Nehani parino sarang - 2 books and stories free download online pdf in Gujarati

નેહાની પરીનો સારંગ - 2

નેહાની પરીનો સારંગ - 2


કહાની અબ તક: સારંગ ભટ્ટ કે જેણે એના ફાધર ની હેઠે રહેલી કંપની ને પોતાની કાબેલિયત અને મહેનતથી ઉપર લાવી હતી એની ઑફિસમાં પરીને એણે બહુ જ પર્સનલ ટચ આપ્યો હતો... પણ એક વાર ગાર્ડનમાં પરીની નાની બહેન નેહા એણે સેક્સ્યુઅલી મોલેસ્ટ કરે છે, પણ પરીને બોલાવી ને એ બિઝનેસ ની વાત માં પરોવાઈ જાય છે. ઑફિસમાં પરીના બદલાયેલા સ્વરૂપની નોંધ સારંગ એ લીધી. છેલ્લે એણે કહ્યું કે નેહા સાથે સારંગ એ ખરાબ કૃત્ય કર્યું એમ!!!

હવે આગળ: "પરી, ટ્રસ્ટ મી! આઈ હેવન્ટ ડન સચ થિંગ!" સારંગ બસ રડી જ પડવાનો હતો.

"સર, આઈ રિઝાઈન!" પરી એ માંડ રોકી રાખેલા આંસુ હવે એના ગાલે આવી ગયા હતા.

"ઓ પણ તું કેમ રડું છું?!" સારંગ ના સવાલે જાણે કે પરીને મૂર્તિની જેમ સ્થિર કરી દીધી હતી.

"હું એક રેપિસ્ટ ને જવાબ આપવો જરૂરી નથી સમજતી!" એણે આંસુ રોકતા મક્કમતાથી કહ્યું.

"ઓ મેં કઈ નથી કર્યું?!" સારંગ બોલ્યો.

"હા તો એક છોકરીને જાતે જ પોતાની ઈજ્જત ઉતારવામાં મજા આવતી હશે?!" પરી ગુસ્સામાં હતી.

"આઈ રીઝાઈન!" એણે અંતિમ ફેંસલો કર્યો.

"વેઇટ! મારી સાઈન વિના આ તારું રીઝાઈનેશન લેટર નક્કામું! એન્ડ આઈ વોન્ટ સાઈન!" સારંગ એ પણ ફૈસોલો સંભળાવ્યો.

"ઓકે!" એણે ફાઈલ પકડી અને યંત્રની જેમ કામ કરવા લાગી!

🔵🔵🔵🔵🔵

હવે ઑફિસમાં પરી જતી, પણ બસ યંત્રવત કામ જ કર્યા કરતી! કોઈ પર્સનલ ટચ નહિ! ઘણીવાર એના આંસુને રોકતી જોઈ સારંગ જોતો. વાસ્તવમાં તો એ પોતે પણ તો રડતો જ હોય છે ને.

"જો પરી, એક વાર તું ખુદને પૂછ તો ખરી! નેહા કરતા તો તું વધારે દેખાવડી છું! હું ચાહત તો તારી સાથે જ એવું કેમ ના કરત!" એણે લગભગ રડતી આંખે જ કહ્યું.

આ વાત સાંભળીને એણે વિચાર કર્યો પણ એણે નેહાનો રડતો ચહેરો યાદ આવી ગયો.

"હું કઈ જ નથી સમજવા માંગતી! જસ્ટ સ્ટે અવેય ટુ મી એન્ડ માય ફેમિલી!" એણે રડમસ રીતે કહ્યું.

"વ્હોટ ધ હેલ!!!" સારંગ કોલ પર વાત કરતો હતો.

"પરી, સ્વીચ ઓન ધ ટીવી રાઇટ નાવ!" એણે રીતસર રાડ પાડી.

પરી એ દીવાલ પર ની એલસીડીને ચાલુ કરી.

"મિસ્ટર સારંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની ના ખાનગી ડેટા લીક, એક્સપર્ટ સ નું માનવું છે કે કોઈ અંદરના વ્યક્તિએ જ ડેટા લીક કરાવ્યા હશે!" એક કાળા કોટમાં રિપોર્ટર બોલ્યો.

"પરી, હાવ ડેર યુ?! તારી દુશ્મની તો મારી સાથે હતી ને મારી કંપની ના કેમ ડેટા લીક કર્યા?!" સારંગ એ પરીના બંને હાથ ને ઝંઝેડતા કહ્યું.

"સર, પણ મે એવું શા માટે કરું?! મે કઈ જ નથી કર્યું!" પરી રડતા રડતા બોલી.

"સી, કંપની ની બધી જ ખાનગી વાતો બસ તું જાણું છું અને મે જાણું છું! બીજું કોઈ જ નહિ! મે કઈ કર્યું નથી બાકી રહી તું તો તુંયે જ આ કામ કર્યું છે!" એણે રાડ પાડી.

"શો મી યોર લેપટોપ!" એણે કહ્યું.

લેપટોપ માં એક એક અજાણ્યા વ્યક્તિનો ઈમેલ આવ્યો હતો - "માઈ સ્વીટ હાર્ટ પરી, તારા આ સારંગને કહી દે કે ચૂપચાપ મારા કહેલા સ્થાને પહોંચી જાય, બાકી આ દુનિયા ને તો મે એમ કહીશ કે સારંગ ને મોલેસ્ટ ના કરવા દીધું એટલું પરી પાઠક એ એની કંપની ના ડેટા કર્યા લીક!!!" નીચે સરનામું હતું!

"અરે યાર, તુંયે કેમ આવું કર્યું?! શું મે એટલો ખરાબ છું?!" સારંગ થી રીતસર રડી પડાયું.

"સર, મેં કઈ જ નથી કર્યું! હું તો એ વાતને ભૂલી પણ ગઈ હતી, તમે કહેલું ને કે તમે મારી સાથે જ કરી શક્યા હોત એમ તો!!!" એ પણ રડતી હતી.

"સર, આઈ સ્વેર! હું એ લોકોને નથી જાણતી! હું તમારાથી નારાજ હતી, પણ આવું તો હું ના જ કરું ને!" એણે રડતા રડતા જ કહ્યું.

"આઈ નો! આ તારું કામ નથી!" સારંગ બોલ્યો.

"આ લડાઇ મારી છે અને હું જ એણે લડીશ!" સારંગ ફરી બોલ્યો.

"ના... સર, હું તમારી સાથે છું!!!" પરી બોલી.

"જો એ લોકો બહુ જ ખતરનાક છે! હું નથી ચાહતો કે તારી જાન ને ..." એ રડમસ હતો વાત પૂરી ના કરી શક્યો. (આવતા એપિસોડે ફિનિશ)

એપિસોડ 3 અને અંતિમ એપિસોડ(સીઝન ફિનાલે)માં જોશો: "એમને અમને ખાસી મોટી રકમની માગણી કરી હતી અને સાથે જ સારંગ પણ માંગ્યો હતો. પણ એ એક જગ્યા એ માત ખાઈ ગઈ એણે નહોતી ખબર કે એક વાર જ્યારે અમારી કંપની ડૂબતી હતી ત્યારે મિસ્ટર સારંગ પ્રાઇવેટ કંપની એ જ અમારી આર્થિક મદદ કરી હતી! હું જ એમનો અહેસાનમંદ હતો!" આ કહેતા કૃતજ્ઞતા થી મિસ્ટર અડવાણીની આંખો ભરાઈ આવી.

"ન્યુઝમાં એ ફેક ઇન્ફર્મેશન પણ અમે જ કરાવી હતી! અમારે નેહાની નજર માં પણ નહોતું આવવાનું! પણ જ્યારે વાત તમારા જેવા એક વિવેકશીલ વ્યક્તિ પર આવે તો તો મારે માટે સૌભાગ્ય કહેવાય અને મારે પેલો અહેસાન પણ તો ઉતારવાનો હતો!" એણે બોલ્યે રાખ્યું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED