પરવરિશ - 1 Jinal Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

પરવરિશ - 1

નોંધ- પ્રસ્તુત વાર્તાનું વર્ણન માત્ર મારા અનુભવો અને મૌલિક વિચારો પર આધારિત છે જેમાં હું આ વાર્તા દ્વારા કોઈની લાગણીઓ, ભાવનાઓ કે વ્યક્તિત્વને દુઃખી કરવાનો ઈરાદો રાખતી નથી. વાર્તા દ્વારા કોઈની લાગણીઓ, ભાવનાઓ કે વ્યક્તિત્વને દુઃખી કર્યૂ હોય તો મોટુ મન રાખીને માફ કરવા વિનંતી।

વાર્તાની પ્રસ્તુુુતિ- સાંજનો સમય અને હું મારા અંગત સમયને માણીને પરિવારની સભામાં જોડાઈ. બધા રોજીંદા નિત્યક્રમ પ્રમાણે પોતાની બેઠક મેળવી લીધી હતી. ટીવીમા આવતી સિરિયલની સાથે બધા પોતાના જીવનના અનુભવને તે સિરિયલ સાથે જોડીને હળવી જ્ઞાનની વૃધિ કરી રહ્યા હતા. બીજી પણ ઘણી વચ્ચે થોડી હળવી ચર્ચા થતી રહેતી. આમ આ કાર્યક્રમને ચાલતા થોડી ક્ષણમા ન જાણે કેમ આ શાંતિના વાતાવરણમા આમ અચાનક મહાભારતનું યુધ્ધ શરૂ થઈ ગયુ. અચાનક ભાઈ થકી કરવામા આવેલ પ્રહારને જીલતી બેન નજરે પડી અને તેજ ઘડીએ હું મારુ સ્થાન છોડી તેમના જામેલા યુધ્ધમા વચ્ચે પડી. હજુ પણ સમજી હતી માત્ર પરિસ્થિતિને ધ્યાને લઈને ભાઈના હાથમા જે ઘાતક હથિયાર હતું તેનાથી મોટીબેન હોવાને નાતે નાનીબેનની રક્ષા કરી રહી હતી. મને હતુ કે એને વાગવાથી મોટો ઘા પડશે હજુ ભાઈને ખેંચતા વિચારુ છું ત્યાં તો સામે બેન દ્વારા ભાઈને ઘડિયારનો સીધો ઘા આવે છે ત્યાં મારા ધબકારા વધી જાય છે કે ભાઈને ન વાગ્યું હોય ભાઈ સામે નજર કરી ત્યા તો નાનીબેન દ્વારા વજનદાર કડાનો પ્રહાર થયો અને હવે આ યુધ્ધ મોટુ સ્વરૂપ ધારણ કર્યું. હવે તેમા પપ્પા દ્વારા પણ હાથના ત્રણ ચાર પ્રહાર નાનીબેન પર આવ્યા. ત્યારે ના જાણે કેમ આંખમાંથી થોડા આસુ સરી પડ્યા અને મારાથી નાનીબેનનો પક્ષના છૂટ્યો. જેનું કારણ કદાચ આજના યુધ્ધમા પપ્પા દ્વારા બેન પર કરવામા આવેલ પ્રહારથી ભાઈના મુખનુ હાસ્ય હતું. કચાદ જાણતા અજાણતા પણ મારાથી પક્ષની પસંદગી સાચી થઈ જેને મે યુધ્ધના વિરામ બાદ બેનની સાથે કરેલ હળવી વાતથી જાણી. જેમા સમગ્ર વાતને શરૂઆતથી જાણી અને ત્યારબાદ તેની અંદર ભરી પડેલ વેદનાઓને એક પછી એક મે વહેતા ચમકતા પ્રવાહી સાથે સાંભળી અને ત્યારબાદ મને પરિવારમા ઉછરતા એ દરેક ત્રીજા નંબરના બાળક માટે હમદર્દીની ભાવના જાગી. તેમના જીવનની ઘટનાઓ, એકાંતપણૂ, ભેદભાવ, લાગણીઓ વગેરેનું કારણ ક્યાંક પરવરિશ હશે તેવી મે માત્ર હાલ પૂરતી ધારણા બાંધી અને ફરી એકવાર નાનીબેન સાથે ફરી વાતચીતમાં જોડાઈ વાતવાતમાં અગાઉ થયેલ યુધ્ધમાં નોંધેલ એક વાતને મે પુછી લીધી કે 'તું તે સમય રોતા બોલી હતી કે મે એટલે જ કંટાળીને બેવાર મરવાની કોશિશ કરી હતી પણ માનવીથી એમ થોડી મરાય છે' એમ તો તે ખરેખર એમ કરવાનો પ્રયાસ કર્યો? અને કારણ શું હતી કે તારે એમ કરવું પડે? એટલા તો તે બોલી હું તો એમ પણ વધારાની છું જે જોવે સારુ હોય તો તે કર્યુ અને ખોટું હોય તો મે, લોકો સામે સારા સીધા તમે બે અને હું ગામ ફઈ, સારા ખોટા પ્રસંગોમાં લાડકા છોકરા તમે બે અને હરખામણી હું? એમ પણ પપ્પાની લાડકી તું અને મમ્મીનો લાડકો તારો ભાઈ. હું ક્યાં તમારા પરિવારમા? માત્ર બોલવામાં કે મારા ત્રણ બાળકો. બાકી મને તો ક્યાંય અહેસાસ નથી થયો કે હું પણ પરિવાર છું તમારો, પરિવારનો ભાગ છું, બોલો છું? અને ત્યા જ મે મૌન સેવી લીધુ કદાચ એણે અનુભવેલ ભેદભાવની વેદનાને હું સમજી ગઈ હતી. કદાચ પરવરિશ રહી ગયેલ ખામીને સમજી ગઈ હતી. હવે મને પણ કદાચ તેની ભાવના સમજાતી હતી. તેના અત્યાર સુધીના ચીડચીડીયા પણાનો પણ ભેદ કદાચ હું જાણી ગઈ હતી. તેના બધા દુઃખોમા કદાચ આ દુઃખ તેના જીવનમાં અને મગજમાં ખુબ ઉંડાણ પુર્વક ઘર કરી ગયુ હતું અને કદાચ એટલે જ નાની સરખી બોડી સંબંધોથી આટલી દૂર ભાગી રહી હતી. સંબંધોને તે સ્વાર્થના કહેતી અને અંર્તમૂખિ બનતી રહી અને એકાંતમા ભેદભાવની ભાવનામા પરિવારથી દૂર થતી રહી હતી. હવે અચાનક જ તે ઉભી થઈને બહાર જતી રહી હું પણ થોડી વારમાં પાસે પણ થોડી દૂર બેઠી અને તેને ન સમજાય તે રીતે નિરીક્ષણ કર્યું તો આંખમાથી આસુ સરી રહ્યા હતા એક બાજુ દુઃખદ સંગીત પણ વાગી રહ્યું હતું એક સમય તો મને પણ પ્રેમમા હારેલ માણસ સમાન તેની સ્થિતિ લાગી બે ઘડી મે પણ મંદ હસી લીધું છતા ક્યાંક તેના દુખનું ભાન થતા હું થોડી ગંભીર બની અને મે હવે પુછી લીધું કે તને ખરેખર એમ કેમ લાગે કે તારી જોડે ભેદભાવ થયો છે એમ?
ત્યાં તો એ બોલી કેમ નાની હતી ત્યારથી જોવુ છું અહીંયા તો થીંક છે પણ બાર પણ જોઈ જ લે મામાના ત્યાંની જ વાત કરુ તમે બે જાવ તો મારા ભાણીયા આખા ગામમાં ખબર હોય છે અને મને એમ કેવાસે તું કોની ભાણી? કેમ મારા વિશે જાણતા નઈ હોય હેને? કે પછી જણાવ્યુ નહિ હોય! આટલું સાંભળતા હવે હું વિચારું કે આનો જવાબ શું આપુ એ મનોમંથનમા હતી ત્યાં પાછો એનો અવાજ આવ્યો કે છોડી દીધી છે હવે આસાઓ, મને કોઈની પડી નથી, બસ હું પગભર બની જઉ એટલે અત્યાર સુધીનો જે મારી પાછળ ખર્ચ કર્યો તે આપી ને હું મારા રસ્તે એ એમના રસ્તે. આટલું સાંભળતા એક સાથે હવે અનેક સવાલ ઉત્પન્ન થયા. આ સ્થિતિ હાલ ના એ દરેક બાળકોમાં હશે? શું ખરેખર માતા પિતા દ્વારા બાળકોના ઉછેર આવી ખોટ રહી જતી હસે? માતા પિતા દ્વારા કઈ આવો ભેદ થતો હશે? શું હાલમાય છોકરી છોકરામા ભેદ કરતા હશે? હા આ બધા પ્રશ્નો બધા માટે હતા. જેમા ક્યાક આજ દરેક પરિવાર હોઈ શકે અથવા અમૂક, અથવા તો કોઈ નહી માત્ર ગેરસમજ હોય બાળકોની, પણ હવે કારણ તો જાણવુ રહ્યું માટે હવે હું મનોમંથનમાથી બહાર આવીને તેને માત્ર એક સવાલ કર્યો કે ખરેખર તારી સાથે એવો વ્યવહાર થયો છે કે ગેરસમજ? કોઈ માબાપ બાળકો મા ભેદભાવ કરે ખરુ એ તારી સાચે ગેરસમજ છે અને ત્યા તો એ બોલી હા આંખે દેખેલી ગેરસમજ....
આગળની વાર્તા ભાગ - ૨ મા...