નેહાની પરીનો સારંગ - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

નેહાની પરીનો સારંગ - 1

નેહાની પરીનો સારંગ- 1

"જો એ લોકો બહુ જ ખતરનાક છે! હું નથી ચાહતો કે તારી જાન ને ..." એ રડમસ હતો વાત પૂરી ના કરી શક્યો.

🔵🔵🔵🔵🔵

સારંગ ભટ્ટ એ શહેરના નામચીન બિઝનેસમેન માં એક હતા. એમને બહુ જ ઓછા સમયમાં બિઝનેસ મેનેજમેન્ટ કમપ્લિટ કરી એમના ફાધર ની સાવ તળિયે બેસેલી કંપની ને આસમાન પર લાવી દીધી હતી. યુવાન હોવાના નાતે એમનામાં જોશ અને જુસ્સો પણ ખૂબ જ હતો.

શુરુઆત ના સમયથી જ એમને રાતો ના રાત ઉજાગરા કરી ને ફોરેન કંપની નેં માટે પ્રેઝન્ટેશન તૈયાર કરી દીધા હતા. સૌ એમના કામ થી બહુ જ ખુશ હતા.

એક દિવસ એના ઑફિસમાં એક ગર્લ એન્ટર થઈ. એ કામ માટે બહુ જ ઉત્સાહી લાગતી હતી. ચહેરાથી પણ ભલી ભોળી માલૂમ પડતી હતી.

"આઈ હેવ રેડ યોર રીઝુમ!!! સિમિંગ સો ટેલેન્ટેડ!" સારંગ બોલ્યો.

"નામ શું કહ્યું?!" એ ફરી બોલ્યો.

"પરી... પરી પાઠક!" એણે કોયલ જેવા અવાજમાં કહ્યું.

"નથીંગ ટુ બી સેડ!!! કાલથી આવી જજે, નોકરી પાક્કી!" એ બોલ્યો.

"ઠેંક યુ સો મચ!!! આઈ વોઝ સો ઇમ્પેશંટ!!! થેંકસ એ લોટ!!!" પરી બોલી ગઈ.

🔵🔵🔵🔵🔵

"મિસ પરી પાઠક, આઈ હેવ યોર કંપ્લેન!!!" પરી એની જગ્યા એ ઉભી થઈ ગઈ!

"વૉટ સર?!" એ માંડ બોલી શકી એનો ચહેરો રીતસર પડી ગયો હતો.

"જસ્ટ કીડિંગ! યુ હેવ ગોટ પ્રમોશન! નાવ યુ આર માય સેક્રેટરી!!!" સારંગ એ એણે કહ્યું.

"વાઉ!!! આઈ એમ સો હેપ્પી!" એ બહુ જ ખુશ હતી.

🔵🔵🔵🔵🔵

"સર, આઈ એમ ઈન ગ્રેટ ટ્રબલ! પ્લીઝ કમ ટુ માય હોમ!!! મોમ ... મોમ... હાર્ટ એટેક!!!" એ તૂટક તૂટક ફોન પર બબડતી હતી. સારંગ તુરંત જ એના ઘરે પહોંચી ગયો. એની સાથે એનો ફેમિલી ડોકટર પણ હતો. એણે પરીના મમ્મી ને ગોળી આપી.

"શી ઇઝ આઉટ ઓફ ડેન્જર નાવ!" ડોકટરની વાતથી પરી, સારંગ અને પરીના ફાધર અને પરીના નાના બે ભાઈ બહેન ઉપેન્દ્ર અને નેહા એ પણ ચેનની શ્વાસ લીધી.

"થેંક યુ સો મચ, સર! યુ આર ગોડ!" એ બોલી.

🔵🔵🔵🔵🔵

"હવે, મમ્મીની તબિયત કેવી છે?!" બિઝનેસ ની વાત કરતા કરતા અચાનક જ સારંગ બોલ્યો તો પરીને આશ્ચર્ય થયો.

"હા... હવે સારી છે તબિયત!" એ હળવેથી બોલી.

"યોર સ્મોલર બ્રધર ઉપેન્દ્ર ઇઝ સો ક્યૂટ!" એણે કહ્યું.

"હા... મારી સાથે તો એટલી મસ્તી કરે ને કે..." પરી ગાંડાની જેમ બોલ્યા કરતી હતી પોતે ચોરી કરતા પકડાઈ ગઈ હોય એમ એ બંધ થઈ ગઈ.

"કાલે સંડે છે... આપને બધા જઈએ ફરવા!" એણે કહ્યું.

"ઓકે!" એ બોલી.

🔵🔵🔵🔵🔵

રવિવારે બધા... ઉપેન્દ્ર, પરી અને નેહા સૌ સારંગ ની લક્ઝુરી અસ કારમાં શહેર ના સૌથી મોટા ગાર્ડનમાં હતા.

એક બાંકડા પર નેહા અને સારંગ બેઠા હતા. દૂર બોલ રમી રહેલા ઉપેન્દ્ર અને પરીને બંને જોતા હતા.

"સર, યુ આર સો હેન્ડસમ!" નેહાએ સારંગ ને કહ્યું.

"થેંક યુ! યુ આર ઓ લ્સો પ્રિટી!" એણે સાહજીકતાથી કહ્યું.

હળવેકથી એણે એના પગને સારંગ પગથી અડવવા શુરૂ કર્યા!

"નેહા, સી, આઈ એમ નોટ ઇન્ટ્રેસ્ટેડ ઈન યુ! પ્લીઝ સ્ટોપ ઇટ!" સારંગ એ સ્પષ્ટતા કરી.

"બટ, આઈ વિલ મેક ઇટ હેપન!!!" તેણીએ મક્કમતાથી કહ્યું.

"પરી, કમ હિયર!" કહી બંને એમની બિઝનેસ ની વાતો માં પરોવાઈ ગયા.

🔵🔵🔵🔵🔵

આજે ઑફિસમાં પરીનું બદલાયેલું સ્વરૂપ સારંગ જાણી ગયો હતો.

પહેલા લંચ માટે બંને બહાર હોટેલમાં જતા હતા અને સાથે જમતા હતા પણ આજે પરી એ કહી દીધું કે, "આજે મને ભૂખ નથી!"

આથી સારંગ એ બહારથી ઓર્ડર કરી મંગાવી લીધું.

સમોસાનો એક ટુકડો કરતા એણે યાદ આવી ગયું કે કેવી રીતે જબરદસ્તીથી પરી એ એણે મોંમાં સમોસો ખવડાવ્યો હતો! હળવું હસીને એણે એ ટુકડા ને પરીના મોંમાં ખવડાવવા કર્યું તો એને રોકાતા એ બોલી, "સર, પ્લીઝ ભૂખ નથી!!!"

પણ સારંગ પણ ક્યાં માને એવો હતો એણે તો એ ટુકડો જબરદસ્તીથી ખવડાવ્યો જ.

બંને એ લંચ કર્યું.

"સર, મે તમને આવા નહોતા ધાર્યા!" પરીના શબ્દોમાં રહેલો અફસોસ એના આંખમાં બિંદુ સ્વરૂપે જોઈ શકતો હતો.

"શું મતલબ?!" સારંગ ને કઈ જ ખબર નહોતી પડતી.

"તમે મારી નેહા સાથે..." પરી આગળનું બોલી ના શકી. (ક્રમશ:)