લોક ડાઉનમાં બ્લોક ડાઉન Rushikumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોક ડાઉનમાં બ્લોક ડાઉન

કોરોના વાઈરસની જયારે કલ્પના પણ નહોતી તે વખતે બા ગામડેથી થોડા દિવસ રોકાવા અમદાવાદમાં મોટા દીકરા ના ઘેર આવેલા હતા. એવામા અચાનક લોકડાઉન લાઞી ઞયું.
કોરોના વાઈરસને કારણે દીવસે ને દીવસે કેસમાં વધારો આવતો જાય. બા સવારે ઉઠીને તરત જ ટીવી સમાચારની સામે ગોઠવાઇ જાય ટીવી રીપોર્ટર ઞામ વાઈઝ સમાચાર બોલતા જાય ને બા ચિંતા કરતા જાય સુરતમાં સુનિલ ને વડોદરા મા વિનોદ,મુંબઈ માં મહેશ ને દિલ્હી મા દીવયેશ શુ કરતા હશે ? બા ના ચિંતાતુર ચહેરાની ચિંતામાં પૌત્રો ટીવી બંધ કરી દેતા.

બપોરે જમીને બા દીકરાને કહે બેટા મને સુનીલ ને ફોન લગાવી આપને હું અેમના ખબર પુછી લઉં. દીકરાે ફોન લગાવી આપે પછી બા બીજા કોઈ નુ કહે પછી ત્રીજા નુ..........
બીજા દિવસે દીકરાએ બા ને સમજાવ્યું બા તમે મોટા છો તમારી કોણ ચિંતા કરે છે એ જુઓ લો આ ડાયરી જેના ફોન મા તમારી ચિંતા કરે તે જ આપણા સગા વહાલા એ લોકો ના નામ લખતા જાવ જે તમને ફોન કરીને ખબર પૂછે
બા એ શરૂઆત કરી ૧,૨,૩ કરતા કરતા ૪૫ દીવસ પુરા થયા. આ બાજુ કોરોના કેસ ના આંકડા ૧૦૦ માં થી વધીને ચિંતાજનક સપાટી અે 6000 ને પાર કરતો હતો
આજે દીકરા એ બા ને પૂછ્યું બા મને ડાયરી બતાવો ડાયરી જોઈએ દીકરા એ પૂછ્યું "બા ક્યાં છે એ મનિષ જે જયારે પૈસાની જરૂર પડે ત્યારે કાકી કાકી કરીને લઈ જતો અને ત્રણ ચાર કટકે પાછા આપતો. કયાં ગઈ એ પાડોશીની ગરીબની દિકરી જેના લગ્ન મા તમે રસોડાનો આખો સેટ આપ્યો હતો ..
ક્યાં છે એ પરેશ જેને હોસ્પિટલ ના બિલ માં મદદ કરીને તમે બચાવ્યો હતો .? કયાં ગયા એ મંદીરના મહારાજ જેને તમે મહીનામા ચાર વખત ભોજનથાળ આપવા માટે જતા હતા ????
બા બધા સ્વાર્થ ના સગા છે કામ પતે પછી કોઈ કોઈ નુ નથી .અમદાવાદમાં ૬૦૦૦
કોરોના કેસ છે બધા ટીવી માં જોતા જ હોય "
બા એ લુલી વકીલાત કરતા કહ્યુ " બીચારા કામધંધા મા પડયા હોય " બા લોકડાઉન મા શેના કામધંધા ? દીકરા એ જવાબ આપ્યો બા એક વાત સાંભળી લો આ ડાયરી સાચવી ને રાખજો જે લોકો એ કોરોના મહામારી માં આપણા ખબર અંતર પૂછયા છે અૅટલા જ આપણા સગા બીજા બધા ને આ લોકડાઉન માં જ બ્લોક ડાઉન કરી નાખજો.....
યે દુનિયા બડી સંગદિલ હૈ બેટે પપ્પા એ એમના છેલ્લા શ્વાસ સુધી સમજાવવા કોશિશ કરી હતી. માઁ અને ભાઈ બંને પોતપોતાના ઘર માં સૌથી નાના એટલે બંને સાવ ભોળા કોઈ ભૂખ્યા માણસ તો દૂર પશુ પંખી પણ ધરાઈને જાય એવો એમનો સ્વભાવ, કાકી હું તો તમારા દીકરા જેવો છું મારી માઁ તો મને પરણાવયા વગર ચાલી ગઈ ના લાગણીસભર વાકયોથી ભોળી માં પોતાના દિકરાના લગ્ન મા ના કર્યો હોય અેવો મસમોટો વહેવાર કરતી. દુનિયા એમને અવનવા પેતરા રચીને જેમ છેતરાય એમ છેતરતી જાય. માઁ અને ભાઈ પોતાના ભવિષ્ય નો કોઈ દીવસ વિચાર પણ ના કરે. મોટોભાઈ ગામથી દૂર શહેરમાં રહે તે જયારે નાના ભાઈને શિખામણ આપે તો આવા સ્વાર્થી લોકો મંથરા મંત્ર થી ચીતભ્રમ કરી નાખે મોટા પાસે તો ધણા રૂપિયા છે એમને તો તમને આપવા પડે એમ કરી ભાઈઓ મા ઝગડા કરાવે. આ બધુ મોટોભાઈ શાંતચીતે જોયા કરતો હતો અને યોગ્ય સમયની રાહ જોયા કરતા હતા.