dukhiyari maa. - 2 books and stories free download online pdf in Gujarati

દુખીયારી માં . - 2

હવે રોજ રોજ નો કંકાશ રતન ને સહન નાં થતો. એ એના પતિ ને કહી ને અલગ થવા નું કેતિ, પણ એનો પતિ ના પાડતો. આપડે ભેગા સારા.આ બાજુ હવે રતન ના સાસુ સસરા ને દેરાણી, દેર પણ રતન ને નોખા કરવા રોજ ઝગડા કરતા હતા . એમને પણ હવે રતન અને એની દીકરિયું આંખમાં ખટવા લાગી હતી. કોઈ ને કોઈ બહાને રોજ ઝગડા કરતા હતા.

કાંટાળી ને રતન ,એનો પતિ ત્રણ દિકરિયું સાથે નોખા થાય છે. બળદ બાંધવાની ગમાંણ જેવા કોડિયાં ઘર માં કાઢે છે. હવે તો રતન ઉપર ઘર ની જવાબદારી વધારે આવી. પતિ પણ ગામ મા ને બહાર ગામ ભાગિયું રહી ને કામ કરવા માડ્યો.એમ કરતાં ઘરનું ગુજરાન ચલાવતા તા.

બે ક વરસ વીત્યા ત્યાં રતન ને ત્રીજી વાર ગર્ભ રહ્યો આવખતે તે ભગવાન ને પ્રાથના કરવા લગી કે દીકરો દે .ને જાણે ભગવાન ન અને માતાજી એ એની પ્રાથના સાંભળી લીધી અને નવ માસે દિકરા નો જન્મ થયો. ઘરમાં ખુશીનો માહોલ છવાઇ ગયો. આ બાજુ ઘર ચલાવામાં પણ મુશ્કેલી થવા લાગી.ઘર માં માણસો વધતા જતાં હતાં. માંડ માંડ ઘર નું પૂરું કરતા હતા.
પહેલા ના સમય માં ઘરમાં પાંચ,છ બાળકો ના હોય ત્યાં સુધી છોકરા વારા નો કેવાય એનું એ સમયના ગઢીયા માનતા. રતન ને પણ એક દીકરા પસી બીજા બે દીકરા થયા. હવેતો ઘર ચલાવવું જ કઠિન થઈ ગયું. પતિ રોજ કામ તો કરતો જ. ખૂબ મહેનત કરતો તો પણ ઘર માં એક સાંધે ત્યાં તેર તૂટતાં.આ બાજુ હવે રતન ને પણ ઘરે બેસવું પોસાય તેમ નોતું.એ પણ વિચારતી જ કે કેમ હુ ઘરમાં પતિ ને મદદ કરી શકું.
રતન પોતાના છોકરાઓ ને ખવડાવવા માટે ને ઘરનું પૂરું કરવા માટે હવે કામ પણ કરવા લાગી. પતિની કમાણી તો ઘરમાં ખર્ચ થય જતી ખબર પણ નહી પડતી.વરસ પણ નબળા આવવા માંડ્યા. કેમ કરી ઘર નું ગુજરાન ચલાવવું એજ પ્રશ્ન થતો. રતન છોકરાઓ ભૂખ્યા ન રહે એ માટે ગામ માં લાકડાના ભારા વેચે એમાંથી દાણા કે લોટ મળતો એ લાવી ને છોકરાઓ ને ખવડાવતી ગામ માં ગાર ગોરમટા પણ કરવા જતી. ને જે મળે એ લાવી ને છોકરાઓ ને ઉછેરતી.
શિયાળા ની ઋતુ માં ચણીયા બોર બહુ થતાં ગામ ની સીમ માં. ગામ માં એક દેવીપૂજક ની બાઈ સાથે રતન ને સારું ભળે તો આ ઋતું માં બન્ને સાથે વહેલી સવારમાં ચણીયા બોર વીણવા વૈજતી. બપોરે એ બોર ઘરે લાવીને સરખા કરતી. ખાટા ને તૂટેલા બોર અલગ કાઢતી ને બકડિયું તૈયાર કરતી.
બીજા દિવસે સવાર મા આજુ બાજુ ના ગામ માં વેચવા જતી બન્ને. બોર ની બદલામાં માં ઘવઃ કે બાજરી લેતી.આખો દિવસ વેચતી ને સાંજે જે દાણા થાય એ લઇને ઘરે આવતી. આમ કરી છોકરા મોટા કરતી. પેટે પાટા બાંધીને ને છોકરાઓ ને ભણાવતી ,મોટા કરતી.
રતન પણ પતિ ને સાથ આપતી ને ઘર ચલાવવામાં મદદ કરતી.ગામ માં વૈત્રા કરીને પણ છોકરાઓને મોટા કરતી. ક્યારેક તો પોતે ભૂખ્યા રહિને પણ છોકરા ને ખવડાવતી. ઘર ની પરિસ્થિતિ સારી ન હતી. મરચું રોટલા કે ડુંગળી રોટલા થી પણ કામ ચલાવવું પડતું. ક્યારેક નકરી છાસ ને રોટલો કે ઘેંશ ને રોટલા ખાવા મળતા. આવી પરિસ્થિતિમાં માં પણ એ હિંમત હારતી નહિ. ને પતિને પણ હિંમત હારવા દેતી નહિ.
ક્રમશ.........

################################

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED