પરવરિશ - 2 Jinal Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરવરિશ - 2

નોંધ-‌ પ્રસ્તુત વાર્તાનો પ્રથમ ભાગ વાંચવા તથા અભિપ્રાયો આપવા બદલ સર્વે વાચક ગણનો આભાર.

વાર્તાની પ્રસ્તુતિ - હા આંખે દેખેલી‌ ગેરસમજ.... સાંભળતાં મને હવે લાગ્યુ કે થોડો સમય આપવો યોગ્ય રહેશે તેમ વિચારી હું મારા કામે વડી અને એ પણ એનું કામ કરી ‌રહી હતી. ઘરમાં રોજ જેમ‌ વાતાવરણ હતું તેમજ હાલેય ચાલતું ખાલી વાતો ઓછી અને હવે એ પણ વધારે કોઈ સાથે ‌વાતો નહોતી કરતી. થોડો સમય આમ‌ જ ચાલ્યું.

ઘણા દિવસ પછી હું ને એ બે બેઠા હતા. મેં એને‌ કહ્યું આમ ક્યાં સુધી હવે ખમીજાને હવે આપણે છોકરી થઈ એમ પકડીને ન બેસાય, ત્યાં એ બોલી એજ તો ખમી ગઈ એટલે તો આમ સહન કરતી જાઉં છું પેલા નાનપણની સગાઈ થી હવે થોડા સમયના જીવનમાં. મેં કહ્યું એટલે? કેમ ?

થોડો મજાક કરતા મેં કહ્યું કે આત્મહત્યા કરવાનો ઈરાદો રાખ્યો છે કે કેમ?
એટલામા એ ફીકું મંદ હસી અને કે શું આત્મહત્યા હમમમમ.... જીવનમાં એ પણ નસીબમાં નથી‌ બાકી અત્યારે એમ બેઠી હોય.

હિમ્મત પણ જોવે એ માટે, જેમાં હતી પણ‌ ખરી હિમ્મત પણ એમની પરવરિશ ખોટી પડે, એમના ઉછેર પર સવાલ ઉઠે જે કદાચ યોગ્ય નથી મારી નજરે,

હું પરિવારમાં નાની છું મારી સાથે ભેદભાવ થયો છે પણ એમાં એમનું રૂણ હું ન ભૂલી શકું અને કદાચ એટલે જ પાછી પડું છું.


મને હવે તેની આ વાતો સાંભળીને એની સમજદારી પર ગર્વ થયો એની સમજણ આગળ કદાચ અમે સૌ‌ ફીકા પડીએ. પણ હવે મને મમ્મી, પપ્પા ની પણ ભૂલો જણાય છે ભેદભાવ તો થયો જ હતો ભલે અજાણતા પણ‌ થયો હતો અને તેનું એક ઉદાહરણ નાનપણમાં કરેલ એની સગાઈ.


જે‌ સમય એને જીવન જીવવાનો, ભણવાનો હતો ત્યાં તો એની સગાઈ થઈ ગઈ હતી સામે તે સમય અમે બે ભાઈ બહેન આરામથી જીવી રહ્યા હતા. એને એટલે કદાચ જીવનમાં મર્યાદા પણ જાળવવી પડતી હતી. એને એના ભવિષ્યની પણ ક્યાંક બીક તો હતી જ અને હોય જ ને કેમ ના હોય લગ્ન બંધન કંઈ અમથું થોડી છે. છોકરીને દિકરીથી લઈને મા સુધી જીવનનો ભોગ આપવો પડે છે.


એમાય જીવન એટલું સરળ હોય તો બાકી બીજા ઘણા ભોગ માંગી લે. પણ અહીં વાત અલગ હતી સગાઈ થઈ હતી પણ લગ્ન નહી. કઈ નઈ આતો હતો મોટો ભેદભાવ આની આગળ આપણે બીજા કોઈ ભેદની વાત જ વ્યર્થ.
દરેક માતા પિતાને બાળ ઉછેરમાં જાણતા અજાણતા ખોટ તો રહેતી હશે. જેમાં થોડી ગેરસમજ પણ ભાગ ભજવી જ લે છે પરવરિશના સમય ક્યાંક બાળકમાં.

આજ ઘણા વર્ષો બાદ ઘણું બદલાઈ ગયું છે અમારા જીવનમાં ભાઈ અને એના લગ્નને છ મહિના વીતી ગયા એને માતા પિતા દ્વારા જે નસીબમાં લખાયું એ સ્વીકારીને બધાની સાથે ભળી ગઈ હતી પણ ક્યાંક આજે પણ તેની પરવરિશમા મમ્મી પપ્પા દ્વારા રહી ગયેલ ખોટનો પછતાવો મમ્મી પપ્પાની આંખોમાં દેખાઈ રહ્યોં હતો અને તે માત્ર અમે ચાર ખૂબ સારી રીતે જાણતા હતા.

ભલે અમારી પરવરિશ ખૂબ લાડ પ્યારથી થઈ સામે તેને એટલો ન્યાય નહોતો મળ્યો છતાં આજે મમ્મી પપ્પાનો સહારો ખરા અર્થમાં તો એજ હતી.
તમને પ્રશ્ન થતો હશે કે એ કેમનો સહારો?

તો વાત જાણે એમ હતી કે એની તે દિવસની સમજદારીની વાતો બાદ અમારી વધારે વાતો ન થતી અને હવે એ પણ જાણી અજાણીને નોકરી ના કામમાં વ્યસ્ત રહેતી હતી. આમ દિવસો જતા હતા સાથે દાદાની પણ તબિયત દિવસે દિવસે બગડી રહી હતી. જેથી દાદાની છેલ્લી ઈચ્છા પ્રમાણે અમારા ત્રણેય ભાઈ બહેનના લગ્ન લેવાયાં. અમારા લગ્નની તૈયારીઓ ચાલતી, બધું થીક ચાલી રહ્યું હતું અચાનક લગ્નની તૈયારીઓમાં મારા સખ્ખત બિમાર પડવાને કારણે રિપોર્ટ કઢાવ્યા હતા. રિપોર્ટથી અમને જાણ થઈ કે મને બ્રેઈન ટ્યૂમર (મગજમાં કૅન્સરની ગાંઠ) છે અને આ વાતની જાણ અમને એક મહિનાને સાત દિવસ પહેલા થઈ જેથી મારાં લગ્ન રહેવા દઈને ભાઈ અને એના લગ્ન કરાવી દિધા. જેમાં લગ્નના ચાર મહિનામાં ભાઈ ભાભી અમારાથી અલગ રહેવા જતા રહ્યા અને આજે મારી છેલ્લી ઘડીઓમાં મમ્મી પપ્પાનો સહારો કદાચ એ જ હતી અને આજે તેણે એ પણ સ્વીકારી લીધું હતું. કદાચ આજે તેની પરવરિશ કઈક અલગ જ સંદેશ આપી રહી હતી અને ત્યાંરે મને મારા અભ્યાસ દરમ્યાન એક સેમિનારમાં સાંભળેલ એક વાત યાદ આવી કે હાલના આ યુગમાં બાળક અવતરવામા પણ નિયમો બનાવાય છે જેમ કે 'અમે બે, અમારા બે ' , 'અમે બે, અમારુ એક' શું ભગવાનની ભેંટમા પણ આમ નિયમો રાખશે માનવી? જીવનનું ઘડતર જ બાળકોની પરવરિશથી છે જો જીવનમાં સુખી થવું હોય તો આટલું યાદ રાખવું
'પ્રથમ બાળક પરિવાર માટે
બીજુ બાળક પ્રથમ બાળક માટે
અને ત્રીજુ બાળક દેશ માટે
જેમાં ત્રીજુએ મહત્વનો અંશ છે દેશ માટે કહો, પરિવાર માટે કહો કે વૃદ્ધાવસ્થા માટે એની તો પરવરિશમા કોઈ ખોટ ન રહેવી જોઈએ. આ વાતને થોડાક અંશે સાચી થતાં મેં આજે જોઈ છે. પરિવારની સ્થિતિ કે અન્ય કોઈ કારણ હોય પણ પરિવારના દરેક બાળકનો ઉછેર સમાન થવો જોઈએ કેમ કે બધે અંત સારો જ ન હોય.

🙏 આભાર વાર્તા વાંચવા બદલ🙏