થાક્યા વિના પ્રેમ Richa Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થાક્યા વિના પ્રેમ

થાક્યા વિના પ્રેમ

(એક સમયે, એક છોકરો ખૂબ નિદ્રામાં હતો પણ ઊંઘ હરામ હતી તેની તે ફક્ત મોહિની મોહિની બોલતો હતો,જાણે ઊંઘ માં કોઈ ને સમજાવવા નો પ્રયત્ન કરી રહ્યો હતો તે અચાનક ઉઠ્યો. તેની દદૅ થી રડી રડી ને લાલ થયેલી આંખ થી આજુ બાજુ જુએ છે પણ કોઈ નહતું તે જાણે કોઈ વાતે નિરાશ થયો હોય પણ તેના હાથમાં કેટલાક જૂના ફોટોગ્રાફ્સ પડેલા હતા .તેને તે પત્ર ને બિનજરૂરી રીતે હલાવતા હલાવતા જાણે અને તે જ ફોટોગ્રાફને ફરીવાર જોવું અને પત્ર વડે રડવું, વારંવાર વાંચવું એમાં કંઇક એવું લખેલું હતું. જેનાથી તેની ઊંધ પણ હરામ હતી. )

( તે પત્ર ફરી એકવાર વાંચ્યો)
● હું તમારી આભારી છું કે તમે ચંદ્રની જેમ આવો છો, અને મારું હૃદય પ્રકાશિત કર્યું છે.
તમે તમારી જાતને ભૂલી ગયા અને મને ખુશ કરી પણ
હું કદાચ આ સંબંધને આગળ બચાવી નહીં શકું, મારા માટે આ પ્રેમ ચાલુ રાખવું મુશ્કેલ છે.
મને ખબર છે આ પ્રેમ છે કંઈ પણ રીતે છોડીને જવુ ના જોઈએ પણ હું મજબૂર છું.
● માફ કરશો, મને થોડી લાચારી છે.
અક્ષરોની સહાયથી આભાર માનું છું પરંતુ દૃષ્ટિથી નહીં.
● મારી આંખો હંમેશાં મારી રાહ જોતી રહેશે.
પરંતુ હૃદય તમારા માટે આભારી છે.
- મોહિની

આ પત્ર વાંચ્યા પછી, માણસની આંખો ભરાઈ ગઈ અને તેણે ઘણી હદે પોતાને સંભાળવાનો પ્રયત્ન કર્યો, દિલ ના હજાર ટુકડા થઈ ગયા હોય તેમ લાગે છે. અને પછી તેણે જોયું કે તેની સામે બારીની બહાર ખૂબ બરફ હતો. અને બીજું કાંઈ બહાર દેખાતું નહોતું. અને ચારેય બરફ પડવા માંડ્યો હતો. પછી તેણે એક ચહેરો જોયો અને તે બારી તરફ આગળ વધ્યો તેના પગ જાણે ગંભીર થઈ ગયા. એ સમયે તેને મોહિની દેખાય, તેને તે અડકવા નો કોશિશ કરે છે . પણ અચાનક તેણે ધ્યાન દોર્યું કે કોઈ નથી પણ, તેના ખયાલો માં એટલી હદે મોહિની કેદ છે કે તેને કંઈ દેખાતુ જ નથી, તેને જોતા તે માણસ બારી પાસે થોડી વાર ઊભો રહ્યો અને મોહિને સ્પર્શવાના પ્રયાસમાં બારી ખોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ તે વ્યક્તિની મૂંઝવણ થઈ પછી તેને સમજાયું કે તેને ભ્રમ છે કે બહાર કોઈ નથી એકલો બરફ જ છે અને બીજું કંઈ નથી. આજ વિચારો ને વિચાર માં તે ત્યા જ ઊભો રહ્યો.

ઘીરે ઘીરે તે તેના પલંગ તરફ આગળ વધે છે .માનવ લાસ ની જેમ અંધારાવાળી ઓરડીમાં સૂતો હતો. તેનામાં વસંતનો પ્રકાશ, કે એક પ્રકાશ નું બિંદુ પણ તેને પસંદ નથી પછી તે શાંતિમાં અથવા એકાંતમાં કંઈક નમ્ર બન્યું. કોઈકે ગુપ્ત રીતે દરવાજો ખોલ્યો, અને પછી બહાર થી પ્રકાશ નું બિંદુ તે વ્યક્તિના ચહેરા પર પડે અને તેની આંખો અંજાય છે અને ગુસ્સા માં તેણે કહ્યું,

માણસ = મા, ના, દરવાજો બંધ રાખજો, મારે એકલા રહેવું છે.

માતા = બસ બેટા ઓમ, હવે આ જીદ છોડ એકલા રેહવા નું છોડી દો, આ કેટલા મહિના ચાલશે, જુઓ બેટા સમય કરતા કોઈ મોટું નથી, તેથી તું બેચેન રહેવા નું છોડ હું સમજી ગઈ છું કે મોહિની તને છોડી ગઈ છે. થોડું કામ કરો, તમારું મન તેમાં રહેશે.

ઓમ = હા આભાર માતા, તમે મને માર્ગ બતાવ્યો,
અને હું તમને કહેવા માંગુ છું કે હું કામ કરવા માંગુ છું અને આવતી કાલે સવારે એક જગ્યાએ જવું છું, પણ મારી જૂની નોકરી છૂટી ગઈ હતી.પણ માતા મોહિનીએ મને કેમ છોડ્યો?

માતા = બસ પુત્ર તેનો વિચાર કરવાનું બંધ કરો, પરંતુ તે જરૂરી નથી કે આપણને જે ગમે તે મળે, પણ જો તમે કહો છો કે હું તેને મળવા જઈશ.

માતા =હા ઓમ એક વાત કહો મોહિની ની કહાની શું છે તે છે તો સારી છોકરી અને સાથે સાથે ખૂબ સરસ પણ છે પણ અચાનક શું થયું હશે કંઈક તો હશે વાત, હું તને કેટલા દિવસ થી કહેવા માંગુ છું પણ તુ સાંભળવા જ તૈયાર નથી .

ઓમ =હા મોમ મોહિની એક અનાથ બાળક છે. તેની પાછળ કોઈ નથી, અને તે એક અનાથાશ્રમમાં રહે છે, અને તેજ તેણીનો પરિવાર છે .

માતા = તેથી હું ત્યાં તે છોકરી સાથે વાત કરવા જઈશ. પણ કયાં રહે છે.

ઓમ = હા મોમ, સંજય સિનેમા હોલ ની બાજુમાં,,

(ઓમ પોતાનું કામ ફરી શરૂ કર્યું અને તેની માતા મોહિની સાથે વાત કરવા ગઈ .)

( થોડા સમય પછી, તે જાણ્યું કે ભારે હિમવર્ષાને કારણે, આખા શહેરમાં ઘણા લોકોના મોત નીપજ્યા છે અને ઘણા સ્થળોએ ભારે નુકસાન થયાનું સમાચારોમાં આપવામાં આવ્યું છે અને તે સ્થળે મોહિનીના અનાથાશ્રમનો પણ સમાવેશ થાય છે. અને તેઓ એમ પણ કહેતા હતા કે મૃત્યુનો અંક વધતો જાય છે, કોઈ જગ્યાએ બરફ અને તોફાન આવે છે અને બરફ પડવાના કારણે કેટલાક વિસ્તારોમાં બરફ વધુ ખતરનાક બની ગયો છે. )

( આ સાંભળીને ઓમ તેની માતાની શોધમાં ખળભળાટ મચી ગયો અને તે પણ ખૂબ જ ખરાબ હવામાનમાં બરફને કારણે ચાલવું મુશ્કેલ હતું અને ઓમ કાર લઇને બહાર આવ્યો.)

(ત્યારબાદ કાર થેક અનાથાશ્રમમાંથી બહાર નીકળી ગઈ અને ભય વધી રહ્યો હતો, હવામાનને કારણે ઘણા લોકોની હાલત કથળી હતી. પછી દરવાજા ખોલ્યા અને બહાર આવ્યા અને આગળ ગયા અને તે જોઈ છે, એક સ્ત્રી બહાર ઉભેલી દેખાઇ અને તે એકદમ થીજી હતી અને બરફના કારણે તેનો ચહેરો નિસ્તેજ હતો. ઓમ ગયો અને જોયું કે તેની માતા ઊભી હતી. તેણે જોયું કે તેની માતાની હાલત ખૂબ જ ખરાબ હતી. પછી તે તેની માતાને એક અનાથાશ્રમમાં લઈ ગયો.)

( ઓમ વારંવાર અહી આવતો હતો મોહિની ને મળવા માટે એટલે બઘા ખૂબ સારી રીતે ઓળખે છે તેથી લોકો ખૂબ સારો આવકાર આપ્યો )

સૂરજ કાકા (સફાઈ કાર્યકર) = હા સાહેબ આવો ,આ બેન કોણ છે હમણાંજ આવેલા હતા અને મોહિની વિશે પુછતા હતા . કોણ છે ?

ઓમ = આ મારા મમ્મી છે?

કાકા = અરે મે કહ્યું હતું કે થોડી વાર બેસો બરફ ખૂબ પડે છે પણ રોકવા તૈયાર જ નોહતા . એમને અહી બેસાડો અને હું ગરમ પાણી આપુ.

ઓમ = હા આપો!

કાકા = આ ગરમ ચા તમારી માટે ,ગરમ પાણી, અને બેન ના શરીર પર સેક કરવા માટે આ ગરમ પાણી નું ઓશીકું.

ઓમ = હા સારુ કાકા,

( સેક કરતા કરતા અને કાકા કંઈક પુછ્યું અને ઓમ ના હાથ માંથી ચા નો કપ છુટી જાય છે )

કાકા = ઓમ દિકરા તુ થોડા સમય દેખાતો નથી, પણ મોહિની સાથે ખૂબ ખરાબ થયુ ને કેમ?

ઓમ = મને બરાબર ખબર જ નથી . કાકા શું થયું મોહિની સાથે ,મારી તો વાતચીત બંધ છે ઘણા સમયથી મોહિનીએ ઘણા સમય પહેલા એક પત્ર લખ્યો હતો કે હવે તે આ સંબંધને આગળ વધારવા નથી માંગતી, તેથી મને માફ કરજે.

માતા = હા બેટા, મને ખબર પડી અને હું તને જ બોલાવવા આવતી હતી જોને શું થયું મોહિની સાથે ?

ઓમ = અરે તમે આ શું બોલો છો જરા સમજ પડે એમ બોલો? મને ખૂબ ગભરામણ થાય છે અને ક્યાં છે મોહિની? શું થયું?

કાકા = અરે બેટા થોડા સમય પહેલા અહી એક દિવસ મોહિની ખૂબ બિમાર પડી હતી અને અમે તેનો ચેકપ કરાવ્યો તો તેને ખૂબ ભયાનક બિમારી થઈ છે ,અને તે પણ કેન્સર!

ઓમ = તેની સાથે શું થયું ગયુ ?

માતા = બેટા મોહિની હવે આ દુનિયામાં ખૂબ થોડા સમય માટે જ છે અને તેનો ઈલાજ મુંબઇ ના હોસ્પિટલમાં થાય છે . અને તને ખબર પડે નહી એટલે તે અહી થી ચાલી ગઈ . અને તેથી જ તેણે એક પત્ર લખ્યો .

(આ સાંભળીને ઓમના પગ નીચેથી જમીન સરકી ગઈ. હું કાંઈ બોલી શક્યો નહીં અને તે જ બોલતો રહ્યો, હું મારા પ્રેમ પર વિશ્વાસ કરી શક્યો નહીં. મને મારા પ્રેમ પર કેમ વિશ્વાસ ન હતો?)

કાકા = બેટા માફ કરશો મને ખબર નથી કે મોહિનીએ આ કર્યું છે. કદાચ તમારો જીવ બચાવવા ઓમ આ બધું છુપાવ્યું હશે.

ઓમ = કાકા! કદાચ તેને મારા પ્રેમ પર વિશ્વાસ ન હતો. અને બધું છુપાવ્યું. અરે પ્રેમ માં તો બધુ બરાબર હોય, એકબીજાને બધી વાતો, પરેશાની કહેવી પડે અરે થોડા દિવસો પછી તો લગ્ન કરવા ના હતા, તો કાકા તમે જ કહો આમ ચાલે કંઈ .

ચાલ મમ્મી ,આપણે મુંબઈ જઈએ ? કાકા કાકા તમને હોસ્પિટલ ખબર હશે ને ?

કાકા = હા, ખબર છે .

( થોડા દિવસો પછી)

ઓમ =કાકા એ આપેલા સરનામે પહોચવા ના છે મમ્મી !

( હોસ્પિટલમાં દાખલ થાય છે અને રુમ નંબર પુછે છે અને મોહિની ને મળે છે પણ મોહીની તેને ચાલ્યા જવા કહે છે અને મળતી નથી. પણ ઓમ ના મમ્મી સાથે સારી રીતે વાત કરે છે.

મોહિની = પ્લીઝ ઓમ ને અહી થી લઇને જાવ મારી બિચારી ખૂબ ગંભીર છે કદાચ હું જીવી ના શકુ અને હું નથી ચાહતી કે ઓમ મને મરતા જોય અને પછી તે કદાચ જીવવા નું પણ ભુલી જાય.

ઓમ ના મમ્મી = હા બેટા પણ એ અહી ના જાય જેટલો સમય મળે છે એ તારી સાથે જ રહેશે તને ખબર છે ઓમ ના પપ્પા ના અકસ્માત બાદ એ તારી સાથે રહી ને હસી સકયો છે એટલે એ તારી આ લડાઈમાં તારો સાથ જરૂર થી આપશે અને મને ખબર જ છે કે આ બિમારી દુર થઇ જશે.

( ઓમ અને તેની મમ્મી થોડા દિવસો પછી જ મુંબઈ જાય છે અને સાથે સાથે ઓમ અને તેના મમ્મી એક ઘર ભાડે થી રાખે છે અને ત્યા રહે છે અને એક નોકરી પણ જોઇન્ટ કરે છે)

રોજ સવારે અને સાંજે મોહિની ને મળે છે અને તેઓ નો પ્રેમ આ બિમારી માં ખૂબ ગહેરો થાય છે . રોજ સવારે ડોક્ટર ની સલાહ થી તેને બહાર ગાડૅન માં વોક પર લઈ જાય છે.

મોહિની = ,તુ મને કેટલો પ્રેમ કરે છે?

ઓમ = આ કેવો સવાલ છે?

મોહિની = મને ખબર છે તુ ખૂબ પ્રેમ કરે છે મને તો પ્લીઝ મારી ખાતર ચાલ્યો જા પ્લીઝ!!! તુ થાકતો નથી!

ઓમ = તને ખબર છેે આ કોઈ ગેમ નથી પ્રેમ છે જેમાં થાક લાગે ,

રોજ રોજ હું તો કદાચ મારી આત્મા ને તો તારી જ પાસે છોડી ને આવુ છું જયારે તને મળવા આવુ છું પણ તું કદાચ આપણો આ સંબંધ સાચવવામાં રસ ધરાવતો નથી.પણ તારી આ બિમારી ને હરાવવા તારી સાથે છે તને ખબર છે આ સંબંધ ખાલી એક કોન્ટ્રેક્ટ નથી જેમાં આપણી લાગણીઓ બંધાયેલી હોય આ પ્રેમ ની વાત છે અને પ્રેમ એ ખુબ અમર છે એટલે તારી સાથે છે મને ખબર છે જ્યારે મારા પિતા નુ અકસ્માત બાદ તે મારો સાથ કેવો આપ્યો હતો!
એટલે તું મને કંઈ પણ બોલ પણ હું અહી થી જાવ નહી! અને રહી વાત તારી બિમારી ની તો સાંભળ ભગવાન બેઠા છે અને તે કંઈક પણ કરશે!

મોહિની = આય લવ યુ ઓમ , થેકન્યુ મારો સાથ આપવા માટે મારી સાથે રહેવા માટે, મને સમજવા માટે, અને મને પ્રેમ કરવા માટે, અને હવે આ બિમારી દુર થઈ જાય કે ના થાય પણ મને અફસોસ ના થાય હું આરામ થી મરી શકીશ.

ઓમ = બસ હવે આમ ના બોલ કશું ખોટું થવાનું નથી

બીજા દિવસે સવારે એક અમેરિકન ડોક્ટર હોસ્પિટલમાં સારવાર આપવા ના અર્થે આવે છે ,અને તેઓ ને એક કેન્સલ ના મરીજ ની ખબર પડી અને તે મોહીની હતી તેને મોહીની ની હાલચાલ જાણી અને તેઓ એ ઓમ ને મળવા માટે બોલાવ્યો .

ઓમ = કમ ઈન ડોક્ટર!

ડોક્ટર = આવો આવો ઓમ મારે ખૂબ ગંભીર વાત કરવી છે સીઘે સીઘે કહું છું તારે તમને કોઈ જુઠ્ઠા દિલાસા આપવા નથી મોહિની ની હાલત ખૂબ જ ગંભીર છે તેના જીવવા ના ચાન્સ ખૂબ ઓછા છે તુ કહે તો એક ઓપરેશન છે તેજ બચાવી શકે છે પણ બચાવુ અઘરુ પણ છે.

ઓમ = સાચુ કહુ તમને જે લાગે તે કરો પણ મોહીની ને બચાવો પ્લીઝ સર,

ડોક્ટર = હા ઓમ

ઓમ = સારુ ડોક્ટર

બીજા દિવસે ડોક્ટર ના ઘણા પ્રયત્નો કર્યા પછી મોહીની ને થોડા અંશે સારી કરવા તરફ આગળ વઘે છે મોહીની પુરે પુરી નહી પણ તે સારી તો થાય છે લગભગ બે વર્ષ આ બિમારી ચાલે છે પણ થાક્યા વિના સાથ ઓમ આપે છે અને તેના પ્રેમ થી મોહીની ઘીમે ઘીમે સારી થાય છે!

થાક્યા વિના પ્રેમ 💌💌