નમસ્કાર મિત્રો,
મારા કવિતાના પુસ્તકોને આપ વાચકમિત્રો દ્વારા ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. જેના કારણે મારો ઉત્સાહ નિરંતર વધતો જાય છે અને વિવિધ કવિતાઓના પુસ્તકને હું આપના સમક્ષ રજૂ કરું છું. મારા અત્યાર સુધીના પુસ્તકો આ મુજબ છે:-
"દિગ્વિજયી કવિતાઓ"
"કાશ..."
"ભવ્ય ગઝલ"
"હિંમત તો તું કર આજે"
આ તમામ પુસ્તકોના આપના સારા પ્રતિભાવોના કારણે હું પાંચમું પુસ્તક "પ્રણયની કલ્પના" લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. મેં અથાક પ્રયત્નો અને મહેનત બાદ કવિતાઓની રચના કરી હોય અને કવિતાઓ રસપ્રદ અને ખામીમુક્ત બને એનો મારા તરફથી સંપૂર્ણ પ્રયત્ન કરેલ છે.
છતાં, જો કોઈ ખામી રહી ગઈ હોય તો ધ્યાને દોરવા વિનંતી છે. આવી ભૂલોમાં સુધારો કરી આપને ઉત્કૃષ્ઠ રચનાઓ આપવા હું પ્રયત્ન કરીશ તથા નવી રચના માટે આપના દ્વારા આપવામાં આવેલા તમામ પ્રતિભાવો અને સૂચનો મને આગળની રચના માટે ઘણા મદદરૂપ નીવડશે.
આભાર.........
✍️ રુદ્ર રાજ સિંહ
:::::::::::::::::::::::: સાંભળવું છે મ્હારે :::::::::::::::::::::::::
આજે...
સાંભળવું છે મ્હારે....
તુજમાં અકથિત પડેલા એ મૌનને.....
આજે...
જીવવું છે મ્હારે....
તુજ હૃદયમાં પડેલા મુજ સ્થાનને.....
આજે...
જોવું છે મ્હારે....
તુજનાં મુજ સંગ જોયેલ સ્વપ્નોને.....
આજે...
નિહાળવું છે મ્હારે....
તુજ નયનમાં આવેલ કિમતી અશ્રુને.....
આજે...
માણવું છે મ્હારે....
તુજના એકાંતમાં કરેલા એ વિચારોને.....
આજે...
સાંભળવું છે મ્હારે....
તુજની અધૂરી રહી ગયેલી એ વાતોને.....
આજે...
અનુભવવું છે મ્હારે....
તુજમાં મૂજનું સંપૂર્ણ સમાઈ જવાનું.....
-------- એટલે જ કહું છું હું તુજને --------
આજે...
સંભળાવી દે પ્રિયે....
અકથિત લાગણી રહી જાય ના બાકી!.....
લી. રુદ્ર રાજ સિંહ
:::::::::::::::::::::::: નિહાળવી છે તને :::::::::::::::::::::::::
નિહાળવી છે તને,
પણ નીકળી તું કલ્પના...
પીવી છે તને,
પણ નીકળી તું મૃગજળ...
સ્પર્શવી છે તને,
પણ નીકળી તું સ્વપ્ન...
સાંભળવી છે તને,
પણ નીકળી તું સંવેદના...
મહેક માણવી તારી,
પણ નીકળી તું માત્ર માયા...
ભરવી તને બાંહોમાં,
પણ નીકળી તું માત્ર તરંગ...
ચાખવા છે એ અધર...
પણ નિકળ્યા એ કમલપત્ર...
અરે...
જીવવી છે તને...
પણ નીકળી તું પરિકથા...!
લી. રુદ્ર રાજ સિંહ
:::::::::::::::::::::::::::: પ્રેમ કરી બેઠા :::::::::::::::::::::::::::
ન કરવાનું સઘળું કામ,
તમે આજે કરી બેઠા..
પ્રેમમાં આજે તમે ખુદ,
પગલું આજે ભરી બેઠા..
ના થવાનું થઈ ગયું છે,
આજે પછતાઈ બેઠા..
થવાનું હતું એજ થયું,
તમે અમને ગમી બેઠા..
પછતાઈને શું ફાયદો,
અમેતો પ્રેમ કરી બેઠા..
લી. રુદ્ર રાજ સિંહ
::::::::::::::::::::::::: નજર જોઈ તારી ને ::::::::::::::::::::::
નજર જોઈ તારી ને,
ઉજાગરો કર્યો આજે.
નયનમાં જોઈને તારા,
ઈશારો કર્યો મેં આજે.
તુ હતી બેખબર અને,
ઈરાદો કર્યો મેં આજે.
જીવનમાં ખુશ રહીશ,
નિશ્ચય કર્યો મેં આજે.
લી. રુદ્ર રાજ સિંહ
:::::::::::::::::::::::::::::: સમજણ :::::::::::::::::::::::::::::
હસીન મુલાકાતોની આવી યાદોને,
વિસરાઇ જવું એજ છે સમજણ.
જીવંત રાખી શું કરશો ભીતરમાં?
મૃતપ્રાય કરવું એ જ છે સમજણ.
જીવીને શું કરશો એવી રીતભાતને?
નવો ચીલો પાડવો એ જ સમજણ.
દુનિયા બદલાય છે ને માણસ પણ,
એને છોડીને વધવું એ જ સમજણ.
ખુદને ખુદ સાથે ભેળવો તમે આજે,
અન્યને મૂકો બાજુ એ જ સમજણ.
લી. રુદ્ર રાજ સિંહ
::::::::::::::::::::::::::::::: સંબંધ ::::::::::::::::::::::::::::::::
સરળ છે માટી પર માટી લખવું,
અઘરું પાણી પર પાણી લખવું.
સંબંધમાં પણ કંઇક આવું છે,
જેમ દરિયાને તરીને પાર કરવું.
સંબંધ બને ઘડીભરની વાતમાં,
તૂટે છે એ નાની અમથીવાતમાં..
લી. રુદ્ર રાજ સિંહ
:::::::::::::::::::::::::::::::: કેમ? ::::::::::::::::::::::::::::
તમારી ઝૂકેલી પાંપણમાં દેખાયો આદર મને આજ,
સમજાયું નહિં ઝુકાવી હતી એ પાંપણ તમે કેમ??
પાંપણની નીચે દબાઈને રાખ્યો હતો તમારો પ્રેમ,
પાંપણની પાછળ એને રાખવાની જરૂર પડી કેમ?
પાંપણ જો ખોલી હોત આપની તો જોવત પ્રેમ,
ખોલત દિલ મારું હું પછી એ તમે જોવત કેમ?
દિલમાં રહેવાના કાબિલ તો આપ હતા પહેલેથી,
છતાંય ઠુકારાવ્યું મારું દિલ એવું લાગ્યું મને કેમ?
લી. રુદ્ર રાજ સિંહ
:::::::::::::::::::::::::::: અનુભવવું :::::::::::::::::::::::::::::::
તુજ આવવાના એ એંધાણ ને,
મુજનું એ સાંભળી અનુભવવું.
તુજ પ્રીત કેરા એ જ બાણ ને,
મુજ હૈયે વાગ્યાનું અનુભવવું.
તુજ સંગ જોયેલા સપનાં ને,
મુજ આંખોથી એ અનુભવવું.
તુજ સંગ વીતેલી એ યાદો ને,
મુજ મસ્તિષ્કમાં અનુભવવું.
તુજ સંગ વિતાવેલ પળો ને,
મુજ યાદોમાં એ અનુભવવું.
તુજનું પાછા વળી ના જોવું ને,
મુજનું એકલતા એ અનુભવવું.
લી. રુદ્ર રાજ સિંહ
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
આપનો મૂલ્યવાન સમય આપવા માટે અને મારી આ કવિતાનું વાંચન કરવા માટે આપનો દિલથી આભાર વ્યક્ત કરું છું.
આપના દ્વારા સલાહ-સૂચન, માર્ગદર્શન કે પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિં એવા સહકારની અપેક્ષા સહ.....
THANK U SO MUCH......
...... RUDRARAJSINH