ના થેંક્યું .
“વિશ્વા આમ ચાલતા ચાલતા વાત નથી કરવી મારે તારા જોડે મહત્વની વાત કરવી છે” રુદ્ર એ કહ્યું.
“હા હા બસ હુંપણ જગ્યા જ શોધું છું” .વિશ્વા એ જવાબ આપ્યો.
રુદ્ર થોડા મહિના પહેલા જો તે મને સસમજી ના હોત તો શું થાત . સાચે મારું દિલ તૂટી જાત
વિશ્વા મેં ખાલી તારી મિત્રતા જ સ્વીકારી છે પ્રેમ ના ચક્કર માં હજુ તું હોય તો નીકરી જજે .
વિશ્વા એ એના મોઢા પર ના ભાવ માં નારજગી બતાવી ને સહેજ અવાજ બદલી ને કહ્યું કે તારા જોડે આશા પણ નથી પ્રેમ ની
મારી સગાઇ ની વાત તારા ઘરે આવી ત્યારે કેટકાલ પ્રોબ્લમ ઉભા થયા ને સગાઇ વાત એ પ્રોબ્લમ ના વંટોળ માં ક્યાં ઉડી ગઈ ખબર જ ના પડી એના પછી તો મારા ઘરી થી કેટલાય છોકરા ઓ ની વાત કરી છે મને પણ મેં તારા માટે જ ના પડેલી છે રુદ્ર
રુદ્ર નો ચહેરો ઉદાસ થઇ ગયો ને નીચે તરફ જોવા લાગ્યો બગીચા ની એ લોન માં અન પગ ની અંગુઠો ફેવરી જાણે અન મન માં ચાલી રહેલી માંથાના લખતો હોય આવું લાગી રહેલું .
શું વાત છે રુદ્ર ,વિશ્વા એ એના હાથ માં થી અંબાલી ની પડીકી બાજુમાં રાખતા કહ્યું
રદ્ર એ વિશ્વા ને આશ્વાસન આપતા કહ્યું કે આપડી સગાઇ ના થઇ અમ એટલાય પ્રોબ્લમ હતા . હું મારા ફેમીલી ની અગેન્સ્ટ જવા નાતો માંગતો એટલે મેં તને સગાઇ ની ના પાડી છે
હા એ વાત મને ખબર છે રુદ્ર ને મને ખોટું ના લાગે એટલા માટે તે મારી સાથે ફ્રેન્ડશીપ કરી છે. હા પણ તું ભલે ને મને ફ્રેન્ડ માનતો હોય પણ હું તને અજ પણ લાઈક કરું જ છું. ને તું જોજે આપડી વાત માટે બંને ની ફેમીલી માની જશે.
મારી ફેમીલી એ બીજે ક્યાંક સગાઇ ની વાત કરી છે .એટલું સાંભળતા જ વિશ્વા આશ્ચર્ય સાથે ઉભી થઇ ગઈ ને રુદ્ર ની સામે જોવા લાગી જાણે એની અજુ બાજુ ના બધાજ અવાજો સાંભરવા ના બંધ થઇ ગયા એક અવકાશ સર્જાયો ,વિશ્વા ની આંખો પહોળી થવા લાગી સાંજ ના એ થોડા પ્રકાશ માં માં જાણે બધું દેખાતું બંધ થવા લાગ્યું લગભગ 5 મિનીટ પછી વિશ્વા ફરી બોલી શું વાત કરે છે રુદ્ર સાચું કહે ને યાર મારી સાથે મજાક ના કર .
માનવું જ પડશે વિશ્વા હું અહિયાં તને મજાક કરવા કે અંબાલી ખાવા નહિ પણ આજ વાત કહેવા બોલાવી હતી વિશ્વા .
છેલ્લા ૪ દિવસ થી મારે તને આ વાત કહેવી હતી પણ કઈ રીતે કહું ટે સમજાતું નહતું આજે નક્કી જ કર્યું ક તને કહી દઉ .
છેલ્લા ૪ દિવસ થી રુદ્ર તું મારાથી આવત છુપાવે છે .
હા વિશ્વા મારે તારાથી વાત છુપાવાનો કોઈ ઈરાદો ન હતો પણ યાર તારી મારા પ્રત્યેય ની લાગણી એ મને બાંધી રાખ્યો તો મને બરાબર યાદ છે જ્યાંરે ફેમીલી પ્રોબ્લેમ થી સગાઇ બંધ થઇ ત્યારે તું બિલકુલ તૂટી ગઈ હતી ને મેં જ તારી સામે ફ્રેન્ડશીપ નો હાથ આગળકર્યો હતો . તને મળીશ સમજાવીશ તું સમજી જઈશ એમ માની ને . પણ હું ખોટો હતો જેમ જેમ હું તને સમજવા નજીક આવતો ગયો તેમ તેમ તને મારા નજીક આવવાનો ચાન્સ મળતો રહ્યો. ને આજે આ દિવસ આવી ને ઉભો રહ્યો . પણ વિશ્વા હકીકત તો એ છે ક મેં અ ત્યારે તને પ્રેમ કર્યો તો ના અત્યારે હું તને સારી ફ્રેન્ડ માની ને જ રહ્યો છું ત્યારે પણ મારી ફેમીલી વિરુદ્ધ નાતો ગયો ને આજે પણ નહિ જ જાઉં .
વિશ્વા એ કહ્યું અટેલે શું તું અ છોકરી ને હા પડી દઈશ , કોણ છે એ છોકરી કયાની છે મારે અને મળવું છે.
વિશ્વા ની નજર તો રુદ્ર ની સામેજ હતી પણ અ જોઈ કૈક બીજું રહી હતી એ એનું ભવિષ્ય અણી નજરો આગળ થી પસાર થઇ રહ્યું હતું .
રુદ્ર એ વિશ્વા ને બંને હાથ પકડી ને કહ્યું એટલું બધું શું વિચરે છે આતો હજુ વાત છે
વાત છે તો ફાઈનલપણ થઇ જ જશે ને રુદ્ર .
ના ના કશું જ નક્કી નથી ,પણ હા તે હમણાં જે કીધું ક તારે એ છોકરી ને મળવું છે તો પ્લીઝ એ વાત ભૂલી જ આવું કઈ ના કરતી જેથી આપડી ફેમીલી વચ્ચે વધુ પ્રોબ્લેમ થાય .
હા વિશ્વા બીજું કઈ બોલી જ ના શકી વિચારો નું વાવાજોડું એનાં મન માં ગાજવીજ સાથે તોફાન લાવી રહ્યું હતુ

મોડી રાતે પણ વિશ્વા ની અંખ માં ઊંઘ નહતી. મારા અને રુદ્ર ના રીલેશન નું શું થશે? . કોણ હશે એ છોકરી? હું ને મારી ફિલિંગ સમજાવી શકીશ કે નહિ ? રુદ્ર ને શું મારા માટે ક્યારેય ફિલિંગ નહિ આવે ?શું રુદ્ર અણી ફેમીલી માટે આ કરે છે કે શું?
વિશ્વા ની સામે એ ની અને રુદ્ર ની પહેલી નજર ના દ્રશ્યો દેખાવા લાગ્યા હતા .
વિશ્વા એ મિડલ ક્લાસ ફમિલી ની છોકરી છે.ઉંચાઈ અને દેખાવ માં ઓછી પણ દિલ ની સુંદર છોકરી છે.ફમિલી ફંક્શન માં વિશ્વા એ પહેલી વાર રુદ્ર ને જોયો હતો. લગ્ન ના રાસગરબા માં વિશ્વા ની નજર ગરબે રમતા રુદ્ર પર પડી હતી ગરબા ની સાથે મસ્તી એ ચડેલા રુદ્ર ના મુખ પર જોયેલું હાસ્ય વિશ્વા ના મન માં વસી ગયેલું હતું . વિશ્વા થી સહેજ વધુ ઉંચાઈ ,લાંબા એના વાળ રુદ્ર ના ચહેરા પર જાણે નુત્ય કરી રહ્યા હતા જેનાથી તેનો ચહેરો વધુ સુંદર દેખાઈ રહ્યો હતો ,
સમય જતા વિશ્વા એની ફેમીલી ને રુદ્ર ની બધી વાત કરી એની ફેમીલી વિશ્વા અને રુદ્ર ની સગાઇ માટે તૈયાર થઇ ગયી ,અમને રુદ્ર ના ઘરે વિશ્વા અને રુદ્ર ના સબંધ ની વાત કરી અમ તો બધું જ બરાબર હતું પણ આર્થીક બાબતે બંને ફેમીલી માં ભેદ હોવાથી વાત અગર વધી નહિ ,પણ વિશ્વા એ રુદ્ર ને મળીને બધી વાત કરી
રુદ્ર તું મને બહુ ગમવા લાગ્યો છે .
બધી વાત સાચી છે વિશ્વા તારી પણ હું મારા ફમેલી ના નિર્ણય મુજબ જ ચાલીશ એમાં મારો કોઈ નિર્ણય નહિ ચાલે હા પણ હું તને મારી ફ્રેન્ડ બનાવી શકું છું
વિશ્વા મન માં ને મન માં વિચારવા લાગી કે દરેક સબંધ ની શરૂવાત તો મિત્રતા થી જ થાય છે તો ફ્રેન્ડશીપ માં શું વાંધો છે
હવે રુદ્ર ને વિશ્વા એક બીજા ના ફ્રેન્ડ હતા. તમને હવે અવાર નવાર મળવાનું થતું હતું .એક બીજા સાથે લાંબો સમય વાતો કરવા લાગ્યા હતા . ફોને માં પણ મોદી રાત સુધી વોટ્સએપ પર વાત કરવા લાગ્યા હતા .
શું વાત છે રુદ્ર આજે તો બહુ હેન્ડસમ લાગે છે ને ?વિશ્વા એ બગીચા ના બાંકડે બેસેલા રુદ્ર ની સામે સ્માઈલ સાથે કહ્યું
બચપણ થી જ હન્દ્સ્મ છું વિશ્વા ...હા હા હા હા ..રુદ્ર એ વિશ્વા ને હાસ્ય ભર્યો જવાબ આપ્યો
ચલ ચલ હવે ચણા ના જાડ પર ના ચડ હવે નીચે રે નીચે . વિશ્વા એ ફરી કટાક્ષ કરતા કહ્યું .
બંને ખડખડાટ હસવા લાગ્યા . અચાનક ત્યાં કોઈ સ્ત્રી એના નાનકડા બાળક ને લઇ ને મજબુર થઇ ને બાળક ની ભૂખ માટે કઈક માગવા આવી એટલા માં જ વિશ્વા નો હાથ અન પર્સ તરફ ગયો
શું કરે છે વિશ્વા ? રુદ્ર એ વિશ્વા ને અટકાવતા કહ્યું
કઈ ની અમને થોડી મદદ કરું છું .
અરે આ લોકો ફ્રોડ હોય છે .
ભલે ને જે હોય તે મારે મદદ કરવી છે .
આવી જ દિલ ની સુંદરતા અને રોજ રોજ ની મુલાકાતો થી રુદ્ર પણ વિશ્વા તરફ અમુક સમયે આકર્ષી જતો હતો પણ અચાનક ફેમીલી નો વિચાર સામે આવતા જ તેના મન માં ને દિલ માં ઉઠેલી ઈચ્છા ઓ ને એ ત્યાજ પૂર્ણ વિરમ મુકતો હતો . એવું કેટલીય વાર બન્યું છે કે રુદ્ર ના વર્તન પર થી જ લાગે ક એ વિશ્વા ને લાઈક કરવા લાગ્યો છે , પણ બીજા જ સમયે એ વી પ્રતીતિ કરાવે ક અને વિશ્વા માટે કઈ લાગણી જ નથી.
રુદ્ર સાચે તું મને લાઈક નથી કરતો ?
વિશ્વા આવા અર્થ વગર ના સવાલ કરવાનો કોઈ મતલબ નથી. રુદ્ર એ વિશ્વા થી નજર છુપાવી કહ્યું
સારું ચલ તું કે છે તો આવું જ હશે વિશ્વા એ રુદ્ર ને જવાબ તો આપ્યો પણ એના મન માં એજ હજ્તું કે રુદ્ર પણ ધીમે ધીમે લાઈક કરવા લાગ્યો છે .અને ફ્રેન્ડશીપ વારી વાત આગળ વધતી લગતી હતી
ત્યારે રુદ્ર ધ્વારા કેટલીય વાર ફ્રેન્શીપ ઓછી કરવાના ઉદાહરણ વિશ્વા ની નજર સામે હતા પણ જેમ તેમ કરી ને વિશ્વા એ એ ફ્રેન્ડશીપ ને સાચવી રાખી હતી બધું જ બરાબર જતું હતું પણ અચનાક આ શું થઇ ગયું?
ટ્રીંગ ..ટ્રીંગ ...અચાનક ફોન ની રીંગ વાગી ને વિશ્વા ના વિચારો પર પૂર્ણવિરામ લાગી ગયો.

થોડા દિવસો બાદ
અરે વિશ્વા હું નોટીસ કરું છું છેલ્લા કેટલાક દિવસો થી તું બદલાયેલી લાગે છે આસ્થા એ વિશ્વા કહ્યું
આસ્થા અને વિશ્વા બંન્ને કોલેજ ફ્રેન્ડ હતા .બંન્ને એક બીજા થી ક્યારેય કઈ છુપાવતા ના હતા. આજે પણ વિશ્વા આસ્થા સાથે કઈ છુપાવા માગતી નહતી.
યાર આસ્થા આઈ નીડ યોર હેલ્પ યાર
હા બોલ ને પણ સુ વાત છે? આસ્થા એ ગંભીર થઇ ને પુછુયું
યાર રુદ્ર ની ફેમીલી એની સગાઇ કરે છે બીજે ક્યાય વિશ્વા એ હતાશ થઇ ને જવાબ આપ્યો
અરે પણ આમ અચાનક વિશ્વા
હા એ જ તો નથી સમજાતું કે કાલ સુધી તો કહી નહતું ને અચાનક સગાઇ ની વાત વિશ્વા એ આસ્થા નો હાથ પકડતા કહ્યું પ્લીઝ હેલ્પ મી યાર
આસ્થા – હા ચોક્કસ પણ તને આમાં કઈ નવું નથી લાગતું
વિશ્વા : શું? શું નવું આસ્થા?
આસ્થા : ભૂતકાળ માં પણ રુદ્ર એ તારા થી દુર જવના ગણા ટ્રાય કર્યા છે. આ વખતે પણ કદાચ એજ હોય
વિશ્વા એટલું જ સાંભળતા વિચાર માં પડી ગઈ હા અને પહેલા પણ મારાથી દુર થવા કરેલું જ છે આવું બાકી અમ અચાનક એટલા ક્લોઝ ફ્રેન્ડ અચાનક આવી વાતકે માનાં માં નથી આવતું
આસ્થા : એ જ ને મને તો એજ લાગે છે.
થેંક્યું આસ્થા હવે મારું મન હળવું થયું .
બંને ખડખડાટ હસવા લાગ્યા વિશ્વા ને મન જાણે આસ્થા ની વાત સાચી હોય તેમ બધું ભૂલી ગઈ જાણે કસું થયું જ નથી એમ
બીજે દિવસે વિશ્વા રુદ્ર ને મળે છે .રુદ્ર સાચું કેજે તું મારાથી કંટાળી ને દુર જવા માટે આ સગાઇ નું તીર ચલ્વ્યું છે ને ,હું બધું સમજી ગઈ છું તું મારથી છુટકારો કરવા માંગે છે રુદ્ર હું તારથી હવે નારાજ છું મારી જોડે વાત ના કર નહીતર મને મનાવ
વિશ્વા એવું....રુદ્ર એ વિશ્વા ને સમજવાનો પ્રયત્ન કર્યો પણ વિશ્વા એ રુદ્ર ની વાત કાપતા કહું બોલીશ જ નહિ તું રુદ્ર આજ જગ્યા હતી ને એ દિવસ ટે મને હર્ટ કરી હતી આજે પણ એજ જગ્યા છે રુદ્ર ચલ સાચું કહી દે તો મને શાંતિ થી ઊંઘ આવે યાર
ના વિશ્વા તને ......રુદ્ર કઈ બોલે એ પહેલા કોમલ હાથ ની અન્ગરીયો રુદ્ર ની આંખો પર સરકવા લાગી.
ધીમે થી એક હસતો ચહેરો રુદ્ર ના ચેરા ની બાજુમાં આવ્યો .વિશ્વા એ ચહેરા ને જોતા જ વિચારો અચંબા માં પડી ગઈ
લાંબી કાળી આંખો માં કાજલ આંખો ને વધુ સુંદર બનાવી રહ્યું હતું ગુલાબી એના હોઠ થી એની સ્માઈલ અન ચહેરા ની સુંદરતા માં જાણે અલંકાર બની ને ઉભરાતી હતી સિલ્કી વાળ ની એક લટ એના ચહેરા પર જાણે ભારતનાટ્યમ કરી રહી હોય તેમ ફરકયા કરતી હતી બન્ને હાથ થી રુદ્ર ની આંખો બંધ કરીને કાવ્યા ની આંખો રુન્દ્ર ના ચહેરા ને સામે જોઈ રહી હતી ,રુદ્ર એ એના બંને હાથ કાવ્યા ની આંગલિયો પર ફેરવ્યા પછી તરત બોલ્યો – કોણ છો ? મને ની ઓળખતા કાવ્યા નિરાશ થઇ ને બોલી
રુદ્ર એ પ્રેમ ભર્યું કટાક્ષ કર્યું –હજુ તો શરૂઆત કરી છે ઓળખવાની સારી રીતે ઓળખી જઈશ .
બાય ધ વે આ કોણ છે વિશ્વા સામે નજર કરતા પૂછ્યું .
અરે હા આ મારી ફ્રેન્ડ વિશ્વા છે .ને વિશ્વા આ કાવ્યા છે મારી ફિયાન્સી રુદ્ર એ ઓળખાણ કરવાતા કહ્યું .
વિશ્વા મંત્ર મુગ્ધ બની ને જોઈ રહી હતી પાછું એનું મગજ બ્લેન્ક થઇ ગયું હતું.
અરે રુદ્ર એ તને સાચું મનાવવા જ અ નાટક કર્યું છે ,મારું મન કે છે આ સગાઇ નું નાટક જ છે અતો તું સાચું માની ને એનથી દુર થઇ જાય એટલા માટે એની કોઈ ફ્રેન્ડ ને બોલાવી હશે .આસ્થા એ વિશ્વા ને શાંત પડાવતા કહ્યું
છેલ્લા 2 કલાક થી વિશ્વા સતત રડ્યા કરતી હતી ,રુદ્ર ની એ વાત થી વિશ્વા જોડે કઈ જ બાકી રહ્યું નહતું બસ હતી તો એક આશા કે આસ્થા ની વાત સાચી હોય ને અબધુ નાટક હોય છતાં એટલી વાત થી વિશ્વા માં એક વિશ્વાસ આવ્યો ને સાચું સુ છે અણી તપાસ વિશ્વા એ ચાલુ કરી .
થોડા દિવસ પછી
મેડમ તમારી કોફી માં બેસ્યા બેસ્યા આસ્થા વિશ્વા ની રાહ જોઈ રહી હતી .
હેલ્લો આસ્થા અચાનક વિશ્વા નો અવાજ સાંભળતા ગુસ્સે ભારયીલી આસ્થા બોલી કઈ ભાન પડે છે તને છેલ્લા એક કલાક થી મળવાનું કહી ને તું આમ લેત આવે તને ખબર છે આ ત્રીજી કોફી છે મારી બધું બીલ તારે ચૂકવાનું છે .કહી દહું છું જો
હા હું ચૂકવી દઈશ હવે તો હેપ્પી ને વિશ્વા એ હસતા હસતા કહ્યું ,
એટલા દિવસ હતી ક્યાં તું? ક્યાં ખોવાઈ ગઈ હતી? આસ્થા એ આશ્ચર્ય થી પૂછ્યું .
ક્યાય નહિ યાર તને તો ખબર જ છે ને ક રુદ્ર ની સાચી વાત સુ છે એ જાણવું મારા માટે મહત્વ નું છે
હા પણ એટલા બધા દિવસ કર્યું શું? તે
કહી નહિ યાર બસ અણી જ માહિતી ભેગી કરવનો પ્રયત્ન કરી રહી છું વિશ્વા સહજતા થી જવાબ આપતા કહ્યું
શું થયું કહી ખબર પડી ક નહિ?આસ્થા એ ઉત્સુકતા થી પૂછ્યું
ના યાર કોણ છે ક્યાંથી આવી છે કઈ જ ખબર નથી વિશ્વા એ કોફી નો ઓર્ડેર આપતા કહ્યું .
મિહિર ને વાત કરી તે ? આસ્થા એ સુજાવ કર્યો
હા કરી કોઈ જ ફાયદો નથી મૂળ તો રુદ્ર નો જ મિત્ર ને એ ને હેલ્પ કરવાની જ ના પડી દીધી છે
ઓકે છોડ બધું કોફી એન્જોય કર .
ભાગવાન મદદ કરવા આવે તો થાય આસ્થા .વિશ્વા એ ઉપર ની તરફ ઈશારો કરી ને કહ્યું .
ને હું એમ કહું કે ભગવાને તમારી સાંભરી લીધી તો અચાનક બાજુ ના ટેબલ પર થી અવાજ આવ્યો ,આસ્થા ને વિશ્વા બંને ની નજર એના તરફ ગઈ હાથ માંથી કોફી નો કપ ટેબલ પર મુક્ત એક છોકરો વિશ્વા તરફ ફર્યો કપડા ને પહેરવેશ પરથી જ એ કોઈ અમીર બાપ નો ઓળખાઈ જતો હતો ને ચેરા પર થી જાણે કોઈ મોટી એક્ટર દેખાઈ આવતો હતો .કાચ ને પણ કોહીનુર બનાવી દે આવો અનો ચહેર્રો હતો . ને શ્વેત એ ચહેરા પર આવેલી નાની નાની દાઢી ચહેરા ને ખુબર સુંદર બનાવતી હતી .અણી આંખો માં જાણે નશો હતો, એક વાર જોતા જ આંખો થી દિલ માં ઉતરી જાય આવી સુંદરતા એ સામેથી આવું કેમ કહ્યું એ વિચાર માં ખોવાઈ હતી વિશ્વા .
એક્સક્યુઝ મી મેં આઈ સીટ હિયર
ઓ યસ આસ્થા એ તરત જવાબ આપ્યો .
વિશ્વા સમજી લે ભાગવાને તારી સાંભરી લીધી
હું કઈ સમજી નહિ ને કોણ છો તમે ? વિશ્વા એ આશ્ચર્ય સાથે પૂછું
હું કાવ્યા નો બોયફ્રેન્ડ છું. અજાણ્યા છોકરાની એટલી વાત સાંભળતા જ વિશ્વા ને આસ્થા ની અશ્ચ્ર્યતા ની કોઈ સીમા નહતી અમને તો બધું સપના જેવું લાગતું હતું એક આવું સપનું જે ક્યારેય પરું ના થાય

માન્યા માં નથી આવતું ને ચપટી વગાડતા વિશ્વા ના વિચારો પર ભ્રેક લગાવી ને હસવા લાગ્યો
તમે છો કોણ ? ને મને કઈ રીતે ઓળખો છો ? વિશ્વા જોડે કેટલાય સવાલો હતા .
દેવ નામ છે મારું હસતા હસતા છોકરા એ જવાબ આપ્યો .
તમને કઈ રીતે ઓળખું છું અ મહત્વનું નથી પણ અપડે અહી કેમ છીએ ટે મહત્વ નું છે .એક્ચ્યુલી હું તમને ક્યાવ્યા અને રુદ્ર ની સગાઇ થઇ એ દિવસ શોધું છું .જે વાત ની જન કાવ્યા ને પણ નથી .
કેમ શું જરૂર પડી મને શોધવાની ? વિશ્વા એ કોફી પીતા પૂછ્યું .
મારા અને કાવ્ય ને ફરી એક થવા માટે કે તારા અને રુદ્ર ના . દેવે તબલે પર પોતાની કાર ની કી રમળતા કહ્યું .
હું હજુ કઈ સમજી નહિ દેવ વિશ્વા અએ કહ્યું
હું ને કાવ્યા હજુ એક બીજા ને લવ કરીએ છીએ દેવે કહ્યું
તો સગાઇ ને રુદ્ર નું શું? આસ્થા થી રહેવાયું નહિ ને પૂછી લીધું .
હા હા હા ..હસતો દેવ બોલ્યો : સમય અભિનવ કરતો તેથી સમય કદી ન ઓળખાતો .બસ સમય ની સાથે નું એક નાટક જ છે આ સગાઇ હું બધું જ પહેલા થી કહું છું .
હું ને કાવ્યા બંને એક જ સોસાયટી માં રહ્યે છીએ .સાથે મોટા થયા સાથે અભ્યાસ કર્યો નાનપણ થી એની સાથે રમેલા ઘરઘત્તા માં જ અમારી સારી મિત્રતા થઇ ગઈ હતી .જેમ જેમ મોટા થતા ગયા સમજતા થતા ગયા તેમ તેમ અમારી મિત્રતા ક્યારે લવ માં ફેરવાઈ ગઈ બંને ને ખબર જ ના રહી પહેલે થી ફ્રેન્ડ હતા એટલે કોઈ અમારા પર કોઈ ને શંકા નહતી .અમે કોલેજ માં બંક કરીને ક્યાય ને ક્યાય ફરવા જતા હતા .એક બીજા ની સાથે રહેવા થી તેવાઈ ગયા હતા .એક દિવસ જબરજસ્ત વરસાદ વરસી રહ્યો હતો વરસાદ માં બધા ઘર માં હતા ને હું બહાર વરસાદ ની મજા લઇ રહ્યો હતો ને અચાનક કાવ્યા નો અવાજ મને સાંભળો અમ તેમ જોયું તો એના ફ્લેટ ના ટેરેસ પર થી અવાજ આવી રહ્યો હતો .હું તરત જ અન ફ્લેટ ના ટેરેસ પર ગયો .વરસાદ માં બંને પાલડી ગયા હતા ને એક પવન ની ઠંડી લહેર અમને બંને ને એક બીજા ની નજીક લાવી રહી હતી આખી સોસાયટી માં કોઈ જ નહતું દેખાતું .કાવ્યા એ મને હગ કરી ને અમારા લાઈફ ની મોટી ભૂલ કરી હતી આમ તો હગ અમારા માટે મોટી વાત નહતી પણ એ દિવસ નું હગ અનો ભાઈ જોઈ ગયો ને મોટો તમાશો થઇ ગયો .બંને ની ફેમીલી માં પ્રોબ્લમ થી ગયો ને કાવ્ય ની સગાઇ રુદ્ર જોડે કરાવી દીધી .મને ખબર છે ક હું સાચો ચુ ક ખોટો એ તું પૂછીશ એટલા માટે હું બધા પ્રૂફ લઇ ને આવ્યો છો અમારા ફોટો ને ચેટ પણ છે તું જોઈ સકે છે .
વિશ્વા એ બધું ધ્યાન થી જોયું .ને મન માં ને મન માં થોડી રાહત અનુભવી .મતલબ તું ઈચ્છે છે કે હું ફોટો ને ચેટ રુદ્ર ને આપું ને એમની સગાઇ તોડવું જેથી કાવ્યા ને તું પાછા મળી શકો . વિશ્વા એ કહ્યું .
દેવે ફરી સ્માઈલ સાથે કહ્યું જો ઈચ્છું તો અમ જ છું પણ ફોટો ક ચેટ આપી ને નહિ કઈ અલગ રીતે તૂટશે ને નહિ તૂટે તો કાવ્યા ભાગી જશે મારા જોડે .ને હા વિશ્વા તને રુદ્ર ની કસમ છે તું એને અ ફોટો ક ચેટ વિષે કશું જ નહિ કે ,જેમ થાય છે તેમ ચાલ્યા જવા દે .
પણ આ બધા વગર તો રુદ્ર મારી વાત માનશે કઈ રીતે ? વિશ્વા એ દેવ સામે જોઈ ને પૂછ્યું ?
ઇટ્સ યોર પ્રોબ્લમ ,ને હા મેં તમારી કોફી ના પૈસા પે કરી દીધા છે ,બાય અએટલું અહેતા દેવ CCD ની બહાર નીકળી ગયો ને આસ્થા અને વિશ્વા ની સામે મોટી મુસીબત ઉભી કરતો ગયો .
જોયું વિશ્વા રુદ્ર તારી જોડે ના આવ્યો તો અણી સાથે શું થઇ રહ્યું છે ભગવાને બરાબર કર્યું છે રુદ્ર સાથે આસ્થા એ વિશ્વા નો હાથ પકડતા કહ્યું .
ચુપ રે આસ્થા આ બધા માં રુદ્ર નો શું વાંક? અને તો કઈ વાત ની ખબર જ નથી ને અણી ફેમીલી એ મને અક્સેપ્ત કરી હોત તો રુદ્ર એ પણ કરી જ હોત ને રુદ્ર કાવ્યા જોડે છે .એ અણી ફેમીલી નો નિર્ણય છે આસ્થા મારે રુદ્ર ને બધી જ વાત કરવી પડશે .આજે જ મારે રુદ્ર ને મળવું જ પડશે .હમણાં જ ......
આસ્થા જલ્દી કોફી શોપ આવ હું તારો વેઇટ કરું છું
હા આવું વિશ્વા આસ્થા એ ફોને મુકતા કહ્યું
થોડી વાર પછી
શું થયું પાછું વિશ્વા એટલું અરજન્ટ કેમ બોલાવી આસ્થા એ ચેર પર બેસતા બેસતા કહ્યું
અરે તું આ રુદ્ર ને સમજાવ યાર મેં એને બધી વાત કરી ........
મેં કાલે એની જોડે જઈને કહ્યું કે કાવ્યા તારા માટે સારી છોકરી નથી, એ છોકરી તારી લાઈફ સાથે રમત રમી રહી છે, એને બોયફ્રેન્ડ છે અત્યારે પણ અ બંને રીલેશન માં છે. ને કાવ્યા તને છોડી ને જતી રહેવાની છે .બધું જ મેં એકી શ્વાસે કહી દીધું . પણ કાંઈજ ના થયુ આસ્થા પેલો મિહિર વચ્ચે ટપક્યો મને કે હું એમનું રીલેશન તોડવા માગું છું. રુદ્ર ને કે થોડા દિવસ પહેલા કાવ્યા ની માહિતી લેવા આવી હતી ત્યાર નો અને ડાઉટ હતો મારા પર .ને રુદ્ર એ મને કહ્યું
બહુ થઇ ગયું વિશ્વા મને તારી બનાવેલી વાતો માં કોઈ રસ નથી મેં તને સારી ફ્રેન્ડ માની છે અનો મતલબ અમ નથી કે તું મન ફાવે તેમ બોલે કોઈ પ્રૂફ છે તારી જોડે તારી આ વાતો ની તું તારા સ્વાર્થ માટે કોઈ ની ખોટી વાતો મારી સામે કરે એટલી ગયેલી હોઈશ તું એ અમને નહતી ખબર વિશ્વા .અત્યારે ને અત્યરે અહીંથી ચાલી જા તું ને આજ પછી હું ભૂલી જઈશ કે તારા જેવી કોઈ છોકરી ને મેં ફ્રેન્ડ બનાવી હતી એ પણ એના જ માટે . એક જ શ્વાસ માં વિશ્વા અસ્થા ની સામે બધું જ બોલી ગઈ .
વિશ્વા રડવાનું બંધ કર આજુબાજુ વાળા બધા તને જ જોઈ રહ્યા છે” આસ્થા એ નેપકીન આપતા કહ્યું
બંને ત્યાંથી ચાલી નીકળ્યા આસ્થા એ વિશ્વા ને એના ઘરે ડ્રોપ કરી ને કહ્યું વિશ્વા બધું જ સારું થઇ જશે ભગવાન પર ભરોસો રાખ .
ત્રણ દિવસ પછી .....
અરે મિહિર અચાનક મને કેમ બોલાવ્યો એ પણ કાવ્યા ની સાથે . રુદ્ર એ આવતા સાથે જ નવી થી કહ્યું
કાવ્યા એ પણ એની વાત માં સાથ આપતા કહ્યું હા મિહિર ભાઈ કેમ શું થતું અચાનક કઈ પ્રોબ્લેમ છે.
હા કહું પણ પેલા વિશ્વા અને આસ્થા આવેછે .
કેમ એ બંને કેમ .. રુદ્ર એ સહજતા થી કહ્યું .
મારી જ વાત છે રુદ્ર મારે બધા ને પાર્ટી આપવી છે એક વાત છે અન લીધે આજે હું બહુ ખુશ છું લો આસ્થા તો આવી ને વિશ્વા પણ આવતી હશે .
શું વાત છે મિહિર કેમ અચાનક બોઅલવી છે મને ને આસ્થા તું અહી , હાય રુદ્ર વિશ્વા કહેતા કહેતા કાવ્યા સામે જોઈ ને સ્માઈલ નો દંભ કર્યો .
મિહિર કહેવાનું શરુ કર્યું કાવ્યા અને દેવ ની બધી જ વાતો એને બધા ની સામે એક પછી એક કહી .બધા ની આંખો આશ્ચર્ય થી પહોળી થઇ ગઈ
શું બોલી રહ્યો છે મિહિર તું ? રુદ્ર એ ગુસ્સે થઇ ને મિહિર ને પૂછ્યું .
સાચું જ કહું છું .
રુદ્ર ના ગુસ્સા નો ફાયદો ઉઠાવી કાવ્ય પણ મિહિર પર ગુસ્સે થઇ ગઈ ને બધી વાતો ખોટી છે એમ રુદ્ર ને કહેવા લાગી .
હું સાચું કહું છું રુદ્ર વિશ્વા સાચી હતી બધું સાચું છે એને તને જે કહ્યું છે તે કાવ્યા તારી સાથે બહુ મોટી રમત રમી રહી છે .
કાવ્યા હજુ પણ વાત માનવા તૈયાર નથી .એ રુદ્ર ની સામે દલીલો કરી રહી છે ને ત્યાં થી ચાલી જવા કહી રહી છે કાવ્યા ને એની ઈજ્જત બહુ વહાલી હતી ને અહિયાં એની ઈજ્જત ના ધજીયા થઇ રહ્યા હતા .
મિહિર અને વિશ્વા બંને રુદ્ર ના સારા ફ્રેન્ડસ હતા રુદ્ર ના મનમાં વિચારો ની જાણે દોડ ની હરીફાઈ ચાલી રહી હતી .
કાવ્યા ગુસ્સે થઇ ને કહ્યું મિહિર કઈ પ્રૂફ છે તારી જોડે ?
દેવ “ મિહિરે અવાજ લાગ્ય્વ્યો ને કહ્યું દેવ છે મારું પ્રૂફ
દેવ અચાનક એમની સામે કાવ્યા નીચે જોવા માંડી ને બધા થી નજર છુપાવા લાગી .દેવે બધી વાત સ્વીકારી ને કાવ્યા પણ વાત સ્વીકારવા મજબુર બની ગઈ .
મિહિર અ બધું તને કઈ રીતે ખબર પડી રુદ્ર એ પૂછ્યું પણ બધા આ વાત નો જવાબ માંગતા હતા .
આસ્થા મને આસ્થા એ કહ્યું રુદ્ર .પેલા તો મને પણ વિશ્વા ની કોઈ નવી રમત લાગી પણ પછી મારી સામે એક પછી એક સાબિતી બતાવી તો હું અણી વાત માનવા મજબુર બની ગયો .
કેવી સાબિતી આસ્થા વિશ્વા એ આશ્ચર્ય થી પૂછ્યું.
યાદ છે વિશ્વા દેવ જયારે તને બધી વાત કહી એટલે હું બધું સાંભળી રહી હતી ,દેવે તને જયારે રુદ્ર ના સોગંધ ખાવાના કહ્યા ત્યારે મને લાગ્યું કે એતો બહુ મોટો પ્રોબ્લેમ થઇ જશે .તમે બંને એક બીજા સાથે ચર્ચા કરવા માં બીઝી હતા ત્યારે મેં મોકા નો ફાયદો ઉઠાવ્યો ને ફોટો ને ચેટ જોવાને બહાને મેં દેવ ના મોબાઈલ માં મારો નમ્બર સેવ કરી ફાટફાટ મારા માં વાત્સએપ કરી લીધા ને નંબર ને ચેટ દીલેટ કરી ને તમારી વાતો માં જોડાઈ ગઈ .તું જયારે રુદ્ર જોડે વાત કરી ને આવી ને પછી મને લાગ્યું કે હવે આ ફોટો નો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે . મેં બધી વાત મિહિર ને કરી દીધી .
રુદ્ર બધું સાંભળી ને વિશ્વા ની સામે જોઈ રહ્યો ને ના હસવા છતાં હસવા લાગ્યો . કેવી રીતે અને પ્રેમ કરનારી છોકરી ની વાત એને ના માની એ વાત નો એને પસ્તાવો હતો .મંદ હાસ્ય રેલ્યું ને વાતાવરણ હળવું થયું .
હવે શું? રુદ્ર એ બધા સામે વાર ફથી જોયું હું મારા ફેમીલી ની વાત ની વિરુદ્ધ નહિ જાઉં કાવ્યા .
હું બધું સાચું કહી દહીશ બધા ને .કાવ્ય એ ઊંડો શ્વાસ લેતા રુદ્ર ને જવાબ આપ્યો .
આસ્થા અને વિશ્વા ત્યાંથી નીકળતા હતા ત્યાં રુદ્ર આગળ આવ્યો .
સોરી વિશ્વા .રુશ્રા એ ભાવુક થઇ ને કહ્યું
ફ્રેન્ડસ કાવ્ય એ સ્માઈલ આપી ને હાથ આગળ લંબાવતા કહ્યું
ઓન્લી ફ્રેન્ડ રુદ્ર એ હસતા હસતા વિશ્વા ને કહ્યું.
દેવ અને કાવ્યા નો પ્રેમ પૂરો થઇ જશે ,પણ રદ્ર અને વિશ્વા નો પ્રેમ માટે નો નશો અડધો જ રહી જશે.

બીજા રસપ્રદ વિકલ્પો