વહી ગયું બધું મનીષ ગૌસ્વામી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વહી ગયું બધું

નાનકડું એટલે માંડ બસ્સો જણ ની વસ્તી ધરાવતુ અને નદી ને કિનારે આવેલુ એક ગામ.આ ગામ હજું એટલુ બધુ પછાત રહી ગયું હતુ કે અહીંયા સુધી કોઈ વિકાસ પહોંચ્યો જ ન હતો પણ નવાઈ ની વાત એ હતી કે પશાકાકા નો સોમો એ એકલો બસ ભણવા માટે શહેરમાં ગયો હતો અને ગામ પ્રત્યે પણ એને અનહદ લાગણી અને પ્રેમ હતો.એને ગામ માટે રસ્તો બનાવવો હતો અને બીજી અનેક સુવિધાઓથી ગામને ભરપૂર કરવુ હતું.
આખા ગામની રોજની પોતાની કાર્યશૈલી સવારે વહેલાં પરોઢિયે ઉઠવાનું અને ગાયો-ભેંસો દોઈ,ચા બીજો પીને નીકળી જવાનું પોતપોતાના ઢોર લઈ ચરાવવા તે છેક સાંજે દાડો આથમતા ઘરે વળવાનું.એટલે એમણે આજુબાજુના ગામડાઓમાં કે શહેરમાં શુ ચાલે છે એની કઈ ગતાગમ હોય નહી.
પણ આ વખતે ચોમાસું કાળ બનીને વરસવાનું હતુ એવા સમાચાર શહેરમાં ઝડપથી ફરી રહ્યા હતા અને સરકાર તરફથી પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી અને ટી.વી પરથી પણ વારંવાર સુચનાઓ અપાઈ રહી હતી પણ આ બધી વાતો થી આ ગામ હજુ ઘણું દૂર જ હતું.પણ આ વાતની જાણ શહેરમાં ભણતાં સોમા ને થઈ ગયી હતી અને એના મનમાં એક ફાળ પડી હતી કે ગામ સુધી આ વાત પહોંચી હશે કે નહી અને એવા ઘણા વિચારોથી એનુ મન ચગડોળે ચડ્યું હતું અને એણે નક્કી કરી લીધુ હતુ કે કાલે જ સવારે અહીંયા થી નીકળી જવું અને ગામમાં આ વાત ની જાણ કરવી.
બીજી બાજુ ગામમાં તો ચોમાસું શરૂ થવાનું હતુ એટલે એમનો ઉત્સાહ નો તો કોઈ પાર જ ન હતો.ગામમાં કે ઢોર ચરાવવા બધા ભેગા થાય એટલે અનેક વાતો કરે,કોઈ કે મારે તો ભેંસો માટે ઘાસચારો વાવવો છે તો કોઈ વડી કે આપડે તો આ વખતે ચોમાસું બાજરી નાખવી છે પણ આ બિચારાઓને ક્યાં ખબર કે આ વખતનું ચોમાસું એ એમને માટે આફત છે.
અષાઢ મહિનો બેસી ગયો હતો અને ધીમે-ધીમે વાવાઝોડા એ પણ શરૂઆત કરી હતી અને ઉપર આકાશમાં પણ કાળા-કાળા વાદળા ચાલી રહ્યા હતાં જાણે કાળ બનીને કોઈ ને લેવા જતાં હોય.બીજી બાજુ શહેરમાં રહેલા સોમાના મનમાં બસ એક જ વાત ફરતી હતી ગામડે જઈ આ આફતની જાણ કરું.એટલે એ પણ સવાર પડતા નીકળી ગયો હતો ગામે જવાં પણ શહેરનાં વાતાવરણમાં આજ અચાનક પલટો આવ્યો હતો પવન નો વેગ વધી રહ્યો હતો અને ઉપર વાદળા કાળની જેમ ચાલ્યાં જતાં હતાં.બસ પકડવા માટે એક બસ સ્ટેન્ડ પર જઈ અને પોતાનાં ગામ તરફ જતી બસ ની વાટ જોતો હતો.ઘણો સમય ત્યાં ઉભો રહ્યો પણ કોઈ બસ આવી નહી એટલે એણે પૂછપરછ કરી જોઈ અને એણે જાણવાં મળ્યું કે આજની ભારે વરસાદની આગાહીને કારણે ગામડાઓ તરફ જતી ઘણી બસો બંધ કરવામાં આવી છે.એટલે ચગડોળે ચડેલુ સોમાના મનમાં જાણે કઈક ભયંકર થવાનુ હોય એવુ થતું હતું.
ગામમાં ધીમે ધીમે વરસાદનું આગમન થયું હતું અને આખા ગામમાં જાણે ખુશીનો માહોલ હતો.નાના છોકરાઓ વરસાદ માં નાહવા માટે નીકળ્યા હતા,પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા અને ઢોર પણ ગારામા આળોટી રહ્યા હતા પણ આ બાળકોનો કલબલાટ,પક્ષીઓનો કલરવ આ બધું થોડાક સમયમાં જ લાંબા સમય માટે બંધ થઈ જવાનું હતું.
સોમા ને બસ ના મળતાં એ ગાડી શોધવા માટે નીકળી પડ્યો ઘણાં ગાડીઓ વાળાને એને પુછી જોયુ પણ કોઈ ગામડાઓમાં તરફ જવા તૈયાર ન હતું અને છેલ્લે એક ગાડી વાળો આવવાં તૈયાર થયો પણ ડબલ ભાડું આપવાનું કહીને એટલે એણે નક્કી કરી અને ગાડીમા બેસી સોમો નીકળ્યો ગામમાં આવવાં.પણ એના મનને હજું શાંતિ ન હતી એણે તો જલ્દી થી જલ્દી બસ ગામમાં પહોંચવું હતું.
ગામ હવે નજીક આવતું હતુ એમ સોમા નુ પણ ઝડપથી વિચારોને ચગડોળે ચડ્યું હતુ એણે અચાનક એક વિચાર પણ આવી ગયો કે ગામમાં કઈક થઈ ગયુ તો બસ આટલા વિચારથી એના શરીરમાં અરેરાટી વ્યાપી ગઈ.
બીજી બાજુ ગામમાં તો ધણધણાટી બોલી ગઈ હતી વરસાદે માજા મૂકી દીધી હતી અને નદીનો પટ પણ વધી રહ્યો હતો.જાણે કુદરત પણ ભરખી નાખવા માટે તડપતો હોય.અને એક દમ થી નદીમાં પાણીનો વેગ વધ્યો અને ગામમાં જાણ થતાં દોડમદોડ થઈ ગઈ.અને એક જ ઝપાટે આવેલુ એ પાણી આખા ગામને એકસામટુ ભરખી ગયું.અને ગામ નજીક પહોચતા સોમો જોવે છે તો એનું એ રઢીયાળુ નાનકડુ ગામ જેને માટે એણે ઘર છોડીને શહેરમાં ગયો હતો એ ગામ આખુ અનંત કાળ સુધી પાણી મા સમાઈ ગયુ હતું અને સોમો હવે માત્ર એક જીવતી લાશ હતો.
છેલ્લે સોમા ના મોઢામાંથી આટલા શબ્દો નીકળ્યાં
વહી ગયું બધુ.......
..............................સમાપ્ત...............................