criminal dev-13 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - ૧૩

ભાગ -૧3

બીજે દિવસે વહેલી સવારે દિવસ નો વોચમેન આવે છે, તે કોલેજ નો રાઉન્ડ લગાવે છે, તે મેદાન માં મનન અને નયન ને જુએ છે, લોહીલુહાણ અને બેભાન અવસ્થા માં, તે તરત ૧૦૮ પર ફોન કરે છે. એમ્બ્યુલન્સ આવે છે અને મનન અને નયન ને સરકારી હોસ્પિટલ માં પહોંચાડવામાં આવે છે.

********************************************************************************

નયન ના પપ્પા શ્રી મોહિત કુલકર્ણી એક સફળ ઉધોગપતિ છે,તે સવાર ની મીઠી નીંદર માં હોય છે, ત્યારે તેમની પત્ની તેમને જગાડે છે, અને ચિંતાતુર વદને ફરિયાદ કરે છે કે, નયન હજી સુધી ઘરે આવ્યો નથી. તેનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે. મોહિત જવાબ આપે છે કે મનન ને ફોન કરે, તે બંને ઘણીવાર એકસાથે આખી રાત બહાર રખડતા હોય છે. નયન ની મમ્મી જવાબ આપે છે કે, મનન ની મમ્મી નો હમણાં જ ફોન હતો, તે કહે છે કે મનન પણ હજી ઘરે નથી પહોંચ્યો,અને મનન ના પપ્પા બહારગામ છે. મનન નો ફોન પણ સ્વીચ ઓફ આવે છે. મોહિત ને અચાનક યાદ આવે છે કે આજે ભાનુપ્રતાપ સાથે મિટિંગ છે, અને મનન ના પપ્પા સીધા સુરત થી મિટિંગ માં પહોંચવાના હતા. તે તરત મરાઠે ને ફોન કરે છે. મરાઠે ને આશ્ચર્ય થાય છે કે મિટિંગ ના અમુક કલાકો પહેલા મનન અને નયન ગાયબ છે! તે તરત ભાનુપ્રતાપ ને ફોન કરે છે, ભાનુપ્રતાપ ભોળા ભાવે કહે છે કે તેને કંઈ ખબર જ નથી, અને તે તો આજ ની મિટિંગ માટે તૈયારી કરી રહ્યો છે.

મરાઠે તરત પોલીસ સ્ટેશને ફોન કરી ૨ કોન્સ્ટેબલ ને કોલેજ પર દોડાવે છે. કોન્સ્ટેબલ હરીશ કોલેજે પહોંચી વોચમેન સાથે વાત કરે છે. તેની સાથે વાત કર્યા પછી હરીશ મરાઠે ને ફોન કરી માહિતી આપે છે, કે મેદાન માં ૨ છોકરા સવારે ઘાયલ અવસ્થા માં મળેલ, તેમને સરકારી હોસ્પિટલ પર પહોંચાડવામાં આવ્યા છે.મરાઠે તરત ફોન કરી મોહિત ને આ ખબર આપે છે, પછી મોહિત અને મરાઠે બંને સરકારી હોસ્પિટલ પર જવા નીકળે છે. રસ્તા માં મોહિત, મનન ના પપ્પા રોહિત બાપટ ને ફોન કરી કહે છે કે તે સુરત થી સીધા હોસ્પિટલ પર પહોંચે,મોહિત Whattsapp પર હોસ્પિટલ નું લોકેશન પણ તેમને મોકલે છે.

મરાઠે અને મોહિત લગભગ એકસાથે હોસ્પિટલ પર પહોંચે છે, તે બંને મનન અને નયન ની હાલત જોઈ વિચલિત બને છે. મનન અને નયન, બંને પર ઓર્થોપેડિક સર્જરી થતી હોય છે. મોહિત તરત મરાઠે ને કહે છે કે આ ભાનુપ્રતાપ નું કામ છે. મરાઠે કહે છે કે કોઈ સબૂત વગર આટલા મોટા માણસ પર હાથ નહિ નાખી શકાય. મોહિત તરત જ કહે છે કે કોલેજ ની આજુબાજુ ના CCTV કેમેરા ના રેકોર્ડિંગ ચેક કરવામાં આવે, સબૂત મળશે. મરાઠે તરત DSP ઓફિસ પર ફોન કરી તે એરિયા ના CCTV ફૂટેજ ચેક કરવાનું કહે છે. ૧ કલાક પછી મરાઠે પર ફોન આવે છે કે ગઈ કાલ ના સાંજે ૫ થી ૧૨ સુધીના તે એરિયા ના CCTV ફૂટેજ ગાયબ છે. ત્યાં સુધી માં ઓપરેશન પણ પૂરું થાય છે, ડોક્ટર બહાર આવીને કહે છે કે લગભગ ૩૪ હાડકા બંને ના તૂટી ગયા હતા. મરાઠે ૩૪ હાડકા નો અર્થ સમજી જાય છે.મોહિત તરત જ સૂચના આપે છે કે બંને ને સ્પેશ્યલ રૂમ માં શિફ્ટ કરવામાં આવે. મનન ના પપ્પા રોહિત બાપટ હોસ્પિટલ પર આવી પહુંચે છે. મનન અને નયન ના ઓપરેશનોની ની જાણકારી મેળવે છે.

********************************************************************************

મિતાલી ફરી પાછી દેવ ને મળવા હોસ્પિટલ પર પહોંચે છે. આજે તે બપોર અને રાત ના ભોજન સિવાય ભણવાના અમુક પુસ્તકો પણ સાથે લાવી હોય છે. તે દેવ માટે અમુક નોટસ બનાવીને લાવી હોય છે. દેવ મીઠો છણકો કરીને કહે છે, કે હોસ્પિટલ માં પણ તેણે ભણવું પડશે. મિતાલી કહે છે કે તેનું અંદાજે ૧૨ દિવસ નું ભણતર બગડ્યું છે. શું ફાઇનલ એકઝામ માં તે પોતાનો ગ્રેડ જાળવી રાખવા નથી માંગતો? દેવ હસીને કહે છે કે તે ગ્રેડ જાળવવા માંગે છે.પણ હવે તે દ્વિતિય નંબર મેળવવા માંગે છે. મિતાલી આંખો નચાવીને પૂછે છે કે પ્રથમ નંબર ઉપર કોને જોવા માંગે છે? દેવ હસીને કહે છે કે એક એવી વ્યક્તિ ને જેણે એની રાતો ની ઊંઘ ચોરી લીધી છે. મિતાલી સહેજ શરમાય છે, અને કહે છે કે જેણે દેવ ની રાતો ની ઊંઘ ચોરી લીધી છે, એની પણ રાતો ની ઊંઘ કોઈએ ચોરી લીધી છે, તો એ પ્રથમ નંબર કઈ રીતે લાવશે? દેવ કહે છે કે હવે તો એક જ રસ્તો છે કે પોતે અને મિતાલી બંને એકબીજાને મદદ કરે, અને એકબીજાની ભણવામાં જે ખામિઓ છે તે દૂર કરે. મિતાલી જવાબ દે છે કે ખાલી ભણવામાં શું કામ, બંને એકબીજાને જીવન માં જ્યાં જ્યાં જરૂર જણાય, ત્યાં ત્યાં એકબીજાની ખામિઓ દૂર કરે, દેવ અનિમેષ નયને મિતાલી ને તાકી રહે છે,બંને વચ્ચે તારામૈત્રક રચાય છે.

ક્રમશ:

*************************************************

પ્રિય વાચકો આ નવલકથા તમને કેવી લાગે છે, તે મને મારા નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર Whattsapp પર જણાવશો તો હું તમારો આભારી રહીશ. તમારો અભિપ્રાય અચૂક મને જણાવવા વિનંતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED